Ek nazar vigyaan taraf... books and stories free download online pdf in Gujarati

એક નજર વિજ્ઞાન તરફ...















"કોઈ પણ તરક્કી કરતી ટેકનોલોજી ને જાદુ થી ઓછું ન આંકી શકાય"
વિજ્ઞાન એક જાદુઈ જ્ઞાન છે.

       નવેમ્બર 1915 ડો. આલ્બર્ટ આઇસ્ટાઈન "થિયરી ઓફ રિલેટિવિટી" ની શોધ કરી દુનિયાભર માં પ્રસિદ્ધિ પામી ગયા હતા. થિયરી ઓફ રિલેટિવિટી એટલે કે "સપેક્ષતા નો સિદ્ધાંત" આ સિદ્ધાંત એ મહત્વ ની ક્રાંતિકારી શોધ હતી. આજે બ્રહ્માડ ની દરેક હિપચાલ ને સમજવા માટે બે થિયરી નો ઉપયોગ થાય છે. સપેક્ષતા નો થિયરી અને ક્વોન્ટમ મિકેનિક્સ ક્વોન્ટમ મિકેનિક્સ એ અતિ સૂક્ષ્મ કણો નું નિરીક્ષણ કરી અનુમાન લગાવાય છે.
 
       આજે અમુક વૈજ્ઞાનિક બાબતો એવી છે. જેની ધારણા કરવી મુશ્કેલ છે. એ બધા વિશે હું લખી રહ્યો છું

સમય:

        સમય ને સામાન્ય રીતે 3 ભાગ માં વહેંચવા માં આવે છે. વર્તમાન, ભૂત અને ભવિષ્ય પણ વૈજ્ઞાનિક મત અનુસાર સમય એ માત્ર વર્તમાન જ ગણાય છે. ભૂતકાળ એ આપણી જૂની બની ગયેલી મનોસ્મૃતિ છે. જેને ભૂતકાળ કહીએ છે. ભવિષ્ય કાળ એ આપના વિચારો અને અનુમાન ના ફળસ્વરૂપ બનતી ધારણાઓ છે. એટલે ભવિષ્ય ક્યારેય નિશ્ચિત હોતું નથી. એ માત્ર આપના મન ની કલ્પના સ્વરૂપ છે. એટલે જ તો કહેવાય છે ને કે વર્તમાન માં જીવતા શીખો.

        તો વાત કરીએ વૈજ્ઞાનિક નિયમો ની તો આઇસ્ટાઈન ના સપેક્ષતા ના સિદ્ધાંત મુજબ જે પદાર્થ ગતિ કરતો હોય તેના પર સમય નો પ્રભાવ ઓછો પડે છે. એટલે કે જે પદાર્થ સાપેક્ષ ગતિ કરતો હોય તો તેના પર સમય અન્ય ની સરખામણી માં ઓછી અસર કરે છે.

        આઇસ્ટાઈન ની આ થિયરીમાં ટાઈમ ટ્રાવેલિંગ ની શકયતાઓ સમાયેલી છે. જેનાથી વર્તમાન માં થી ભવિષ્ય માં તો જઇ શકાય પણ, ભવિષ્ય માંથી વર્તમાન કે ભૂતકાળ માં આવી શકાતું નથી. સામાન્ય રીતે જોઈએ તો પ્રકાશ ની ગતિ દુનિયા ની સૌથી ઝડપી માનવામા આવે છે. હા, અમુક થિયરી આનો સ્વીકાર નથી કરતી પણ લાઈટસ્પીડ જ સૌથી ઝડપી મનાય છે. જેની ઝડપ 30 લાખ કિમિ પ્રતી સેકન્ડ છે. તો ધારો કે 30 લાખ કિમિ/સેકન્ડ ની સ્પીડ વાળુ કોઈ યાન બનાવવા માં આવે, હાલ ના સમય માં તો આ બિલકુલ શક્ય નથી કારણ કે આટલી સ્પીડ આપવા માટે કોઈ ઇંધણ સક્ષમ નથી. હાલ વપરાતું હાઇડ્રોજન બુસ્ટર સૌથી ઝડપી ગણાય છે. છતાં તે પણ એટલી સ્પીડ ન આપી શકે.

        છતાં ધારો કે કોઈ એવું યાન બને જેની સ્પીડ પ્રકાશ જેટલી હોય અને તેને નજીક ની કોઈ આકાશગંગા નો ચક્કર મારી પાછી પૃથ્વી પર ફરે ત્યારે અંદર રહેલા અંતરીક્ષયાત્રી ના આવલોકને 70-80 વર્ષ થયાં હશે જ્યારે પૃથ્વી પર આ સમય 5 કે 10 વર્ષ પછી નો અટલે કે 90 વર્ષ નો થયો હોય. એટલે કે ટુક માં કોઈ પદાર્થ સાપેક્ષ ગતિ કરતો હોય તો એ પદાર્થ પર અન્ય પદાર્થ કરતા સમય નો પ્રભાવ ઓછો લાગશે. ગતિ કરતા પદાર્થ માટે સમય ઓછો પસાર થયો હશે અને સ્થિર પદાર્થ માટે વધુ. હા આ થિયરી અટપટી જરૂર છે. એટલે જ તો આઇસ્ટાઈન ને જીનિયસ કહેવાતા. હા એક વાત તો છે જ લોકો ની માનસિકતા છે. કે જે વ્યક્તિ કૈક અટપટું બોલતો હોય કે પોતાની સમજ ની બહાર બોલતો હોય તેને લોકો બુદ્ધિશાળી સમજી લે છે. પછી ભલેને તે તૂટેલા ફાટેલા અંગ્રેજી લય માં ગુજરાતી ગાળો જ બોલતો હોય!! છતાં લોકો સાંભળશે તો એમ જ કેવાના અયોલો દિનિયા નો દીકરો એવો હોશિયાર કે અંગરેજી માં વાતું કરે....વાહ ભાઈ વાહ!!

        અવકાશ માં સફર કરતો અવકાશયાત્રી પણ ટાઈમ ટ્રાવેલર જ કહી શકાય પણ અમુક સેકન્ડ માટે જ આ રીતે સપેક્ષતા ના સિદ્ધાંત થી વર્તમાન માંથી ભવિષ્ય માં જઈ શકાય છે. પણ આ માટે બહુ અડચણો છે.
 
       સમય માં વર્તમાન માંથી ભૂતકાળ માં જઇ શકાય છે. જેની થિયરી પેરેલલ યુનિવર્સ સાથે સંકળાયેલી છે. જેની ચર્ચા આપણે આગળ ના ટોપિક માં કરીશું. સમય યાત્રા ની વાત થઈ પણ સમય થાંભવવા ની વાત !!...

       કેનેડા ના ટોરન્ટો નો એક વ્યક્તિ, જેને મશીન પ્રત્યે ખૂબ રુચિ હતી.  ગમે તે મશીન ના મિકેનિઝમ ને તે પેલી વાર માં જ સમજી જતો, અને તેનો ફોલ્ટ પણ કાઢી આપતો, નામ "સિડ હરવિચ" તેની આ નવીન પ્રતિભા ના કારણે આખા ટોરન્ટો માં પ્રસિદ્ધ થઈ ગયો હતો.

      તેના આ કૌશલ્ય ને ધ્યાન માં રાખી એક કંપની એ એને નોકરી પર રાખ્યો હતો. તેની નિવૃત્તિ બાદ પણ તે ઘરે મશીન સાથે અખતરા કરતા હતા. એકવાર એણે એવા મશીન ની શોધ કરી કે જે સમય ને અમુક હદે રોકી શકતું હતું. હા..હા.. ડોળા ન ફાડશો પુરા હોશો-હવાસ માં લખી રહ્યો છું.

      એ સમયે ટોરન્ટ માં બેન્ક રોબરી ની ફરિયાદો વધી રહી હતી. આ સમયે સિડ હરવીચે પોલીસ ને પોતાના ઘરે બોલાવ્યા અને તેની સામે પ્રયોગ કર્યો. હરવીચે એજન્ટ ને એક ટેબલ પર બેસાડ્યા અને પોતાની ગન ને ટેબલ પર રખાવી પછી હરવીચે મશીન માં ડેટ સેટ કરી ચાલુ કર્યું. અને એજન્ટ ને ગન ઉઠાવવા કહ્યું. એજન્ટ ઉઠાવવી તો શું હલાવી પણ શકતો ન હતો. પછી હરવીચે એજન્ટ ની રિસ્ટવોચ તરફ ઈશારો કર્યો એજન્ટ ની વોચ માં માત્ર દોઢ મિનિટ જ થઈ હતી જ્યારે સામેની દીવાલ પરની ઘડિયાળ પર 25 મિનિટ વીતી ગઈ હતી!!

      આ યંત્ર અમુક બેઝિક મિકેનિઝમ ના નિયમોના આધારે બનાવ્યું હતું. આ મશીન એક પ્રબળ ઇલેક્ટ્રો-મેગ્નેટિક ફિલ્ડ ઉભું કરતું હતું જેનાથી તેની અસર માં આવતી લોખંડ ની વસ્તુઓ જામ થઈ જતી કે એકદમ ધીમી થઈ જતી હતી. એટલે જ પોલીસ એજન્ટ ગન ને હલાવી પણ શકતા ન હતા અને પોતાની રિસ્ટ વોચ પણ ખૂબ ધીમી થઈ ગઈ હતી.

      આ પછી આ મશીન નું શુ થયું કે કયા ગયું તેની કોઈને ખબર જ પડી નહિ. સિડ હરવીચે આ મશીન ને પેટન્ટ પણ નહોતું કરાવ્યું. એમના મતે આ એટલું સરળ મિકેનિઝમ છે કે કોઈ પણ તેને બનાવી શકે છે. પણ હજુ સુધી કોઈ તેને બનાવી શક્યું નથી.

      ત્યાર બાદ ઇઝરાયલે પોતાના પ્લેન હાઇજેક વખતે આ ટેકનોલોજી નો ઉપયોગ કરી ને લોકોને બચાવ્યા ત્યારે આખા વિશ્વ માં આ અંગે ની ચર્ચા થવા માંડી. અને સિડ હરવિચ ને ઇઝરાયેલ તરફ થી મેડલ પણ આપવામાં આવ્યો ત્યારે એ વાત પાક્કી થઈ ગઈ કે હરવીચે પોતાનું મશીન ઇઝરાયેલ ને આપ્યું હતું. એક ઇન્ટરવ્યૂ માં હરવીચે આ વાત નો સ્વીકાર પણ કર્યો.

ભૂતકાળ અને પેરેલલ યુનિવર્સ:

       ભૂતકાળ આપણી વીતી ગયેલી ક્ષણો. આઇસ્ટાઈન ના સપેક્ષતા ના સિદ્ધાંત માં આપણે ભવિષ્યયાત્રા ની શક્યતાઓ જાણી. પણ ભૂતકાળ માં જવા માટે બીજી થિયરી નો જ આધાર લેવો પડશે.

       પેરેલલ યુનિવર્સ એટલે સમાન વિશ્વ,બ્રહ્માડ હા અમુક વૈજ્ઞાનિકો નું એવું માનવું છે કે જેવી રીતે, આપણી પૃથ્વી બિગ બેંગ થી અલગ પડી અને જીવસૃષ્ટિ રચાઈ તેવી જ રીતે બ્રહ્માડ માં આવા અનેકો ગ્રહ ગેલેક્સી છે. અને બ્રહ્માડ અનંત છે. અને સતત પોતાનું વિસ્તરણ કરે છે.  આપણી પૃથ્વી જેવા ન જાણે કેટલા બધા ગ્રહો બ્રહ્માડ માં છે. કેટલી ગેલેક્સી છે. તમારા મારા જેવા કેટલાય લોકો છે.

       તો આ થિયરી નું માનવું છે કે પૃથ્વી જેવા જ ગ્રહો છે. જે જુદા બ્રહ્માડ માં છે. તેમાં આપણી જેવા જ જીવો વસે છે. અને તેઓ આપણા જેવી જ જીંદગી જીવે છે. તેને પેરેલલ યુનિવર્સ કહે છે. ન સમજાયુ ને?!!

       પૃથ્વી સિવાય અન્ય બીજી ગેલેક્સી કે અન્ય બ્રહ્માડ માં કોઈ ગ્રહ પર પણ એક અર્જુન હશે. ત્રીજા કોઈ ગ્રહ પર એક અર્જુન હશે. કોઈ બી કોમ કરતો હશે તો કોઈ એન્જીનીયરીંગ માં હશે તો મેડિકલ માં પણ હશે. કોઈ મારાથી 1 વર્ષ મોટો હશે, તો કોઈ 3 વર્ષ નાનો, તો વળી કોઈ પોતાના અંતિમ શ્વાસ પણ ગણતો હોઈ શકે. તમારા મારા જેવા જ લોકો અન્ય બ્રહ્માડ માં પણ છે.

       આ થિયરી મુજબ જો કોઈ વ્યકતિ ને પોતાના ભૂતકાળ માં જવું હોય તો એને બ્રહ્માડ નો કોઈ એવો ગ્રહ જ્યાં એનું જ પ્રતિરૂપ હોય અને  એ તેનાથી નાનો હોય ત્યાં પહોંચવું પડે. સરળ રીતે જો મારે મારુ ભૂતકાળ ફરીથી જોવું હોય તો મારે અન્ય બ્રહ્માડ નો એવો ગ્રહ શોધવો પડે જ્યાં મારુ પ્રતિરૂપ એટલે કે અહીંના જેવો જ દેશ હોય અને મારા જેવો જ એક અર્જુન હોય.!!

       હા આ જરૂર અટપટું લાગે છે. આ થિયરી માનવામાં આવે તેવી નથી કારણ કે બ્રહ્માડ ના કોઈ પણ ગ્રહ સાથે આટલી બધી સાંગતતા કેવી રીતે હોય શકે. સાચું કહું તો મને આ થિયરી જરાય શક્ય નથી લાગતી. પણ.. એક વાત મને પેરેલલ યુનિવર્સ પર વિચારવા મજબૂર કરે છે, એ છે. પાંચમો આયામ 5th dimension  પાંચમો આયામ માં જીવતો અર્જુન એક જ સમય રેખા માં બે ભવિષ્ય ને પસન્દ કરી શકે છે. જેમ કે 5 માં આયામ માં જીવતા અર્જુન ને ક્રિકેટર બનવું છે અને લેખક પણ બનવું છે. તો તે એક જ સાથે ક્રિકેટર પણ બની શકે છે. અને લેખક પણ બની શકે છે. તો જે ક્રિકેટર અર્જુન છે તે પણ અલગ બ્રહ્માડ માં ભવિષ્ય બનાવશે અને જે લેખક અર્જુન છે તે પણ અલગ બ્રહ્માડ માં પોતાનું ભવિષ્ય બનાવશે.તો આ જ રીતે બે અલગ અલગ બ્રહ્માડમાં બે અર્જુન જોવા મળશે. બધા આયામો વિશે હું આગળ વિસ્તાર માં જણાવીશ.હાલ એટલું જ પૂરતું છે.

       એવી જ રીતે જો કોઈ વ્યક્તિ ભૂતકાળ માં જઈને ઘટનાક્રમ માં ફેરફાર થાય તો એ ફેરફાર બે વિશ્વ માં વહેંચાઈ જશે. ઉદાહરણ તરીકે, કોઈ વ્યક્તિ અત્યારે ટાઈમ ટ્રાવેલ કરી ભૂતકાળ માં ગાંધીજી ના સમય માં જઈને કદાચ ગાંધીજી ને મરતા બચાવી લે છે. તો,આ ઘટના થી સમયરેખા માં પરિવર્તન થશે. અને એની અસર થી આ ઘટના બે બ્રહ્માડ માં વહેંચાઈ જશે. એક દુનિયા જ્યાં ગાંધીજી નું મૃત્યુ થયું છે એટલે કે ઘટનાક્રમ માં કોઈ ફેરફાર નથી અને બીજું ગૌણ વિશ્વ જ્યાં ગાંધીજી ને કોઈ વ્યક્તિ દ્વારા ગોળી વાગવાથી બચાવી લેવાયા છે.!!

       અને હા, ક્યારેક બે સમાન વિશ્વમાં જો ઉર્જા નું અસંતુલન પેદા થાય ત્યારે આપોઆપ બને વિશ્વ ની વ્યક્તી આપોઆપ પરસ્પર બીજા વિશ્વ માં જઈ ચડે છે!!

અદ્રશ્ય જીવો

       ટાઇટલ વાંચીને આપને એમ લાગ્યું હશે કે હું કોઈ ફેક યુટ્યુબિયા જીવો ની વાત માંડીશ જેનું ક્યારેય નામ પણ નહીં સાંભળ્યું હોય. ના હુ એવી કોઈ વાત કરવા માંગતો નથી.

       માનવ આંખ એક અજાયબ કેમેરો, 576 મેગાપિક્સેલ, હા આપણને ભગવાને ઓપ્પો કે આઈફોન થી લાખો ગણા બહેતર બનાવ્યા છે. પણ એક ટચૂકડો આઈફોન એક્સ લેવા એની અમૂલ્ય કિડની ને વેચી મારશે! મેં વાંચેલું ન્યુઝ માં થોડા સમય પહેલા. એક રશિયન ટીનેજરે આઈફોન માટે આપેલું "દિવ્ય બલિદાન"

       માનવ આંખ ની વેવલેન્થ 400 થી 700 નેનોમીટર ની હોય છે. જેવી રીતે વસ્તુઓ ને ફૂટ મીટર કે કિલોમીટર માં મપાય છે એમ પ્રકાશ ના તરંગો ને વેવલેન્થ માં મપાય છે.

       એટલે કે આપણી આંખ એ દરેક વસ્તુ ને જોઈ શકે છે, જેની વેવલેન્થ 400-700 નેનોમીટર વચ્ચે હોય. જો 300 nm હોય તે નથી જોઈ શકાતું અને 800nm હોય તો પણ નથી દેખાતું.

       તો શું દરેક વસ્તુ 400 થી 700 nm  વચ્ચે હોય તે જરૂરી છે?? ના પૃથ્વી પર એવા જીવો નો પણ વસવાટ છે કે જેને માનવ આંખ જોઈ શકતી નથી. એવા જીવો ના અસ્તિત્વ ને પણ નકારી ન શકાય. હર પીળી ચિઝ સોના નહિ હોતા. આવા જીવન નું માત્ર અનુભવ કરી શકીએ છેએ. અને આ અનુભવ ખૂબ ડરાવનું હોય છે. આપણે જેને ભૂત, પિશાચ, ચુડેલ,જિન ના નામોથી જાણીએ છેએ. એ બધા વિજ્ઞાન ની દ્રષ્ટિ એ અલગ અલગ વેવલેન્થ વાળા જીવો છે. અને ક્યારેક એમના  વેવલેન્થ માં ફેરફાર થવાથી નજરે ચડે છે. અને સામેવાળા નું પેન્ટ ત્યાંજ ભીનું થઈ જાય છે. પણ આ જીવો ખૂબ ઉર્જાવાન હોય છે. જેની ચર્ચા આપણે આગળ વિસ્તાર થી કરીશું.

      વેદોના કહેવા મુજબ શરીર ના પ્રકારો પૈકી એક પ્રકાર સ્થૂળ શરીર છે. જેને જોઈ શકાતું નથી. પણ તેનો અનુભવ જરૂર કરી શકાય છે. અને આ શરીર હવા સમાન હોય છે. અને અમુક શક્તિઓ ધરાવતું હોય છે.

      કૂતરા ના આંખ ની વેવલેન્થ 300-700 nm હોય છે. એટલે કે 100NM વધારે તેથી કુતરાઓ આવા જીવોને અલ્ટ્રાવાયોલેટ કિરણોથી   જોઇ શકે છે. તેથી જ મોડી રાત્રે કુતરાઓ જોર જોર થી ભસતા અને કોઈ ની પાછળ દોડતા જોવા મળે છે. જે આપણે નથી જોઈ શકતા તે કુતરાઓ જોઈ શકકે છે. પણ આપણે એને પથ્થર મારીને ભસતા બંધ કરીએ છે.

      આ તો થોડા અટપટા વૈજ્ઞાનિક વિષયો ની વાત થઈ. હજી તો બહુ બાકી છે.

      આશા છે આપને પસન્દ આવ્યું હશે. આપના તરફ થી જો સારો પ્રતિસાદ મળશે તો આવા જ ટોપીક્સ લઈને આગળ ના ભાગ એક નજર વિજ્ઞાન તરફ-2 જરૂર લખીશ. અને હા, ધ ફાઈટર્સ ચેપ્ટર-4 ટુક સમય માં પ્રકાશિત કરીશ, જરૂર વાંચશો.

આપના વિચારો અને અભિપ્રાયો જરૂર જણાવશો....

Aryan luhar
wts: 7048645475