safar - 2 books and stories free download online pdf in Gujarati

સફર ( એક અજાણી મંજિલની ) - 2

( આપણે આગળના ભાગમાં જોયુ એમ શિલોંગથી નીકળેલા બે યુવાનો પોતાના શમના ની જીંદગી જીવવા ભારત છોડીને અમેરિકા જવા અને ત્યાં જ રેહવાનું નક્કી કરે છે. આ માટે તેઓ ત્યાં નોકરીની અરજી કરે છે ને ત્યાંથી નોકરીનો ઇમેઇલ આવતા જ રાજીના રેડ થઈ  જાય છે. અને અહીં શરૂઆત થાય છે એમના         " સફર " ની. આવો હવે આગળ જોઈએ !!)



                         તો અંતે એ દિવસ આવી જ ગયો. મારા અને દેવના પરિવારજનો અમને છોડવા એરપોર્ટ આવ્યા. અમારે દિલ્હીથી બેસવાનું હતુ , 
 શિલોંગ માં વિમાન સેવા નવી નવી જ શરૂ થઈ હતી અને ઘણી ઓછી ફ્લાઇટ ત્યાં આવતી. ક્યાંક વિદેશ જવા માટે તો દિલ્હી જ આવવુ પડતુ. સદભાગ્યે શિલોંગ થી દિલ્હી સીધુ વિમાન આવતુ , એટલે શિલોંગથી પહેલા દિલ્હી વિમાનમાં અને ત્યાંથી અમારી પેરુ ની ઉડાન હતી. હા ,  પેરુ એ જ જગ્યા હતી જ્યાં અમારી નોકરી લાગી હતી. પેરુ દક્ષિણ અમેરિકામાં આવેલો દેશ છે.


             અમે બંને ભાવવિભોર થઇ ઉઠ્યા, અંતિમ વાર પરિવારજનોને જોઈ રહ્યા. અલગ થવાની આ ક્ષણ ઘણી ઉદાસીન હોય છે.ભલે ને એ ભરોસો હોય કે કાલે મળશુ પણ છતાય કાલ કોને જોઈ છે !! જેની સાથે જીવન ની આટ આટલી ક્ષણો વિતાવી હોય એમને ત્યજીને જવાનું મન તો કોને થાય છતા ક્યારેક કંઇક વિશેષ મેળવવા કંઇક તો જતું કરવુ જ પડે ને ક્યાંક મેં પેહલા પણ કહ્યુ તેમ તમારુ પ્રારબ્ધ પણ ખેંચી જાય. હોનિ ને કોણ ટાળી શકયુ છે !!


                          મારા ભાઈ બહેન ને હું   ભાવવિભોર થઈને મળ્યો.પિતાજીના ચરણ સ્પર્શ કર્યા ને માઈને તો વળગી જ પડ્યો. એક માં અને તેના બાળક ની વિદાય ની વેદના ને આ કલમ વ્યક્ત કરવા સક્ષમ નથી. બેઉ કાળજા વિરહ ની વેદના થી કંપી ઊઠે અને ભાવનાઓની જે ભરતી આવે છે એ હૃદય ના દરેક કિનારા ને ભીંજવી જાય છે ! 

    
                  ટિકિટ તો તૈયાર જ હતી સામાનને તપાસ માટે આપી ચેક ઇન કરીને અમે વિમાનની રાહ જોતા પ્રતીક્ષા કક્ષમાં અમે ગોઠવાયા. એક તરફ " પોતાના " ને મૂકીને જવાનું દુઃખ હતુ તો બીજી તરફ એક નવી શરૂઆત ની ઉત્તેજના.

 
                  શિલોંગ થી અમે દિલ્હી પહોંચ્યા અને ત્યાંથી પેરુ જતા વિમાન માં બેઠા. અમે વિમાનની મુસાફરી માણી રહ્યા હતા. અમે બે વ્યક્તિની સીટ માં હું અને દેવ તથા અમારી બિલકુલ સામે બે અન્ય વ્યક્તિ બેઠા હતા , તેઓ અમેરિકન હતા એ તેમની સાથેની વાતચીત પરથી મને પછી જાણવા મળ્યુ.

     
               અમારી સામેની બાજુ હરોળમાં ત્રાંસી બાજુ એક વ્યક્તિ બેઠો હતો , હું બારી તરફ બેઠેલો હોઈ માત્ર એણે જ જોઈ શકતો હતો. તે વર્ણએ શ્યામ હતો. આંખે તેને ચશ્મા ચડાવેલા હતા. દાઢી આછી હતી પરંતુ આખી કાળી હતી. હાથમાં કાળા રંગનુ કંઈ બાંધી રાખ્યુ હતુ કદાચ કોઈક ધાર્મિક માન્યતાઓ માંથી કંઇક હોઈ શકે. પરંતુ આશ્ચર્ય ની વાત તો એ હતી કે એ "ચારુ મજુમદાર" અને ભૂતકાળમાં ભારતમાં થયેલા નક્સલવાદી હુમલાઓનું ગહન સંશોધન કરી રહ્યો હતો. હા જેઓ ચારુ મજુમદાર ને નથી ઓળખતા તેમના માટે એ જાણકારી અહીં ઉપયોગી નીવડશે કે આ એ જ વ્યક્તિ છે જેમને ભૂમિ અધિગ્રહણ ને લઈને પૂરા ભારતવર્ષ માં આંદોલન છેડ્યુ હતુ , આંદોલન પહેલા પશ્વિમ બંગાળના નક્સલબારી ગામ થી જ શરૂ થયુ એટલે પાછળ થી નક્સલવાદ તરીકે ઓળખાયુ. જોકે વિતતા વર્ષો સાથે આ જંગ લોહિયાળ અને બેકાબૂ થતો ગયો અને આજે પરિસ્થતિ એવી થઈ ગઈ છે કે નક્સલવાદી દેશ ના સુરક્ષા બળો પર પણ હુમલા કરે છે અને ભારત થી અલગ થવા પણ મથે છે.


                  એની આ  દુર્ઘટનાઓમાં આટલી કુતુહલતા આશ્ચર્ય જરૂર જન્માવતી હતી પરંતુ હવે આપણે કોઈને રોકી તો ન શકયે એટલે હું ચૂપચાપ એણે જોઈ રહ્યો.આ તરફ દેવ અમારા સહમુસાફરો સાથે બહુ ભળી ગયો હતો. ખાસ કરીને જે યુવતી તેની બાજુમાં બેઠી હતી એની સાથે. ચર્ચા પરથી જાણવા મળ્યુ કે યુવતીનુ નામ એલ હતુ અને તે તેના પતિ પોલ સાથે પેરુ જ જઈ રહી હતી. તેઓ પેરુ જ રહેતા હતા , ત્યાં લાકડાના સાધનો બનાવતી તેમની કંપની હતી. થોડી મુસાફરી પછી એટલુ તો જણાય આવ્યુ કે તેઓનો સ્વભાવ સરસ હતો.

             
               દેવ એલની સાથે વાતોએ વળગ્યો. પોલ કદાચ કંઇક કામ કરી રહ્યો હતો ને વધુ ખાસ કઈ એ બોલતો નહોતો.ખેર હું આરામથી મારી ખુરશી પર ગોઠવાયો. પણ ના જાણે કેમ મારી નજર પેલા વ્યક્તિ અને તેના ટેબ્લેટ પરથી ખસતી નહોતી .




( કોણ હશે આ અજાણી વ્યક્તિ !! સતત નક્સલવાદી ઘટનાઓ નુ અવલોકન એ શા માટે કરી રહ્યો હશે ? કેવી રેહશે લક્ષ્ય અને દેવ ની આગળ ની " સફર " જાણીશું વધુ આવતા અંકે ....     )