Uday - 12 books and stories free download online pdf in Gujarati

ઉદય ભાગ ૧૨

પલ્લવે પૂછ્યું કે તમે શરૂઆત માં જણાવ્યું કે મારી પણ કોઈ ભૂલ થયી હતી તો મેં શું ભૂલ કરી હતી ?

ભભૂતનાથે આગળ વધતા કહ્યું કે આપણે દિવ્ય પુરુષો છીએ અને આપણું કર્મ ફક્ત મહાશક્તિઓ ના આદેશ પ્રમાણે કાર્ય કરવાનું છે . આપણે સ્વતંત્ર નથી આપણે ફક્ત કર્મ થી બંધાયેલ છીએ . આપણને પંચેન્દ્રિયો પર કાબુ કરવાની તાલીમ મળેલી છે અને હજાર વર્ષમાં ૩૦૦ વર્ષ આપણે પંચેન્દ્રિય પર કાબુ કરવાની તાલીમ મેળવવામાં વિતાવ્યા છે . આપણી પોતાની કોઈ ભાવના નથી પણ આપણે વિયેતનામ માં હતા ત્યારે તમે એક સ્ત્રી તરફ આકર્ષાયા હતા અને તમે તેની સાથે સંબંધ પણ બાંધ્યો તેથી તમારી શક્તિઓ નો ક્ષય થયો અને અસીમનાથ તેથી જ તમે જે શરીર માં રહેતા હતા તેનો નાશ કરી શક્યા. તેથી જ તમારી વાસના પૂર્ણ થાય તે માટે તે સ્ત્રી નો પુનર્જન્મ મેં શોભા નામની સ્ત્રી તરીકે કરાવ્યો જે મહાશક્તિઓના આદેશ ની અવહેલના હતી તેથી જ મને સજા થયી પણ તમારી વાસના પૂર્ણ થાય અને તમે જયારે તમે મને પાછા માળો ત્યારે પૂર્ણ રીતે મળો તે મારુ પરમકર્તવ્ય સમજીને તે કાર્ય મેં કર્યું .

પલ્લવે પૂછ્યું તો અત્યારે અસીમનાથ ક્યાં છે અને ત્રીજા પરિમાણ માં જે બાબા કટંકનાથ મળ્યા તે કોણ હતા? અસીમનાથ અત્યારે ત્રીજા પરિમાણ માં છે અને ત્યાં બાબા અસીમાનંદ ના નામ થી ઓળખાય છે તે અત્યારે ચોથા પરિમાણ માં પ્રવેશવાનો માર્ગ શોધી રહ્યો છે અને તે પણ કાળી સાધનાથી . કાળી શક્તિઓ ને બળી ચઢાવીને તે તેમને પ્રસન્ન કરીને ચોથા પરિમાણ માં આવવા માંગે છે જેથી તેની શક્તિઓ અનેક ગણી વધી જાય .

ચોથા પરિમાણ માં પ્રવેશવાના સાત માર્ગ છે જે મહાશક્તિઓ ના કાબુ માં છે. એક તમે આવ્યા ત્યાંથી જ્યાં થી કર્કવૃત્ત ની રેખા પસાર થાય છે . બીજું પ્રવેશ દ્વાર કાશી માં છે , ત્રીજું જર્મની નામના દેશમાં છે. ચોથું પ્રવેશદ્વાર બ્રાઝીલ નામના દેશ માં છે . પાંચમું ઑસ્ટ્રેલિયા નામના દેશ માં . છઠ્ઠું યુગાન્ડા નામના દેશ માં અને સાતમું દ્વાર અમેરિકા નામના દેશ માં છે. આ નામો અત્યારના છે બાકી પહેલા અલગ નામ થી ઓળખાતા. અને તે સિવાય પણ એક દ્વાર છે કે મહાશક્તિઓના કાબુ માં નથી તે ધરતી પર ના એક રાજા રાવણે બનાવેલું તેને ચોથા પરિમાણ માં પ્રવેશ પણ કર્યો હતો તેથી જ તેની શક્તિ અનેક ગણી વધી ગયી હતી. તેણે પાંચમા પરિમાણ માં પ્રવેશ દ્વાર બનવાનું શરુ કર્યું હતું પણ આપણે તેણે રોકીને ત્રીજા પરિમાણ માં ધકેલી દીધો હતો. અસીમનાથ નો ઈરાદો તે પ્રવેશદ્વાર થી ચોથા પરિમાણ માં પ્રવેશવાનો અને પાંચમા પરિમાણ ના પ્રવેશદ્વાર નું રાવણે અધૂરું મૂકેલું કાર્ય પૂર્ણ કરીને પાંચમા પરિમાણ માં પ્રવેશવાનો છે. અને આપણું મહત્વનું કાર્ય મહાશક્તિઓ ને પ્રસન્ન કરીને પાંચમા પરિમાણ માં પ્રવેશીને તમારું મૂળ શરીર મેળવવાનું અને આપણા બીજા દિવ્ય પુરુષોને છોડાવવાનું અને અસીમનાથ ને રોકવાનો.

પલ્લવને હજી પણ વિશ્વાસ નહોતો કે આ બધું સત્ય છે તેણે લાગ્યું કે આ બધી કોઈ માયા છે કોઈ છળ છે .

પલ્લવ ની આંખમાં જોઈને ભભૂતનાથે પૂછ્યું કે હું તમારી આંખ માં અવિશ્વાસ જોઈ શકું છું . તમે થોડું ભોજન કરી લો અને વિશ્રામ કરો . તમારું શરીર ચોથા પરિમાણ ની દિનચર્યા થી ટેવાયેલ નથી . કાલથી તમારી તાલીમ શરુ થશે. મનમાં દ્વિધા ના રાખો . પલ્લવ ત્યાંથી ઉઠ્યો અને બહાર નીકળતા જ ભભૂતનાથ ના ચેહરા પર કુટિલ હાસ્ય આવી ગયું તેણે વિચાર્યું કે આ વખતે મારુ કાર્ય પૂર્ણ થશે .