Blind love - 1 books and stories free download online pdf in Gujarati

આંધળો પ્રેમ - 1

ઉનાળાની શરૂઆતના સાંજ ના 6:30 કલાક ..
વડોદરા રોડ ઉપર આવેલી હોટેલ હાઇવે નજીક આવેલા અજાણ્યા ગામ તરફ ગભરાયેલો અને મૂંઝાયેલો તેજસ મોટા ડગ ભરી આગળ વધી રહ્યો હતો.. અને અચાનક ઠંભી જાય છે.

ગામની નજીક હાઇવે ઉપર પરચુરણ ની દુકાન ચલાવતો શિરાજ મકરાની અને તેની નજીક માં ચા ની કીટલી ચલાવતો અશરફ બંને ધંધો વધાવવાની ઉતાવળ માં હતા, આજે આઇપીએલ ની પહેલી મેચ હતી, શિરાજ ક્રિકેટ નો ભારે રસિયો, બંને ભણેલા હતા શિરાજ સિવિલ એન્જીનીયર અને અશરફ એમ એ બીએડ કરેલું પણ નોકરી ક્યાંય મળતી ન હતી, એટલે બંને ને પારિવારિક જવાબદારી માથા ઉપર આવતા પરાણે આ નાનો વ્યવસાય અપનાવવો પડ્યો હતો.

શિરાજ ના અબ્બા નું માંદગી દરમ્યાન ઇન્તેકાલ થતા બે વર્ષ થી અમ્મી અને ચાર નાના ભાઈ બહેલો ની જવાબદારી તેને ઉપાડી લીધી હતી, અને અશરફ ના અબ્બા ને જુગાર ના શોખે બરબાદ કરી નાખ્યા હતા, અમ્મી સિલાઈ કામ કરી પરિવાર ચાવવા પ્રયત્ન કરતી પણ મહિનાના અંતે ભારે આર્થિક સંકળામણ રહેતી વળી એને પણ બે નાની બહેનો હતી, એટલે એ પણ હાઈવે નજીક ચા ની કીટલી ચલાવતો. આસપાસ અનેક કંપનીઓ આવેલી હતી, એટલે હાઇવે ઉપર થી ગામના પ્રવેશ નું સ્થળ નાનું વ્યાપારી મથક બની ગયું હતું. જ્યાં કંપનીઓ માં નોકરીએ આવનારાઓ ચા પાણી નાસ્તો કરવા ઉભા રહેતા. શિરાજ અને અશરફ બંને રોજના પાંચસો કમાઈ લેતા હતા એટલે ઘર પરિવાર નું ગાડું ગબડી જતું હતું.

આજે ચેન્નાઇ જીતી જશે..? કહેતો શિરાજે ઉતાવળે દુકાન વધાવી, અશરફ ને ઉતાવળ કરવા બૂમ મારી. બંને ફટાફટ ગામ તરફ જઈ રહ્યા હોય છે, ત્યારે નર્મદા નહેર ની માઇનોર કેનાલ પાસે બંને એક ઠરેલ જેવા લાગતા યુવક ને ઉભેલો જુએ છે. અશરફ નું ધ્યાન એ તરફ જતા તે આ યુવક વિષે મજાક માં શિરાજ ને કહે છે, આ ભાઈ કેનાલમાં કૂદવા અહીં ઉભા લાગે છે... પણ શિરાજ નું મન આઇપીએલ ની મેચ માં હોય છે, તે ઝડપથી ઘરભેગો થઈ જવા માંગે છે. ત્યાં જ ....ધડામ....!!! કરતો પાણી નો અવાજ આવ્યો બંને એ પાછળ જોયું, તો કેનાલ ઉપર ઉભેલો એ યુવાન ન હતો. સાચેજ એ કૂદી પડ્યો હતો.

અશરફ અને શિરાજ બંને દોડી કેનાલ ની પાળ પાસે આવે છે, અશરફ એક પળ ગુમાવ્યા વિના કેનાલમાં જંપલાવે છે, અશરફ એક અચ્છો તરવૈયો હતો, અશરફ જ નહીં ગામના લગભગ યુવાનો આ કેનાલમાં તૈરાકી શીખ્યા હતા, એટલે કેનાલના બંને બાજુએ થી ઉપર આવતા ધસમસતા નીર કોઈ પણ ને વચમાં તળિયે ડુબાડી દેતા, પણ આ યુવાનો કેનાલ ના પાણીના પ્રવાહ ને સારી રીતે સમજતા. શિરાજ ગામમાં મદદ માટે ફોન કરે છે. અને રીક્ષા લઇ દોરડા સાથે ત્રણ યુવાનો દોડી આવે છે, થોડી જ વાર માં પચાસેક મીટરના અંતરે અશરફ એ યુવાન ને પકડી કેનાલ ની કિનારે લઈ આવે છે. જ્યાં લોખંડના સળિયાનો હુક પકડી તે યુવાન ને પકડી રાખે છે. શિરાજ ઈશારા થી અસરફની કામગીરી ને બિરદાવે છે, અસરફના ચહેરા પર સ્મિત ફરકી જાય છે. બચાવ કામગીરી માટે દોડી આવેલા અસફાક, સલીમ, જાવેદ સૌ શિરાજ સાથે મળી અશરફ અને એ યુવાન ને કેનાલ ની બહાર કાઢે છે. નાક, મોઢામાં પાણી જતા યુવાન અર્ધબેભાન થઈ જાય છે જેને પ્રાથમિક સારવાર આપી સૌ રિક્ષામાં ગામમાં આવેલી મઝાર ના ઓટલા ઉપર સુવડાવી દે છે. ગામ આખું ઘરો માં આઇપીએલ ને વધાવવા ટીવી સામે ગોઠવાઈ ગયું હોય છે, છતાં થોડાક લોકો ત્યાં જમા થઈ જાય છે.

સાંજે 7:30 કલાકે એ યુવાન ભાન માં આવે છે. એ શિરાજ અને અશરફ ને જોઈ ચોકી ઉઠે છે, આ એ જ બે યુવકો હતા,  જેમને સામે આવતા જોઈ પોતે કેનાલ માં કુદવાનું પડતું મૂકી ઉભો રહી ગયો હતો, અને બંને ના ગયા પછી તે કેનાલ માં કૂદી પડ્યો હતો. વધુ તેને કાઈ યાદ ન હતું.

તમે કોણ છો ? અને શા માટે કેનાલ માં કૂદયા ? શિરાજ સવાલ પૂછે છે. પણ...

હું, તેજસ પરીખ છું. બસ .... એ સિવાય કોઈ પ્રત્યુત્તર નથી મળતો.

તેજસ પરીખ, એક હોનહાર વેપારી.
વડોદરા નજીક વિસ વર્ષ થી તેનો ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણોનો શોરૂમ હતો. આમ તો આ ધંધાના બે ભાગીદારો હતા. કલ્પિત શાહ તેનો ભાગીદાર હતો. પણ ધંધો તેજસે સેટ કર્યો હતો, કલ્પિત શાહ અઢળક સંપત્તિનો આસામી હતો,બે ફેક્ટરીઓ ચાલતી અને યુએસ માં પણ તેની મોટેલ્સ ચાલતી, એટલે એ વર્ષ નો લગભગ સમય યુએસ રહેતો, પણ અહીં ત્રણ ફેક્ટરીઓ અને ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણો ના શોરૂમ ના ધંધા ઉપર પણ તે નજર રાખતો.

વિસ વર્ષ પહેલાં તેજસના લગ્ન પૂનમ સાથે થાય છે. પૂનમ ખુબસુરત અને ફેશનેબલ યુવતી હોય છે, લગ્ન પછી તેજસ નાનો ધંધો શરૂ કરે છે, પણ ખાસ કાંઈ આવક નથી થતી, જ્યારે કલ્પિત તેને વારસામાં મળેલ ફેક્ટરી નું કામ કાજ સાંભળી લે છે. સમય મળે ત્યારે કલ્પિત તેજસના ઘરે જતો સૌ સાથે બેસી વાતો કરતા, કલ્પિત તેજસના ઘર નો ફેમેલી મેમ્બર બની ગયો હતો.

કલ્પિત શાહ પોતાની નવી ફેક્ટરી શરૂ કરે છે. એની પાર્ટી ના આયોજન ની જવાબદારી તે પૂનમ ને સોંપે છે, પૂનમ પાર્ટી માં કોઈ કચાસ નથી રાખતી મોડી સાંજે પાર્ટી પતાવી સૌ ના ગયા પછી કલ્પિત પૂનમ નો હાથ પોતાના હાથ માં લઇ આભાર માને છે. અને પૂનમ મૌન રહી આંખો થી વેલકમ કહે છે. બીજા દિવસે કલ્પિત તેજસને ભાગીદારીમાં ઇલેક્ટ્રોનિક ઉપકરણો નો શોરૂમ ખોલવાનું પ્રપોઝલ આપે છે.
કલ્પિત ની આર્થિક મદદ થી શોરૂમ શરૂ થઈ જાય છે, તેજસ હવે ધંધાને વધુ ઉંચાઈએ લઇ જવા માં દિવસ રાત એક કરી નાખે છે, દશ વર્ષ માં ધંધો સારો એવો સેટ થઈ જાય છે, કલ્પીત યુએસ જતો રહે છે, અને ત્યાં જ લગ્ન કરી લે છે, પણ તેની આંખોમાં પૂનમનો ચહેરો રમ્યા કરતો હોય છે, યુએસ માં તે મોટેલ ખરીદી ત્યાં પણ ધંધો સ્થાયી કરી લે છે, પાંચ વર્ષે તે પરત ફરે છે, અને તેજસ ને ત્યાં જ રોકાય છે, બે વખત માતૃત્વ ધારણ કરવા છતાં પૂનમ હજી વધુ આકર્ષક લાગતી હતી.

સવારે વહેલા ઉઠીને શોરૂમ ઉપર જવાનો તેજસ નો નિત્યક્રમ હતો, પૂનમ બંને બાળકો ને શાળાએ મોકલી ઉપરના બેડરૂમ માં સુતેલા કલ્પીત ને ઉથડાવા જાય છે, કલ્પિત જાગે છે અને રેશમી મરૂન નાઈટ ગાઉનમાં પૂનમ ને જોઈ બસ જોતો જ રહે છે....

ઉઠવાનું નથી દસ વાગ્યા,
ફ્રેશ થાવ હું ચા મૂકી દઉં છું..
ત્યાં જ કલ્પિત પૂનમ ને પાછળ થી બાહોમાં ભરી લે છે, અને નાઈટ ગાઉન ની દોરી નું વાળેલું ફૂલ ખોલી નાખી બંને ખભા ઉપર થી રેશમી ગાઉન સરકાવી નીચે પાડી દેતા પૂનમ માત્ર ટુ પીસ ઉભી ઉભી કલ્પિત ની આ હરકત નો જરા વિરોધ નથી કરતી, પૂનમ અને કલ્પિત બંને એક બીજાને બપોર સુધી મન ભરી ને માણે છે, જાણે બે યુવાન હૈયાંઓ ને વર્ષોના વિરહ બાદ એક મેકમાં ભળી જવાની તક મળી હોય. પછી તો પૂનમ નું કલ્પિત ને જગાડવા જવાનું નિત્યક્રમ થઈ ગયું.

લગ્ન જીવનની શરૂઆત માં આર્થિક સંકળામન અને પછી ધંધાની ભાગદોડ માં પંદર વર્ષ પછી પણ તેજસ પૂનમ ને સંપૂર્ણ શારીરિક સુખ આપી શક્યો ન હતો. પણ તે પોતાના પારિવારિક જીવન થી સંતુષ્ટ હતો. કલ્પિત યુએસ જતા સમયે પૂનમ ને એક બંગલો અપાવવાનું પ્રોમિસ આપી જાય છે, જયારે અહીં ધંધા ને નોટબંધી અને જીએસટી પછીની મંદી નો માર સહન કરવો પડે છે, વેચાણ ઘટી જાય છે, બાકી લેણદારો ને ચૂકવવાન નાણાં ના ચેકો બાઉન્સ થાય છે, જેની જાણ કલ્પિત ને થતા તત્કાલિત મદદ મોકલી આપે છે, અને યુએસ થી પરત આવે છે.  

( ક્રમશ )