Taka ma tunkati jindagi books and stories free download online pdf in Gujarati

ટકા માં ટૂંકાતી જિંદગી

શિક્ષણ એ ત્રીજી આંખ છે.. પણ જો શિક્ષણ જ આંખો બંધ કરવા લાગે તયારે તેના દુષપરિણામ પરિવાર અને સમાજ ને જ ભોગવવા પડે છે.... ભણતર જરૂરી છે પણ ટકા ની અપેક્ષા માટે નહીં પણ જીવન જીવવાની તક ઉભી કરવા માટે... પણ જો ટકા જ અપેક્ષા બની જાય તો શું થાય એ આપણે આસપાસ નજરે જ જોઈ છીએ... કોઈ જિંદગી ટુકવી દે છે તો કોઈ પોતાનું કૌશલ્ય ગુમાવે છે... 

એવી જ એક વાર્તા જે ટકા ની અપેક્ષા થી શું પરિણામ આવ્યું એ દર્શાવે છે...


રઘુ ખૂબ જ મસ્તીખોર અને સાથે ભણવામાં પણ હોશિયાર... માતા રંજનબેન અને પિતા નયનભાઈ પણ એને સાથ આપતા... 1થી 9 ધોરણ સુધી શાળા માં અવવલ... બધી જ પ્રવૃત્તિ જેમ કે સાંસ્કૃતિક, રમત ગમત, વક્તૃત્વ સ્પર્ધા, વગેરે માં હોશ થી ભાગ લે અને સારસ પરફોર્મ કરી નામના પણ મેળવતો... અને પછી આવ્યું 10મું ધોરણ.. ને 10મુ ધોરણ રઘુ માટે કંઈક જુદું જ વિચારતું હોઈ એવું લાગ્યું... માતા પિતા એ રઘુ ને સ્પષ્ટ કહી દીધું કે તારે હવે એક જ બાજુ ધ્યાન આપવાનું છે.. અને એ છે 10મુ ધોરણ..  આ વર્ષે જો તારું પરિણામ અવવલ આવ્યું એટલે તને જે જોઈ એ મળશે... પણ રઘુ એ કહ્યું મારે કશુજ નથી જોતું પણ મને થોડીક છૂટ આપો... આ 10મુ ધોરણ ને કોઈ મોટું બનાવી ને મારા પાંખ ને ના કાપો મારા પાછલા પરિણામ જોવો તમે, હું બધી જ જગ્યા એ ભાગ લીધો છે છતાં મેં ભણવામાં ધ્યાન આપ્યું છે અને સારા ગુણ પણ આવ્યા છે... પિતા એ કહ્યું કે ના ના એવું ના હોઈ કાઈ.... તું મોટો કે હું, તારા કરતા હું અનુભવી વધારે એટલે જો 1 થી લઈ ને 9 ધોરણ સુધી અમે તારી ઈચ્છા પૂરી કરી છે , તારે જે પ્રવૃત્તિ માં ભાગ લેવો હતો તેમાં અમે હા જ કીધી છે હવે તારે અમારું માનવું જ પડશે... રઘુ એ કહ્યું પણ..... ત્યાં નાયણભાઈ બોલ્યા પણ પણ કાઈ નહીં તારે જે સુવિધા જોઈતી હોય ટ્યૂશન રાખવું હોઈ તારે છૂટ છે બાકી તારે એક જ કામ કરવાનું છે 10 માં ધોરણ માં 90 ટકા થી ઉપર લઈ આવવાના નહીં તો પછી કાઈ વસ્તુ માંગતો જ નહીં અમારી પાસે થી.... રઘુ ને મૂંઝવણ માં નાખી દીધો શુ કરવું હવે? કંઈ રીતે સમજાવવા મમ્મી પપ્પા ને કે હું એ વિદ્યાર્થી નથી જે ભણતો જ ના હોય... પણ આ તો અપેક્ષાઓ ના દરિયા ના મોજા હતા એમાં રઘુ કેમ બચી શકે.... આમ 10મું ધોરણ ચાલુ થયું એટલે રઘુ ની કલાસ પણ ચાલુ એક બાજુ સ્કૂલે ને બીજી બાજુ ઘરે... કોઈ બીજી પ્રવૃત્તિ જ નહીં...  આમ સમય વીતતો ગયો અને પછી તો શિક્ષકો પણ પૂછતાં રઘુ ના માતા પિતા ને કે કેમ રઘુ 

પ્રવૃત્તિ માં ભાગ નથી લેતો એટલે એક જ જવાબ આપતા કે 10મુ ધોરણ છેને એટલે... આમ સમય પસાર થયો ને રઘુ નો સમય ઊંધો ચાલવા માંડ્યો... સરળ સ્વભાવ નો રઘુ તો જાણે ચીડિયો સ્વભાવ થઈ ગયેલ... સાંજે શેરી માં છોકરા રમતા, કુંદત્તા , આંનદ માનવતા અને રઘુ જેમ જેલમાં હોઈ એમ બારી  માંથી જોયા કરતો... એટલે રઘુ નો બે જ રસ્તો હતો ઘર થી સ્કૂલ અને સ્કૂલ થી ઘર... એમાં રઘુ નું મન મુંજાતુ પણ શું કરે માતા પિતા નું પણ માનવું... એટલે નિરાશ થઈ ને ક્યારેક આંખ ભીની પણ કરી લેતો... અને સમય પસાર થતા પરીક્ષા પણ આવી... જેટલું તંગ વાતાવરણ ભારત અને પાકિસ્તાન ના મેચ માં ના હોઈ એના થી વધારે તો ટેન્શન તો રઘુ ને હતું... માતા પિતા નો ઠપકો.... 90ટાકા ની મોટી આશા... પરીક્ષા ના પેપર પણ પત્યા... એક દિવસ એવો આવ્યો કે રઘુ ને માનસિક રીતે અસ્થિરતા આવી ગઈ.... જાતે કાંઈ કરી ન શકે.. ના કાઈ બોલી શકે... એટલે નયન ભાઈ એ રઘુ ને હોસ્પિટલ લઇ ગયા ત્યાં તાપસ કરી ડોક્ટર એ કીધું કે રઘુ ને ગંભીર માનસિક રોગ છે... એ ક્યારેય પેહલા જેવો થઈ નહીં શકે... આ વાત સાંભળી ને રઘુ ના માતા પિતા ના પગ નીચે ની જમીન જાણે ખસી ગઈ... એ સ્તબ્ધ થઈ ગયા... આ શું થઈ ગયું રઘુ સાથે... માતા પિતા એ એને પહેલે થી માંડી ને વાત કરી... ડોક્ટરે જણાવ્યું કે રઘુને અતિશય 10માં ધોરણ નું દબાણ આપ્યા નું પરિણામ... એને ક્યારેય તમે ક્યારેય ખીલવા ના દીધો 10 માં ધોરણ માં... માર્ક્સ ના મોહતાજ બનાવી ને રઘુ નું જીવન છીનવાઈ ગયું.... અને પછી બન્યું પણ એવું... 10માં ધોરણ નું પરિણામ આવ્યું... રઘુને 92ટકા તો આવી ગયા... પણ રઘુ હંમેશ માટે માનસિક અસ્થિરતા નો શિકાર બની ગયો... આમ ટકા ની અપેક્ષા માં એક નાનકડી ઉભરતી જિંદગી હોમાય ગઈ...

કરુણતા.:-આ વાર્તા આપણે સમાજ ની વાસ્તવિકતા બતાવે છે કે 10માં કે 12માં ધોરણ ની પરીક્ષા નું એટલું મોટું વિકરાળ રૂપ બતાવામાં આવે છે એમાં કેટલીક જિંદગીઓ હોમાય જાય છે...

બોધ:- પોતાના સંતાન ને marks ના મોહતાજ ક્યારેય ન બનાવતા... એને ખીલવા દેજો... ટેલેન્ટ ના સરતાજ બનાવજો નહીં તો રઘુ નું જે થયું એનાથી પણ ભયંકર પરિણામ આવશે...