KING - POWER OF EMPIRE - 41 books and stories free download online pdf in Gujarati

KING - POWER OF EMPIRE - 41

(આગળના ભાગમાં જોયું કે શૌર્ય નો સિક્રેટ બેઝ હતો એક હાઈટેક હથિયારો અને ટેકનોલોજી નો રૂમ જે કોઈ સ્પાઈડર નામના વ્યક્તિ ને સોંપી દે છે સંભાળવા માટે અને આ તરફ શૌર્ય પ્રીતિ ના બર્થડે મા જાય છે જયાં S.P. અને અર્જુન વેઈટર બનીને પાર્ટી મા આવે છે શૌર્ય માટે અને પ્રીતિ ના રૂપ ને જોઈ આજે શૌર્ય નું દિલ પણ ઘાયલ થઈ જાય છે અને તે શાયર બની જાય છે તે બંને વચ્ચે થોડી મીઠી નોકજોક થાય છે અને તેની આ બધી હરકત પર કાનજી ભાઈ નું ધ્યાન હોય છે, શું કહેશે એ શૌર્ય ને આવો જાણીએ) 

પ્રીતિ શૌર્ય સાથે વાતો કરી રહી હતી, મોટાભાગના મહેમાનો આવી ચૂક્યા હતા, એટલે સુમિત્રાજી એ પ્રીતિ ને કેક કાપવા બોલાવી, બધા ત્યાં ગોઠવાય ગયા અને શૌર્ય પાછળ ઉભો હતો, પ્રીતિ એ કેક કાપી અને બધા એ તેને વીશ કર્યું, તેણે વારાફરતી બધા ને કેક ખવડાવી, શૌર્ય પાછળ ઉભો હતો તે દોડીને તેની પાસે ગઈ અને તેને કેક ખવડાવી, શૌર્ય એ તેના હાથમાંથી કેક લઈ ને તેને ખવડાવી અને ફરી બર્થડે વીશ કર્યું, બધા પ્રીતિ ને ગીફટ આપવા લાગ્યા, પ્રીતિ શૌર્ય પાસે ગઈ અને કહ્યું, “હવે તો કેક પણ કટ થઈ ગઈ હવે બોલ કયાં છે મારું ગીફટ? ”

“પહેલાં આંખો બંધ કર ” શૌર્ય એ કહ્યું 

“પણ કેમ? ” પ્રીતિ એ કહ્યું 

“યાર કહ્યું એટલું કર ”શૌર્ય એ કહ્યું 

“ઓકે ” આટલું કહીને પ્રીતિ એ આંખો બંધ કરી

થોડા સમય પછી શૌર્ય એ કહ્યું “હવે આંખો ખોલ ”

પ્રીતિ એ આંખો ખોલી પણ શૌર્ય ના હાથ તો ખાલી હતાં, એટલે તેણે ગુસ્સે થતાં કહ્યું, “કયાં છે ગીફટ? ”

“તારા ગળામાં જો ” શૌર્ય એ કહ્યું 

પ્રીતિ એ જોયું તો એક સિલ્વર કલરની ચેઈન હતી અને તેમાં હાર્ટ શેપ નો પિંક કલરનો સ્ટોન હતો, જેવો સ્ટોન તેના હાથના બેસ્લેટ મા હતો એવો જ એ ચેઈન મા હતો, પ્રીતિ ખુશ થઈ અને કહી, “Wow, So pretty ”

“થેન્કયું ” શૌર્ય એ કહ્યું 

“આ તો મારા બેસ્લેટ સાથે એકદમ મેચ થાય છે  ” પ્રીતિ એ કહ્યું 

“એટલે જ તો તને આપ્યું ” શૌર્ય એ કહ્યું 

“મતલબ? ” પ્રીતિ એ કહ્યું 

“મતલબ એ કે મને ખબર છે કે આ બેસ્લેટ તને બહુ પસંદ છે અને તારા દિલની બહુ નજીક છે એટલે મે વિચાર્યું કે તને એક આવી જ ચેઈન આપું તો એ તારા ગળામાં રહેશે તારા દિલની વધુ નજીક રહેશે ” શૌર્ય એ કહ્યું 

“ઓહહ આઈડીયા તો સારો છે પણ આ બેસ્લેટ મારા માટે બહુ ખાસ છે આની જગ્યા કોઈ નહીં લઈ શકે ” પ્રીતિ એ કહ્યું 

“મતલબ મારી મહેનત પાણી મા ગઈ ” શૌર્ય એ કહ્યું 

“ના હવે, આ પણ મારા માટે ખૂબ ખાસ છે કારણ કે બહુ ખાસ વ્યક્તિ એ આપ્યું છે ” પ્રીતિ એ કહ્યું 

“મતલબ હું તારા માટે ખાસ છું ” શૌર્ય એ કહ્યું 

“અ... તું એવું માની શકે છે ” પ્રીતિ એ નખરા કરતા કહ્યું

અચાનક શ્રેયા એ પ્રીતિ ને બોલાવી અને તે ત્યાં જતી રહી, હવે શૌર્ય આમતેમ નજર ફેરવી રહ્યો હતો અને તેની નજર માત્ર એક જ વ્યક્તિ ને શોધી રહી હતી અને એ છે કાનજી પટેલ, થોડીવાર પછી પ્રીતિ આવી અને તેણે કહ્યું, “ચાલ શૌર્ય ”

“કયાં જવું છે? ” શૌર્ય એ કહ્યું 

“અરે મારી સાથે તો આવ ” આટલું કહીને પ્રીતિ શૌર્ય નો હાથ પકડીને પોતાની સાથે ખેંચી ગઈ. 

પ્રીતિ શૌર્ય ને લઈ ને જયાં બે વ્યક્તિઓ વાત કરતાં ત્યાં લઇ ગઈ અને તેણે એક વ્યક્તિ ની પીઠ પર હાથ મૂકયો અને તેને બોલાવ્યા, તે વ્યક્તિ એ તેની તરફ ફર્યા અને બીજી વ્યક્તિ ત્યાં થી જતી રહી, પ્રીતિ એ કહ્યું, “Meet My Life મારા દાદુ ”

શૌર્ય ની સામે કાનજી પટેલ ઉભા હતાં, એને જોઈ ને તો શૌર્ય ની આંખ મા લોહી ઉતરી આવ્યું હતું પણ તેણે પોતાના હાવભાવ ચહેરા પર ના આવવા દીધા.

“દાદુ આ છે શૌર્ય મારો ફ્રેન્ડ ” પ્રીતિ એ કહ્યું અને પ્રીતિ પોતાના કામ છે એમ કહીને ત્યાં થી જતી રહી. 

“પ્રીતિ એ તારા વિશે મને કહ્યું હતું, તારા બહુ વખાણ કરતી હતી ” કાનજીભાઈ એ કહ્યું 

“થેન્કયું સર પણ એ તમારા પણ વખાણ કરતી હતી કહેતી હતી કે તમારા જેવી વ્યક્તિ આ દુનિયા મા બીજી કોઈ નથી ” શૌર્ય એ કહ્યું 

“એ મને બહુ પ્રેમ કરે છે એટલે એવું કહ્યું ” કાનજીભાઈ એ કહ્યું 

“ના સર મને પણ એવું જ લાગે છે કે તમારા જેવી વ્યક્તિ આ દુનિયા મા બીજી કોઈ નથી ” આટલું બોલતા શૌર્ય ની વાત મા કટાક્ષ નો સૂર આવ્યો 

“વ્યક્તિ એના ચારિત્ર્ય થી ઓળખાઈ છે ” કાનજીભાઈ એ કહ્યું 

પણ આ વાત સાંભળી રહ્યાં શૌર્ય ની નજર કાનજીભાઈ ની પાછળ ઉભેલા એક વ્યક્તિ પર પડી અને તેની આંખો પહોળી થઈ ગઈ, તેણે તરત જ કહ્યું, “સર હું મારા હમણાં થોડીવારમાં આવું છું ” આટલું કહીને શૌર્ય કાનજીભાઈ કંઈ બોલે એ પહેલાં તો ત્યાં થી નીકળી ગયો, પ્રીતિ એ જોયું કે કાનજીભાઈ એકલા ઉભા એટલે તે ત્યાં પહોંચી અને કહ્યું, “દાદુ આટલી જલ્દી વાત કરી લીધી ”

“ના બેટા એને કંઈક યાદ આવ્યું એટલે હમણાં આવું એમ કહીને ગયો ”કાનજીભાઈ એ કહ્યું 

“ઓહહ તો હજી તો તમે સરખી વાત પણ નથી કરી ” પ્રીતિ એ નિસાસો નાંખતા કહ્યું

“હા, પણ તેને જોઈ ને ખ્યાલ તો આવી ગયો મને કે એ છે તો બધા થી અલગ ” કાનજીભાઈ એ કહ્યું 

કાનજીભાઈ બીજા મહેમાનો સાથે વ્યસ્ત થઈ ગયા અને પ્રીતિ પણ પોતાની ફ્રેન્ડ સાથે વાતો કરવા લાગી, તેણે બે-ત્રણ વાર આમતેમ નજર ફેરવી પણ શૌર્ય તેને ત્યાં દેખાયો નહીં, આ તરફ S.P. ને પણ ખ્યાલ આવ્યો કે શૌર્ય તો પાર્ટી મા છે જ નહીં એટલે તે તરત અર્જુન પાસે ગયો અને કહ્યું, “અર્જુન સર તો અહીં છે જ નહીં ”

“હેં.... શું વાત કરે છે ” અર્જુન એ આમતેમ નજર નાંખતા કહ્યું

ત્યાં જ S.P. નો ફોન રણકયો અને જોયું તો શૌર્ય નું નામ ડિસ્પ્લે પર હતું, તેણે તરત જ ફોન ઉઠાવ્યો અને કહ્યું, “સર કયાં છો તમે? ”

“એ બધું હું પછી કહું છું તમે બંને જલ્દી થી પાર્ટી માંથી બહાર નીકળો અને ઘરની પાછળ ના ભાગમાં આવો હું ત્યાં જ ઉભો છું ” શૌર્ય એ કહ્યું 

“ઓકે સર ” આટલું કહીને S.P. એ ફોન મૂકયો 
 
“શું કહ્યું સર એ? ” અર્જુન એ કહ્યું 

“સર એ કહ્યું છે કે જલ્દી થી પાર્ટી માંથી બહાર નીકળી અને ઘરની પાછળ ના ભાગમાં પહોંચો” S.P. એ કહ્યું 

તે બંને તરત જ ડ્રિંક ની ટ્રે ટેબલ પર મૂકી અને કોઈ ના ધ્યાન મા આવ્યા વગર ઘરની બહાર નીકળી ગયા, સુમિત્રાજી એ નોકર ને તેનાં રૂમમાંથી એક બોકસ લાવવા કહ્યું પણ પ્રીતિ એ તેને અટકાવ્યો અને તેને મહેમાનો માટે લાવેલા રીટર્ન ગીફટ લેવા મોકલ્યો અને પોતે તેના મમ્મી ના રૂમમાં બોકસ લેવા જતી રહી. 

S.P. અને અર્જુન ઘરની પાછળ ના ભાગમાં પહોંચ્યા ત્યાં શૌર્ય કાર પાસે ઉભો હતો

“સર તમે આમ અચાનક કેમ...? ” S.P. એ કહ્યું 

“એ બધા સવાલ પછી કરજો પહેલાં અહીં થી નીકળી જઈએ ” શૌર્ય એ કહ્યું 

તે ત્રણેય ગાડીમાં બેઠા, શૌર્ય એ બેસતાં પહેલાં બહાર આમતેમ નજર ફેરવી પછી ગાડી મા બેસી ગયો પણ તે ત્રણેય ને આમ ઘરની પાછળ ના ભાગમાં એક વ્યક્તિ જોઈ ગઈ હતી અને તે હતી પ્રીતિ, તેનાં મમ્મી નો રૂમ પહેલાં ફલોર પર હતો અને ત્યાં ની બારીમાંથી ઘરના પાછળ નો ભાગ સ્પષ્ટ દેખાઈ આવતો, તે આવી તો બોકસ લેવા પણ બારી માંથી શૌર્ય ને કોઈ બે વેઈટર ના ડ્રેસ મા રહેલા વ્યક્તિ સાથે વાત કરતા જોયો અને ત્યારબાદ ત્રણેય સાથે કારમાં બેસી ને નીકળી ગયા. પ્રીતિ એ તરત જ શૌર્ય ને ફોન લગાવ્યો પણ તેણે ફોન કટ કરી નાખ્યો એટલે પ્રીતિ ને હવે શંકા થવા લાગી અને તમે જાણો છો શંકા નું કોઈ સમાધાન નથી હોતું. 

આખરે શૌર્ય એ પાર્ટી મા એવું તો શું જોઈ લીધું કે પ્રીતિ ને પણ કંઈ કહ્યાં વગર ત્યાં થી નીકળી ગયો અને ગાડીમાં બેસતાં પહેલાં પણ તેણે આમતેમ જોયું કે કોઈ તેને જોઈ તો નથી રહ્યું ને, પણ પ્રીતિ શૌર્ય ને જોઈ ગઈ હતી અને હવે તેના મનમાં શંકા નું બીજ રોપાઈ ગયું હતું, શું પ્રીતિ શૌર્ય ના અસલી રહસ્ય ને જાણવા પ્રયત્ન કરશે?, શૌર્ય કોને જોઈને પાર્ટી માંથી નીકળી ગયો અને શું દિગ્વિજય સિંહ આજ રાત્રે રઘુ ને પકડી શકશે? સવાલ તો બહુ છે પણ ઉતર માત્ર એક જ વાંચતા રહ્યો, “KING - POWER OF EMPIRE ”