The Ooty.... - 6 books and stories free download online pdf in Gujarati

ધ ઊટી... - 6

6.

સ્થળ : ડિજિટેક સોફ્ટવેર કંપની (મુંબઈ)

સમય : સવારના 10 કલાક.

અખિલેશ પેલા રીક્ષાવાળા કાકાને તેનું ભાડું આપીને કંપનીમાં પ્રવેશે છે, પ્રવેશતાની સાથે જ અખિલેશની આંખો આશ્ચર્યથી પહોળી થઇ જાય છે, એકદમ આલીશાન કંપની, જે એક મહેલથી કમ ન હતી, જાણે પોતે આયના મહેલમાં પ્રવેશ્યો હોય તેવું અખિલેશ અનુભવી રહ્યો હતો, કંપનીમાં પ્રવેશવા માટે મોટો કાચનો દરવાજો, જે ફૂલી ઓટોમેટિક હતો, આખી બિલ્ડીંગ ફૂલી સેન્ટ્રલ એર કંડીશન વાળી હતી, હજારોની સંખ્યામાં કર્મચારીઓ હતાં, જે કોમ્પ્યુટર પર પોતાને આપવામાં આવેલ કામ કરી રહ્યાં હતાં.

અખિલેશની પર્સનાલિટી એકદમ આકર્ષક લાગી રહી હતી, જેણે એકદમ પ્રોફેશનલ કપડાં પહેરેલા હતાં, જેમાં વ્હાઇટ શર્ટ, બ્લેક ફોર્મલ પેન્ટ, બ્લેક કલરનાં પાર્ટી સૂઝ, ગળામાં એક બ્લુ રંગની ટાઈ પહેરેલ હતી,બ્લુ રંગની ફ્રેમવાળા ચશમાં પહેરેલા હતાં, પોતાના ખભે "ડેલ" લખેલું લેપટોપ બેગ લટકાવેલ હતું, પવનને કારણે હળવે - હળવે ઉડી રહેલા તેના સિલ્કી વાળ, તેની પર્સનાલિટીમાં ચાર ચાંદ લગાવી રહ્યાં હતાં, તેના હાથમાં કંપની તરફથી આપવામાં આવેલ એપોઇન્ટમેન્ટ લેટર હતો.

એટલીવારમાં કંપનીના પ્યુન રવજીભાઈએ અખિલેશની પાસે આવ્યાં, અને અખિલેશને પૂછયું.

"હા ! સાહેબ ! બોલો…!" - રવજીભાઈએ વિનમ્રતાપૂર્વક પૂછ્યું.

"જી ! મારૂં નામ અખિલેશ છે..! મને આ કંપનીમાં જોબ મળી છે, અને મારે આજથી નોકરી જોઈન કરવાની છે…!" - અખિલેશે પોતાનો એપોઇન્ટમેન્ટ લેટર બતાવતાં કહ્યું.

"સાહેબ ! તમે પહેલા ધ્રુવ પટેલ સાહેબને મળી લો, તે એચ.આર ડિપાર્ટમેન્ટનાં મેનેજર છે…!" - એચ.આર ડિપાર્ટમેન્ટ બતાવતાં રવજીભાઇ બોલ્યાં.

"ઓકે ! થેંક્યું વેરી મચ…!" - આટલું બોલી અખિલેશ એચ.આર ડિપાર્ટમેન્ટ તરફ ચાલવા લાગ્યો.

એચ.આર ડિપાર્ટમેન્ટનાં મેનેજર ધ્રુવ પટેલ સાહેબે કંપનીની બધી ફોર્મલિટી પુરી કરી અખિલેશનો જોઈનિંગ ઓર્ડરની પ્રીન્ટ કાઢી અને બોલ્યાં.

"મિ. અખિલેશ ! તમારી જોઈનિંગની બધી ફોર્મલિટી પુરી થઈ ગઈ છે, માત્ર તમારા આ જોઈનિંગ લેટરમાં આપણી કંપનીના સી.ઈ.ઓ દીક્ષિત શાહની સિગ્નેચર જ બાકી છે, તમે મારી સાથે આવો, હું એમની સાથે તમારી એકવાર ફેસ ટુ ફેસ મુલાકાત કરાવી આપું…" - પોતાની ખુરશી પરથી ઊભાં થતાં - થતાં ધ્રુવ પટેલ બોલ્યા.

ત્યારબાદ અય6યખિલેશ અને ધ્રુવ સર બનેવ સી.ઈ.ઓ દીક્ષિત શાહની ચેમ્બરમાં એન્ટર થાય છે, ચેમ્બરમાં પ્રવેશતાની સાથે જ અખિલેશની આંખો આશ્ચર્યથી પહોળી થઇ જાય છે, અને અખિલેશને જોઈ દીક્ષિત શાહ પોતાની ખુરશીપરથી ઉભા થઇ જાય છે, અને સહર્ષ સાથે બોલી ઉઠે છે….
,
"અરે...અખિલેશ…! તું….?"

"હા ! દોસ્ત...હું…! - ત્યારબાદ જેવી રીતે કૃષ્ણ પોતાની બધી જ ભાન, પોતાનો રૂઆબ, પોતાનું સ્ટેટસ, પોતાનો મોભો બધું જ ભૂલીને પાગલની માફક જેવી રીતે સુદામાને ભેટી પડ્યાં હતાં, તેવી જ રીતે દીક્ષિત શાહ અખિલેશને ભેટી પડ્યાં.

આ જોઈ ધ્રુવ સાહેબને અચરજ અને નવાઈનો કોઈ પાર ના રહ્યો, અને પોતાની જિજ્ઞાસાની રોકી ના શક્યો, આથી તેણે દીક્ષિત સાહેબને પૂછ્યું.

"સાહેબ…! તમે બનેવે એકબીજાને અગાવથી જ ઓળખો છો…..??"

" અરે ! મિ.ધ્રુવ તમે જેમને મારી ઓફિસમાં સાથે લઈને આવ્યા છો, એ બીજું કોઈ નહીં પરંતુ મારા નનાપાનનો બેસ્ટ ફ્રેન્ડ છે, અને અમારી ફ્રેન્ડશિપ એટલી ગાઢ હતી કે કદાચ અમે એક દિવસ જમી નહીં તો ચાલે પણ એકબીજાને મળ્યાં વગર ચાલતું ના હતું." - મિ. દીક્ષિત સહર્ષ બોલ્યા.

"હા ! ધ્રુવ સર ! હું અને દીક્ષિત બને ધોરણ 12 સુધી સાથે જ હતાં, પરંતુ બોર્ડની પરીક્ષાનું પરિણામ આવ્યું એનાં દસેક દિવસ બાદ દીક્ષિતનાં પિતાની બીજા શહેરમાં ટ્રાન્સફર થઈ, ત્યારથી અમે એકબીજાથી કાયમિક માટે છુટ્ટા પડી ગયાં, મેં ક્યારેય પણ વિચાર્યું ન હતું કે હું મારી લાઈફમાં દીક્ષિતને ફરી મળી શકીશ, આજે નોકરી જોઈન કર્યાના આનંદ કરતાં દીક્ષિતને મળવાનો આનંદ વધારે થયો.." - આખિલેશ લાગણીશીલ થતાં બોલ્યો.

"મિ. ધ્રુવ ! તમેં જઈ શકો છો હવે…" - ધ્રુવ પટેલે દીક્ષિત શાહની પરવાનગી લઈને પોતાની ઓફીસ તરફ જવા રવાના થયાં.

ત્યારબાદ દીક્ષિત શાહે પોતાનાં ટેબલ પર રહેલ કોલ બેલ દબાવ્યો અને પ્યુનને બોલાવીને ચા લઈ આવવા માટે ઓર્ડર આપ્યો, થોડીવારમાં પ્યુન ચા લઈને દીક્ષિત શાહની ચેમ્બરમાં આવ્યો, ત્યારબાદ બંને મિત્રો ચા ની ચૂસકીઓ મારવા લાગ્યાં, અને પોતાના બાળપણની એ સોનેરી યાદોમાં ખોવાય ગયાં, આમપણ બાળપણ કોને ના ગમે…? જો દરેક વ્યક્તિની મનની ઈચ્છાઓ પૂરી થતી હોત તો દરેક વ્યક્તિ એકવાર પોતાનું બાળપણ તો પાછું માંગે જ તે…!

◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆

સમય : સવારનાં 11 કલાક

અખિલેશ પોતાની સાઇકલ લઈને શાળાએ જઈ રહ્યો હતો, એ પોતાની મોજમાં સાઈકલના પેન્ડલ મારતો જાય, અને ગીતો લલકારતો જતો હતો, શાળા સ્કૂલથી 7 કિ.મી દૂર આવેલ હોવાથી અખિલેશ ઘરેથી એકાદ કલાક જેવું વહેલો નીકળી જતો હતો, આ તેનો દૈનિક કાર્યક્રમ હતો.

આજે પણ અખિલેશ પોતાનાં નિત્યક્રમ મુજબ સવારના 11 કલાકે પોતાના ઘરેથી સ્કૂલે જવા માટે નીકળ્યો હતો. ગામની બે કિ.મી જેટલું બહાર નીકળતાં, અખિલેશે જોયું કે તેની જેટલી જ ઉંમરનો એક છોકરો રોડની એકબાજુએ બેસેલ હતો, તેની બાજુમાં તેની સાઇકલ પડેલ હતી, જે જોતા એવું લાગતું હતું કે કોઈ અકસ્માત થવાને લીધે સાયકલનું હેન્ડલ, ટાયર અને તેનો પંખો વળી ગયેલા હતો, પેલા છોકરાને ગોઠણ અને કોણીના ભાગે ઇજા થવાને લીધે ત્યાંથી થોડુંક લોહી વહી રહ્યું હતું.

એ છોકરો બીજું કોઈ નહિ પરંતુ હાલની ડિજિટેક સોફ્ટવેર કંપનીનો સી.ઈ.ઓ દિક્ષિત શાહ જ હતો, જે ઇન્ડિયાની સૌથી મોટી સોફ્ટવેર કંપનીઓ માંથી એક હતી, આ પહેલા અખિલેશ અને દીક્ષિત એકબીજાને કલાસમેટ તરીકે ઓળખતાં હતાં, પરંતુ બનેવ વચ્ચે મિત્રતા જેવું કંઈ હતું નહીં.

આથી અખિલેશે જેવી રીતે કારમાં હેન્ડ બ્રેક લાગે, તેવી જ રીતે પોતાની સાઈકલમાં બ્રેક લગાવી, સાયકલની ઘોડી ચડાવી અને દીક્ષિત તરફ દોડવા લાગ્યો.

"દીક્ષિત ! શું થયું…?" - અખિલેશે એક શ્વાસે પૂછ્યું.

"અખિલેશ ! હું મારી સાયકલ લઈને સ્કૂલે જઈ રહ્યો હતો, એવામાં મારી પાછળથી એક કાર આવી, જે પુર ઝડપથી દોડી રહી હતી, મારી સામેથી એક ટ્રક આવી રહ્યો હતો, આથી હું મારી સાયકલ રસ્તાની એકબાજુ એ ચલાવવા લાગ્યો, અને મારી પાછળ જે કાર આવી રહી હતી તેણે પોતાની ઝડપ ઓછી કરવા માટે બ્રેક લગાવી, પરંતુ થોડીક સ્પીડ હોવાને લીધે મારી સાયકલને ઠોકર મારીને આગળ નીકળી ગઇ, અને હું સાયકલ માંથી નીચે રોડ પર પટકાય પડ્યો, રોડ પર પડવાને લીધે મને ઇજા થઇ, અને કોઈ આવીને મારી મદદ કરે તેની રાહ જોવા લાગ્યો, એટલીવારમાં મેં તને આવતો જોયો એટલે મારા જીવમાં જીવ આવ્યો." - આટલું બોલી દીક્ષિત રડવા લાગ્યો.

"દીક્ષિત ! ચિંતા ના કરીશ..! હવે હું આવી ગયો છું, હું તારી મદદ કરીશ, અહીંથી 3 કી.મી દૂર સરકારી હોસ્પિટલ આવેલ છે, ત્યાં આપણે જઈએ, તું મારી સાઈકલમાં પાછળ બેસી જા…" - આટલુ બોલી અખિલેશ દીક્ષિતને પોતાની સાયકલ પર બેસાડીને નજીક આવેલા સરકારી દવાખાને લઈ જાય છે, ત્યાં ફરજ પર હાજર રહેલા મેડીકલ ઓફિસરે અલિલેશને પૂછ્યું.

"શું ! થયું ?"

ત્યારબાદ અખિલેશે આખા બનાવ મેડિકલ ઓફિસરને જણાવ્યો, આ આખો બનાવની વિગતો જાણ્યાં બાદ, મેડિકલ ઓફિસરે નજીકનાં પોલીસ સ્ટેશને કોલ કરીને આ કેસની જાણ કરી અને ત્યારબાદ અખિલેશને કહ્યુ કે,

"આ એક એમ.એલ.સી (મેડીકો લીગલ કેસ) છે, જેની ફોર્માંલીટી તમારે પુરી કરવી પડશે, હું હાલ સારવાર કરું છું, પોલીસ તમારું અને અખિલેશનું નિવેદન લેવા માટે આવશે, તેને પણ આ જ વિગતો સચોટ જણાવજો…!"

આટલું બોલી મેડિકલ ઓફિસર દીક્ષિતની સારવાર કરવા માટે ડ્રેસિંગ રૂમમાં ગયાં, એવામાં પોલીસ કર્મચારીઓ અખિલેશ અને દીક્ષિતનું નિવેદન લેવા આવ્યાં, ત્યારબાદ અખિલેશ પોતાનું નિવેદન આપ્યું, પોલીસ કર્મચારીએ પૂછ્યું.

"દીક્ષિત ! તારો શું થાય…? એટલે કે તારે એની સાથે શું સબંધ છે.."

"સાહેબ ! દીક્ષિત મારો બેસ્ટ ફ્રેન્ડ છે…!" - અખિલેશ ડ્રેસિંગરૂમ તરફ જોતાં - જોતાં બોલ્યો.

આ બાજુ દીક્ષિત ડ્રેસિંગ રૂમમાંથી આ બધું સાંભળી રહ્યો હતો, અખિલેશની પોતાના પ્રત્યે આટલી લાગણીઓ જોઈને પોતાની જાત પર ગર્વ અનુભવી રહ્યો હતો, આ બાજુ દીક્ષિતનાં હાથ- પગ પર પાટા બંધાય રહ્યાં હતાં, પરંતુ તેના હૃદયની અંદરથી મિત્રતાનું ધોધમાર ઝરણું ફૂટી નીકળ્યું હતું. જે જાણે મનમૂકીને વહેવા તરફડીયા મારી રહ્યું હોય તેવું લાગી રહ્યું હતું.

એકસમયે જેની સાથે બોલવાનો વ્યવહાર પણ ઓછો હતો, એવા અખિલેશને પોતાનાં ગળે વળગાવવા માટેની ઈચ્છા થઈ ગઈ.
એટલીવારમાં મેડિકલ ઓફિસર ડ્રેસિંગરૂમમાંથી બહાર આવ્યાં અને અખિલેશને જણાવ્યું કે..

"ચિંતા કારવાની કોઈ જરૂર નથી, કાર સાથે ટકરાવવાને લીધે દીક્ષિત રોડ પર પટકાય પડ્યો હતો, આથી તેને થોડુંક એબેરેશન થયેલુ છે, અને સેપ્ટિક ના થાય તે માટે બેનડેઝ લગાવેલ છે, તેની ઇન્જેક્શન ટી.ટી.(ટીટેનસ ટોક્ષટોઇડ - ધનુર) અને પેઈન કિલર આપેલ છે, હવે તેમે એકાદ કલાક બાદ તમે તેને ઘરે લઈ જઈ શકો છો…!"

"તમારો ખુબ ખૂબ આભાર ! સાહેબ !" - અખિલેશ મેડિકલ ઓફિસરનો આભાર માનતા બોલ્યો.

ત્યારબાદ અખિલેશ પોતે દીક્ષિતની સાથે એક કલાક હોસ્પિટલમાં રોકાયો, અને કલાકબાદ ફરી તેને પોતાની સાઇકલ પર બેસાડીને દીક્ષિતનાં ઘરે ઉતારી આવ્યો. દીક્ષિતે પણ આંખોમાં આંસુ સાથે અખિલેશનો હૃદયપૂર્વક આભાર માન્યો.

◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆

એટલીવારમાં ટેબલ પર પડેલ દીક્ષિતનું મોબાઈલ ફોન રણકી ઉઠ્યો, અને બનેવ પોતાનાં બાળપણની યાદોની દુનિયામાંથી એક જ પળમાં બહાર આવી ગયાં,

" અખિલેશ ! મેં કયારેય નહોતું વિચાર્યું કે આપણે પછી મળીશું, પણ આજે વર્ષો પછી તને જોયા બાદ મનને એકદમ શાંતિનો એહસાસ થયો. જાણે વર્ષોથી સુકાયેલી કોરી જમીન પર જાણે એકાએક મુશળાધાર વરસાદ મન મુકીને વરસ્યો હોય એવું લાગી રહ્યું છે." - દીક્ષિત લાગણીશીલ થતા બોલ્યો.

"હું ! અત્યારે આનંદ અનુભવી રહ્યો છું."

"ઓકે ! નાવ મીટ મિ.ધ્રુવ એ તને તારી ઓફીસ બતાવશે." - દીક્ષિતે અખિલેશને તેના જોઈનિંગ ઓર્ડરમાં સહી કરીને આપતા બોલ્યો.

"થેન્ક યુ વેરી મચ" - અખિલેશ પોતાનો જોઈનિંગ લેટર લઈને મિ. ધ્રુવની ઓફીસ તરફ ચાલવા માંડે છે.

ત્યારબાદ બનેવે મિત્રો આંખોમાં ખુશીઓનો આંસુ સાથે ભાવવિભોર થઈને એકબીજાથી છુટ્ટા પડે છે. બનેવ આજે ખુબ જ ખુશ હતાં.

અખિલેશનાં આનંદનો કોઈ પાર રહ્યો ના હતો, કારણ કે એ જે કંપનીમાં જોબ કરવા માંગતો હતો ત્યાં જોબ પણ મળી ગઈ, અને એ કંપનીનો સી.ઇ.ઓ બીજું કોઈ નહીં પરંતુ પોતાના નાનપણનો બેસ્ટ ફ્રેન્ડ દીક્ષિત જ હતો, આ જાણીને વધારે આનંદ થયો, પરંતુ અખિલેશ એ બાબતથી એકદમ અજાણ જ હતો કે તેની પોતાની લાઈફ અહીંથી એક અલગ જ વળાંક લેવાની છે, જેની પોતે ક્યારેય કલ્પના પણ નહીં કરી હોય.


ક્રમશ :


મિત્રો, જો તમે આ નવલકથાનો આગળનો ભાગ વાંચવા માંગતા હોવ, તો નીચે કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો…..જેથી કરીને મને આ નવલકથાનો આગળનો ભાગ અપલોડ કરવા માટે પ્રોત્સાહન મળી રહે…..અને આ નવલકથા માટેના રીવ્યુ પણ તમે જણાવી શકો છો.

મકવાણા રાહુલ.એચ
મોબાઈલ નં - 9727868303
મેઈલ આઈડી - rahulmakwana29790@gmail.com