BOMB.. books and stories free download online pdf in Gujarati

સુતળીબૉમ્બ.......

સુતળીબૉમ્બ ..... વાર્તા દિનેશ પરમાર' નજર '
_______________________________________________
સવારે સવારે હદય ચીતરું છું, નર્યા ઝાકળ નો જ લય ચીતરું છું,
હતી સાંજ તે અસ્ત પામી, હવે ત્યાં, નવો સૂર્ય છે તો હદય ચીતરું છું,
નિર્મિંશ ઠાકર
_______________________________________________

એસ. જી. હાઈવે ના વૈષ્ણવદેવી સર્કલ પાસે આવેલા ગગનવિહાર હાઈરાઈઝ ટાવર ના પેંટ હાઉસમાં રહેતા પંકજ દિવાકર પંડયા દિવાળી ની રાતે બાલ્કની માંથી અમદાવાદ શહેર ના નજરે પડતાં વિસ્તારમાં રોશની નો ઝગમગાટ જોતા રહ્યા.
આજુબાજુ ના બહુ માળી આવાસો ની બાલ્કની ઓ દીવડાની હાર ત્થા રંગીન લાઈટો ની સિરીઝ થી શોભાયમાન લાગતી હતી. દુર દુર આકાશમાં હવાઇ રોકેટો નો નજારો અનેરી ભાત રચી શોભામાં વધારો કરી રહ્યો હતો..
બ્લૉક ની નીચે સામેના ભાગે ખુલ્લા પ્લોટ માં, ફૂટતા ફટાકડાના ધ્વનિમાં અને દારૂખાંના ના રંગીન પ્રકાશમાં, ભેગા થયેલા ભૂલકાં ને યુવાનો ખુશ થઈ તાળીઓ પાડી આનંદ વ્યક્ત કરતા હતા.
પણ.....
પંકજ દિવાકર પંડયા ના મનમાં ઉદ્વેગ હતો.
બાલ્કની માં આંટા મારતા મારતા તે તેના એક સમયના ખાસ મિત્ર અને ધંધા ના ભાગીદાર એવા રાજેન્દ્ર ઉમાકાંત પરીખ સાથે લગભગ એક વર્ષ થી બોલવા ના પણ સબંધ નથી રહ્યા,તે યાદ કરી રહ્યા.... .
પંકજ દિવાકર પંડયા અને રાજેન્દ્ર ઉમાકાંત પરીખ અગાઉ મણિનગર રહેતા હતા ને નાનપણથીજ એ વિસ્તારમાં જ મધુર દોસ્તી ની યાદો સાથે મોટા થયા.
પંકજ ભૈરવ નાથ રોડ પર આવેલી ખડાયતા સોસાયટીમાં રહેતો ને, રાજેન્દ્ર ભુલા ભાઈ ચાર રસ્તા પાસે આવેલી રજનિગંધા સોસાયટીમાં રહેતો.
બંને ભક્ત વલ્લભ ધોળા સ્કુલ માં એકજ વર્ગમાં સાથે, ભણવામાં બંને હોશિયાર, એટલે દોસ્તી જામી. એસ. એસ.સી. પછી સારા ટકાથી પાસ થતાં બંને એ પોલિટેકનિક માં ડિપ્લોમા ઈન પ્લાસ્ટિક એન્જિનિયરીંગ માં એડમીશન લીધું.
ડિપ્લોમા થયા પછી બંને નરોડા જી. આઈ. ડી. સી. માં ડોમેસ્ટિક પ્રોડક્ટ બનાવતી કંપની માં લાગ્યા, પરંતું નોકરી થી સંતોષ ના થતા, વટવા જી. આઈ. ડી. સી. માં પ્લોટ રાખી, પંકજ નો પ અને રાજેન્દ્ર નો રા લઈ " પરાજીત પ્લાસ્ટિક પ્રોડક્ટસ" નામની નાના પાયે ફેક્ટરી શરૂ કરી.
શરૂઆતમાં એકાદ વર્ષ તકલીફ પડી. પણ પછી, રો મટીરીયલ્સ અને ડિઝાઇન ની જવાબદારી પંકજે ઉપાડી ને પ્રોડક્શન અને સપ્લાય ની જવાબદારી રાજેન્દ્રએ ઉપાડી લીધી.
પછી તો બાપુ ટનાટન ગાડી દોડાવા લાગી. દરવર્ષે સારો એવો પ્રોફિટ થવા લાગ્યો.
બંને એ પોતાની રીતે પોસ વિસ્તારમાં હાઈફાઈ ફલેટ ખરીદી લીધા. પંકજે, વૈષ્ણવદેવી સર્કલ પાસે આવેલા ગગનવિહારમાં, જ્યારે રાજેન્દ્ર એ સેટેલાઈટ માં શિવરંજની ચાર રસ્તા પાસે સૂરસંગમ ટાવરમાં, દર દિવાળીમાં તેઓ ફેમીલી સાથે ટૂર પર જતાં. બંને નો બિઝનેસ સારી રીતે ચાલતો હતો.
પરંતુ....
ગયા વર્ષે તેઓ રણથંભોર ફરીને આવ્યા પછી લાભપંચમ પર મૂરત કરી કામ શરૂ કર્યું. તેના બે દિવસ પછી, એક ઓળખીતો વેપારી રો મટીરીયલ્સ સપ્લાય કરેલ તેનો ચેક લેવા આવ્યો.
પંકજ કામ થી બહાર હતો. તેણે ચેક બહાર જતા પહેલા રાજેન્દ્ર ને આપેલો.
સી. જી. રોડ પર આવેલી તેમની ઓફીસમાં આવેલા વેપારી ને ચેક આપવા, રાજેન્દ્ર ને ફોન થી પંકજે જાણ કરી. રાજેન્દ્ર એ પંકજ ને જણાવ્યું કે ચેક તેને નથી આપ્યો. પણ પંકજે કહ્યું તું ભૂલી ગયો લાગે છે હું ચેક આપીને તો ઓફીસ થી નીકળ્યો હતો?
બહુજ શોધવા છતાં ચેક ના મળ્યો. કંટાળી ને વેપારી જતો રહ્યો. જતા જતા પંકજ ને ફોન કરી કેહતો ગયો કે હવે તમે ચેક મને મોકલી આપજો.
પંકજ ને બહુજ ખોટું લાગ્યું, બીજે દિવસે ઑફિસ માં રાજેન્દ્ર સાથે બોલવાનું થયું. એક તબક્કે તો બન્ને ભાગીદારી છુટી કરવા સુધી પહોંચી ગયા. પણ તેમની કાર્યાલય ના જૂના અને વૃદ્ધ કર્મચારી એ સમજાવતા છેવટે એક વર્ષ માટે ચાલુ રેહવા સહમત થયા. પરંતુ... એક ચેમ્બર ના બે ઉભા ભાગ થઈ ગયા.બન્ને વચ્ચે કામ પુરતા બોલવાના સંબંધ રહ્યા.
રાજેન્દ્ર તો નોર્મલ હતો
પરંતુ.....
પંકજ ના હૃદયમાં રાજેન્દ્ર પ્રત્યે મનભેદના કારણે, કડવાસ, ધિક્કાર, દ્વેષ. શંકા, ગુસ્સો જેવા ઉગ્ર જલન નો દારૂગોળો સતત ભરાતો રહ્યો ને, બોમ્બ ફરતે જેમ સુતળી વીંટળાઈ હોય તેમ તેના હ્રદય ને ભિન્નતાના આવરણે ઘેરી લીધું હતું.
આમ કરતા વર્ષ ક્યારે વિતવા આવ્યું તે પણ ખબર ના પડી..
દિવાળી ના ત્રણેક દિવસ પહેલા પંકજ ઓફિસે તેની કેબીન માં, સાફ્સફાઇ કરી રહ્યો હતો. તેનું પોતાના ટેબલ ની સફાઈ કરતા, ડ્રોઅર ના છેક ખૂણા માંથી એક ચેક તેના હાથમાં આવ્યો.
"ઓહ... મારાથી આ શું થઈ ગયું?, જે ચેક ભૂલ થી મારા ટેબલ ના ખાનામાં હાથ ના પહોંચે તેમ ઉંડે મુકાઇ ગયો હતો, તે નો દોષ હું રાજેન્દ્ર ને આપતો રહ્યો?? રાજેન્દ્ર બિચારો સાચો હતો. તે કહેતો રહ્યો કે ચેક તેની પાસે નથી. પણ હું મેં તેની વાત ના માની તે નાજ માની.
પોતાના ખાસ મિત્ર સાથેની આ તેની વર્તણૂકે તેને ત્રણ દિવસ સુધી વાલોવ્યા કર્યો.
આજ દિવાળી ની રાત્રે પંકજ દિવાકર પંડયા ના મનમાં ઉદ્વેગ હતો....
રાત્રી ના બાર વાગવા આવ્યા...
પંકજ ના મનમાં એક વિચાર ઝબક્યો... કાલ નવું વર્ષ શરુ થઈ રહ્યું છે.. સવારે વેહલો ઉઠી.. શરૂ થતાં નવા વર્ષમાં હું રાજેન્દ્ર ને ફોન કરી ને, માફી સાથે.. મંગળપ્રભાત માં આરંભાતા નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવીસ...
જેવી આ વિચાર ની કાંડી નો તણખો થયો કે તેના હૃદયમાં સુતળીબૉમ્બ જેવા અડીંગો જમાવેલા કટુતા ના કોચલા ની વાટ પ્રજ્વલિત થઈ આખી રાત બળતી રહી...
પ્રાત:કાળે વેહલો પંકજ જેવો ફોન જોડવા ગયો ત્યાં સામેથી મોબાઈલ માં રાજેન્દ્ર ની રીંગ રણકી...
મોબાઇલ ઉપડતા જ પંકજ બોલ્યો, "મારા પ્રિય દોસ્ત, તું એક અક્ષર ના બોલીસ આજે પણ હું જ બોલીસ....
" આજે આરંભાતા નૂતન વર્ષ માં ઉત્તરોત્તર આપણી સતત પ્રગતિ થતી રહે.. એક માંથી બે ફેક્ટરી થાય.. તું સતત આનંદમાં રહે, તારું સ્વાસ્થય ખુબ સારું રહે, ઈશ્વર તને અને તારા કુટુંબ ને સદાય ખુશ રાખે.. તેવી ખુબ ખુબ મારા ત્થા તારા ભાભી તરફ થી શુભેચ્છાઓ...
અને હા. ખાસ વાત કે ગત વર્ષે જે કાંઈ, મતભેદો થયા તે બદલ ક્ષમાં ચાહું છું... "
સામે છેડે થી રાજેન્દ્ર," પંકજ આપણી વચ્ચે પાણી ના પડદાં જેવા આરપાર જોઈ શકાય તેવા સંજોગોમાં સમય નો બરફ જામ્યો હતો તે આજ ઓગળી રહ્યો છે બસ..ફરી પાછા એકમેકને આરપાર મળવાનું શરૂ થઈ રહ્યું છે...આ નૂતન આરંભાતી પળે આવનારા વર્ષોમાં માં આપણે સહુ પ્રગતિ કરીએ... એજ અભ્યર્થના..."
સુતળીબૉમ્બ ફૂટી ગયા પછી જે શાંતિ પથરાય જાય તે રીતે પંકજ ના હદય માંથી સઘળી દારૂગોળા જેવી કટુતા ફૂટી ને ધુમાડો થઈ ઉડી ગઈ હતી..
" હું ને તારા ભાભી મંદિરે દર્શન કરી, તારા ઘરે જમવા આવી રહ્યા છે. "
" એમાં કાંઈ કેવાનું થોડું હોય? તારું જ ઘર છે ગમે ત્યારે આવી શકે છે.. તો મળીએ છીએ" કહી ને પંકજે મોબાઇલ મૂક્યો.
સાવ હળવો થયેલો પંકજ બાલ્કની માં આવ્યો.
પૂર્વઆંચલમાં સુર્ય નું પેહલું સોનેરી કિરણ પ્રગટી ને ધરતીને ચૂમી રહ્યું..
પંકજે નીચે જોયું તો ગઈકાલ રાતના ફુટી ગયેલા કેટલાયે સુતળીબૉમ્બ નાં ટૂકડે ટૂકડા વિખરાંયેલા પડ્યા હતા.

****************************************************