malhar - 3 books and stories free download online pdf in Gujarati

મલ્હાર - ૩




ગાતંકથી ચાલુ..,
આ તરફ જેવી એસ,ટી. એ બસ્ટેન્ડ વટાવ્યું.. હર્ષિતા લુચ્યું હસી.. ''સાવ ઇડિયટ છે આ માણસ તો..'' અને પછી દુપટ્ટાના એક ખૂણેથી સહેજ આંખો સાફ કરી..
એ જ વખતે એની આંખ સામે નજીકના ભૂતકાળના બે ચાર દ્રશ્યો આવી ગયા..
''હર્ષિતા ચાવડા, પોતાની જાતને આવડી મોટી લેખિકા સમજે છે પણ હકીકત એ જ છે કે આ તારી એકપણ નવલકથાઓ ચાલવાની નથી.. આમાં એક તો મૌલિકતાનો અભાવ છે અને બીજું કશું સમજાય એવું જ નથી.. તું આને નવલકથા કહે છે.. હું તો શું શહેરમાં કોઈ તારી આવી નવલકથાઓ નહીં સ્વીકારે..''
એની બન્ને નવલકથાઓ રિજેક્ટ કરતા શહેરના પ્રખ્યાત પ્રકાશનહાઉસ વાળા મેહુલભાઈ એ કહ્યું..
''આઈ નો હર્ષિતા કે તારે શહેરની પ્રખ્યાત લેખિકા બનવું છે એ તારું સપનું છે.. પણ એના માટે તારે હજુ ઘણી મહેનત કરવી પડશે.. તારી વાર્તાઓમાં કઈક તો કચાશ હશે ને કે એ વારંવાર રિજેક્ટ થાય છે.. ''
''મહેનત, મહેનત તો હું કરું છું પરેશ.. પણ મારી મહેનત ને આ લોકો સમજતા જ નથી.. ખરેખર આ લોકોને તો બસ પોતાની જ પડી છે.''
''મારે તને કેવી રીતે સમજાવવી..''
''તું મને સમજાવી જ શુ કામ રહ્યો છે.. અને રહી વાત મારા સપનાઓ ની તો જોજે બહુ જલ્દી જ હું એક સફળ લેખિકા બનીને બતાવીશ.. ચાહે એના માટે મારે ગમે તે કરવું પડે.. ''
''જો હર્ષિતા તું મારી કોલેજ ફ્રેન્ડ છે.. એટલે સમજાવું છું.. સપના પુરા કરવા સારી વાત છે.. પણ આ રીતે નહીં.. તારામાં ધીરજ ખૂટે છે તારે બધું જ અત્યારે જ પામી લેવું છે.. સમય આવ્યે બધાના સપનાઓ એકને એક દિવસ સાકાર થાય જ છે.. બસ આપણે એ દિવસ માટે દિલથી મહેનત કરવાની જરૂર છે..''
''પરેશ મકવાણા, તું તારી આ એક દિવસની ફિલોસોફી તારી પાસે જ રાખજે.. હું તારા જેવી સમયના ભરોસે બેસી રહેવામાં થી નથી.. અને સાંભળ માત્ર મહેનત કરવાથી કોઈ જ આગળ આવ્યું નથી.. દરેકે પોતાની મહત્વાકાંક્ષાઓ માટે કંઈકને માટે કઈક ને કઈક કુંડળાઓ કર્યા જ છે.''
* * *
''હવે તમને બધાને દેખાડીશ કે આ હર્ષિતા ચાવડા શુ અને કેવું કેવું લખી શકે છે.. આ મલ્હાર, આ મલ્હાર પુરી કરશે મારી સઘળી મહત્વકાંક્ષાઓ.. ''

આ તરફ મલ્હાર હર્ષિતાને બસસ્ટેન્ડ મૂકી ઘરે પાછો ફર્યો.. અને ગયો સીધો જ નીરજા ના ઘરે..
''નીરજા.. હેય.. નીરજા.. ''
મલ્હારને આવેલો જોઈ નીરજાએ ફટાફટ આંખો સાફ કરી.. અને પછી એને દેખતા ચહેરા પર બનાવટી સ્મિતનું મોહરુ ચડાવી લીધું..
અને પછી મલ્હારને આટલો જલ્દી આવેલો જોઇને પૂછી પણ લીધું..
''તું આટલીવારમાં આવી પણ ગયો..?''
''અરે..બસસ્ટેન્ડથી અહીંયા આવતા કેટલી વાર લાગે..''
''તું બસસ્ટેન્ડ સુધી જ ગયો હતો.. મને તો લાગ્યું કે તું મેડમ ને મુકવા છેક અમદાવાદ પોહચી જઈશ.. ''
''અમદાવાદ સુધી પણ છેક મૂકી આવત પણ પછી યાદ આયુ.. કે કાલે તારે ભણવાય જાવાનું છે.. એટલે માંડી વળ્યું.. બસમાં બેસાડી આવી ગયો..''
નીરજાને મલ્હારનું આ બદલાયેલું સ્વરૂપ થોડું અજીબ લાગ્યું.. એના મનમાં શુ ચાલી રહ્યું છે એ જાણવા જ નીરજાએ મલ્હારની પાસે બેસી એનો. હાથ પકડી અચાનક પૂછી લીધું..
''મલ્હાર, એ છોકરી તને કેવી લાગી..?''
''કોણ..?'' મલ્હાર જાણી જોઈને નીરજા સામે અજાણ બન્યો..
''અરે એ જ હર્ષિતા.. બહુ સારી છોકરી છે નહીં..?''
''હા.., સાચું કહું ને તો પહેલી જ નજરમાં એણે મારા પર એવો શુ જાદુ કરી નાખ્યો કે.. હું એની સિવાય કશું વિચારી જ નથી શકતો.. સતત એ મારી આંખ સામે એનું મીઠું સ્મિત વેરતી મારા વિચારોમાં મારી આસપાસ ઘૂમ્યા કરે છે..''
ખરેખર આ. મલ્હારને શુ થઈ ગયું છે.. કાલની આવેલી છોકરી માટે મલ્હાર આટલું કેમ વિચારે છે..
''મલ્હાર એ શહેરની છોકરી છે.. શહેર પોહચતા જ તને ભૂલી જશે આપણા ગામને ભૂલી જશે.. મારી અંગત સલાહ છે કે તું એના ખોટા વિચારોમાં ના રહેતો.. તું સમજે છે ને હું શું કહેવા માંગુ છું..''
''નીરજા, એણે જ મને કહ્યું છે કે બે દિવસ પછી એ મને મળવા ફરી આવશે..''
''મળવા, પણ કેમ મલ્હાર એ તને શું કામ મળવા આવે..?''
નીરજાને આ બધું થોડું અજીબ લાગ્યું.. ''એક શહેરી છોકરી છેક શહેરથી આપણા આટલા નાના ગામમાં તારા જેવા એક અભણ ગામડાવાળા વાળાને મળવા શુ કામ આવે..''
''એ હું નથી જાણતો.., પણ નીરજા કદાચ હું એની વિશે વિચારું છું કદાચ મારા પ્રત્યે એની પણ આવી જ લાગણી હોય..''
''મલ્હાર તું ગાંડો થઈ ગયો છે કે શું..? આ રીતે એકપળમાં કોઈની લાગણીઓ ના જોડાઈ.. તમારા બન્ને વચ્ચે કેટલું અંતર છે એ તો તને ખબર જ છે ને..?''
નીરજા મલ્હારને સમજાવતી હતી.. પણ મલ્હારના મનમાં તો સતત હર્ષિતાને જ વિચારો ઘૂમતા હતા.. એને તો નીરજાની વાતોથી જાણે કશો ફ્રેર જ નોહતો પડતો..
* * *
બે દિવસ થયા નહીં કે.. બપોરે બાર સાડા બારની આસપાસ હર્ષિતા બસમાં થી ઉતરી.. ત્યારે મલ્હાર એનું બાઇક લઈ એને લેવા છેક અહીં સુધી આવી ગયો હતો.. એ જોઈ હર્ષિતા મનોનમ હસી.. આમ તો એની રાહમાં એ પોતાના બધા જ કામ છોડીને સવારનો અહીંયા આવી બેઠો હતો..
કે ક્યારે હર્ષિતા આવે ને ક્યારે હું એને મળું.. હર્ષિતા આવતા જ મલ્હારના મુખ પર પ્રસન્નતા છવાઈ ગઈ.. હર્ષિતા એની બાઇકમાં આવીને પાછળ બેઠી.. અને મલ્હારે બાઇક પોતાના ઘર તરફ જવા દીધી..
આજે હર્ષિતાની પાછળ મલ્હાર એટલો ઘેલો થઈ ગયો કે એ નીરજાને કોલેજ મુકવા પણ ના ગયો.. સવારમાં નીરજા કોલેજ માટે કેટલા હરખથી તૈયાર થઈ.. પણ મલ્હારે એને કહી દીધું નીરજા આજે હર્ષિતા આવવાની છે.. મારે ઘણા કામ છે.. આજે હું તને મુકવા નહીં આવી શકું..
મલ્હારના ઘરે બપોરા કરી એ પછી મલ્હાર હર્ષિતાને પોતાની ફેવરિટ જગ્યાએ લઈ ગયો..
તળાવને કાંઠે.. જ્યાં બેસી એ અને નીરજા કલાકો ગાળતા.. મલ્હાર નીરજાને પોતાની કવિતાઓ સાંભળવતો..
આજે એ જ જગ્યાએ મલ્હાર હર્ષિતાને લઈ આવ્યો..
પછી.. શુ.. મલ્હારના ખભે માથું મૂકી હર્ષિતા છેક સંધ્યા સાંજ સુધી એની કવિતાઓ સાંભળતી રહી.. અને પોતાની સાથે લાવેલ એક નાના રેકોર્ડરમાં એના વોઇસને રેકોર્ડ કરતી રહી..
''મલ્હાર, ક્યાં સુધી તું આ ગામડિયાઓનું મનોરંજન કરતો રહીશ.. હું તો ઈચ્છું છું કે તારો અવાજ પુરી દુનિયા સાંભળે..''
મલ્હારને એનો આ સાથ બહુ જ ગમ્યો.. છેલ્લે બન્ને છુટા પડ્યા ત્યારે પણ મલ્હારે પૂછી લીધું..
''ફરી ક્યારે મળશો.. ?''
એના જવાબમાં હર્ષિતા હસી.. ''હવે તો આપણે રોજે મળીશું.. આમ પણ હજુ તો તમારી પાસેથી મારે ઘણું બધું સાંભળવાનું છે..''
એણે એની સ્ફુટી સ્ટાર્ટ કરી અને પછી.. મલ્હાર સામે હસી.. એની વિદાય લીધી.. ''બાય મલ્હાર, કાલે ફરી મળીએ કરી એ ચાલી ગઈ..''
અને મલ્હાર, એની ગાડીને દૂર ધૂળિયા રસ્તામાં આંખ સામે અદ્રશ્ય થતા જોઈ રહ્યો..
નીરજાએ એ બન્નેની બધી જ વાતો પહેલા અહીંયા આવતા જ સાંભળી લીધી..
એને એ સમજતા વાર ના લાગી કે આ હર્ષિતા ને મલ્હારમાં નહીં પણ એની કૃતિઓમાં રસ છે.. શુ કામ એ મલ્હારની કૃતિઓ સાંભળવા છેક અહીંયા સુધી આવજાવ કરે છે..? શુ કામ એ મલ્હારને પોતાની અદાઓ થી ભરમાવી રહી છે..?
એને થયું મારે આ વિષયમાં મલ્હાર સાથે વાત કરવી જ પડશે..
* * *
નીરજાએ મલ્હારને મળીને એને સમજાવ્યો કે તું પેલી હર્ષિતાથી થોડું અંતર જાળવ, મને એ છોકરી પર પહેલેથી જ શંકા છે.. એ તને ભરમાવી રહી છે.. તારી લાગણીઓ નો ગેરફાયદો ઉઠાવી રહી છે.. પણ મલ્હારે એની એકપણ વાત ના સાંભળી.. ઉલટાનો એ નીરજા પર ગુસ્સે થયો..

એ પછીના દિવસથી જ હર્ષિતા રોજે આવતી.. અને રોજે મલ્હાર આખો દિવસ એની સાથે ગળતો.. એને પોતાની અવનવી કૃતિઓ સાંભળવતો..
એ પછી મલ્હાર પાસે હર્ષિતા સિવાય કોઈના માટે સમય જ નોહતો.. કોઈ કહેતું કે મલ્હારભાઈ વાર્તા સંભળાવો તો મલ્હાર કહી દેતો.. વાર્તાનો મારી પાસે સમય જ નથી.. ધીરેધીરે હર્ષિતાની પાછળ ઘેલો થયેલો મલ્હાર સાવ બદલાઈ જ ગયો.. એણે મુખીબાપાનું કામ મૂકી દીધું.. પરિણામે નીરજાને કોલેજ લેવા મુકવા જવાની જવાબદારી લાખા ના ભાગે આવી..
લાખાને તો જેવું જોઈતું હતું એવું મળી ગયું.. એને નીરજા જોઈતી હતી અને મુખીબાપા એ સામેથી એને નીરજાને કોલેજ લેવા મુકવા જવાનું કહ્યું..
ધીરેધીરે મલ્હારનું ગામમાં જે કઈ માન સમ્માન હતું એ ઓછું થતું ગયું.. ગામના લોકો કમળાબહેનને સમજાવતા કે ''સમજાવો મલ્હાર્યા ને.. આમને આમ એ શેરની છોડી ભેગો ફરતો રહેશે.. તો ભૂખ ભેગા કરશે તમને..''
પણ કમળાબહેન બિચારા કરે પણ શું.. એની હાલત પણ નીરજા જેવી જ હતી મલ્હાર એની કોઈ વાત સાંભળવા તૈયાર જ નોહતો..
* * *
ક્રમશ..