Helmet bhar, bharekham books and stories free download online pdf in Gujarati

હેલમેટ ભાર, ભારેખમ.

કલ્પના વાર્તા , હેલમેટ નો ભાર,ભારેખમ ! જાણે માથે ખટારો ચાલ્યો !!

મધ્યમ તથા ગરીબ વર્ગ ની કઠણાઇ !

શું આટલી બધી રાડો પાડો છો ? શું થાય છે ? શું થયું ? કેવી રીતે થયું ? બધુ ઠીક થઈ જશે ભાઈ! અહિયાં તમે એકજેટ ટાઇમે દાખલ થયા છો ! ચિંતા ના કરો ! આ અમારી હોસ્પિટલ માં ગમે તેવા ભાંગેલા હાડકાં વાળો દર્દી આવે પરંતુ થોડા સમય માં દાત કાઢતો- કાઢતો ઘરે જાય છે ! ચિંતા ના કરો ! હો ભાઈ!

ભાઈ તમારું નામ શું છે ? નર્સ રશ્મિ રામે સવાલો પર સવાલ પૂછી ને દર્દી ને અંત માં નામ પૂછ્યું !

જી મેડમ ! દર્દી ને થોડી કળ વળતા દર્દી એ કહ્યું, જી મેડમ મારૂ નામ પ્રભુ પારેવા ! હું સ્કૂટર લઈ ને જતો હતો તેવામાં એક ખાડો આડો આયો ! અને ધડામ કરી ને ખાડા માં પડ્યો , પછી મને કઈ ખબર નથી સીધો અહિયાં !

નર્સ રશ્મિ રામ : જરા વિગત થી કહેશો કે કેવી રીતે આ બધુ બન્યું ? આ તો શું છે અમારે પોલિસ માં આ બધા રિપોર્ટ રૂટીન પ્રમાણે આપવા ના હોય છે એટલે જરા વિગત થી કહો શું થયું હતું ? અને કેવી રીતે ? પોલિસ પણ હમણાં સ્ટેટમેંટ લેવા આવશે એટલે જરા જલ્દી થી જણાવો કે શું થયું હતું ?

પ્રભુ પારેવા : રોજમદાર છું ! 3000 હજાર જેમ તેમ કરી ને બચાવેલા , સાઇકલ લઈ ને નોકરી પર જતો હતો પરંતુ આઘૂ હતું ! સ્કૂટર લેવા નું મન થતું હતું ! લીધું ! 7000 હજાર માં જૂનું ! 4000 હજાર કંપની માથી ઉપાડ મેળવી ને લીધું ! મિત્ર સર્કલ , સગા વહાલા માં પેંડા વહેચ્યા 500 ના ! લાઇસેંસ કરાવ્યુ લગભગ 1000 માં ! આ વધારાના ખર્ચા કાઢવા વળી પાછા મિત્રો પાસેથી ઉછીના મેળવ્યા !

સ્કૂટર રોડ ઉપર દોડવા માંડયૂ ! પેટ્રોલ નો ખર્ચ વધ્યો કે જે પેલા ન હતો ! નોકરી માં મંદી ના હિસાબે ઓવરટાઇમ મળતો ન હતો . રૂટિન નોકરી માથી ખર્ચા કાઢવા પડતાં હતા. સૂકો રોટલો ખાઈ ને ચલાવતા હતા . ત્યાં હેલ્મેટ નો કાયદો આયો ! રૂપિયા 400/500 ની હેલ્મેટ લેવાની ફરજિયાત ! પાછી પહેરવાની ફરજિયાત ! રોટલા માંડ નીકળતા વળી પાછું ઉછીના લેવાનું નકકી કર્યું ! પરંતુ પૈસા કયાય થી મળ્યા નહીં. વિચાર્યું આવતે મહિને કઈક કરીશું ! ત્યાં તો ફટાફટ કરતાં બે મેમાં ઘરમાં આયા ! એક 100 નો અને બીજો 300 નો ! રૂપિયા 400 ની હેલમેટ નો વેત થતો ન હતો ત્યાં 400 ના મેમાં આયા ! જેમ તેમ કરી ને 400 નો વેત કરીને હેલમેટ લીધી .આખો દિવસ કંપની માં મજૂરીનું કામ ,પરસેવે નાહી રેહવાય, એમાં પાછું હેલમેટ પહેરીને કામે જવાનું ! માથે આટલો ભાર ઓછો હતો ? ત્યાં આ ભાર હેલમેટ પહેરવાનો આઈ પડયો ! માથાની નસ દબાતી હોય એવું થોડા સમય પછી લાગવા માંડયૂ ! ટેન્શન માં યાદ શક્તિ છીનવાય ગઈ હોય એવું લાગ્યું ઍટલે હેલમેટ કયાક ભુલી ગયો કે પછી કોઈ બઠાવી ગયું શી ખબર ?! પરંતુ હેલમેટ ગઈ ! વળી પાછી હેલમેટ ની ઉપાધિ ! વિચારોનું વૃંદાવન તો ક્યાક વાચ્યું હતું પરંતુ મારી માથે વિચારોનું વાવાજોડું ફરી વળ્યું ! ખબર નહીં કેમ ? ખાડો દેખાયો નહીં અને હું સીધો ખાડામાં અને ખાડામાંથી સીધો અહી ! સીધા તમને જ જોયા ! બોલતા કે ભાઈ શું થયું ? કેવી રીતે થયું ? તમારૂ નામ શું ? વગેરે,વગેરે ,વગેરે ! પાછા તમને છેલ્લે બોલતા સાંભળ્યા , 25000 હજારનો ખર્ચ થશે ! હાડકું પુનઃ પેલા જેવુ થઈ જશે ! સાંભળીને મગજની નસ ખેચાતી હોય એવુ લાગી રહયુ છે ! છાતીમાં મુંજારો થાય છે ! શું કરવું ? મરી ગયો, હું તો મરી ગયો , જીવતેજીવ !

રશ્મિ રામ : ભાઈ અમારે ત્યાં તમારા જેવા ઘણા દર્દી આવે છે .તમે ઉપાધિ કરોમાં જરૂર કોઈ મદદ કરવા વાળું મળી જશે અને તમારૂ ઓપરેશેન થઈ જશે હો ભાઈ ! ઉપરવાળો બધાની સાથે હોય છે અને રહેશે ! હું મારાથી બનતી ટ્રાઈ કરીશ કોઇની મદદ માટે , મદદ મળી રહેશે !

પ્રભુપારેવા : ધન્યવાદ નર્સ મેડમ ધન્યવાદ !

( આમ તો દરેકના ભગવાન હોય છે આનું તો નામ જ પ્રભુપારેવા હતું ! પ્રભુપારેવા ને પ્રભુ જેવો દાતા મળી ગયો ! ઓપરેશન થઈ ગયુ ! ત્રણ થી ચાર મહિના ડોક્ટરે આરામ કરવાનું કહયું છે .પરંતુ પ્રભુ પારેવાને આ ત્રણ થી ચાર મહિના ના રોટલા કેવી રીતે કાઢવા તેની ચિંતા સતાવી રહી છે ! ઉપર થી પેલા મેમાં ની ચિંતા , ઉપર થી દેણા ની અને પાછી ઉપર થી ખોવાય ગયેલી હેલમેટ ખરીદવાની વળી પાછી !! ન જાણે સરકાર વિના કારણે આ પારેવા જેવા પ્રભુ પારેવા (દરિદ્ર નારાયણ) ના માથા ઉપર હજુ કેટલો ભારે ખમ ભાર નાખવા માંગે છે સાલું સમજાતું નથી !!!) જય હિન્દ ! જય ભારત !

લિ. બિપિન આઇ ભોજાણી ( ચમકાઓ 32 સ્ટાર્સ પુસ્તક ના લેખક.)
તથા મૌલિક બિપિનભાઇ ભોજાણી (B.E. Mechanical)