Chhella padav nu milan books and stories free download online pdf in Gujarati

છેલ્લા પડાવનું મિલન

આછાં આછાં તેજેથી ટમટમતાં તારલાં તિમિરના આછાં અંધારા સાથે એકદમ આછાં તેજ કરી રહ્યાં હતાં. સુકાં ઝાડવાંની ડાળી પર ગણ્યાંગાંઠ્યા સુકાં પાંનડાં વાયરા ની વાછોટે બિહામણી બૂમો પાડી પાડી પાનખર પર રીસે બળતાં હતાં . સડક પર પડતાં પાંન સુતેલી સડકને ખલેલ આપી રહ્યાં હતાં. પણ, આમ તો સડક ને હવે જાગવાનો તો સમય થઇ જ ગયો હતો. ઓઝબ થતું અંધારું સડક ને જગાડીને ધીરે ધીરે ઓઝબની અણી પર જઈ રહ્યું હતું. સવાર ની સવારી કરીને પેલો સુરજડો પેલી ઊંચી પહાડની ટેકરીઓમાં ડોકિયું કાઢી રહ્યો હતો. કાબર ચકલીના કલબલાટથી સડક આળસ મરડીને આખરે જાગી જ ગઈ. મધુરા ગીતો ગાતા આ પંખીડાનો કર્ણપ્રિય સાદ પેલા શહેરના ભાગોળે આવેલ વૃદ્ધાશ્રમે વૃદ્ધોની આહટો આગળ કરુણતાથી હરીફાઈ કરી રહ્યો હતો. પણ , હારી જ ગયો હો...! આહટો ની સાથે.

વૃદ્ધાશ્રમ શહેરથી શાંત મોટા સગવડ ભરેલા ખાસ્સા મોટા મકાન જેવો હતો .કોઈ સાધુની અતુલી એકલી જંગલ વચ્ચે ઝૂંપડીની જેમ શહેરના કાયમ હોબળા કરતા અવાજોથી પર થઈ શાંત જગ્યાએ કરેલો આ વૃદ્ધાશ્રમ. આમ, તો શાંતિ અર્પે એવો હતો. પણ, ઉંમરના ઉંબરે પાકી ગયેલા પીળા પાન સમાન આ ઘરડાંની કરુણમય સ્થિતિ જોઈને ખુદ આ શાંત રહેલા આશ્રમ પણ, હવે ત્રાહિ ત્રાહિ પોકારી ગયો હતો. પણ, એને તો બધાને રાખવાના હતા એટલે શું કરી શકે..! બસ, દુઃખો એને સાંભળ્યા કરવાના. એના જેવી કફોડી સ્થિતિ ત્યાં ના બગીચામાં સામસામે પીઠ કરીને બેઠેલા બે બાંકડાની હતી . ત્યાં જ બેસીને ઘરડાં દુઃખોનાં ગાડાં ઠાલવે. બાંકડા તો બીચરા પોતાની કિસ્મત પર હંમેશાની જેમ રડતા રહેતા. ત્યાં જ, બે ઘરડા ડોસા આવીને બેઠા અને બન્ને પોતાના અતિતો પર રડવા લાગ્યા. આ રુદન સાંભળી સાંભળીને બાંકડો કિસ્મત ને કોસતો હતો કે હું કેમ અહીં જ..! અવતર્યો હશું કે મારે હંમેશા આ ઘરડાંનાં દુઃખ જ સાંભળવાના .એ બહું હૈયે અફસોસ અદારતા. ઇર્ષાથી પેલા જાહેર બગીચે બેઠેલા બાંકડા વિશે વિચારતા , ' કેવો પ્રેમ લ્હાવો ભોગવે છે..! કોઈ પ્રેમીઓની પ્રેમ ભરેલી વાતો, આલિંગનોની ગલીપચીયો, રિસાતી પ્રિયતમને મનાવાની કોશિશો કરતો પેલો પ્રેમી, કેટકેટલી સુખોની પળો ભગવાને એને જ આપી છે. અને , મને ? મને તો સાવ દુઃખો સાંભળવાની આ ખીણમાં જ ધકેલી દીધો. પણ, આ બિચારા બાંકડા બીજું કરી ને કરે શું ..! બસ કિસ્મત જ ખરાબ છે એમ જ એના પર રડતું રહેવાનું'.

એકદમ અજવાળું તો નહોતું થયું .હજી તિમિર અંધરા સાથે તાળી લેતું હતું.

રોજના જેમ એક આધેડ ડોસો આવીને ભારે હૈયે સુમસામ બેઠો. અને પોતાના અતિત માં અલોપ થઈ ગયો . 'હે જિંદગી તું કેમ આવી હોઈશ , કેટકેટલું બધાંને ભટકાવે છે. જે સુખ ની શોધમાં નીકળેલાને દુઃખ જ પ્રાપ્ત થાય છે અને જેને સુખ અપાર છે એને સુખ અપાર મળે છે. હે જિંદગી તું આટલી ગોળ કેમ છે જેમાં અટવાયા એ તો ફર્યા જ કરે . અને જો ભૂલે થી પણ પ્રેમની રાહે ચડ્યા તો તો વિરહ ની ખીણો છે જ અને એમાં પડવું જ પડે ત્યાં પડીને કિસ્મતે રચેલ દાવ સાથે સાવ અંજાન બની રમવું જ પડે. યાદોના સંભારણાથી કટાતા કટાતા આખી જિંદગીને સડવું પડે. અને, એ જ ભૂલ મેં કરી. જિંદગી તારી એ પ્રેમની જાળમાં હું ફસાઈ જ ગયો. ખ્યાલ જ હતો કે પ્રેમ થી જિંદગી લહેરાતી નથી પરંતુ , વધારે લધાય છે. જો પ્રેમેથી મિલન થાય તો કદાચ એના પછી સુખદ સમય ચાલું થાય. પણ, આવું હજારો માં કોઈક જ કિસ્મત વાળું હોય છે. હું આ વાત થી વાફેક હતો પણ, છતાં હું પલ્લવીના પ્રેમ પાછળ પાગલ થયો. કોલેજના બીજા વર્ષમાં મારા તરફ ઢળેલી પલ્લવી કેટલી સુંદર અને અદભૂત લાગતી. અને વાતો કરવાની ઢબ , મસ્તીખોર સ્વભાવ , અને બીજાને મદદ કરવાનો વિશેસ ગુણથી આ પથ્થર દિલનો જસુ પણ તેને ટીકી ટીકીને જોતો . એ પણ છૂપું છૂપું. મારા બધા મીત્રો મને બહું ખિજાવતા કે તારે અને પેલી માંજરી આંખો વાળી છોકરીથી કંઈક જોડાણ છે . હું અંજાન બનીને કહેતો , "ના ના , એવું કાંઈ જ નથી. એ તો જસ્ટ ફ્રેન્ડ જ છે." પણ , હું તો મનોમન એ પલ્લવીને દિલે બાંધી જ દીધી હતી પ્રેમની ગાંઠે. એ પણ મારા તરફથી વળેલી આ ગાંઠમાં બાંધવા તૈયારી દર્શાવતી હતી. અને આખરે મેં હિમ્મત કરી પ્રસ્તાવ ધરી દીધો. અને એણીએ સ્વીકારીએ લીધો. અમે બન્નેના દિલોમાં પ્રેમ ગાંઠ વળી ગઈ. અમે બન્ને પ્રેમને પંપાળવા લાગ્યા. પ્રેમની આ સોનેરી ક્ષણોમાં દિવસો, મહિના, વર્ષો હાથમાંની રેતીની જેમ સરકી ગયા. અને એ સમય અમને એક એવા દિવસ સાથે ભેટો કરાવ્યો કે એ દિવસ અમારા માટે ખૂબ ખૂબ કઠિન સાબિત થયો. પલ્લવી મારી પાસે એકદમ હતાશ ચહેરા સાથે આવી. હું સમજી ગયો કે કંઇક તો બન્યું કે છે કે આ કાયમ પારિજાતના પુષ્પ સમું ખીલેલું રહેતું મુખ આમ અચાનક કરમાઈ કેમ જાય..!?
"પલ્લુ શું વાત છે ? " મારો અવાજ પણ એના કરમાયેલા ચહેરા સાથે કરમાઈ ગયેલો નીકળ્યો.
થોડી વાર એ કંઈ જ ના બોલી શકી.
"જસુ યાર આપણે સાથે નહિ જીવી શકીએ" એણીએ એકાંત તોડીને આંખોમાંથી દડદડ આંસુડા સાથે બોલી.
હું તો હેબકાઈ ગયો. તરત ધ્રાજકા સાથે બોલ્યો, "પલ્લુ , કેમ શું થયું યાર ..?
"જસુ , જો હું મારા પપ્પાની ઈચ્છા વિરુદ્ધ ક્યારે ડગલું ભરી શકું એમ નથી. અને મારા પપ્પા આપણા સંબંધો નહિં સ્વીકારે. " પલ્લવી મારા હાથ પંપાળતા બોલી.
"પણ, પલ્લુ આપણે નહિં જીવી શકીએ એકબીજા વિના યાર " હું બધું જ હારીને બેઠો હોય એમ સુમસામ બેઠો બેઠો આ વાક્ય બહું મહેનતે બોલ્યો.
"જસુ તું સમજવાની કોશિશ કર યાર. જો આપણે એવા પ્રેમને પામીને શું કરીશું જેમાં આપણા પોતના સામીલ ના હોય. અને મારામાં નથી હિમ્મત કે આપણે આ બધું જ છોડી એકલા જીવી શકીએ" પલ્લવી મને સમજાવતા રડતા રડતા બોલી.
"યાર , પલ્લુ હું તારી સાથે હોઈશને..! હું તને એટલો પ્રેમ આપીશ કે તને ક્યારે અફસોસ નહિ થાય કે હું જસુ સાથે જીવવામાં અને બીજાને છોડી આવવામાં ભૂલ કરી છે " મેં પોતના પ્રેમની ખાતરી આપતા કહ્યું.
"જસુ , મને તારા પ્રેમ પર કોઈ શંકા નથી. મને ખ્યાલ છે તારો પ્રેમ પામીને હું ક્યારેય ઉદાસ કે અફસોસ નહિ અનુભવું . પણ, જસુ હું મારા પપ્પાની ઈજ્જત આમ આપણા સુખો માટે ધજાગરે ના ચડાવી શકું." પલ્લવી અશ્રુ ભરેલી આંખોને મારી આંખોમાં મિલવવાની કોશિશ કરતા બોલી.
પલ્લવીને પોતના પ્રેમ પામવામાં પોતના પિતાની ઈજ્જત ના જાય એની ચિંતા થતી હતી .હવે પલ્લવીને વધારે સમજાવી જ ના શક્યો. એના મોઢા માંથી એક શબ્દ પણ ના નીકળી શક્યો.
"જસુ કંઈ તો બોલ યાર. જસુ તું મારી જગ્યાએ હોત તો તું શું કરોત..? " પલ્લવીએ સમજાવવા માટે આ પ્રશ્ન ઉચ્ચાર્યો.
"પલ્લુ હું ...? " સાંભળ્યું છતાં બધિર બનીને પાછો પ્રશ્ન ફેંક્યો.
"હા , તું . તું મારી જગ્યાએ હોત અને આવી વિકટ પરિસ્થિતિએ તું શું નિર્ણય લોત." પલ્લવી પોતાના ગાલે ગડગડાટ આંસુને લૂછતાં બોલી.
"પલ્લુ , હું તો પ્રેમને જ પસંદ કરોત. હું મારા જીવનને પોતાનાની ઈજ્જત બચાવવા આમ કુરબાની ના આપી શકોત" જસુ એક જ ઝાટકે વિચાર્યા વગર પ્રેમની જ આંગળી પકડી લીધી.
"પણ, જસુ હું આવું ન કરું શકું યાર " પલ્લવીની આંખે ફરી આંસુ ટપકવા લાગ્યા.
"પલ્લુ રડ નહિ યાર. " , આંસુ લૂછતાં જસુ બોલ્યો.
" જસુ , યાર પ્રેમ ત્યાં જ કેમ પાંગરતો હશે ..!? , જ્યાં મિલન પણ શકય ના હોય.. " દ્વિઘા માં લોટપોટ થઈ રહેલી પલ્લવી જસુના હાથમાં પોતાનો હાથ સરાવતાં બોલી.
"પલ્લુ , પ્રેમ તો ત્યાં જ પાંગરયા કરે જ્યાં કાયમ કપાય છે . આઈ મીન.. કે જ્યાં એકબીજાના કિસ્મતમાં મિલન તો માઈલો દૂર હોય ત્યાં જ આ પ્રેમ પ્રકરણ પ્રારંભ પામે છે. " જસુ એ પોતાને ધ્યાનમાં લેતાં કહ્યું. અને ઊંડો નિસાસો નાખ્યો..
"ખબર નહિ , હવે કેમ જીવાશે..? કોના સાથે જીવાશે..? " ફરી આંખો આંસુથી ભરચક બનીને સુકાયેલા શબ્દો બહાર નીકળ્યા.
બધું જ લૂંટાઈ ગયું હોય એમ બંને એજદમ સુમસામ ઉદાસી સાથે એકબીજાને જોતા રહ્યા.
આખરે પલ્લવી બોલી , "જસુ , તું લગ્ન કરી લેજે . અને તારો સંસાર વસાવજે. " આટલા શબ્દોની ધારે જસુના હૃદયને ચીરી જ નાખ્યું...
"પલ્લુ, હવે તો એક મરણીયો બનીને જીવવું પડશે." બધું લૂંટાઈ ગયું હોય એમ એના મોમાંમાંથી શબ્દો સરી પડ્યા.
હાથને દબાવતાં પલ્લવી બોલી , " નહિં , જસુ . તારે એક સારા પતિનો ધર્મ નિભાવનો છે. તારી ભાવિ પત્નિ ની શી ભૂલ ...!? "
હું કાંઈ પણ બોલ્યો નહિં . બસ , એમ ન સુમસામ બેઠો રહ્યો........

' અરે રે...! મેં જો એક ભૂલ ના કરી હોત તો હું પ્રેમના હિંડોળે હીંચતી હોત ' આહટોમાં લોધપોથ થયેલા શબ્દો એ પેલા વૃદ્ધના વિચારોના વંટોળને ખિન્નભિન્ન કરી નાખ્યું. પેલો ડોસો પાછો વર્તમાનમાં વળ્યો.
"તમે પણ ભૂલ કરીને પસ્તાયાને ...! ; હું પણ ભૂલના લીધે જ આખી જિંદગી સડતો રહ્યો. " પેલો ડોસો પેલી આવેલી આહટમાં ડબોળીને બોલ્યો.
એ આહટ એક વૃદ્ધ ડોશીની હતી. પેલો બેઠેલો ડોસાની સામે પીઠ કરીને બેઠેલા બાંકડા પર આવીને બેઠી. બન્ને સામસામે પીઠ કરીને બેઠા . એકબીજા ચેહરા જોયા વિના પેલા ડોસાએ દુઃખ ભેરલી વાતોની ડોશી તરફથી મળેલી આહટમાં થોડા એના દુઃખો ઉમેરીને આહટને અકળાવી મુકવાની કોશિશ કરી. પેલી ડોશીએ પણ આહટોને અકળવવા જ આગળ બોલી ,
" આપે પણ ભૂલ કરી ...? જેમ , મેં કરી એમ જ ..? "
" હા , પણ મેં તો ફક્ત એના પિતાની ઈજ્જત માટે મારા પ્રેમને , મારી જિંદગીને મેં કુરબાન કરી હતી. મેં કોઈ ભૂલ નથી કરી. ભૂલ એણીએ કરી છે. " સામેથી પેલો ડોસો ભૂતકાળને વખોડતો વખોડતો બોલ્યો.
પેલી ડોશી પણ આ ડોસાના અતિતમાં આકર્ષવા લાગી હોય એમ આગળ ચાવ્યું , " એટલે આપ એનાં ભૂલના પરિણામે આ કપરી ક્ષણોમાં પસાર થઇ રહ્યા છો."
" કપરી ...? , અરે ..! કપરી નહીં , નરકની ક્ષણો બોલો . " ડોસો પોતાની વીતેલી પળોને ધિક્કારતા કહ્યું.
" ઓહ ..! પણ , મારા જેટલી નરક જિંદગી નહીં જીવ્યા હો ..! " પેલી ડોશી પણ હવે પોતના અતિતના કોથળા ખોલવાની તૌયારી માં જ હતી. પણ , પેલા ડોસા એ જ એના અતિતને આખરે આખો વખોડી જ નાખ્યો અને એમાંથી નીકળતી અવાવરું આહટ જેને આજ સુધી ક્યારેય બહાર ન કાઢવામાં આવે એવું લાગતું હતું. પેલો ડોસો બોલ્યો , " સાંભળીને આપ ખુદ નિર્ણય કરી લેજો કે કોની જિંદગી નરક છે. જુઓ , હું જ્યારે કૉલેજ લાઈફમાં હતો ત્યારે હું મારી પલ્લવીને પ્રેમ કરતો હતો ..." પલ્લવી નામ સાંભળતા જ પેલી ડોશી એકદમ સજાગ થઈ ગયી . અને મનમાં એના જુનાં સ્મરણો સાંભરવા લાગ્યા . એને જસુ યાદ આવ્યો . એને છેલ્લે સમયે કરેલી ભૂલ યાદ આવી જેને એ આ સમયે હર ક્ષણોમાં કોસતી આવી છે. એને મનમાં એવું થયું કે આ મારો જસુ તો નહિં હોય ને જે કદાચ મારી જ વાત કરતો હશે . મારી જ ભૂલને લીધે એને અમારા પ્યારને એને એની જિંદગીને કુરબાન કરી દીધી છે એ આ જસુ તો નહીં હોય ને ..? એ મને હજી સુધી આટલી યાદ કરે છે ...? આ એ જસુ હશે...?
પ્રશ્નોના પ્રહાર પર પ્રહાર થવા લાગ્યા. પેલી ડોશી એકદમ વ્યાકુળ બનીને પોતાની પીઠ ફેરવીને જોયું તો પોતાની તરફ પીઠ કરી ને બેઠેલો ડોસો જોયો ચહેરો તો ના જોઈ શકી. પોતના ખુદને કહેતા બોલી , ' પલ્લવી થોડી વધારે ક્ષણો થોભી જા. મારો જસુ હશે તો મને ખ્યાલ આવી જ જશે. ડોશી ફરી પાછી ડોસાની વાતોમાં પરોવાઈ.
"... આખરે એક દિવસ , પલ્લુ આવી ને મને પામવાની હવે ઈચ્છા ભૂલી જા. આવા શબ્દો હું સમજી ગયો હતો . મેં એને ખૂબ સમજાવી કે ચાલ આપણે કોઈ દૂર આપણી દુનિયા વસાવીએ. આ આપણી વિરોધી દુનિયા થી પર થઈને ચાલ એક નવી જિંદગીની શરૂઆત કરીએ , મેં એને કહ્યું કે , હું તને ક્યારેય કોઈ જાતની ખોટ નહિ વર્તવા દઉં. પણ , એ પલ્લુ ના માની અને મારી પલ્લુનું પલ્લુ એના પિતાની ઈજ્જત બચાવવા તરફ નમ્યુ. મેં મારા પ્રેમને કુરબાન કર્યો. " આટલું સાંભળતા જ પેલી ડોશીની આંખ વરસી પડી
એને હવે ભરોસો થઇ જ ગયો કે આ જ મારો જસુ છે. એ પોતાની જાત થોડીક કિસ્મત વાળી માનવ લાગી. પોલી ડોશી હાથ જોડીને ભગવાનનો આભાર માનવા લાગી કે મને જિંદગીના છેલ્લા પડાવે મારા પ્રેમને પાછો આપવા બદલ તારો ખુબ ખુબ આભાર . એ એકદમ હોફળી બની ને ડોસાની સામે જઈ ને ઉભી રહી . પેલો ડોસો એના અતિતની વ્યથા સાંભળવાતો અચાનક આમ વૃદ્ધ ડોશીને જોતા હબકી ગયો અને એના મુખેથી બસ એક જ શબ્દ નીકળ્યો , " પ.....લ્લુ" " હા , જસુ . તારી પલ્લુ. " પેલી ડોશીના આંખોમાંથી ટપકતા આંસુ બોલ્યા.
ડોસાને પેલી ડોશી ભેટી પડી. અને બન્નેની આંખોમાંથી શ્રવણ ભાદરવો વરસે એમ વરસી પડ્યા.

કરુણ આહતમાં કાયમ આળોટતા આ એકબીજાની સામે પીઠ કરીને બેઠેલ બાંકડાને આજ આ સામે ઘટતી ઘટના રોચક અને મોહક લાગી. એ મિલન જોઈને એને થોડીક શાંતિ અનુભવી. આ બાંકડા પણ વિચાર કરવા લાગ્યા કે ભગવાન જે ભી કરે છે એ સારું જ કરે છે. પેલા બગીચે બેઠેલ બાંકડા ભલે પ્રેમના મિલન , આલિંગન કરાવતું હોય પણ , મારા નસીબે ભગવાને કેટલું મોટું દ્રસ્ય રચ્યું છે જે ક્યારેય કોઈને જોવા ના મળે. આમ ને આમ વિચારો કરીને થોડીવાર પેલા આ બાંકડા પોતની જાતને કોસતો પણ હવે ... !? .

બન્ને એ બહું રડી લીધું. આજ બંનેને સાચી શાંતિ મળી હતી જે વિખોટાં પડ્યા ત્યારે મળી હતી.
પેલા ડોસા એ ડોશીના મુખ તરફ નજર નાખી ને બોલ્યો , " પલ્લુ તું કેટલા દુઃખોમાંથી પસાર થઈ હોઇશ એ આ તારા ચહેરાની કરચલીઓ જ બતાવી દે છે. "
બન્ને બાંકડા પર બેઠા.
"અને જસુ તો એવો ને એવો જ છે હજી દેખાવડો." પેલી ડોશી મસ્તીથી મશકો માર્યો.
"હજી તારી મસ્તી કરવાની આદત તો નથી જ ગઈ ."
પેલા ડોસાના ગાલ પર રડદગાડતા આંસુ મલકાઈ ગયા અને હોઠ બોલી ઉઠ્યા.
પેલી ડોશી પણ મરકી ઉઠી. બંને બહું જ અનહદ ખુશ દેખાતા હતા.
"જસુ કેવી જીવાઈ છે તારી જિંદગી" પેલી ડોશી એ ફરી અતિતનું પાનું ફેરવ્યું.
"પલ્લુ , મારું જીવન જહાનુમથી પણ ખરાબ પસાર થયું છે. મેં મમ્મી પાપના કહેવાથી લગ્ન તો કરી લીધા પણ , પછી મારી જિંદગી બસ દિવસ પસાર કરવા પૂરતી રહી ગઈ . મને જોબ પણ સારી સેલેરીની મળી ગઈ . પૈસાની કોઈ પરવા નહોતી. અને મારી પત્નીને બસ પૈસા જ બધુ હતું. પ્રેમ તો મારાથી હતો જ નહીં."
પેલો ડોસો પોતના અંદર રહેલી બધી અકળામણને બહાર કાઢવાનો પ્રયાસ કરી રહ્યો હતો.
" તે જરા પણ કોશિશ ના કરી એને પ્રેમ આપવામાં ..?" પેલી ડોશી ડોસાની આંખોમાં આંખો પરોવીને બોલી..
" પલ્લુ મેં કરી કોશિશ . પણ , ના એ પોતાનો સ્વભાવ છોડવા તૈયાર નહોતી. અને મને એનો સ્વભાવ પસંદ નહોતો. " પેલો ડોસો નિસાસા નાખતો બોલ્યો.
" તો , તો તે સંસાર વસાવ્યો જ નથી ..? પેલી ડોશી આંખો પહોળી કરીને બોલી.
" પલ્લુ મેં સંસાર તો વસાવ્યો જ છે અને મેં મારી બધી જ ફરજ બજાવી છે . પતિ ની , પિતાની , ઘરની જવાબદારીની બધી જ ફરજ મેં બજાવી છે. " ડોસા એ પલ્લુનો વિશ્વાસ બેસાડતા કહ્યું.
" તો, તારી અહીં આવવાની જરૂર કેમ પડી ? " પેલી ડોશી પ્રશ્નાર્થ ઉચ્ચારતા બોલી.
" પલ્લુ મારી હવે ઘરમાં કોઈ જરૂર નથી . મને અપમાન સિવાય કંઈ જ મળતું નથી. ત્યાં હું રહીને શું કરું. ? હું મારી મરજીથી અહીં આવી ગયો. જેથી હું તેમને કોઈને અડચણરૂપ ના બનું. " ડોસો ખુલાસો કરતા બોલ્યો.
હવે ડોશી વિચારોમાં ઉતરવા લાગી . પણ ત્યાં જ ડોસાના શબ્દોએ તેને અટકાવી.
" પલ્લુ , તું કેમ છે અહીં..? તારું જીવન તો ક્ષેમકુશળ છે ને...!? "
" નહિં .. તારા જેવું જ વીત્યું છે મારું પણ જીવન. પાપાની ઈજ્જત બચવા જતા ખુદને બરબાદ કરી દીધી છે. જસુ મારા લગ્ન ખાધપીધાં ઘરમાં થયા. પણ મને ભીટકાયેલ પતિ બહું દારૂડિયો નીકળ્યો. હું ગઈ તો એ અલગ થઈ ગયો .અમે બન્ને એકલા એક નાના ઘરમાં જિંદગી વિતવવા લાગ્યા. એ કંઈ કામ ધંધો કરે નહી. બધું મારે સાચવવું પડે. હું ઘર ચલાવતી . એ તો બસ પડ્યો જ રહે. સાંજે પી ને આવે મને બહું શારીરિક ત્રાસ આપે. શારીરિક ત્રાસના લીધે હું માં ના બની શકી. મને એ દૃસ્ટે કાઢી મૂકી. હું મારા પિતાને ત્યાં રહી. પણ , મારા પિતરાઈ ભાઈ ધન અને મકાનના લાલચી હોવાથી મને હેરાન કરવા લાગ્યા. હું ટસની મસ ના થઇ. પણ હું ના ભોગવી શકી એમના ત્રાસ અને આખરે મેં આપી દીધું બધું જ. મને અહીં હડસેલી દીધી . " આટલું બોલતા એ ધ્રુસકે ધ્રુસકે રડી પડી. ડોસાને પણ ડૂમો ભરાયો.
" પલ્લુ , રડ નહીં. હું હવે તારી સાથે છું. " ખભા પર હાથ મુકતા બોલ્યો.
" જસુ , હાલ ને આપણે એક નવું જીવન શરૂ કરીએ. " પોતાના આંસુ લૂછતાં ડોશી બોલી.
"મતલબ ....? " ડોસો વિચારધારામાં બોલ્યો.
મતલબ કે આપણે ક્યાંય દૂર કોઈની નજર ના પહોંચે ત્યાં જિંદગીના જેટલા પણ દિવસો બચ્યા છે એ વ્યતીત કરીયે . એકબીજાનો સહારો બનીને તારા જીવનમાં જે ઉણપ પ્રેમની રહી છે એ હું પુરી કરીશ અને તું મને જે સહારો ચાહતી હતી તારા સાથે જીવવાના અરમાનો મેં જે કરેલા એ તું પુરા કરજે. " ડોસાના હાથને પંપાળતા બોલી.
" પલ્લુ , પણ આ ઉંમરે ..? આ ઉંમરે દુનિયા શું વાતો કરશે. " ડોસો અકળતા બોલ્યો.
" જસુ , જો દુનિયાની , ઈજ્જતની ,પરિવાર ની માટે મેં ઘણુંય વેઢયું છે . હવે કિસ્મતે આખરે મેળવી દીધા છે તો ચાલ સાથે જીવીએ. હવે આપણે બીજી વાર આવી ભૂલ કરીને આ બાકી રહેલી જિંદગીમાં નથી સડવું. " ડોશી ને નવું જીવન જીવવાની આશા જાગી હતી .
ડોસો પણ પ્રેમ માટે વલખી રહ્યો હતો. એટલે એને પણ મન મકકમ કરીને બચેલી જિંદગીને પોતાની પ્રિયતમ સાથે વ્યતીત કરવા સજ્જ થયો.

અને.......

બન્ને ડોસા ડોશી એ આલિંગન કરીને એમના પગ બહાર જવાના દરવાજા તરફ સરક્યાં.
પેલા બે બાંકડા આજે ખુદને નસીબદાર સમજી ને આ અનોખું મિલન નિહાળીને ધન્ય ધન્ય થઈ ગયા. ....

કિરણ ભાટી ( મધુરસી )