KING - POWER OF EMPIRE - 10 (S-2) books and stories free download online pdf in Gujarati

KING - POWER OF EMPIRE - 10 (S-2)

પ્રીતિ શૌર્ય ના રૂમમાં પહોંચી, શૌર્ય તેના દાદાજી સાથે વ્યસ્ત છે એમ સમજીને તે અહીં આવી, તેને વિશ્વાસ હતો કે અહીં કંઈક તો એવું હશે જે શૌર્ય ની હકીકત સાબિત કરશે. તેણે ધીમે ધીમે બધે શોધવાનું ચાલુ કર્યું, તે ધીમે ધીમે બધું ફંફોળી રહી હતી, પણ જે વસ્તુ ઉઠવતી તેને એજ જગ્યા પર પાછી એજ હાલત માં મૂકતી, જેથી કોઈ જુએ તો ખબર ન પડે કે અહીં કોઈ આવ્યું છે. તેણે આખો રૂમ જોઈ લીધો પણ કંઈ ન મળ્યું હવે ખાલી શૌર્ય નો કબાટ જ બાકી હતો.

પ્રીતિ એ કબાટ ખોલ્યો, તેણે અંદર બધું જોયું પણ કંઈ ન મળ્યું, અચાનક તેની નજર ત્યાં પડેલ એક રૂમાલ પર ગઈ, તેણે તે ઉંચકયો અને તેનાં નીચે લાલ ડાયરી હતી. પ્રીતિ થોડીવાર વિચારવા લાગી કે શૌર્ય ને ડાયરી લખવાની આદત તો નથી. તેણે લાલ ડાયરી ઉઠાવી અને તેને ખોલી અને ધીમે ધીમે વાંચવા લાગી. લાલ ડાયરી વાંચી ને એ થોડી અસમંજસ થઈ ગઈ. ત્યાં જ કોઈક ના આવવાનો અહેસાસ થયો અને તેણે તરત જ ડાયરી રૂમાલ નીચે મૂકી દીધી, તે બહાર જવાની હતી પણ કોઈ ના ડગલા નો અવાજ વધારે નજીક આવતો જણાયો, રૂમમાં કયાં છૂપાવવું એ વિચારવા લાગી અને તે તરત જ કબાટ ની અંદર લપાય ગઈ અને દરવાજો બંધ કર્યો.

શૌર્ય રૂમમાં આવ્યો, પ્રીતિ તો આંખો બંધ કરીને અંદર જ બેસી રહી, તેણે ગભરાઈ ને કંઈક હેન્ડલ જેવું હાથમાં પકડી લીધું, શૌર્ય રૂમમાં આવ્યો તો તેને થોડું અજુગતું લાગ્યું, તેને કોઈક ના હોવાનો અહેસાસ થઈ રહ્યો હતો. તે કબાટમાંથી પોતાની વોચ લેવા આવ્યો હતો. તે કબાટ પાસે ગયો અને ખોલી ને પોતાની વોચ શોધવા લાગ્યો, પ્રીતિ તો કપડાં પાછળ છુપાયેલી હતી. શૌર્ય ને વોચ મળતાં જ તેણે તે ઉઠાવી ને કબાટ બંધ કર્યો. પ્રીતિ એ નિરાંત નો શ્વાસ લીધો. પણ અચાનક કબાટ પાછો ખૂલ્યો, શૌર્ય એ તેનો હાથ પકડીને તેને બહાર ખેંચી, કબાટ બંધ કર્યો અને દરવાજા સાથે તેને ઉભી રાખી અને પોતાના બંને હાથ વડે તેને ઘેરી લીધી, પ્રીતિ ની તો આંખો જ બંધ હતી, તેનાં હાથમાં હજી પહેલું હેન્ડલ હતું, જે હકીકત માં ગન હતી. જેની પ્રીતિ ને ખબર ન હતી. શૌર્ય એ તેનાં હાથમાં ગન જોઈ.

“આટલી બધી નફરત કે આજ મારવા માટે જ આવી ગઈ??? ” શૌર્ય એ કહ્યું

પ્રીતિ એ ધીમે ધીમે આંખો ખોલી, શૌર્ય એ આંખ વડે તેનાં હાથ તરફ ઈશારો કર્યો, તેણે પોતાના હાથમાં ગન જોઈ, તરત જ શૌર્ય ને ધકકો માર્યા અને ગન તેની સામે તાકી દીધી. શૌર્ય હસવા લાગ્યો.

“શા માટે હસે છે??? હું સાચે..... ” પ્રીતિ એ કહ્યું

“અચ્છા પણ ગન કયાં છે??? ” શૌર્ય એ કહ્યું

પ્રીતિ એ હાથ બતાવ્યો પણ તેનાં હાથમાં તો ગન હતી જ નહીં. શૌર્ય એ પોતાનો હાથ ઉંચો કર્યો અને ગન તેના હાથમાં હતી. “પ્રીતિ નાનપણથી આની સાથે જ રમું છું તો..... ” શૌર્ય એ કહ્યું

“હું જાણું છું તું બધા ને બેવકૂફ બનાવી રહ્યા છે, તું હજી પણ પહેલાં જેવો જ છે, કાલ રાત્રે જે ઘટના બની એની પાછળ પણ તારો જ હાથ છે ” પ્રીતિ એ કહ્યું

શૌર્ય ના મુસ્કાન વાળા ચહેરા પર અચાનક ગુસ્સો આવ્યો, આ જોઈ ને પ્રીતિ થોડી ગભરાઈ ગઈ, “તો શું કરી તું, દુનિયા ને કહી, પણ એ કહેતાં પહેલાં તું જીવતી રહી તો ને ” શૌર્ય એ આટલું કહીને તેની સામે ગન તાકી દીધી, પ્રીતિ એ આંખો બંધ કરી દીધી. તેણે ધીમે થી આંખો ખોલી તો શૌર્ય સામે હસી રહ્યો હતો.

“આ શું છે??? ” પ્રીતિ એ કહ્યું

“નાનપણથી તું મને ડરાવતી આવી છે તો આજે મેં..... ” શૌર્ય એ કહ્યું
“શૌર્ય હું તને..... ” આટલું કહીને પ્રીતિ શૌર્ય ને ટપલી મારવા લાગી

“તારા દિલમાં તો નફરત હતી, મારા ફોટો પર તો તે..... ” શૌર્ય એ કહ્યું

“નફરત નહી ગુસ્સો હતો, બે વર્ષ પહેલાં મારી અને દાદુ સાથે જે રીતે વાત કરી એનો અને મને મનાવ્યા વગર જતો રહ્યો ” પ્રીતિ એ કહ્યું

“ઓહહ મતલબ હવે નથી???? ” શૌર્ય એ કહ્યું

“હજી પણ છું”આટલું કહીને પ્રીતિ એ પાછી એક ટપલી મારી.
પ્રીતિ એ શૌર્ય ને કહ્યું “તું બે વર્ષ માટે કેમ જતો રહ્યો અને આ બધા નાટક શું છે ”

શૌર્ય એ પ્રિતી નો હાથ પકડયો અને તેની સાથે બેડ પર બેઠો, જે જે ઘટનાઓ આજ સુધી બની તે બધી તેણે પ્રીતિ ને વિસ્તાર પૂર્વક કહી. પ્રીતિ આ બધું સાંભળ્યું એટલે તેને શૌર્ય નો નિર્ણય યોગ્ય લાગ્યો.

“આ બધું તું દાદુ થી શા માટે છુપાવે છે????” પ્રીતિ એ કહ્યું

“પ્રીતિ અંકલ ને આ વાત ની ખબર પડી તો એ મને કયારેય આ નહી કરવા દે, એ મને આ બધા થી દૂર રાખશે અને આ વાત ખાલી S.P. અને અર્જુન ને જ ખબર છે અને હવે તને ” શૌર્ય એ કહ્યું

“મેં કોઈ ને આ વાત કહી દીધી તો????? ” પ્રીતિ એ હસતાં હસતાં કહ્યું

“તો તારું મોં મને બંધ કરતાં આવડે છે ” શૌર્ય એ કહ્યું

“કેવી રીતે???? ” પ્રીતિ એ કહ્યું

પ્રીતિ કંઈ વિચારે એ પહેલાં તો શૌર્ય એ તેનાં હોઠ પર પોતાના હોઠ મૂકી દીધા, પ્રીતિ વિરોધ કરવાનાં બદલે એના હાથ શૌર્ય ના વાળમાં ફેરવવા લાગી, કેટલાં સમય સુધી આ ચાલ્યું એ કહેવું તો મુશ્કેલ છે પણ બંને વર્ષોથી તરસ્યા હોય એમ એકબીજા ના હોઠો નો રસ માણી રહ્યા હતા. થોડીવાર પછી બંને છૂટા થયા.

“જો તુ આમ જ મોં બંધ કરી તો તારે સમયસર મને ડોઝ આપવા પડશે ” પ્રીતિ એ કહ્યું
“ઠીક છે, એવું છે તો દરરોજ આવા ડોઝ આપી ” શૌર્ય એ કહ્યું અને બંને હસવા લાગ્યા. ત્યાં જ શૌર્ય નો ફોન રણકયો. તેણે જોયું S.P. નો ફોન આવ્યો. તેમે રીસીવ કર્યો, “હેલ્લો”

“સર કયાં છો તમે??? ” S.P. એ સામે છેડે થી કહ્યું

“ઘરે છું કેમ??? ” શૌર્ય એ કહ્યું

“સર કંપની પર આવો એક કામ છે ” S.P. એ કહ્યું

“શું કામ છે???” શૌર્ય એ કહ્યું

“સર કોઈક મળવા આવ્યું છે ” S.P. એ કહ્યું

“કોણ??? ” શૌર્ય એ કહ્યું

“સર અહીં આવો સમજાય જશે ” S.P. એ કહ્યું

“ઓકે ” આટલું કહીને શૌર્ય એ ફોન કટ કર્યો

“શું થયું??? ” પ્રીતિ એ કહ્યું

“કંપની પર જવું પડશે ” શૌર્ય એ કહ્યું

“ઓકે તો જા અને તું ટેન્શન ના લે હું અહી બધું સંભાળી ” પ્રીતિ એ આટલું કહીને શૌર્ય ને વળગી ગઈ. થોડીવાર બંને એકબીજા ની હૂંફ નો અહેસાસ કરી રહ્યા હતા. શૌર્ય થોડીવાર પછી જતો રહ્યો અને પ્રીતિ ત્યાં જ બેડ પર આડી પડી અને શૌર્ય સાથે વિતાવેલી પળો ને યાદ કરવા લાગી.

શૌર્ય કંપની પર પહોંચ્યો, તે પોતાના ટેરેસ પર ગયો, ત્યાં રહેલાં સોફા પથ તે બેઠો અને ઘડિયાળ માં ટાઈમ જોયો. તેણે જોયું તો S.P. અને અર્જુન દેખાઈ રહ્યાં ન હતાં. તેણે તેને મેસેજ કરીને ઉપર આવવા કહ્યું. અહીં શૌર્ય પણ પ્રીતિ સાથે વિતાવેલી પળો વાગોળવા લાગ્યો.

હવે શૌર્ય ને મળવા કોણ આવ્યું એ તો ખબર નહીં પણ શૌર્ય અને પ્રીતિ વચ્ચે સંબંધો સુધર્યો હતા , ડેવિલ ની પાવર તો આપણે જોઈ લીધી પણ હવે આખરે આગળ થશે છું ????, શૌર્ય ને ડેવિલ ને મારવો છે, નાયક અલી ને પણ ડેવિલ ને મારવો છે, પોલીસ પણ ડેવિલ ને પકડવા માંગે છે, અને કયાંક ને કયાંક સુલતાન પણ સતા ની લાલચ રાખે છે, અને બાદશાહ મરી ગયો એ વાત સાચી છે કે નહીં એ પણ જાણવું પડશે, એટલે ટૂંકમાં અત્યારે તો ડેવિલ ટ્રેન્ડીંગ માં ચાલી રહ્યો છે. તો જોઈ એ કે ડેવિલ અભેદ રહે છે કે પછી શૌર્ય અભિમન્યુ બની ને ભેદવાની કોશિશ કરે છે, તો આ બધું જાણવા તમારે વાંચવું પડશે, “KING - POWER OF EMPIRE ”