sahkar thi safalta sudhi books and stories free download online pdf in Gujarati

સહકારથી સફળતા સુધી

"ભાઉ, શું છોકરી તરીકે જન્મ લેવો એ ગુનો છે?"

"શું થયું? કેમ આજે આમ પૂછે છે?"

"જ્યારથી સમજણી થઈ ત્યારથી જોતી આવું છું, પણ કોઈને કહેવાની હિમ્મત નથી ચાલતી. પણ જ્યારથી તમારી સાથે પરિચય થયો, ત્યારથી એક ભાઈની કમી જે વર્ષોથી હતી એ પુરી થઈ હોઈ એવું લાગે છે, કદાચ ગયા જનમ ની કોઈ લેણાદેણી હશે. અને તમારી સાથે ખુલી ને બોલી શકું છું, જેટલું હું મમ્મી પાપા જોડે ખુલીને બોલી નથી સકતી."

"ગોળ ગોળ વાત નાં કર બેટા, મુદ્દ્દા પર આવ, શું થયું? કેમ આજે નિરાશાવાદી વાતથી દિવસની શરૂઆત કરી?"

"કેમ કહું તમને? ક્યાંથી શરૂઆત કરું એજ નથી સમજાતું!!?"

"મનમાં હોઈ એ અને જે શબ્દો મગજમાં આવે એજ બોલ કોઈ પણ જાતનાં સંકોચ વગર."

"છોકરીઓને બધા ગંદી, કામુકતા, વાસનાની નજરે કેમ જોતાં હશે? શું એ જયારે અમને એવી નજરે જોતા હશે ત્યારે એમને એની માં કે બહેન વિશે વિચાર નહિ આવતો હોય? લાગ મળે ત્યારે હાથ અડાડવો, આંખ મારવી, ગંદી કોમેન્ટ કરવી, વગેરે... કહેતા પણ શરમ આવે એવા અનુભવ કરતા હોઈએ અને સાંભળતા હોઈએ. ઘરે વાત કરીએ તો તો બહાર નીકળવા ના દે. એક તો તમને મારા પાપા ની ખબર છે કે એ કેટલાં ગુસ્સાવાળા અને વહેમીલા છે."

"હાં , તો તું મને કહી શકે, શું થયું?"

"એટલેજ તો તમને યાદ કર્યા અત્યારે, મારે નાનપણના એક ખરાબ અનુભવ ની વાત શેર કરવી છે તમારી સાથે. પપ્પાને ધંધામાં નુકસાની ગઈ હતી, ગામમાં રહી શકે એવી પરિસ્થિતિ નહોતી, એટલે મને હોસ્ટેલમાં મુકવાનું નક્કી કર્યું, મેં ઘણો વિરોધ કર્યો, મમ્મી પાસે કરગરી, રડી, પણ મારુ કઈ ચાલ્યું નહિ, મારા પપ્પા પાસે મમ્મી નું પણ કઈ ચાલે નહિ એ મને ખબર હતી, તો પણ બાળસહજ જીદ્દ કરી મમ્મી પાસે કે પપ્પાને સમજાવ કે હું કોઈપણ હાલતમાં રહી લઈશ પણ મારે હોસ્ટેલ નથી જાવું, મમ્મીએ વાત કરી તો પપ્પાએ એમને મારીને ચૂપ કરાવી, હું અને મમ્મી બંને પપ્પાના કહેરથી સહમી ગયાં, મમ્મીને પણ નાનું ની ઘરે મૂકી આવવાના હતાં.

બીજે દિવસે સવારે પપ્પા મને લઈને...ખેંચીને હોસ્ટેલ જવા નીકળ્યાં, અમે બસ સ્ટેશને પહોંચ્યા, બસની રાહ જોતાંતા ત્યાં અમે 15-17 લોકો હતાં, પપ્પા પાંચ મિનિટમાં આવું કહીને ક્યાંક ગયાં, મારી ડરેલી આંખો આમથી તેમ જોવે, મનમાં ભાગીને મમ્મી પાસે જતો રહેવાનો વિચાર આવે, ત્યાં મારી નજર ત્યાં ઉભેલા લોકોમાં એક અંકલ પર પડે છે, જે પપ્પાની ઉંમરના જ હતા, મોઢામાં પાન હતું, દાંત લાલ, ચહેરાં પર અછબડાં ના ડાઘ, એની નજરમાં મને કંઈક અજીબ લાગ્યું, મારી એવડી ઉંમર નહોતી ત્યારે કે મને બીજી કઈ ગતાગમ પડે, મેં તરતજ નજર ફેરવી લીધી અને પપ્પાની રાહ જોવા લાગી, અને અચાનક પાછળથી કોઈકે મારી કમરની નીચે સ્પર્શ કર્યો હોઈ એવું લાગ્યું, મેં પાછળ વળીને જોયું તો એજ અંકલ હતાં અને એના ચહેરાં પર એની ગંદી સ્માઈલ, હું દોડીને થોડી આગળ આવી ગઈ, અને ત્યાં પપ્પા આવી ગયાં, મેં રાહતનો દમ લીધો અને એક છાનું ડૂસકું મુકાઈ ગયું મારાંથી. પપ્પાને તો ખબર પણ ના પડી, કારણકે એ મારી સાથે હતાં પણ નાં હોવા બરાબર એ હું સમજતી હતી પણ એમના આવવાથી બીજાની નજરમાં હું એકલી નહોતી એટલે બચી ગઈ.

હોસ્ટેલ પહોંચ્યા પણ ત્યાં પપ્પાની ગણતરી હતીકે મફતમાં રાખશે એ પુરી નાં થઈ, એટલે અમે પાછા આવવા નીકળ્યા, અંદરથી હું ખુશ હતી કે મમ્મી પાસે રહેવા મળશે અને હોસ્ટેલનું નામ હવે પપ્પા નહિ લે, પણ બસ સ્ટેશન પરના અનુભવથી હું ખળભળી ગઈ હતી. મિશ્ર લાગણીઓ થતી હતી ત્યારે, દુનિયાનો ચહેરો, પપ્પાની કાયરતા, મમ્મી પાસે જલ્દી પહોંચવાની અને એની હૂંફ મેળળવાની ઉતાવળ. બચપણમાં થયેલા એ અનુભવ અને હજુપણ એવીજ નજરોનો રોજ મને અને મારી ફ્રેન્ડ્સને થતો હોઈ છે. બહું ગુસ્સો આવે, પણ કાંઈ કરી શકું એમ નથી. એટલે આજે બધી વાત તમને કરી."

"હમ્મમ, સારું કર્યું, પણ આટલી નિરાશાવાદી વાતો નાં કર, જમાનો બદલાઈ ગયો છે, સેલ્ફ ડિફેન્સ કરતા શીખવું જ પડશે, અને સાથે સાથે મનોબળ પણ મજબૂત બનાવું પડશે, તારે એવા સ્ટેજે પહોંચવું પડશે કે કોઈની હિંમત ના થાઈ તારી સાથે કંઈપણ આવું કરવાની, લોકો માન સન્માન ની નજરે જુવે, આદર કરે, તારા ઉદાહરણ આપે. તે કોઈ દિવસ એવું સાંભળ્યું કે કોઈ સફળ વ્યક્તિની કોઈએ છેડતી કરી હોઈ? તારામાં કોન્ફિડન્સ ની કમી છે, અને એનું કારણ તારો ઉછેર પપ્પાની બીક ની નીચે થયો છે એ પણ હોઈ શકે, તું તારી ફ્રેન્ડ પાયલને જો, એનો કોન્ફિડન્સ જો, કારણકે એને એની આવડતને આવકનું સાધન બનાવ્યું છે, તું પણ એવું કૈક કરી શકે. તારે અવાજ ઉઠાવો જોઈએ, મને જે વાત કરી તે તું સોશિયલ મીડિયા માં કરી શકે, તને ખબર છે ચૂપ રહેનારા હવે મૂર્ખ માં ખપી જાય છે."

"મને કોલેજ જવા દેવા સિવાય ક્યાંય બહાર પણ નીકળવા નથી દેતા એ તમને પણ ખબર છે, તો હું શું અને કેમ કરી શકું?"

"મને એક આઈડિયા આવ્યો છે, અને તું એ ઘરે બેઠા પણ કરી શકે એમ છે."

"શું?"

"આજકાલ ડિજિટલ જમાનો છે, લોકોને વાંચવા કરતા સાંભળવું કે જોવું વધુ ગમે છે, અને હજુ ઓડિયો બૂક નો ખ્યાલ અને ઉપયોગીતા બહું લોકોને ખ્યાલ નથી, તારો અવાજ પણ સારો છે, મને ભરોસો છે કે તારા અવાજમાં લોકોને વાર્તા સાંભળવાનું ગમશે, અને એ તું આરામથી કરી શકીશ, અને તારી ઓળખ પણ તું ચાહે તો છુપી રાખી શકીશ જેથી તને પપ્પા તરફથી કઈ પ્રોબ્લેમ ના થાઈ , પણ એક વખત તું સફળ થઇ ગઈ પછી તારા પપ્પા પણ વિરોધ નહિ કરી શકે, અને તારો કોન્ફિડેન્સ પણ વધશે, ટૂંકમાં તારા બધાજ પ્રોબ્લેમનું સોલ્યૂશન થઇ જશે એવું લાગે છે મને. "

"આઈડિયા તો સારો છે, પણ શું અમલમાં મૂકી શકાય એવો છે? બૂક્સ ની ચોઈસ, રેકોર્ડિંગ, એડિટિંગ, પબ્લિશ અને જાહેરાત કોણ કરશે?"

"એક વાર તું મનથી તૈયાર થઇ જા, પોઝિટિવ વિચાર, બધું આપોઆપ ગોઠવાઈ જાશે, એટલું અઘરું નથી."

"તો પણ થોડું કહો તો હિમ્મત આવે."

"બુક્સની ચોઈસ હું કરી આપીશ અને સાથે લેખક અને પ્રકાશક ની મંજૂરી પણ હું મેળવી આપીશ, રેકોર્ડિંગ અને એડિટિંગ માટે આપણે તારી ફ્રેન્ડ પાયલની મદદ લઇ શકીશુ કારણકે એ એમના વિડિઓઝ એની યુ-ટ્યૂબ ચેનલ પર મૂકે જ છે, પબ્લિશ આપણે પણ કરી શકીએ આપણી યુ-ટ્યૂબ ચેનલ બનાવીને અથવા પ્રકાશક ને તૈયાર કરીને આપીએ અને એ બધું કરે."

"ઓહો, તમે તો બધુજ વિચારી લીધું. સરસ તો ચાલો કરીએ કંકુના."

*****

"ભાઉ, આજે મારી 100 મી ઓડિયો બૂક લોન્ચ થવાની છે, અને તમારે ખાસ હાજરી આપવી પડશે, તમે ના હોત તો હું આજે આ સ્ટેજ સુધી પહોંચી ના હોત."

"મને તારા પર ગર્વ છે, હમણાંજ તારા પર આજના પેપર માં આવેલો લેખ વાંચતો હતો, તારો અવાજ અને વાર્તા કહેવાની શૈલી લોકોને બહુંજ ગમે છે, અને બહુજ ટૂંકા સમયમાં તે 100 ઓડિયો બૂક્સ નો રેકોર્ડ પણ કર્યો, હું આશા રાખું છું કે હવે તને જીવન કે લોકો પ્રત્યે કોઈ ફરિયાદ નહિ હોય."

"હા ભાઉ, અને આ બધું તમારાં સાથ સહકારને લીધેજ થઇ શક્યું છે."



-સમાપ્ત-

-ચેતન ઠકરાર

9558767835
www.crthakrar.com