Ek love nav day books and stories free download online pdf in Gujarati

એક લવ નવ ડે

નવરાત્રી ખેલવા ઉત્સાહ ભેર રવિ નવરાત્રી ની રાહ જોઈ રહ્યો હતો. ખેલવા માટે રવિ એ ખૂબ તૈયાર કરી હતી. બસ એમ કહ્યું તો તે દિવસો ગણી રહ્યો હતો.

નવરાત્રી શરૂ થઈ હતી. આજે પહેલું નોરતુ હતું. અપ તું ડેટ ડ્રેસ સાથે તૈયાર થઈ રવિ ખેલવા એક પાર્ટી પ્લોટ મા ગયો. નવરાત્રી નો પહેલો દિવસ હતો એટલે ઘણી તૈયારીઓ હજુ બાકી હતી તો પણ ખેલૈયાઓ ગરબાના તાલે ખેલી રહ્યા હતા. રવિ એક બાજુ ઊભો રહી જોઈ રહ્યો હતો.

ત્યાં તેની નજર એક છોકરી પર પડી તે સરસ રીતે તાલ બદ્ધ ખેલી રહી હતી. બસ થોડી વાર તો રવિ તેને જોઈ રહ્યો હતો. થોડો તેની નજીક ગયો ને તેને નિહાળી રહ્યો. ત્યાં તે છોકરીની નજર રવિ પર પડી. પહેલી વાર તેણે જોઈ ને મોં બગાડ્યુ પણ પછી તે રવિ ને ત્રાસી નજરે જોઈ રહી. ધીરે ધીરે બંને ની એક બીજાને જોઈ રહ્યા. ત્યાં તે છોકરી નજરથી દૂર ગઈ એટલે રવિ ખેલવા લાગ્યો. પણ ત્યારે તેને તે છોકરી ફરી જોવા ન મળી.

બીજું નોરતુ આવ્યું ફરી રવિ તૈયાર થઈ તે પાર્ટી પ્લોટ મા જઈ તે છોકરીને શોધવા લાગ્યા. જોત જોતામાં તે છોકરી નજર આવી એટલે તેની નજીક જઈ તેને નિહાળવા લાગ્યો. તે છોકરીને ખબર પડતાં તે પણ રવિ ને નિહાળતી રહી ને બંને ની આંખો મળી. એક બીજા પોતાની નજર હટાવી ન શક્યા. ને ખોવાઈ રહ્યા. ત્યાં રવિ નો ફ્રેન્ડ આવી દૂર લઈ ગયો ને રવિ ત્યાં ખેલવા લાગ્યા પછી તે છોકરી ક્યાય જોઈ ન શક્યો.

ત્રીજું નોરતુ આવ્યું ફરી રવિ પાર્ટી પ્લોટમાં જઈ તે છોકરીને શોધવા લાગ્યો. છોકરી પણ તેને શોધી રહી હોય તેમ આમ તેમ જોઈ રહી હતી. રવિ ને જોતા તેના ચહેરા પર સ્મિત આવ્યું હોય તેવું લાગ્યું. રવિ તેની નજીક જઈ તેને નિહાળવા લાગ્યો. તે ખેલતી વખતે વારે વારે રવિ ને જોઈ રહી હતી. થોડીવાર તે ઊભી રહીને રવિ ને નિહાળતી રહી ને તેને સ્મિત આપતી રહી તો રવિ પણ તેની સામે નજર મિલાવી સ્મિત કર્યું.

ચોથું નોરતુ આવ્યું પહેલા કરતા રવિ નો ઉત્સાહ આ વખતે વધી ગયો હતો તેનું કારણ પેલી છોકરી હતી તે ખેલવા કરતાં તે છોકરીને જોવા વધુ ઉતાવળ કરી રહ્યો હતો. પાર્ટી પ્લોટ મા ગયો ત્યાં તો તે છોકરી રવિ ને શોધી રહી હોય તેવું લાગ્યું. રવિ ને જોતા તે ખુશી થી ઝુમી રહી હોય તેવું લાગ્યું. એક ઈશારા થી રવિ ને સાથે રમવા આમંત્રણ આપ્યું. રવિ તેની પાસે જઈ તેની સાથે ખેલવા લાગ્યા આમ એકબીજા દાંડિયા તકરાયા ને મોડે સુધી સાથે રમ્યા.

પાંચમું નોરતુ આવી ગયું હતું આ વખતે બંને ને મળવાનો ઉત્સાહ હતો. બને પાર્ટી પ્લોટ મા એકબીજા ની રાહ જોઈ રહ્યા હોય તેવું લાગ્યું. બને સાથે મળીને દાંડિયા ખેલવા લાગ્યા બંને થાક્યા નહીં ત્યાં સુધી સાથે ખેલ્યા. બંને ની નજર એકબીજા થી હટતી ન હતી.

છઠું નોરતુ હતું બંને મળવા માટે વહેલા પાર્ટી પ્લોટ મા પહોંચી ગયા હતા. ને ખેલવા લાગ્યા. ખેલતા ખેલતા એક બીજાએ ફોન નંબર ની આપ લે કરી ને મોડે સુધી સાથે રમ્યા.

સાતમું નોરતુ આવ્યું. બંને સાથે તો ખૂબ રમ્યા પણ તે દિવસે બંનેએ ખૂબ ફોનમાં ચેટિંગ કર્યું એટલે લાગી રહ્યું હતું બંને સારી રીતે ઓળખતા હોય. એક બીજાને સ્મિત આપતા આપતા ખેલતા રહ્યા.

આઠમું નોરતુ હતું રવિ તો તેના સમય પ્રમાણે પાર્ટી પ્લોટ મા પહોંચી ગયો હતો પણ તે છોકરી હજી આવી ન હતી એટલે રવિ એ હિંમત કરી તેને ફોન કર્યો. તેણે ફોન રિસીવ કર્યો ને હું રસ્તામાં છું ને હું આવી રહી છું તેમ કહ્યું. રવિ તે પાર્ટી સુધી તેની સાથે વાત કરતો રહ્યો. તે આવી એટલે બંને સાથે ખેલ્યા.

નવમું અને છેલ્લું નોરતુ હતું. બંને માટે ખેલવાનો છેલ્લો દિવસ હતો. બંનેએ મનમાં કઈ નક્કી કરીને આવ્યા હોય તેવું લાગ્યું. આવતા પહેલા બંનેએ ફોન પર ખૂબ વાતો કરી. સમય થતાં બંને એકસાથે પાર્ટી પ્લોટમાં પહોંચ્યા પણ બંને ખેલવા તૈયાર ન થયા બંને એકબીજા સામે ગંભીર થઈ જોઈ રહ્યો. રવિ સમજી ગયો કે હું જે ફીલ કરી રહ્યો છું તે આ પણ ફીલ કરી રહી છે પણ છોકરી સામેથી વાત ન કરે એટલે રવિ હાથ પકડી તેને દૂર લઈ ગયો ને નીચે ઝૂકી ને તેને પ્રપોઝ કર્યું. તે છોકરી રવિ ને ગળે વળગી રહી. અને છેલ્લે દિવસે ખુબ રમ્યા.

જીત ગજ્જર