The Unknown Letter-A Love story - 3 books and stories free download online pdf in Gujarati

The Unknown Letter-A Love story - 3

ઘણા પ્રયત્ન બાદ પણ સુપ્રિયાને જ્યારે પાર્થિવ નો નંબર કે અજાણ્યા ચાહક ની કોઈ ખબર ન મળી ત્યારે હારી ને સુપ્રિયા એ છેલ્લો રસ્તો અપનાવ્યો અને એક પત્ર લખી ઘરના લેટર બોક્સમાં મૂકી દીધો એ આશા એ કે કદાચ એ વ્યક્તિ જાતે જ ઘરના લેટર બોક્સમાં થી પત્ર લઈ જાય .બસ પછી તો સુપ્રિયાના રાહ જોવાના દિવસો હતા, રોજ સવારે ઊઠીને અને રાત્રે સૂતા પહેલા એ લેટર બોક્સ ચેક કરી લેતી પરંતુ એમાં પણ એણે નિરાશા જ મળતી. એટલે થાકીને એણે લેટર બોક્સ ચેક કરવાનું જ છોડી દીધું .

આખરે ૧૪ ફેબ્રઆરી એટલે કે વેલેન્ટાઇન ડે ના દિવસે સુપ્રિયા ની આશા ફળી અને રાહ જોવાના દિવસો પૂરા થયા. સવારે ઘરની ડોરબેલ વાગી . સુપ્રિયાએ દરવાજો ખોલ્યો. દરવાજા પર એક બુકે અને પત્ર પડ્યો હતો . એણે પત્ર હાથમાં લીધો જેમાં લખ્યું હતું :
સો મિસ સુપ્રિયા માથુર જેટલી હું તમારી યાદશક્તિ ને ઓળખું છુ અત્યાર સુધીમાં તો તમને મારું નામ યાદ આવી જ ગયું હશે અને મનમાં સો વિચાર પણ આવી ગયા હશે. મારો કોન્ટેક્ટ કરવાની પણ તમે કોશિશ કરી જ હશે.મારે પણ ઘણુ કેહવુ છે પણ મળીને . બોલ આવીશ મળવા એ જ કોલેજમાં જ્યાં આપણે પહેલીવાર મળ્યા હતા.હું રાહ જોઇશ .
પાર્થિવ

પત્ર વાંચ્યા પછી સુપ્રિયા તરત જ તૈયાર થઈ ને સમયસર કોલેજના સ્થળે પહોંચી ગઈ. એક ઓટલા પર પાર્થિવ બેઠો હતો . બંને એક બીજા ને જોઇને એટલા હરખાઈ ગયા કે થોડીવાર સુધી કોઈ કઈ બોલી જ ન શક્યું. પછી સુપ્રિયા એ મૌન તોડ્યું અને બોલી.તે ખરેખર લગ્ન કર્યા જ નથી? ના , કઈ રીતે કરી શકું છેલ્લા દિવસે તે તો મજાક માં કહી દીધું કે સાચો પ્રેમ કરતા હોઈએ તો આખી જિંદગી એની રાહ જોઈ શકાય કેમ કે સાચો પ્રેમ પાછો જરૂર મળે છે, ભલે કેટલા પણ વર્ષો ને કેટલી પણ ઉંમર વીતી જાય. જો મનની લાગણીઓ અને પ્રેમ સાચો હોય તો કોઈ પણ ઉંમર કે વર્ષો એને ઓછો કરી જ ન શકે . આવો જ કઈ જવાબ હતો ને તારો સાચા પ્રેમની વ્યાખ્યામાં? પાર્થિવ એ સુપ્રિયા આંખોમાં જોતા પૂછ્યું.પણ પાર્થિવ એ જસ્ટ એક વિચાર એક વ્યાખ્યા હતી એ પણ કોઈ બૂક માં વાંચેલી અને મૂવી માં સાંભળેલી એનો મતલબ એમ તો ન હોય કે તમે જીવનને કોઈની યાદોમાં વિચરી ને સળગાવી દો?સુપ્રિયા એ પોતે વર્ષો પહેલા બોલેલા શબ્દોની સફાઈ આપી.
પણ મને મારો ઇન્તજાર ફળ્યો સુપ્રિયા .આટલા દિવસથી જે પત્ર દ્વારા કહ્યું છે એ આજે તારી સામે તારો હાથ પકડીને કેહવા માંગુ છું , આમ કહી પાર્થિવે સુપ્રિયાનો હાથ પોતાના હાથમાં લીધો અને બોલ્યો: સુપ્રિયા ઘણા વર્ષો આ શહેર માં એકલો રહ્યો છું .અચાનક એક દિવસ મને ન્યૂઝ પેપર માં તારું નામ વાંચવા મળ્યું એટલે મે તારા વિશે જાણવા પ્રયત્ન કર્યો અને મને ખબર છે કે તારા જીવનમાં હવે તારી દીકરી સિવાય કોઈ નથી . હું તને યાદ હોઈશ કે નહિ એ જ ડર ને લીધે પત્ર થી મનની વાત કહી હતી .

સુપ્રિયા જે વાત હું કોલેજના વર્ષોમાં ન કહી શક્યો એ આજે અહી તને કહેવા માંગુ છું. સુપ્રિયા હું મારા જીવનની શરૂઆત તો તારી સાથે ન કરી શક્યો , પણ આ ઢળતી ઉંમરે અને જીવનના છેલ્લા તબક્કામાં તારી સાથે રહેવા માંગુ છું. કદાચ તારી જીંદગી ની એકલતા તારા શબ્દોથી ભરાઈ જતી હશે પણ હવે તારા શબ્દોની મીઠાસ થી હું આપણા જીવનની એક નવી વાત લખવા માંગુ છું . ક્યારેક દોસ્તીને કારણે અધૂરી રહી ગયેલી મારી પ્રેમ કહાની ને તારા સાથ થી હું પૂરી કરવા માંગુ છું. બોલ તું આપીશ મારો સાથ?વી યું બી માય વેલેન્ટાઇન સુપ્રિયા?
આ બધું સાંભળ્યા પછી સુપ્રિયા એ તરત જ હા કહી દીધી અને થોડા સમય પછી બંનેના લગ્ન પણ થઇ ગયા.

નોધ: આ વાર્તા એક નિર્મળ પ્રેમને દર્શાવે છે. જો કોઈ વ્યક્તિ કોઈને પ્રેમ કરતો હોય તો એનું શરીર એની ઉંમર કઈ જ નડી ન શકે. વાર્તા આજ કાલ ઉંમરના બાધ ભૂલી ને પ્રેમના નામે ચાલી રહેલા આકર્ષણ ને સમર્થન નથી કરતી.