Charted ni Odis Notes - 9 in Gujarati Comedy stories by Ca.Paresh K.Bhatt books and stories PDF | ચાર્ટડ ની ઓડિટ નોટસ - 9

ચાર્ટડ ની ઓડિટ નોટસ - 9

FB series # ચાર્ટડ ની ઓડીટ નોટ્સ - ૩૩ #
# CA.PARESH K.BHATT #

બજેટ માં “ મારો ” વિચાર કરવા કરતા “ દેશનો ” વિચાર કરીએ તો ?
બજેટ આવે ત્યારે બધા ની સ્વાર્થ મુલકતા ખીલી ઉઠે છે. બધાજ વિચારે છે કે મને શું મળ્યું ને મેં શુ ગુમાવ્યું ? અલબત્ત આ કઈ ખોટું પણ નથી આપણે સંસાર માં રહીએ છીએ કનખલ કે જંગલ માં નહિ. દરેકે છાપા કે ટીવી દ્વારા જોઈ લીધું કે મારો લાભ ગેરલાભ કેટલો ? મને કંઈ કપાત મળતી હતી ને હવે કેટલી મળશે ?. પણ આપણે જે વાત કરવી છે એ વ્યક્તિગત લાભ ગેરલાભ નહિ પણ રાષ્ટ્ર ને આ બજેટ થી શુ લાભ કે નુકશાન છે એ જોવું છે.
આ બજેટ માં સૌથી વધુ ખર્ચ જેના પર થવાનો છે એ છે વ્યાજ નો ખર્ચ , કયું વ્યાજ તો કે જે દેવું વિદેશ માં થી લીધેલ છે ઉપરાંત દેશ માંથી પણ લોન લીધી છે તેનું વ્યાજ . તો પ્રશ્ન એ થાય કે કેટલું દેવું લીધેલ છે ? Department of Economics Affairs દ્વારા જાહેર કરેલ આંકડા મુજબ સપ્ટેમ્બર , ૨૦૧૯ ના જણાવ્યા મુજબ External Debts Rs.557.52 Billion USD છે . હવે આ દેવા/Debt ની પ્રિન્સિપલ રકમ એટલે કે મૂળ રકમ કે દેશી ભાષા માં કહીએ તો મુળગા તો ચૂકવી શકવા ની આપણી ત્રેવડ જ નથી , પણ આ દેવા નું વ્યાજ ચુકવતા પણ આપણ ને નાકે દમ આવી જાય છે . આપણા બજેટ ના કુલ ખર્ચ નો લગભગ ચોથા ભાગ જેટલી રકમ તો આ વ્યાજ ચુકવવા માં જ જાય છે તો પછી આ વ્યાજ કેટલું ? તો કહે આ વ્યાજ રૂ.7,08,203 કરોડ...એટલે કે કુલ ખર્ચ ના 23.28% જે સંરક્ષણ ના ખર્ચ રૂ.3,23,053 કરોડ ના ડબલ કરતા પણ વધારે . હવે વિચાર એ કરવા નો છે કે દેશ ના બજેટ નો સૌથી મોટો હિસ્સો તો વિદેશી લોન ઉપરાંત આંતરિક લોન નું વ્યાજ ચૂકવવા માં જાય છે. એમ છતાં આ વર્ષ 5.45 લાખ કરોડ ( 5450,00,00,00,00,000) નું દેવું વધારવા નું છે અને ઉપરાંત 2.1 લાખ કરોડ ના પબ્લિક સેકટર યુનિટ માંથી સરકાર નો હિસ્સો વેચી ને ઉભા કરાશે.
આ સ્થિતિ જો દેશ ની રહે તો આપણે 5 ટ્રીલિયન નું અર્થતંત્ર કેમ થઈએ ? આ કોઈ પણ સરકાર હોય બજેટ તૈયાર કરવા ને દેશ ને ચલાવવા લોન લીધા વગર ચાલે એમ જ નથી . આ પહેલા ની પણ દરેક સરકારે પણ ફોરેન ફંડ એટલું જ લીધેલ છે . પરિણામે ....
અંગ્રેજી માં કહે છે Beggars have no choice. ભિખારી ઓ ને પંસંદગી નો કોઈ અવકાશ નથી. આથી આપણે જ્યારે IMF કે વર્લ્ડ બેન્ક કે અન્ય દેશ પાસે લોન લેવા જઈશું ત્યારે કોઈ એમ ને એમ તો ખેરાત ન કરે એ જે શરતો કહે તે માનવી પડે. આથી આ શરતો શુ હોઈ શકે ? તો એ દેશ ને માટે આપણી માર્કેટ ખુલ્લી મુકવી પડે , ડ્યૂટી ઘટાડવી પડે, તેમના શસ્ત્રો ખરીદવા પડે અમુક વખતે હલકી કવોલીટી ને જૂની ટેકનોલોજી ને પણ ઉંચો ભાવ ખરીદવા પડે , વોલમાર્ટ જેવા માટે FDI નું બીલ પાસ કરવું , વગેરે વગેરે ... આ બધું જ માનવું પડે. આ ઉપરાંત આપણો રૂપિયો ફોરેન કરન્સી સામે મોંઘો થતો જાય પરિણામે આપણું ઈમ્પોર્ટ મોંઘુ થાય ને એક્સસ્પોર્ટ સસ્તું થાય.આપણું ઇમોપોર્ટ એક્સપોર્ટ કરતા ઘણું વધારે છે. એટલે સરવાળે આપણે નુકશાન માં જ રહીએ. હવે એક્સપોર્ટ ઓછું હોવાથી ડોલર માં પેમેન્ટ કરવાની તકલીફ થશે એટલે આપણે ફરી લોન લેવાની જરૂરિયાત ઉભી થાય એટલે આપણી કરન્સી ફરી ડીવેલ્યુટ થાય. આ વિશિયસ સર્કલ ચાલ્યા જ કરે.
આપણે રાષ્ટ્ર ને ફરી સમૃધ્ધ કરવો હોય તો સૌથી પહેલા તો સ્વનિર્ભર થવાની જ જરૂર છે. જે અંગે કોઈ પણ સરકારે ક્યારેય વિચાર નથી કર્યી . દરેક સરકારે ટુકા ગાળા નો ખાડો પુરવા લોન જ લીધે રાખી છે . સરકારે સૌથી વધુ જો ઇન્કમ ટેક્સ માં કોઈ કપાત આપવી હોય તો એવી કોઈ યોજના રાખવી જોઈએ કે અમુક રકમ સુધી જો આ વિદેશી લોન એકાઉન્ટ માં અથવા તે લોન ચૂકવાય એવા કોઈ ખાતા માં રોકાણ કરવા માં આવે તો ઇન્કમ માંથી એટલી રકમ ની માફી આપવા આવે કે અમુક ટકા ડીડકશન આપવા માં આવે . અરે કાળાનાણાં ની જે રકમ આ હેતુ માટે આપવા માં આવે તેમને ટેક્સ ની અમુક ટકા રકમ નો જ ટેક્સ લાગશે ઉપરાંત આ રકમ પર વ્યાજ પણ મળશે આવી કોઈ પણ પ્રકાર ની યોજના લાગુ કરી શકાય . આ રીતે કાળુંનાળુ જે તિજોરી ઓ માં વ્યર્થ પડ્યું છે એ પણ રાષ્ટ્ર ના ઉપયોગ માં આવે. અત્યારે જે વ્યાજ વિદેશ માં ચૂકવવા માં આવે છે એ વ્યાજ દેશ માં જ જો ચુકવાય તો પરિણામે ફોરેન જતું ફન્ડ અટકે, વ્યાજ નો પૈસો દેશ માં જ રહે અને અર્થતંત્ર માં વિદેશી લોન પર નો આધાર ઓછો થાય, ફોરેન કરન્સી સામે રૂપિયો મજબૂત થાય, ઈમ્પોર્ટ સસ્તું થાય, ધીમે ધીમે રાષ્ટ્ર સ્વનિર્ભર થાય.

अस्तु

DT.૦૭.૦૨.૨૦૧૯.

Rate & Review

Mr  Ahir

Mr Ahir 3 years ago