Personality decoration books and stories free download online pdf in Gujarati

વ્યક્તિત્વ શણગાર

"કહેવું સહેલું છે, માની લેવું પણ સહેલું છે પણ તેના માર્ગ પર ચાલવાની વાત આવે ત્યારે ભલ- ભલા માણસો પાણી પાણી થઈ જાય છે."
કદાચ પહેલાં ના સમય મા જે મહાપુરુષો એવી જ રીતે માર્ગદર્શન આપતાં હશે જે રીતે આજે પણ કંઈક વ્યક્તિ લોકો ને સાચા માર્ગે દોરે છે.
ઘણી એવી વાતો છે જેનો ઇતિહાસ બોલે છે, પુસ્તકો બોલે છે, પણ આપણે ક્યારેય અનુભવ્યું નથી અને જોયું પણ નથી.
"વાત આધુનિકતા ની નથી પણ વ્યક્તિત્વતા ની છે, વાત ચારિત્ર્ય ની છે."
'પહેલાં નું વાતાવરણ આજ ના વાતાવરણ જેવું તથા આજ નું વાતાવરણ પહેલાં ના વાતાવરણ જેવું કદાચ હોય શકે છે.'
તમે અને હું આપણી આંખો થકી જોઈને...સાંભળીને...બોલીને.... બધુજ અનુભવીયે છીએ. પણ ..."આ પણ એક અનુકરણ જ છે."
" કદાચ આ અસ્તિત્વ અનુકરણ નો અમુક અંશે પડછાયો છે."
'જ્યારે ભીતર મા નજર કરવામાં આવે ત્યારે આપણે શું છીએ તેનો ખ્યાલ જરૂર થી આવે છે.'
" અનંત વર્ષો પેહલા ......ઘણા વર્ષો પહેલા ....... અમુક વર્ષો પેહલા..... થોડા વર્ષો પહેલા...આમ કરતાં કરતાં આજ ના સમય માં...જે મહાપુરુષો કઈ ગયેલા એ આજે પણ કોઈક અંશે ક્યાંક ને ક્યાંક પુરવાર થાય છે."
"વ્યક્તિત્વ વિકાસ અને ચારિત્ર્ય નું ઘડતર સૌથી વધુ આવશ્યક બાબતો બની ગઈ છે."
આજના યુવાનો એવા છે કે...દ્ધઢ ચારિત્ર્ય વિના અસહાય બની ને અહી તહી ભટકે છે જેમની માનસિકતા ખુબજ છે ચકડોલે ચડેલી હોય છે...
"કેટલાક સંતો તથા મહાપુરુષો નું કહેવું છે કે તમે જે ચોક્કસ પ્રકાર ના વ્યકિત છો એજ તમારું વ્યક્તિત્વ."
આપણે જે રીતે વર્તન કરીએ છીએ, વિચારો અને લાગણીનો અનુભવ કરીએ છીએ, તેના દ્વારા આપણા વ્યક્તિત્વ નું દર્શન થાય છે. એટલે જ "આપણી વ્યક્તિત્વતા નું ચારિત્ર્ય એટલે તેની સંપૂર્ણ પ્રકૃતિ."
આપણા જીવન મા આવતી એવી અનેક પરિસ્થિતિ અને સંજોગોમાં પોતાનું શિલવર્તન કેવી રીતે રાખીએ છીએ એ આપણા મન ની મનોસ્થિતિ દ્વારા નક્કી થાય છે. આપણી બહાર નો દેખાવ એટલે બાહ્યદેખાવ, વકતવ્ય, સામાન્યશિષ્ટાચાર તો વ્યક્તિત્વ નો અલ્પભાગ છે. વ્યક્તિત્વ વિકાસ તો આપણા ભીતરના ઊંડાણભર્યા બૌદ્ધિક સ્તરો સાથે લાગે વળગે છે એટલે એના પરથી એટલું તો જાણી જ શકીએ કે આપણું સંચાલન મન કરે છે. તેથી આપણા મન ની પ્રકૃતિ નો સ્પષ્ટખ્યાલ અને તે કેવી રીતે કામ કરે છે ત્યાંથી વ્યક્તિત્વ વિકાસ નો ખ્યાલ શરુ થાય છે.

આપણે અનેકો વાર નિર્ધારિત નિર્ણયો કરતાં હોઈએ છીએ . સુટેવો નું ઘડતર કરતા હોઈએ છીએ અનેક ખોટી આદતો નું નિર્મલન કરતાં હોઈએ છીએ.
એકાગ્રતા નો અભ્યાસ, એકાગ્ર મન થી કાર્ય અને નવસર્જન તથા એવા અનેક કાર્યો આપણે કરતાં હોઈએ છીએ. આવા સારા નિશ્ચયો ને આચરણ માં મૂકતાં જ આપણું મન પીછે હટ કરે છે અને આપણને પાછળ પાડે છે અને આપણે કશુજ કરી શકતા નથી અને આપણું મન કાબૂ મા રહતું નથી.
"જ્યારે આપણા મા રહેલી પંચેન્દ્રિયો ને કાબુમાં કરવામાં આવે તો આપણે આપણા મનને સહેલાઇથી કાબુમાં કરી શકીએ છીએ અને મન દાસત્વ કરીને રહે છે." જ્યારે આપણું મન આપણા કાબૂમાં આવી જાય છે ત્યારે મોટાભાગની પ્રકૃતિ આપણા અસ્તિત્વ નીચે કામ કરતી થાય છે. આમ આપણે આપણા મન ઉપર કાબુ કરીને આપણી પ્રકૃતિ મા સુધારા લાવી શકીએ છીએ. અને આપણી વ્યક્તિત્વતા ને એક ઊંચી ટોચે લઈ જઈ શકીએ છીએ. આમ એક વ્યક્તિત્વતા આપણા જીવનનો મહત્વનો ભાગ ભજવે છે.
એક વ્યક્તિ પોતાની વ્યક્તિત્વતા થી ઓળખાય છે.

"માણસની વ્યક્તિત્વતા એ માણસનો શણગાર છે."

____________________________________________

"વ્યક્તિત્વ એક શણગાર છે."