AFFECTION - 25 books and stories free download online pdf in Gujarati

AFFECTION - 25










me : પેલા ખેતરો દેખાય છે એની બાજુમાં જે આ બધા ઘર આવેલા છે તે સોનગઢ છે..

હર્ષ : તો અહીંયાંથી કેમ દેખાડે છે તું ચલ અંદર લઈ લે આપણી ગાડી..

me : અત્યારે અંદર જઈશુ તો પકડાઈ જશું...

નૈતિક : તો હવે ભાઈ??

ધ્રુવ : એમાં શુ આપણે રાતે જશું...એકદમ સંતાઈને..

me : ત્યાં સુધી બધા અહીંયા રહીને સરખી રીતે ગામ નો નકશો જોઈ લો....દૂરબીન આપું છું એક એક કરીને...બધું જોઈ લો...કામ લાગશે..ત્યાં સુધી હું ગાડીને ક્યાંક સંતાડી આવું..

એમ બોલી હું તો નીકળી ગયો ગાડીને ક્યાંક છુપી રીતે મુકવા...અને તે લોકો ગામને નિરખવા મંડ્યા તે નાના ડુંગર પર ઉભા ઉભા..

હું ગાડીને પહાડની પાછળ આવેલી નાની જગ્યા માં મસ્ત રીતે મૂકી આવ્યો...અને જ્યારે પાછો આવ્યો તો પેલા બધા તો સુઈ ગયા હતા...જમીન પર જ...હું પહેલા તો વિચાર માં જ પડી ગયો કે આ લોકોને શુ થયું..પછી થયું કે ભલેને આરામ કરતા..એટલે હુ એ લોકોને સુતા રાખીને દૂરબીન થી ગામમાં શુ ચાલી રહ્યું છે તે જોવા લાગ્યો..બહુ સરખું નહોતું દેખાતું તો હું જરાક ગામની નજીક ગયો..વિરજીભાઈ ની હવેલી મોટી હતી એટલે ચોખ્ખી દેખાઈ જતી હતી..પણ અંદર ફરતા લોકોના ચેહરા નહોતા દેખાઈ રહ્યા પણ હા ઘણા બધા માણસો હાથમાં કંઈકને કંઈક લઈને ચક્કર મારી રહ્યા હતા.મને કશું ચોખ્ખું નહોતું દેખાઈ રહ્યું એટલે હું આગળ વધતો ગયો અને થયું કે હવેલી મ આજ ચાલ્યો જાવ...એટલે બીજું બધું ભૂલી ગયો અને હવેલી તરફ ચાલતો થયો તે પહાડ પરથીજ..

ત્યાંજ પાછળથી કોઈએ રોક્યો...
હર્ષ : ભાનમાં તો છોને??જલ્દી શુ છે આટલી બધી??તે જ કિધેલું કે રાતે જશું...યાદ છે કે નહીં!!

me : અરે યાર...મને ધ્યાન જ ના રહ્યું...બસ થયું કે સનમને મળવુ છે...એટલે ચાલતો થઈ ગયો...

હર્ષ : ભાઈ બસ હવે સાંજ પડી જ ગઈ છે...હમણે રાત પડી જાશે..બસ થોડીક જ વાર..

એને મને સમજાવ્યો અને હું જઈને બેઠો બધા પાસે...બધા જાગી ચુક્યા હતા...

નૈતિક : તે આખા રસ્તા પર એવી કાર ચલાવી કે હજુ ઊંઘમાં પણ થાય છે કે હમણે ગાડી ભટકાઈ જશે...
એમ બોલીને બધા હસવા લાગ્યા..

ધ્રુવ : હવે તો અમે ઊંઘ પુરી કરી લીધી છે હવે કાર્તિક પ્લાન તો બોલ...શુ કરીશું..કારણ કે જો હમણે રાત થવા જ આવી છે...

me : રાત તો થશે જ પણ આપણે એકદમ ગાઢ રાત થવાનો ઇંતેજાર કરીશું..

ધ્રુવ : ગાઢ રાત!!તું યાર...હકીકતમાં સાવ ગુજરાતી ના બોલીશ...ખબર નથી પડતી.

me : અરે યાર ઈંગ્લીશ મીડીયમ...મારા કહેવાનો મતલબ એમ કે આપણે ત્યારે અંદર જશુ જયારે બધા સુઈ ગયા હોય...આમ તો આ ગામડું છે એટલે બધા જલ્દી જ સુઈ જાય છે...પણ હું રિસ્ક લેવા નથી માંગતો..

નૈતિક : આટલા બધા રિસ્ક લઇ લઈને બોલે છે રિસ્ક લેવા નથી માંગતો...કંઈક તો શરમ કરી લે યાર..

me : ત્યારે હું એકલો હતો પણ હવે તમે બધા છો...એટલે જોવુ પડે.
એમ બોલીને હસવા લાગ્યો...

હર્ષ : એમ બોલને કે તું પકડાઈ ગયો તો સનમ ને નહિ મળી શકે...અને બધું બરબાદ થઈ જશે...એટલે હવે તું બધું સાવધાની થી કરવા માંગે છે...

એમ બોલતા જ બધા હસવા લાગ્યા..અને મારા બાજુ જોવા લાગ્યા...જાણે કે મારા જવાબનો રાહ જોતા હોય...પણ હું કારમાંથી અમુક સમાન કાઢવા ચાલ્યો ગયો કારણ કે હમણે ગામની અંદર જવાનું હતું...એટલે નૈતિક ને લઈને હું કાર તરફ ગયો...અને ધ્રુવ અને હર્ષ વાતો કરી રહ્યા હતા..

ધ્રુવ : બહુ દિવસો પછી કાર્તિક આજે હસતો દેખાયો યાર..

હર્ષ : હવે એને ઉમ્મીદ છે કે એ સનમને મળી જ જશે...એટલે જ તે હવે બદલાઈ ગયો છે....તે આજે સનમ માટે કોઈનું પણ ખૂન કરવા તૈયાર છે..વિચાર કરી લે કોલેજમાં કોઈને હેરાન પણ નહોતો કરતો આજે સનમ માટે કોઈને પણ મારી નાખવા તૈયાર છે..

ધ્રુવ : પ્રેમમાં આટલી તાકત હોય??મને તો કોઈ દિવસ ખબર જ ના પડી...મુવી માં જ જોયેલા છે પ્રેમ...હવે પહેલી વખત આવો પ્રેમ લાઈવ જોઈ રહ્યો છું...સનમ એવી તો કેવી હશે કે આ સાવ આવો થઈ ગયો..

હર્ષ : એને તો હવે જોઈએ તો કંઈક ખબર પડે કે ભાભીએ એવું તો શું કર્યું કે આ આવો થઈ ગયો..

એમ બોલીને બંને એકબીજાને હાથતાળી દઈને હસવા લાગ્યા...

જ્યારે હું અને નૈતિક ગાડીમાંથી..બધી રિવોલ્વર,કાળી ચાદરો અને ચાકુ લઈ આવ્યા...અને થોડાક પેકેટ્સ પડ્યા હતા નાસ્તા માટે...તો એ પણ લઈ લીધા...એટલે બધા થોડોક નાસ્તો કરી લે ત્યાં સુધી મોડી રાત પડી જાય...

બધા નાસ્તો કરતા હતા ત્યાં જ હું બોલ્યો..
me : ફટાફટ કરી લો નાસ્તો...પછી તમને બધાને એક છોકરીને મળવવા લઈ જવું છું..

ધ્રુવ : સનમ ને તું એક છોકરી કહીને કેમ બોલાવે છે...નામ લઈને બોલ અમને ખબર છે તે છોકરીનું નામ સનમ જ છે...શરમાઈશ નહિ તું એનું નામ લેવામાં...
એમ બોલીને તે ત્રણેય હસવા લાગ્યા મારા તરફ જોતા...

હર્ષ : ના..અહીં રીવાજ હશે કે...થનાર પત્નીને કોઈ નામથી નહિ બોલાવતું હોય....એજી....ઓજી..

એ લોકો નું હસવાનું રોકાતું જ નહોતું...એટલે થયું કે હસી લેવા દવ પહેલે..પછી એમને શોક દેવાની મજા આવશે...

me : સૂર્યા ની એક બેન છે...સગી નથી...પણ તેના જોડે જ રહે છે...આપણે તેની પાસે જશું સૌથી પહેલા...

આ સાંભળીને પેલા બધાજ અચાનક કોમામાં જતા રહ્યા હોય એવી હાલતમાં આવી ગયા...

નૈતિક : સૂર્યો ભલે ઘરે નથી...તો શું થયું...આ તો યાર આત્મહત્યા કહેવાય...એનો બાપ તો હોય જ ઘરે...સૂર્યની ભલે સગી બેન નથી તો પણ બેન તો કહેવાય જ...તે સૂર્યાની જ તરફદારી કરે...અને એની બેન નો બાપ પણ હશે ને...બધા હશે ઘરમાં...

me : ચિંતા ના કરો...કશું જ નહીં થાય...મેં એના ઘરની પાછળથી જવાનો રસ્તો જોયો છે..

હર્ષ : તે છોકરીના ઘરની અંદર જવાનો પાછળનો રસ્તો તે કેવી રીતે જોયો છે???

ધ્રુવ : એક સમયમાં...કેટલા ચક્કર ચલાવ્યા તે તો યાર..

નૈતિક,ધ્રુવ અને હર્ષ બધા ડરી ગયા હતા કારણ કે એમને એમ કે સનમ પાસે જવાનું છે અને એને લઈ આવવાની છે...પણ આ તો હવે સૂર્યા જેવા ખૂનીના ઘરમાં જ જવાનું અને એની બેનને જ મળવાનું એ પણ સંતાઈને...

me : ચાલો હવે ફટાફટ બધા એક એક ચાદર ઓઢી લો..મારી જેમ..અને ચાકુ જ હાથમાં રાખજો હાલ...રિવોલ્વર તમારા પાસે અંદર જ રાખજો...

મેં જાતે જ કાળી ચાદર ઓઢી લીધી ને મારો ચેહરો અને હાથ બન્ને ઢંકાઈ ગયા હતા...મને આવી રીતે જોઈને તે બધા જોતા જ રહી ગયા કે આ બધું ક્યાંથી શીખી લાવ્યો...એ લોકો પણ સહેજ ડરતા ડરતા મારી કોપી કરી...અને હું એ રાતના એકદમ કાળા અંધારામાં કે જ્યાં કશું જ નહોતું દેખાતું એવા પહાડ પરથી આ ત્રણ નાના છોકરાઓની આગેવાની કરીને સોનગઢ પાસે લઈ જઈ રહ્યો હતો..

ધ્રુવ : આવા અંધારામાં તો મને તમારા ચહેરા પણ નહીં દેખાતા...કોઈ મારો હાથ પકડીને ચાલોને યાર...

નૈતિક : આ ગામડા માં ભૂત પ્રેત તો હશે જ....મને તો એ વાતનો ડર છે...સૂર્યો આપણેને મારી નાખે એ પહેલાં ક્યાંક ભૂત જ આપણને મારી નાખશે તો??

હર્ષ : બધું શક્ય છે...આ સોનગઢ છે...એવું કાર્તિક નું કહેવું છે...
ત્યાં જ એના પગમાં પથ્થર લાગ્યો...અંધારનું દેખાયું નહિ હોય એને...અને એને એક બૂમ પાડી નાખી...અને તરત જ એના મોઢા પર હાથ દબાવી દીધો..

me : અબે પાગલ...અવાજ ના કર...જોઈને ચાલોને યાર...

હર્ષ : કાઈ દેખાતું જ નહીં...અંધારું તો જો...તું પાછો ટોર્ચ નહિ કરવા દેતો...

me : ગમે તે થાય હવે કોઈ અવાજ ના કરતા..ના દેખાતું હોય તો એકબીજાના હાથ પકડી લો..પણ ચાદર સાચવજો...

હું એ લોકોને માંડ માંડ સાચવીને ગામની સીમમાં લઈ આવ્યો...

નૈતિક : જ્યાં સુધી મને ખબર પડે ત્યાં સુધી તો લોકો પ્રવેશદ્વારથી આવે ગામમાં...પણ આ તો લગભગ ગામનો છેડો જ આવી ગયો..

me : હવે કોઈ કઈ પણ ના બોલતા...હવે બસ નજીક જ છે...

એટલે બધા ચૂપ થઈ ગયા..ગામમાં અમુક લોકો ના ઘરની બહાર ફાનસ સળગતી હતી..લગભગ ખેતરેથી ઘરે આવ્યા હશે એટલે બહાર જ મૂકી દીધી હશે..

હું સૂર્યાની હવેલી ની પાછળની તરફ બધાને ફરીને લઈ જઈ રહ્યો હતો..પણ રસ્તામાં બે લોકો લાકડીઓ લઈને આવી રહ્યા હતા...એટલે અચાનક જ મેં બધાને ધીમેથી સંતાઈ જવા કહ્યું...અને બધા પાસપાસેના ઘરની દીવાલમાં અડીને ઉભા રહી ગયા..હું પોતે પણ એક ઝાડ પાછળ ઉભો રહી ગયો..જ્યાં ઘરનો દરવાજો પણ પડતો હતો...તે લોકો ધીમે ધીમે જતા રહ્યા...પછી મેં પાછા બધાને બહાર બોલાવ્યા..અને આ વખતે સાવ સંતાઈને ચાલ્યા અને સૂર્યાની હવેલી ની પાછળ ની બાજુ આવી ગયા..કારણ કે આગળની બાજુ તો ઘણા લોકો હોય જ...કારણ કે આગળ એમની ભેંસો હતી.મુખ્ય દરવાજો હતો...નોકર આંટાફેરા કરતા હોય અને સૂર્યાના માણસો તો હોય જ...બહાર...ઘરની અંદર તો ના હોય...

હર્ષ : આ તો ક્યાં એન્જીનિયરે બનાવ્યું હતું...સુરક્ષા તો છે જ નહીં પાછળ ની તરફ...

નૈતિક : બારી છે કે દરવાજા એ જ નહીં ખબર પડતી...આટલા મોટી બારીને બારણાં કેહવાય લગભગ...
એમ બોલી ને એ લોકો હવે ધીમે ધીમે હસતા હતા...કારણ કે એમને એમ હતું કે હવે તો અંદર ઘૂસી જ ગયા છીએ...

me : તમે બધા અહીંયા જ નીચે બેસી જાવ...હું એને બહાર બોલાવી આવું છું..

ધ્રુવ : ભાઈ...અમે પણ આવીએ...અમને મનમાં બીક લાગે છે કે કશુંક થઈ જશે તો..

me : મને કોઈ નહિ પકડે હું સાવ છુપી રીતે જઈશ...કારણ કે મેં આ હવેલીનું નિરીક્ષણ સરખી રીતે કરેલું છે અગાઉ..એટલે હું સેફ જ છુ..મને કશું જ નહીં થાય..

ધ્રુવ : મને તારા માટે નહીં...ભાઈ...અમારા માટે બીક લાગે છે...

me : આને કોઈ બે મિનિટ સાચવી લો...હું હમણાં જ પેલીને બોલાવી લાવું...

એમ બોલી હું પાછળની તરફ થી ધીમે ધીમે આગળ ગયો પણ ક્યાંયથી પણ અંદર જઇ શકાય એવું નહોતું..બારી તો બંધ જ હોવાની બધી...એટલે હું કંટાળીને પાછો આવ્યો અંદર ગયા વગરજ..

હર્ષ : ક્યાં ગઈ પેલી છોકરી??

me : બારી ભલે મોટી છે...પણ એકેય ખુલ્લી નથી..તોડવી જ પડશે..એક બારી છે જે સીધી જ પાછળની તરફના વરંડામાં પડે છે..એને તોડી નાખીશું તો ગમે તે રૂમમાં જઈ શકીશું..કારણ કે તે વરંડામાંથી બધા રૂમમાં જવાય એટલી મોટી જગ્યા છે...

નૈતિક : બારી તોડી નાખીશું તો અવાજ થશે..પછી પકડાય જશું...

ધ્રુવ : મને તો એ જ નથી સમજાતું કે આ છોકરી ને મળવું કેમ જરૂરી છે??

me : તે સૂર્યાની બેન છે...એના પાસેથી બધી ઇન્ફોર્મેશન કાઢી શકીએ છીએ...

હર્ષ : ચાલો તો બારી તોડી જ નાખીએ..જે થવાનું હશે તે જોયું જશે...

me : મેં બારીના લાકડાને ધ્યાનથી જોયું છે..એટલું મજબૂત નથી...બોવ જૂનું છે એટલે હવે એટલું ટકાઉ નથી...આજુબાજુમાંથી એક પથ્થર લઈ આવ મોટો...ના શુ તૂટે...

બધા પથ્થર ગોતવા લાગ્યા..એટલામાં જ ધ્રુવને એક સારો એવો અણીદાર પણ મોટો પથ્થર મળ્યો...એટલે અમે લોકો એને લઈને ગયા તે બારી પાસે..

me : જો અવાજ આવે એટલે બધા અહીંયા આવશે કે તરત જ તમે બધા ભાગજો આપણી કાર પાસે..રસ્તો હર્ષને યાદ રહી ગયો હશે...હું જો ના આવું સવાર સુધી તો કાર લઈને જતા રહેજો....

હર્ષ : તું પકડાઈ જ જવાનો છો...બારી તૂટશે એટલે મોટો અવાજ આવાનો જ છે..બે ત્રણ વખત પથ્થર મારવા પડશે...પેલા લોકો આગળ ની તરફ જ છે અહીંયા આવતા બોવ વાર નહિ લાગે...

નૈતિક : કાર્તિક આ બોવ જ રિસ્કી છે...જો અહીંયા કોકનો રૂમ નીકળ્યો તો શું થશે તારું...

me : મને ખબર છે અહીંયા કોઈનો પણ રૂમ નથી...ચિંતા ના કરો...

ધ્રુવ : હવે તો મને પણ ધકધક થવા લાગ્યું છે..આ જોખમના કારણે..

મેં એમને મારા પર ભરોસો કરવા કહ્યું...અને એ લોકો એ પથ્થર ઉપાડ્યો સાથે અને બારી પર ઠોકયો...બહુ મોટો અવાજ આવ્યો...પણ બારી તૂટી નહિ...હવે પાછો પથ્થર ભટકાવ્યો...પણ આ વખતે બહુ વધારે જોરથી...બારી જરાક તૂટી...પણ બોવ મોટો અવાજ આવ્યો હતો..હવે નક્કી હતું કે હવેલીમાં બધા જાગી ગયા હશે..પણ મેં ક્ષણ પણ બગાડ્યા વગર તરત જ ત્રીજો ધક્કો માર્યો અને તરત જ બારી તૂટીને અંદર ની તરફ પડી ગઈ...અને પેલા લોકોના ચેહરા પર બહુ ડર દેખાવા લાગ્યો...અંદરની લાઇટ્સ ચાલુ થઈ ગઈ હતી...મેં પેલા લોકો સામે જોઇને ભાગવાનો ઈશારો કર્યો...અને તે લોકો નહોતા જઈ રહ્યા..

me : જલ્દી જાઓ...મને કશું જ નહીં થાય...મારે હજુ સનમ ને મળવાનું જ છે....સવારે પાંચ વાગે મળીશ તમને આપણી લોકેશન પાસે...જાવ ભાગો જલ્દી...ટ્રસ્ટ મી..નહિતર અહીંયા હું પણ પકડાઈ જઈશ..

એટલે એ લોકો તરત જ ચાદર ઓઢીને ફૂલ સ્પીડે ભાગ્યા..અને હું તરત જ કોઈ આવે એની પહેલા અંદર પ્રિયંકાનો રૂમ ગોતવા લાગ્યો..બહારની તરફ થી કોલાહલ સંભળાઈ રહ્યો હતો કે બધા અંદર આવી રહ્યા છે..એટલે મેં ફટાફ્ટ પેલીના રૂમનો દરવાજો ખખડાવ્યો...જોરથી ખખડાવ્યો..કે બાજુમાંથી પણ કોઈક આવી જાત...ત્યાં જ અચાનક સામે વાળો દરવાજો ખુલ્યો અને મને અંદર ખેંચી લીધો...મેં જોયું તો પ્રિયંકા હતી...

પ્રિયંકા : પાગલ પકડાઈ ગયોને તો બારોબાર મારીને ફેંકી દેશે...

હું વિચાર માં પડી ગયો કે જો આ પ્રિયંકાનો રૂમ છે તો જેને હું ખખડાવતો હતો તે કોનો રૂમ હતો....ત્યાં તો બહરની લોબીમાં કેટલાય લોકો આવી ગયા હતા...ધનજીભાઈ પણ બહાર આવી ગયા હતા...બધા મેં તોડેલી બારી પાસે ઉભા હતા...

ધનજી : ફટાફટ પુરૂ ઘર ફેંદી નાખો...અને અડધા માણસોને પાછળની તરફ મોકલો ફટાફટ..ચોર આપણા ઘરમાં આવ્યું છે...ભાગ્યું નથી...જલ્દી ફંફોળી નાખો આખી હવેલી....
એમ ધનજી ભાઈ ગુસ્સામાં બોલી રહ્યા હતા..

ત્યાં જ પ્રિયંકાની માં ભૂમિબેન બહાર આવે છે...

ભૂમિબેન : મારી દીકરી ને તો કઈ નથી થયુને...ફટાફટ ખોલ દરવાજો..પિયુ...

પ્રિયંકા મારી સામે જોઈ રહી હતી અને મને તરત જ બેડ પાછળ સંતાઈ જવા કહ્યું...અને એને દરવાજો ખોલવા ગઈ...

ધનજીભાઈ : પિયુનો રૂમ ચેક કરો....અંદર કોઈ નથી જતું રહ્યુંને..

*

ત્યાં મારા દોસ્તો ભાગીને માંડ માંડ પહોંચી ગયા હતા અમારી લોકેશન પર આવી ગયા હતા..બધા બેઠા બેઠા હાંફતા હતા..

હર્ષ : પેલા લોકો તો યાર બોવ સુધી પાછળ ભાગ્યા...પણ આપણે તો ના પકડાયા..પણ કાર્તિકનું શુ થયું હશે??

નૈતિક : રાહ જોઈએ...સવાર સુધી નહિતર કંઈક કરીએ...

ધ્રુવ : ખાલીખોટું....તે છોકરી પાસે ગયો...આના કરતાં સીધાંજ સનમ પાસે ગયા હોત તો...

હર્ષ : ખબર નહિ પણ એનું દિમાગ કામ કરે છે કે નહીં...પણ હા...એનું દિલ બોવ જ કામ કરે છે....આપણે ફક્ત હોપ રાખી શકીએ કે એ આવશે...સનમ હજુ રાહ જુએ છે એની...

💜💜JUST KEEP CALM ND SAY RAM💜💜

On insta : @cauz.iamkartik