The chain of Pisitivity books and stories free download online pdf in Gujarati

હકતાત્મકતાની સાંકળ

"હકરાત્મકતાની સાંકળ"
જય હિન્દ..જય ગુજરાત,જય કચ્છ..
એક લેખિકાની પેન ક્યારની સળવળતી હતી ને મગજ સુવા નહોતું દેતું...કૈક વિચારોની હારમાળા રચાય છે મનમાં...ભૂતકાળની યાદો,વર્તમાનની આવી પડેલી કોરોનાની ઉપાધિ ને પરિણામસ્વરૂપ ભવિષ્યનું શુ ? જેવા અનેક પ્રશ્નો અત્યારે આપના સહુની આસપાસ રચાયા છે..🤔
ત્યારે એક પ્રાર્થના 'પ્રેમળ જ્યોતિ 'યાદ આવી જેમાં આપણે ગાઈએ છીએ કે "દૂર માર્ગ જોવા લોભ લગીર ના, એક ડગલું બસ થાય મારે એક ડગલું બસ થાય.."
બસ એ વાત યાદ રાખીએ ખાસ કે આપણે દુરનું જોવા કે ધ્યેય સુધી પહોંચવા બહુ ઘણા ડગલાં ઓ નથી ગણવા કે નથી વિચારવા .આપણે બસ એક ડગલું એટલે કે અત્યારની એક પળ.આજનો એક દિવસ વધુ સારો કેમ જાય બસ એટલું જ વિચારીએ...કોઈ મિત્ર એ આજે કહ્યું 'યાર, 3 દિવસ નહોતા નીકળતા તો હવે 21 દિવસ કેમ નીકળશે ? મેં જવાબ આપ્યો બસ એક ડગલું..બસ એક દિવસ.પછીનો બસ એક દિવસ..બસ....એ જ રીતે ..21માં દિવસે પહોંચી જઈશું..બહુ જલ્દી..પસાર થઈ જશે..આપતિ આવે ત્યારે પહાડ જેવી લાગે..સામે જોઈ ડરી જઈએ,પણ જેવા ચડવા લાગીએ એટલે ખબર પણ ન પડે...
એવું જ બીજું ઉદાહરણ સમજવા જેવું છે..આજ સુધીની જિંદગીમાં દરેક અનેક રસ્તાઓ માંથી પસાર થયા હશો જ..એ દરેક પર સ્પીડ બ્રેકર આવ્યા જ હશે.સતત દોડતા વાહનોની( આપણે) સ્પીડ કન્ટ્રોલ કરવાનો આ(કોરોના) સ્પીડબ્રેકર રૂપી ઉપાય કુદરત દ્વારા આવ્યો છે..બસ એક બ્રેક છે...! બ્રેકમાં કેવા જાગૃત થઈ જઈએ?!એમ જ મિલતે હૈ બ્રેક કે બાદ....ફરી એ જ રફતાર પણ સાવચેતીપુર્વકની હો..
ત્રીજી વાત...
સરકાર,સામાજિક સંસ્થાઓ કહી કહી ને થાક્યા કે પર્યાવરણ જાળવો.પ્રદુષણ ન ફેલાવો,ધર્મ ( એટલે પોતે ખુશ રહો ને બીજાને ખુશ રહેવા દો)કરો, પરદેશ કરતા પોતાનો દેશ સારો છે એ સમજો ,આપણી સંસ્કૃતિ જ સાચી છે પણ ના... પેલા નાના જિદ્દી બાળક જેવા થઈ ગયેલ આપણે સહુ દોડતા જ રહ્યા ( અલબત્ત કાન બંધ કરીને) મને તો એ જ સમજાતું નથી કે બધા દોડતા હતા,બધા પાસે ટાઈમ નહોતો છતાં બધા ક્યાંય પહોંચતા નહોતા,કોઈના ધ્યેય પુરા નહોતા થતા,ને કોઈ ખુશ નહોતું!!!
કેમકે બધા પોતે શુ કરી રહ્યા છે એનો વિચારવાનો પણ એમને સમય નહોતો....😓 ને ત્યારે કહેતા તા કે સમય જ નથી મળતો ને જરાય!!😢
આજે બધાના જવાબ કુદરતે આપ્યા...બધાને સમય છે ...વિચારવાનો, સમજવાનો,મનન કરવાનો કે કેમ આ પરિસ્થિતિ આવી..જ્યારે આપણે સમજીને સરળતાથી કૈક ન મૂકીએ ત્યારે કુદરતને એ છીનવતા આવડે છે એનું પ્રત્યક્ષ ઉદાહરણ..!!
ભીડ ઓછી નહોતી થતી એના બદલે રસ્તા ખાલીખમ,સમય કોઈ પાસે નહોતો એની બદલે સમય જ સમય છે ( જે હવે ખાવા ધાય છે!) પર્યાવરણ સ્વચ્છ નહોતું એની બદલે હવાનો કણ કણ શુદ્ધ બની ગયો...કુટુંબ વિભક્ત ને બદલે સંયુક્ત બની ગયું..બહારની રમતો ની જગ્યાએ ઘરની એ જ જૂની રમતોએ સ્થાન લીધું,પરદેશમાં જનારા ને પોતાનાને મોકલનાર સહુ પસ્તાય છે,નાની વાતો માં તરત જ અલગ થઈ જનારા આબાલ વૃદ્ધ સહુ કોઈ એકતાનું મહત્વ સમજ્યા.
થેન્ક યુ કહો કુદરતને કે આ એક મોકો આપ્યો..મૂળ સંસ્કૃતિ તરફ પાછા વળવાનો..(એટલે જ કહેવાયુ હશે કે 'જે થાય તે સારા માટે')...
ચાલો એક સાંકળ રચીએ:::::::: હકરાત્મકતાની,માનવતાની,દેશને બચાવવાની અને ખાસ તો સ્વયં જાગૃતિની...
સમાચારો જે પણ આવે આપણે પોઝિટિવ જ જોઈએ ને વિચારીએ,આપણે હકારાત્મક તરંગો જ ઉતપન્ન કરીએ,આપણે સહુ વર્તમાનમાં આવેલી એ પરિસ્થિતિ ( આપત્તિ)નું નામ પણ ન લઈએ આપણા મોઢાથી.ને જ્યારે પણ કાને એ સંભળાય તો મનમાં એના જતા રહયાના વિચાર કરીએ...Visulise કરીએ કે આપણે બહુ જલ્દી આપણી મૂળ પરિસ્થિતિ માં આવી ગયા છીએ. અત્યારે ઉદભવેલી સ્થિતિ ક્ષણિક છે"આ સમય પણ ચાલ્યો જશે"
ભૂકંપને 20 વર્ષ વીતી ગયા તો આ તો 20 જ દિવસ કાઢવાના!! (21 દિવસનું lockdown) ને એ સમય કરતા તો અત્યારે કેટલું સારું..તે સમયે ઘરમાં નહોતું જવાનું ને અત્યારે બહાર નથી જવાનું( ઘરમસ રહેવાનું ને એ પણ બધી સુખ સગવડ વાળા ઘરમાં હો)....!!!!!!એ સમયે જીવનજરૂરી વસ્તુ ના ફાફા હતા,આજે બધું છે!એ સમયે એક ફોન પણ નહોતો થઈ શકતો ને આજે મોબાઈલ દરેકના હાથમાં છે ( ને ડબલ ડેટા પ્લાન ની સુવિધા પણ સાથે !😃)ત્યારે સેનિટાઇઝર ને માસ્ક પણ નહોતા કે ન્હોતા ડોક્ટર્સ કે નહોતા દવાખાના ને આજે છે ઢગલાબંધ ક્વોલિફાઇડ ડોકટર્સ નર્સની ફોજ ને આધુનિક સુવિધાથી સજ્જ દવાખાનાઓ..તે પણ આધુનિક ટેકનોલોજીથી સજ્જ!!
કુદરતની બલિહારી છે આ બધી....બસ આવા જ કૈક હકારાત્મક વિચાર આવે તો જરૂર શેર કરજો.( કૉમેન્ટમાં)..ને આ વાત ઓછામાં ઓછા એક ને કહેજો...(અનેકનેકહી શકો તો વધુ સારું) .કેમકે વિજ્ઞાન પણ માને છે કે સતત જે વિચારીએ એવું જ થાય ને દરેક પરિસ્થિતિ ને પહોંચી વળવા હકારાત્મકતા જ ઉપાય છે.સાવચેત રહો,સતર્ક રહો,ને સહુથી અગત્યનું 'હકારાત્મક' રહો🙏
ચાલો મિત્રો,ફુરસદના સમયનો સદુપયોગ કરીએ...હકરાત્મકતા સાંકળ રચવાની કરીએ શરૂઆત..આજથી ને અત્યારથી જ... 🙏