vaishyalay - 9 books and stories free download online pdf in Gujarati

વૈશ્યાલય - 9

એ વૃદ્ધ સ્ત્રી પોતાના અતીતમાં ખોવાય ગયેલ હતી. એ જે જીવી છે એનું શબ્દોમાં વર્ણન કરતી જતી હતી. સામે બે યુવાન બેઠા છે એનું ભી એને ભાન રહ્યું ન હતું. માતાની વાત આવી અને એની ઊંડી ઉતરી ગયેલી આંખોમાં અશ્રુ આવી ગયા હતા. અંશ અને ભરત એને સાંભળી રહ્યા હતા. એના શબ્દો સાથે એની વસ્તીમાં, એની ઝૂંપડીમાં, એના કામ કરવાના ઘરોમાં પ્રવાસ કરી રહ્યા હતા. આગળ શું થયું એ જાણવાની અનેક તાલાવેલી બન્નેમાં રહી હતી. જીવનના તમામ સમયમાં પસાર થઈને બેઠેલી વૃદ્ધ સ્ત્રી પરાઈ લાગી રહી નહોતી. એની આંખો હા, અશ્રુ ભીની આંખો રસ્તા તરફ એકધારી જોઈ રહી હતી. આ એ જ રસ્તો હતો જ્યાં પોતાના નામનું પત્તુ ચાલતું હતું. પોતાની જવાનીમાં આ રસ્તો પોતાના પાયલથી ઝૂમી ઉઠતો હતો.

એક ઝૂંપડામાં જન્મેલી છોકરી, પોતાના બાપને પરસ્ત્રી સાથે જતા જોઈ રહેલી છોકરી, શહેરના શાહુકારના ઘરે અપમાન સહન કરીને પણ કામ કરી પોતાનું અને એની માનું ગુજરાન ચલાવતી છોકરી, આજે દાયકાઓ પછી એ જ ઝુંપડીને તાજી કરી રહી હતી. સમયના ચક્રમાં વીંધાય ગયા પછી એક ચીસ દિલમાં રહી હતી, એ ચીસ વર્ષો પછી વૃદ્ધત્વ શણગાર કરી ગયા પછી બહાર આવવા માંગે છે. દાયકાઓ સુધી દબાયેલા દાવાનળ વિસ્ફોટ કરવા માંગે. સમાજની બંધીશો, સ્ત્રીઓ પર થયેલા અત્યાચારો, શાહુકારોના હાથે ચુથાયેલ અનેક અબળાઓ, અમીરોની લાલાયત ઇન્દ્રિયોનો ભોગ બનેલી નાની ઉંમરની કિશોરીઓ, આ તમામ આજે ક્રોધરૂપી બહાર નીકળી રહ્યો છે. એક આત્મસન્માનિત સ્ત્રીને આજ જ સમાજે વૈશ્યા બનાવી ત્યારે એમના માનવતાના મૂલ્યો ક્યાં ગયા હતા, નવ દિવસ શક્તિની ઉપાસનાના ઢોંગ કરતા ભક્તો દ્વારા એ જ શક્તિના સ્વરૂપ નારીત્વને એના જ ભક્તો પિંખી રહ્યા હતા. પૂરો સમાજ ચૂપ હતો જ્યારે એમના પર અન્યાય થઈ રહ્યો હતો. કોઈના પેટનું પાણી પણ હલ્યું ન હતું.

અચાનક મૌન છવાય ગયું હતું, ભરત જાગૃત થયો અને ધીરેથી બોલ્યો, " આગળ શું થયું...?"

"હા, થોડી વિચારમાં પડી ગઈ હતી, સમય ઘણો થઈ ગયો, ત્યારે તો ક્યાં ખબર હતી કે મારે આ બધું પણ યાદ રાખવું પડશે મારા અંત સુધી, આટલા વર્ષો પછી કોઈએ મારા અતીત વિશે પૂછ્યું છે, કોઈ ઘટના રહી ન જાય એ માટે હું તમામ બનાવ ને શબ્દસઃ યાદ કરું છું, આ દેહનો ઉપયોગ તો અનેકે કર્યો પણ મારા જીવનની ઘટનાઓ કોઈના જીવનને ફાયદો કરાવતી હોઈ તો મને કશું વાંધો નથી."

ત્યાં જ અંશના મોબાઈલની રિંગ વાગી, એકાગ્રહતા તૂટી, થોડો સાફળો થયો અને ફોન જોયો, "હા મમ્મી બોલ ને..." ,"હા, આવું જ છું બસ અડધી કલાકમાં પહોંચ્યો ઘરે.. ના..ભારત સાથે છું થોડું કામ હતું એટલે ગયો હતો....ચાલ મુકું ફોન હમણાં જ આવ્યો."

ખબર ન થઈ કે સાંજ થઈ ગઈ, સૂરજ પૂરો દિવસ તપીને અંતે ચાંદની શીતળતામાં જ સમાઈ જવાનો હતો. બાળકો પણ રસ્તા પર અવાજ કરતા પોતાના થેલા લઈ ઘર તરફ જતા હતા. અંશને વિચાર આવ્યો, આ વિસ્તારમાં પણ શિક્ષણ મળતું હશે. પણ એ બાબત કાલે પૂછીશ એવું વિચારી એમને વૃદ્ધાનો આભાર માન્યો ત્યારે અંશનો અવાજ ભીનો થઈ ગયો હતો. જવા માટે રજા લીધી અને કાલે આવીશ હું, તમારી પાસે સમય હશે એવું પૂછ્યું ત્યારે વૃદ્ધા બોલી, "હવે ક્યાં જવાની રહી છે કે વ્યસ્ત રહેવું પડે..." ત્રણ લોકોના ચહેરા પર સ્મિત આવી ગયું. ફરી ફરી આભાર વ્યસ્ત કરી ભરત અને અંશ પોતાના ઘર તરફ પ્રણય કરવા લાગ્યા.

એ સાંકળી ગલીઓમાં ફરી એ જ અવાજો, " ઓયે રાજા આવી જા, એ ડોહીમાં શુ રહ્યું છે, જવાનીઓ રસ ચાખ, ફરી તું ક્યારેય શબનમ બાઈને નહિ ભૂલે...". ભરતને તો મજા જ આવતી હતી પણ અંશનો શ્વાસ રૂંધાય રહ્યો હતો. જે બાબતનો કોઈ અનુભવ જ નથી એ બાબતના નગરમાં આવી ને ભૂલો પડ્યો હોય એવું જ એને લાગ્યા કરતું. રોમાનું નાકુ આવી ગયું ત્યારે એને હાશકારો થયો, એક તાજી હવાની લહેરખી આવી અને પુરી ચર્ચાનો બોજ હળવો થઈ ગયો. બન્ને ઘર તરફ રવાના થઈ ગયા...

(ક્રમશ:)