vaishyalay - 10 in Gujarati Fiction Stories by Manoj Santoki Manas books and stories PDF | વૈશ્યાલય - 10

વૈશ્યાલય - 10

અંશે પોતાની સોસાયટીમાં પગલાં ભરવાના ચાલ્યું કર્યા. એ વિચાર શૂન્ય હતો. આજુબાજુના દ્રશ્યો જોતો ધીરે ધીરે ચાલી રહ્યો હતો. એક રિસર્ચનું કામ હતું, એ કામમાં આટલી લાગણીશીલતા કેમ આવી? શુ એ વૃદ્ધા સાચી હશે કે પછી એક માત્ર કહાની બનાવી પોતાનો લૂંલો બચાવ કરતી હશે? અરે એ બચાવ કેમ કરે? એ તો હવે વૈશ્યાવૃત્તિના કામ માંથી નિવૃત થઈ ગઈ છે. હવે એને શુ ફેર પડે એ ખોટું બોલે કે સાચું બોલે અને મારું કામ તો ફક્ત એ લોકો કઈ રીતે જીવન જીવે છે એના પરનું છે તો હું એના ભૂતકાળમાં કેમ ડોક્યુ કરી શકું? મારે એના ભૂતકાળ સાથે કશું લેવાદેવા ખરું? ના, કશું જ લેવાદેવા નથી મારે તો એ વર્તમાનમાં કઈ રીતે જીવે છે એ જ જોવાનું છે, એ વૈશ્યા કઈ રીતે બની એની જોડે મારે કશું નિસબત નથી. હું ખોટું નાહકનું એનું ભાષણ સાંભળતો હતો. છતાં પણ મેં એમને કેમ બોલતા બંધ ન કરી?મને કેમ સમયનું ભાન ન રહ્યું? હા, એ પોતાની શબ્દની જાળમાં પુરુષોને ફસાવવામાં માહિર હોઈ છે અને એ વૃદ્ધાને તો અનુભવ પણ ઘણો છે. કદાચ હું એના શબ્દને વસ થઈ ગયો હતો. આ બધી ખોટી લપને છોડી મારે મારા કામ પર ધ્યાન આપવું જોઈએ. બસ એ જ વિચારમાં એ આગળ ચાલતો થઈ ગયો અને સોસાયટીના દ્રશ્યો તરફ નજર પોરવી વૃદ્ધાને ભૂલવાની નાહકની કોશિશ કરવા લાગ્યો.

મોટી બિલ્ડીંગો પાછળ ઉગેલો સૂરજ, એ જ બિલ્ડીંગો પાછળ ઢળી ગયો. છૂટક કાર અને બાઇક નો આવરો જાવરો વધી ગયો, નિવૃત્તિના કિનારે કે નિવૃત થયેલા આધેડ ઉંમરના પુરુષો બિલ્ડીંગો નીચે ખુરસી નાખી ટોળું વળી બેઠા હતા. નાના બાળકોના મોટા અવાજો, ફેરિયાઓ થાકેલા અવાજે બૂમો પડી રહ્યા હતા. પક્ષીઓનું ગુંજન ન હતું કારણ આ શહેર હતું. અહીં ડ્રોઈંગ રૂમમાં પક્ષીઓની પેઇન્ટિંગ લગાવવામાં આવતી હતી. ખોટા હાસ્ય ચહેરા ધારણ કરેલા સ્વાર્થી અને લાગણીહીન માણસો ફરી રહ્યા હતા, શુ એ માણસો જ હતા, ના એ મશીન હતા, ખુદ માટે જીવતા મશીન, જે પોતાને એક દરજ્જે રિચ અને પ્રોફેશનલ માની રહ્યા હતા, દિલમાં લાગણીની કંગાલિયત રહી હતી. પુરા દિવસનું કામ કરી આવેલ પુરુષોના ચહેરા સુકાઈ ગયેલા હતા, ઘરે આવ્યા નો કોઈ આનંદ દેખાતો ન હતો, ગામડેથી આવેલી સ્ત્રીઓ પોતાના ટોળામાં બને એમ અંગ્રેજી શબ્દના ઉપયોગ કરી વાતો કરતી હતી. નવું નવું ફેસબૂક અને વોટ્સએપ ખોલ્યું હોઈ એમ એકબીજાને પોતાનો મોબાઈલ બતાવી હસી રહી હતી.

માત્ર પંદર કિલોમીટરમાં શહેર ફેલાયું હતું અને આટલા વિસ્તારમાં અનેક લોકો પોતાના સ્તર પર અલગ અલગ જીવન જીવી રહ્યા હતા. એક તરફ રોમા વિસ્તાર અને બીજી બાજુ અંશ રહેતો હતો એ થોડો રિચ વિસ્તાર. બન્ને વચ્ચે તફાવત કરીએ તો? સ્વાભિમાનથી જીવતી નારીઓના ઘરો અને બીજી તરફ મજબૂરીના નામે દેહનો વેપાર કરતી નારીઓ..! શુ આવો જ તફાવત થાય? પુરુષોની લાલયત ઇન્દ્રિયોને સંતોષવા એ પોતાના સ્વાભિમાનની આહુતિ આપતી હશે? કે પછી પોતાના શોખ પુરા કરવા અને પૈસા કમાવવા એ આ રસ્તો અપનાવતી હશે? ભારતમાં સૌથી મોટું વૈશ્યાલય કલકત્તામાં છે. કદાચ એ એશિયા ખંડનું સૌથી મોટું વૈશ્યાલય છે. નાના મોટા શહેરોમાં પણ અનેક આવા વિસ્તાર છે. એ વિસ્તારમાં રહીને દેહના સોદા કરી ગુજરાન ચલાવતી તમામ નારીઓને શુ કોઈ કામ નહીં મળતું હોય? હા, પેલી વૃદ્ધા પણ બીજાના ઘરે જઈ કામ જ કરતી હતી. તો પછી આ રસ્તા પર કેમ આવી. ભારતના ઇતિહાસમાં પણ ગણિકા કે નગરવધુના નામે એ આ જ કાર્ય કરતી હતી. ભારતની આઝાદીની લડાઈમાં પણ એક જગ્યાએ એમનો ઉલ્લેખ જોવા મળ્યો છે. 1857 ના સંગ્રામમાં કાનપુરમાં ગોળાબારુદ બનાવવાનું કામ ચાલતું હતું જેમાં એક સ્ત્રી મુખ્ય હતી. જે પોતાના દેહનો વેપાર કરી જે પૈસા ભેગા થાય એ ભારતની આઝાદીના કામમાં અર્પિત કરતી હતી. એના સાથે બીજી અનેક વૈશ્યા આ કામમાં પોતાના પૈસા આપી આ દેશને મદદરૂપ થઇ છે. તો શું આ રસ્તો યોગ્ય છે? હિન્દુસ્તાનના જનમાનસમાં આ સ્ત્રીઓ માટે બે જ દ્રષ્ટિકોણ રહ્યા છે એક મજબૂરી અને બીજો એનો શોખ. અંશ આગળ જતાં આ સ્ત્રીઓ માટે શું વિચારે છે અને પોતાના રિસર્ચમાં શુ લખે છે એ જ હવે જોવું રહ્યો...

(ક્રમશઃ)

Rate & Review

Vipul

Vipul 9 months ago

Parash Dhulia

Parash Dhulia 9 months ago

p k sadhu

p k sadhu 1 year ago

Aakanksha

Aakanksha Matrubharti Verified 2 years ago

hello hello

hello hello 2 years ago