The One Sided Love Story - 3 books and stories free download online pdf in Gujarati

The One Sided Love Story - 3

ભાગ :- 3 ( શોધ )
આમ તો હવે ધોરણ 4 પુરું થયું. તેણીએ શાળા બદલી નાખી. હું અને મારો સ્પર્ધક મિત્ર બંને એ જ શાળા માં રહ્યા. નવું વર્ષ શરૂ થયું પછી અમને ખબર પડી કે તેણી એ શાળા છોડી દીધી છે.
એક વર્ષ બાદ ધોરણ પાંચ પણ પુરું થયુંં. મારા મિત્રએ પણ શાળા બદલી નાખી. ખબર નઈ પણ કદાચ એને જાણ થઈ ગઈ હોય કે તેણી કઈ શાળા માં છે એટલે તેને તેજ શાળા માં પ્રવેશ લઈ લીધો હશે. આવો મને વિચાર આવ્યો. મે પણ શાળા બદલવાની જીદ કરી. મારો આ દાવ સાવ નકામો ગયો. મારી જીદ પૂરી નાં થઈ. અને હું હાર્યો. મારો શાળા બદલવાનો નિર્ણય ખોટો ઠર્યો. મારા જીવન નાં બે મહત્વ ના વ્યક્તિ જે મારા હૃદય ની સૌથી નજીક, પણ હવે તેજ બંને સૌથી દુર હતા. ખબર નહિ ક્યાં ! પણ સૌથી દૂર.
હવે મને મન લગાવવા માટે નવા મિત્રની જરૂર હતી. ધોરણ 6 માં નવા મિત્રો બનવા લાગ્યા. મારું મન પરોવાયું. એ સમય ની વાત છે. ત્યારે એક નવો ટીવી શો શરૂ થયેલો. નામ હતું " પૃથ્વીરાજ ચૌહાણ ". વચનારે દરેકે લગભગ આ શો જોયોજ હશે !!! આ શો નાં પાત્રો અમે રીયલ લાઈફ માં એન્જોય કરતા. અર્થાત્ જે તે દિવસ નાં એપિસોડ જોયા પછી, તેમાં આવતા પાત્રો ને માથા દીઠ વહેચી લેવાના, અને એવોજ એપિસોડ શાળામાં રીસેસ દરમિયાન ભજવવાનો. પૃથવીરાજ નું પાત્ર મારા ભાગમાં આવતું. અને મારી સૈયોગીતા એટલે મારો પ્રેમ. અને બીજા પાત્રોમાં રજા જયસિંહ એ સૈયોગીતાના પિતા. આમ, પાત્રો વહેચાય. જયસિંહ ને પૃથ્વીરાજ સાથે વિરોધ.એટલે સૈયોગિતાને લઈને દૂર છુપાવી રાખે. અને હવે મારે એટલે પૃથ્વીરાજને પોતાનો પ્રેમ શોધવાનો અને પરણવાનો., મારી પાસે મારા ચાર મિત્રોનો સાથ. જેમ પૃથ્વીરાજ પાસે હતો એમજ. અમે, સિરિયલ જોઈને શીખ્યા, હવે મારા જીવન ની પ્રથમ ચેલેન્જ હતી, મારે મારી સૈયોગિતાં એટલે મારા પ્રેમ ને શોધવાની. મે આ ચેલેન્જ પૂરી કરી અને લગભગ છ મહિના લાગ્યા મને તેણીનું ઘર શોધતા. હજુતો મને ઘર જ મળ્યું હતું. તે ક્યાં અભ્યાસ કરે છે એ ખબર નહોતી. ક્યાં અભ્યાસ કરે છે એ જાણવા પીછો પણ નાં કરી શકાય, નહિતર શાળામાં રજા પડે. અને ઘરે જાણ થાય. પછી ઘરેથી ઇન્ક્વાયરી બેસે એટલે બધીજ પોલ ખુલી જાય. આમ પીછો કરવો શક્ય નહોતો. આ બધાં નાટકોથી મારા પરિણામ પર અસર થઈ. હું છ માસિક કસોટી માં નાપાસ થયો, અને વાર્ષિક કસોટીમાં ચડાવ પાસ કરેલ. મે બધોજ વાંક શાળા પર ઢોળી નાખ્યો.
અંતે મારી શાળા બદલી નાખવામા આવી. હું જે ઇચ્છતી હતો તેમ થયું. ભલે એક વર્ષ મોડું થયું, પણ મારી ઈચ્છા પૂરી થઈ એની મને ખુશી હતી. અહી મારી શોધ પણ પૂરી થઈ. કદાચ ભગવાન ની પણ એજ ઈચ્છા હશે. હવે અમે બંને એકજ વર્ગમાં ભેગા હતા. મારો મિત્ર પણ એજ વર્ગમાં હતો. પરંતુ હવે એ મારો સ્પર્ધક નહોતો રહ્યો. કારણ કે એ હવે બીજી કોઈ છોકરી ને ચાહવા લાગ્યો હતો. મારી આ શોધ કુદરતે પૂરી કરાવી હતી. અહી મારી શોધ તો પૂરી થઈ પરંતુ અહી પણ મારાથી હિંમત ના થઈ. કાશ મે ત્યારે હિંમત કરી નાખી હોત. મે તેને આપવા એક ચિઠ્ઠી તો બનાવી પણ આપી નાં શક્યો. એ તક બીજા વર્ગ નાં એક છોકરા એ જડપી લીધી. અને હવે એ બંને વચ્ચે ચિઠ્ઠીઓ દ્વારા વ્યવહાર શરૂ થયો. મને મનોમન તો થતું કે ચાલ ને જઈને તેને ધમકાવી આવું, કે તેનાથી દૂર રહે. પરંતુ એ શાળામાં મારાથી જૂનો હતો, અને હું હજુ અહી નવો જ હતો. મારા વધારે મિત્રો પણ નહોતા. જે મારો જૂનો મિત્ર હતો એ પણ હવે તેના તરફ હતો. આથી મારી હિંમત નાં થતી. પરંતુ હું ખુશ હતો કે મારી શોધ પૂરી થઈ. હવે મારો પ્રેમ મારી નજર સામે હતો. અને મને આશા હતી કે એક દિવસ એવો આવશે કે તેણી મારા પ્રેમ ને સમજશે. અને દોડતી મારી પાસે આવશે.
આગળ શું થયું એ જાણવા માટે બીજા ભાગ ની રાહ જુવી પાડશે. હું તેમાં આગળ શું થયું તે જણાવીશ. ભાગ :- 4 ( સરગમ અને પરિણામ )
આભાર
..આવજો..