chemistry books and stories free download online pdf in Gujarati

કેમેસ્ટ્રી

અમદાવાદની એક પ્રખ્યાત કોલેજનું કૅમ્પસ.વરસાદ આવી ગયો હતો તેથી કેમ્પસ આખું લીલૂછમ થઈ ગયું હતું. ક્યાંક મોર ટહૂકતા હતા તો ક્યાંક પંખીઓ નો કલરવ સંભળાતો હતો.કેમ્પસમાં બહુ મોટા વૃક્ષો હતા. કોલેજનું હ્દય સવારથી સાંજ સુધી ધબકતું રહેતું. કેમ્પસમાં કેટલાક છોકરાઓ cricket રમતા દેખાયા તો વળી કોઈક વોલીબોલ.કેટલીક છોકરીઓ બાસ્કેટબોલ રમતી હતી તો ક્યાંક group માં લીમડાના ઝાડ નીચે વાતો અને એકબીજાની મસ્તી કરતા હતા.કેન્ટીનમાં કોઈકનો birthday celebrate થતો હતો. આ તો થઈ કેમ્પસની વાત.કોલેજમાં અંદર જઈએ એટલે ઉપર વચ્ચે ઘુંમટ આવે આજુ-બાજુ નોટિસ બોર્ડ પર અલગ-અલગ નોટિસ જોવા મળે.. NSS અને NCC ની એક્ટિવિટીના ફોટો તથા સ્પોટસ ના ફોટો લગાવેલા હોય.ક્યાંક લેક્ચર લેવાતા હોય તો ક્યાંક પ્રેક્ટિકલ લેવાતા હોય, ઓફિસ માંથી બૂમો સંભળાતી હોય.ધ્વનિ આ બધુ જોઈ રહી હતી. એનો કોલેજમાં અાજે પહેલો દિવસ હતો.બીજાની તો કોલેજ શરુ થઈ ગઈ હતી પણ F.Y, વાળાની અાજથી કોલેજ શરુ થઈ હતી. ધ્વનિ ગામડાંમાંથી શહેેેેરમાં કોલેજ કરવા આવી હતી. ધ્વનિ દેખાવે ઊંચી , ગોરી , મોટી આંખો અને અેણે આંખોમાં કરેલા કાજલ ને લીધે તેનો ચહેરો વધારે સોહામણો લાગતો હતો. તેના ડાબી બાજુનાં ગાલમાં ખંજન પડતુ હતું.તે કોલેજની જીંદગી ભરપુર માણી રહી હતી.તે ભણવામાં હોશિયાર હતી.ક્લાસમાં ઓછુ બોલતી પણ મિત્રો સાથે તો જાણે નાનપણથી એને ઓળખતી હોય એવી રીતે વાતો કરતી.કેટલીક વાર બધાને કહેવું પડતુ ધ્વનિ હવે બહુ ધ્વનિ થઈ ગયો.આટલું ક્લાસમાં બોલે તો બધાને ખબર પડેને કે ધ્વનિ કેટલી વાતો કરે છે.આમ સમય સરતો ગયો.તે લેબમાં કામ કરતી ત્યારે તેને એકલીને કામ કરવું પડતું તેનો લેબ પાર્ટનર કોઈ દિવસ આવતો જ નહિં. ધ્વનિ વિચારતી કોન હશે?આ કેમ કોઈ આવતું નથી.પરીક્ષા નજીક આવી રહી હતી. પહેલા પ્રેક્ટિકલ એક્ઝામ લેવાય એ પણ 20 જણ જ હોય.ધ્વનિ એક્ઝામની તૈયારી પૂરજોશમાં કરવા લાગી. હવે આપણે પાર્થને મળીએ.તમે એને જોવો તો એના ગળામાં DSLR Camera લટકતો જ હોય.ભૂરા વાળ, કથ્થઈ આંખો,સવા પાંચ ફૂટ જેટલી હાઈટ.કોઈ પણ જુએ એને તો એની આંખોને જોઈને એને ગમી જ જાય.તે આજ કોલેજમાં ભણતો હતો પણ ક્લાસરુમ કરતા બહાર પાર્કિગ અને કેમ્પસમાં વધારે દેખાય.તેને બહાર બેસી અને ફોટોગ્રાફી કરવી બહુ ગમતી. તે વધારે નેચરના ફોટો કિલક કરતો.તેની કોલેજનું કેમ્પસ પણ એને માટે અનુકૂળ હતુ.તે સાત વર્ષનો હતો ત્યારે તેની મમ્મી બીમારીને લીધે મૃત્યુ પામી હતી.તેના પપ્પાએ તેને ઉછેર્યો હતો.એને ભણવામાં ઓછો રસ હતો પણ તેના પપ્પા તેને તોય ભણવા મૂકતા.પાર્થ રીસેસ ટાઈમે લેબમાં જઈ બે કેમિકલ મિશ્ર કરી આવતા રંગોનો ફોટો લેતો.લેબના બધા સાધનોનું કંઈક બનાવી તેના ફોટો કિ્લક કરતો.આજથી પ્રેક્ટિકલ એક્ઝામ શરુ થવાની હતી.બધા લેબમાં ગયા.ધ્વનિની પાછળ જ પાર્થનો રોલ નંબર હતો.એક્ઝામ શરુ થઈ ગઈ હતી.ધ્વનિ વિચારવા લાગી આને તો હુ કોઈ દિવસ જોયો જ નથી બીજા કોઈની જગ્યાએ પરીક્ષા આપવા નથી આવ્યો ને? ત્યારે ઓચિંતિ પાર્થના હાથમાંથી કેમિકલની બોટલ પડી ગઈ અને ધ્વનિના પગ ઉપર પડી.તેને પગમાં કાચ વાગી ગયો. કાચ અંદર પગમાં વધારે ખૂપી ગયો હોવથી લોહી નીકળતું જ હતુ.બંધ થવાનુ નામ જ નહોતુ લેતુ તેથી તેને હોસ્પિટલમાં લઈ ગયા.પાટો બાંધી આપ્યો અને ડોક્ટર બે-ત્રણ દિવસ ઓછું ચાલવાનું કીધું.ધ્વનિ રડતી હતી પાર્થ અેને પૂછ્યુ શું થયુ? દુ:ખે છે અેટલે રડે છે હું માફી માંગુ છું મારા લીધે થયુ.ધ્વનિ કીધુ તુુ જાણી જોઈએ તો કર્યું
નથી.હુ એક્ઝામ કેમ આપીશ એનું દુ:ખ છે.એમાં શુ છે? ઘેરથી કોઈને કે જે તને મૂકી જાય.ધ્વનિ કીધુ ઘરવાળા અહીં નથી એ તો ગામડે રહે છે.એમાં શુ હુ તને લઈ જઈશ.બે-ત્રણ દિવસની તો વાત છે.એવી રીતે બંનેની દોસ્તી શરૂઆત થઈ.પછી ક્યારેક ક્યારેક કલાસમાં પાર્થની ઝલક દેખાતી લેબમાં તો આવતો થઈ ગયો.ધ્વનિ સાથે વાતો કરવાની મજા આવતી.પાર્થ જ્યારે નેચરના ફોટો કિલક કરવા અમદાવાદની નજીકની જગ્યા જેવી કે થોલ, પોલો ફોરેસ્ટ,ઝાંઝરી જતો તો ત્યારે ક્યારેક ધ્વનિને લઈ જતો.બંને એકબીજા વિશે વધુ જાણવા લાગ્યા.પછી બંને લાગ્યુ કે દોસ્તીથી વધારે આપણી વચ્ચે કંઈક છે.પાર્થ પ્રેમનો એકરાર કર્યો.ખબર પણ ન પડી એ રીતે ત્રણ વર્ષ પૂરા થવા આવ્યા હતા.છેલ્લી એક્ઝામ નજીક આવતી હતી.એવામાં સારા સમાચાર મળ્યા કે પાર્થ USમાં નેચર ફોટોગાફી માટે પસંદ થયો છે.પાર્થએ સાંભળી બહુ ખુશ હતો.ધ્વનિ એટલી જ દુઃખી હતી કે પાર્થ એને છોડીને જતો રહેશે.એ તો અહીં આગળ ભણવાની હતી.પાર્થ તો ખુશી ખુશી ત્યા જવાની તૈયારી કરવા લાગ્યો.એક્ઝામ ચાલતી હતી ત્યારે પાર્થ નીકળી ગયો. એને વિચારીયું કે ધ્વનિ તેને મૂકવા આવશે તો એ કદાજ જઈ નહીં શકે.એટલે એ નીકળી ગયો.થોડા દિવસ એકબીજાના સંપર્કમાં રહ્યા. પછી પાર્થને એક દેશથી બીજા દેશોમાં જવાનું થતુ.એ એના કામમાં વ્યસ્ત થઈ ગયો. અહીં ધ્વનિના માસ્ટરના બે વર્ષ પૂરા થઈ ગયા.એ કેમ્પસ ઈન્ટરવ્યુમાં પાસ થઈ ગઈ.એને દવા બનાવતી કંપનીમાં જોબ મળી ગઈ.કંપનીની વિદેશોમાં પણ બ્રાન્ચ હતી.અહીંથી દવા ત્યા પણ જતી. એ કામ કરતી એને વર્ષ પૂરુ થવા આવ્યુ. એને વચ્ચે પાર્થ યાદ આવતો એ વિચારતી એ ક્યા હશે શું કરતો હશે? હવે ઘરેથી લગ્ન કરવાનું દબાણ વધ્યું તે પાર્થને સંપર્ક કરવાનો અથાગ પ્રયત્ન કર્યા પણ ધ્વનિ નિષ્ફળ રહી.પહેલા તો લગ્ન કરવાની ના જ પાડતી હતી કે ક્યાક પાર્થનો સંદેશો મળી જાય.છેલ્લે એને મમ્મી-પપ્પા સામે ઝૂકવું પડીયું.ધ્વનિના મમ્મી-પપ્પા એક ફોરેન કામ કરતો એમની બાજુના ગામનો છોકરો શોધ્યો હતો. ધ્વનિ પણ લગ્ન કરી નિકેશ જોડે ફ્રાન્સ જતી રહી.ત્યા એને અહીં જે કંપનીમાં કામ કરતી એ કંપનીમાં જોબ મળી ગઈ.નિકેશ પણ આખો દિવસ કામે જતો.એ બંને સાંજે મળતા.ધ્વનિને તોય કયાક દિલમાં ખાલીપો વર્તાતો.એને ગયાના આઠ મહિના થયા હશે એવામાં ધ્વનિ પર એક ફોન આવ્યો કે તમે જલ્દી હોસ્પિટલમાં આવો નિકેશનું એક્સિડન્ટ થઈ ગયુ છે. ઓફિસેથી હોસ્પિટલ ગઈ.પણ નિકેશને માથામાં internal bleeding થયુ હોવાથી તેનું મૃત્યુ થઈ ગયુ.પછી તો એ શહેરમાં એકલી થઈ ગઈ હતી.એનો દિવસ તો નીકળી જતો પણ રાતે ઘરે આવતી ત્યારે તેને કોલેજના દિવસો યાદ આવતા.પાર્થ પણ યાદ આવતો.એ શુ કરતો હશે? એને લગ્ન કરી લીધા હશે કે નહિં એવા બધા પ્રશ્નો એના મનમાં થતા.એને પાર્કમાં જઈને બેસવાનુ ગમતું.પાર્થ સાથે રહીને એને પણ કુદરત સાથે લગાવ થઈ ગયો હતો.એક દિવસ કંપની માંથી લેટર આવ્યો કે કંપનીવાળા ફોટોએક્સિબીશન રાખ્યુ છે તેમાં કંપની સ્પોન્સર પણ છે.ધ્વનિ જોવા ગઈ. એ ફોટો જોયા તેમાં બે-ત્રણ ફોટો પાર્થે પાડીયા હતા એ હતા.પછી તે તરત જ એના સરને મળવા ગઈ અને કીધુ આ ફોટો કોણે કિલક કરીયા છે.મને એને મળવુ છે.સરે કીધુ કે તે પણ એક ઈન્ડિય છે તમને એને મળી ને આનંદ થશે.ધ્વનિ કીધુ હુ ખૂબ ખુશ થઈશ.સર એને મળાવ લઈ જાય છે. ધ્વનિ સામે એનો પાર્થ ઉભો હોય છે.એને વિશ્વાસ જ નથી આવતો કે આ એજ પાર્થ છે. એની સ્ટાઈલ ફોટોગ્રાફર જેવી થઈ ગઈ છે.પાર્થ ધ્વનિને જોવે છે તેણી દૂબળી પાતળી થઈ ગઈ છે.પાર્થ પણ ધ્વનિને જોઈ રાજી થાય છે.પછી ત્યાથી નીકળી બંને જણ ચાલતા ચાલતા ગાર્ડન જાય છે.રસ્તામાં બંને જણ પોતાના વિતેલા સમયની કહાની કીધી.પછી બંને જણ એકબીજાને આલિંગન આપ્યું.ત્યા સામે એફીલ ટાવર દેખાયુ.