Raz - The Secret books and stories free download online pdf in Gujarati

રાઝ - ધ સિક્રેટ

આ વાર્તા કાલ્પનિક છે એને કોઈ જીવિત કે મૃત વ્યક્તિ સાથે કોઈ સબંધ નથી. જો એવું થાય તો એ એક સંયોગ હશે. આ વાર્તા ને કોઇપણ સ્વરૂપે ઉપયોગ કરતાં પહેલા લેખકની મઁજૂરી લેવી અનિવાર્ય છે.

SWA MEMBERSHIP NO : 032928


એની કાયા જાણે ખજુરાહોનાં મદિરમાં કોતરેલી અપ્સરા જેવી પણ કાળા ગ્રેનાઈટમા કોતરેલી અપ્સરા.એનું નામ કાળી- નામ એવું જ રુપ કાળું સીસમ જેવું. એ મકાઈની લારી ચલાવે, એની મકાઈની લારી પર હંમેશા ભીડ રહે...આજુબાજુની લારી પર કાગડા ઉડતા હોય પણ કાળીની લારી પર ભીડ. બીજા લારીવાળાને એની ઈર્ષા થતી; એ લોકો વિચારતા કે અમે પણ એ જ જગ્યાએથી મકાઈ લાવીએ છીએ, મસાલો પણ એ જ વાપરીએ છીએ, બટર પણ એ જ વાપરીએ છીએ, કાળીની મકાઈ ને અમારી મકાઈ મા કોઈ જ ફેર નથી તો કાળીની મકાઇમાં એવું શું છે કે એની લારી પર આટલી ભીડ થાય છે? ઘણાં એ એની કમાણીને નજર લગાડવા કંકુવાળા લીંબુ મઁત્રાયા તો કોઇએ દાણાય જોવડાયા, કોઇએ નાળિયેર અને ચુંદડી એની જગ્યાએ મુકયાં... લોકોએ એનાં ધંધા ને લુંણો લગાડવા ઘણાંય ટોચકા કર્યાં પણ કાળીનાં ધંધા ને ક્યારેય કોઈની ય નજર ના લાગી.
કાળી મકાઈ વેચીને આખું ઘર ચલાવતી.એનો ધણી ખોડો નામ એવા જ ગુણ દારૂ પીને ઍક એકસિડ઼ેન્ટમાં ખોડો થઈ ગ્યોતો. એના બન્ને પગ કાપવા પડ્યા હતા. કાળીને બે છોકરાં હતાં સચીન અને ધરમ ને ઍક છોકરી ઢબૂ. સચીન અને ધરમ જોડિયા હતાં 7 વર્ષના અને ઢબૂ 16 વર્ષની. ઢબૂ એની મા કાળીની ઝેરોક્ષ કોપી હતી.
એક દીવસ કાળીનાં ધંધા ને કાળીની જ નજર લાગી ગઇ. કાળી બીમાર પડી. પહેલા થયો કમળો ને પછી એમાંથી કમળી. કમળી કાળી ને ભરખી ગઇ. ગમે તેમ કરીને પરિવાર એનાં દુઃખમાંથી બેઠો થયો. આજુબાજુની લારીઓવાળા થોડા દુઃખી થયાં ને વધારે ખુશ.
ઘર અને ધંધાની જવાબદારી હવે ઢબૂ પર આવી. ઢબૂ રોજ સવારથી સાંજ લારી પર મકાઈ વેચવા જતી.પણ કાળી જેટલી તો શું એનાથી પા કમાણી પણ એને ના થતી. થોડી ઘણી બચત હતી એ પણ હવે પુરી થઈ ગઇ હતી. ખાવાના પણ વાંધા થવા લાગ્યા હતાં.
ઢબૂ ઘણીવાર વિચારતી કે લારી એની એ જ છે, મકાઈ એની એ જ છે, બધુ એનુ એ જ છે તો એની માં ની લારી પર જે ભીડ જોઇ હતી એ ક્યાં ગઇ?
એકવાર ઢબૂ લારી પર બેઠી હતી ત્યાં એની દૂરની કાકી...જમના કાકી આવી. એમણે ઢબૂને હાલચાલ પૂછ્યા.ઢબૂ એ જમનાકાકીને પોતાની આપવીતી કહી. કાળીનાં મર્યા પછી ધંધાની મઁદીની વાત કહી.જમનાએ ઢબૂને કહ્યું તારી માં ના ધંધાનો એક રાઝ છે એ રાઝ હું જાણું છું. ઢબૂ અવાચક થઈ જમના કાકી ને જોઇ રહી.એની માંનો - ધંધાનો કોઈ રાઝ હતો એ સાંભળી એને નવાઈ લાગી. એની માં કાળીએ કદી એનાં વિશે તો વાત કરી જ નહોતી. એણે જમનાકાકી ને કહ્યું કાકી મને એ રાઝ કહોને. જમનાકાકીએ ઢબૂને નજદીક બોલાવીને કહ્યુ " એ કહેવાની નહીં કરવાની વાત છે " અને જમના કાકીએ ઢબૂની છાતી પર હાથ મુકી દીધો અને........
એક જ અઠવાડિયામાં ઢબૂની મકાઈની લારી પર એવી જ ભીડ જામવા લાગી જેવી કાળીની લારી પર જામતીતી. આજુબાજુવાળા ચકરાઈ ગયાં કે કાળી-ઢબૂની લારી પર ફરી પહેલાં જેવી ભીડ કેવી રીતે જામવા લાગી?
ઢબૂ પહેલા સલવાર કમિઝ પહેરતી પણ હવે એ સાડી પહેરે છે, અને એનાં બ્લાઉઝનું પહેલું બટન તૂટેલું છે ને નીચલું એ વાખવાનું ભૂલી જાય છે કે વાખતી નથી? એની માં કાળીની જેમ.........