paheli najarthi panetar sudhi ni safar - 6 books and stories free download online pdf in Gujarati

પહેલી નજરથી પાનેતર સુધી ની સફર - 6


( મિત્રો આપણે આગળ ના ભાગ માં જોયું કે છોકરા વાળા ના ઘરના રવિવારે મિટિંગ છે કે નહિ એ ફોન કરી ને જણાવવાનું કહે છે આથી મિશા ના ઘર ના અને જ્યોતિષ પણ છોકરા વાળા ના ફોન ની રાહ જોતા બેઠા હોય છે પણ કોઈ ફોન આવતો નથી આમ રાહ જોતા જોતા સાંજના છ વાગી જાય છે એટલે મિશા ના પપ્પા સાડા છ એ ફોન કરે છે તો છોકરા વાળા શું જવાબ આપે છે તે જોઈએ.)

મિશા ના પપ્પા: હા ભાઈ જય શ્રી કૃષ્ણ આપણે આજે મિટિંગ ગોઠવવાની હતી તો એનું શું થયું...?? રાતે રાખવાની છે કે શું...??? તમારો ફોન આવવાનો હતો પણ તમે શાયદ ફોન કરવો ભુલી ગયા છો.

છોકરા ના પપ્પા: હા, હા, એવું જ છે, હું ફોન કરવાનો જ ભુલી ગયો હતો, આ અઠવાડિયે તો નહિ મેળ પડે, મારો છોકરો અહીંયા નથી તો એ આવશે એટલે તમને ફોન કરશું.

મિશા ના પપ્પા: જી,જી કોઈ વાંધો નહિ. તમને જેમ યોગ્ય લાગે એમ જ કરજો. ચલો, ફોન મૂકું જય શ્રી કૃષ્ણ.

છોકરા ના પપ્પા: એ હા, જય શ્રી કૃષ્ણ.

( ફોન મુક્યા બાદ મિશા ના પપ્પા ઘરે બધા ને જણાવે છે કે, એ લોકો ને રસ નથી એવું લાગ્યું કેમકે એનો છોકરો ભાવનગર માં જ છે, તો પણ એવું કહે છે કે અહીંયા નથી.)

મિશા ના મમ્મી:(થોડા દુખી થતા) હવે જવા દો એ વાત, બીજું તો શું..??

મિશા ના પપ્પા: હા એ તો જવા જ દેવાની હોય ને આપણે ક્યાં છોકરી 25 વર્ષ ની થઇ ગઈ છે કે ખોટી ચિંતા કરવી, મિશા કે એમ ખાવાનું, પીવાનું, અને જલસા કરવાના હે ને...???

મિશા: આ વાત સાવ સાચી કહી પપ્પા તમે, એમ જ કરવાનું ચિંતા આપણે શું કામ કરીએ..??? ખોટ છોકરીઓ ની છે ને, છોકરા તો એના કરતાં પણ સારા મળી જશે. પપ્પા એક વાત કહું..???

મિશા ના પપ્પા: હા, હા બોલ ને.

મિશા: હું કોઈ છોકરો શોધી લાવું તો...????

મિશા ના પપ્પા:( સહજતા થી) હા શોધી લાવ અમે ના જ નથી પાડતા પણ અમારી શરતો તો તને ખબર જ છે ને...??

મિશા: પણ પપ્પા તમે જ કહો આપણી એટલી બધી શરતો ધ્યાન માં રાખી ને હું છોકરો શોધું તો એ પ્રેમલગ્ન થોડા કેહવાય...??? તો તો પછી તમે લગ્ન કરાવી જ દેવાના ને એમાં શું..???

મિશા ના પપ્પા:(થોડા કડક થતા) હા તો શોધી j દેવાના ને અમે તો..??? તો પછી તારે શું કામ પ્રેમલગ્ન કરવા છે..??? મને તો એ નથી સમજાતું.

મિશા ના મમ્મી: એને નક્કી કંઇક હશે, તો જ એ આવી વાતો કરે બોલ કંઈ હોય તો, કોઈ ગમતો હોય તો કહી દે અમે લગ્ન કરાવી દેશું.

મિશા ના પપ્પા: હા કરાવી દેશું અમે તો લગ્ન સારું હોય કે ન હોય, એ પછી તમારા નસીબ જેવા હોય એવું મળે તમને સાચી વાત ને..???

મિશા ના મમ્મી: હા એ તો એવું જ ને.

મિશા: બસ કરો, મારા ઘર ના હીરો હિરોઈન તમારા નાટકો બહુ થઇ ગયા હું કહું છું , ખાલી બસ કોઈ મને મળ્યું હોય તો હું તો કહી જ દઉં ને તમને મને થોડી તમારા થી બીક લાગે છે.

મિશા ના મમ્મી: તો શું વારે વારે પૂછયા કરે છો પ્રેમલગ્ન નું...??? તારા સવાલો ને લીધે જ એમને શંકા જાય કે નક્કી આ છોકરી ને કોઈક મળી ગયું હશે.

મિશા ના પપ્પા: હા સાચી વાત છે તારી મમ્મી ની તારા માટે આપણે જેટલી વખત છોકરો જોઈએ એટલી વખત તું પૂછયા રાખ પપ્પા હું છોકરો શોધી આવું. ??? પપ્પા કોઈ એક શરત પૂરી ન થઈ તો...??? પપ્પા તમે લગ્ન તો કરાવી દેશો ને...??? આટલું બધું પૂછે રાખ તો એમ જ લાગે ને આ છોકરી એ નક્કી કોઈક ને શોધી લીધો છે.

મિશા: ના રે, મમ્મી પપ્પા એવું કંઈ નથી, આ તો શું બધું એટલે પૂછી રાખું છું કે શાયદ તમને છોકરો મળી જાય એ પેહલા જો મને મળી ગયો હોય તો સીધો તમારી સામે જ લાવી ને ઉભો રાખી દેવાનો રહે બીજી કોઈ ઝંઝટ તો ન થાય.

મિશા ના મમ્મી: જોયું આ છોકરી પાગલ જ છે, અહીંયા આપણને ચિંતા થઈ જાય અને પોતાને ચિંતામુક્ત જ રહેવું છે.

મિશા :(મજાક કરતા) મમ્મી તારી છોકરી છું હવે કે તો, પાગલ છું કે નહિ...???

મિશા ના પપ્પા:(હસતા હસતા) લે હજી મારી છોકરી ને પાગલ કહેજે હો ને, એટલે આવા જ જવાબ મળશે તને.

મિશા ના મમ્મી: હા, તમે બંને બાપ દીકરી મારો મજાક ઉડાવી લ્યો હો ને.

( આમ મિશા ના ઘરમાં ખુશી નું વાતાવરણ છવાય જાય છે. મિશા અને એના મમ્મી પપ્પા ને બંને છોકરાઓ એ ના પાડી તો પણ જરા પણ ચિંતા નથી કેમકે, એ લોકો ને ખબર જ છે કે છોકરીઓ ની ખૂબ અછત છે આજ નહિ તો કાલ મિશા ને સારું મળી જ જવાનું છે ને. મિશા બહાર થી ખુશ છે પણ એ અંદર થી થોડી ચિંતા મા છે કારણ કે, મિશા ને જોબ મા મજા નથી આવતી એટલે એ વિચારે છે કે ઘરે કેહવુ કે નહિ, એ એટલે વિચારે છે કે કહી દેવાથી ઘરે થી તો એમ જ કહેશે જોબ મૂકી દે પણ એને એટલે કરવી છે થોડો સમય કે એને કદર થાય પૈસા ની અને પપ્પા ની પાસે થી પણ પૈસા માંગવા ન પડે એટલે આ બધું મિશા વિચારતી હોય છે અને એના પપ્પા સમજી જાય છે કે મિશા કંઇક વિચારો મા ખોવાયેલી છે.)

મિશા ના પપ્પા:( મજાક મા,) મિશા તું હવે શું વિચારે છે લગ્ન કરવા કે નહિ એમ..??

મિશા:(હસવા લાગી) ના રે પપ્પા શું તમે પણ

મિશા ના પપ્પા: તો ક્યાં ખોવાયેલી છે કોઈ વાત હોય તો અમને કહી શકે છે તું.

મિશા: પપ્પા જોબ મા મજા નથી આવતી રજા j નથી આપતા તમને ખબર તો છે હવે બધા તેહવારો શરૂ થશે ને, એમાં આ લોકો રજા નહિ આપે તો આપણે ક્યાંક બહાર જવું હોય તો શું કરવાનું ..???

મિશા ના પપ્પા: બસ આટલી જ વાત છે, રજા લઇ લેવાની પગાર કાપી કાપી ને કેટલો કાપશે ભલે ને કાપી લે તું જલસા કર ને.

મિશા: તમારી વાત સાચી પણ રજા લેવામાં એક જ તકલીફ છે આપણું કોઈ દિવસ બહાર જવાનું નક્કી ન હોય અને અચાનક રજા મળે નહિ મારે બે દિવસ અગાઉ રજા મૂકવી પડે એનું શું કરશું...???

મિશા ના પપ્પા: તું અત્યારે ક્યાંય બહાર જવાનો વિચાર કરે છો .??

મિશા: ના ના આ તો હું એમ જ વિચારું છું.

મિશા ના પપ્પા: તો પછી મુક ને એ વાત ને, કાલે તારે જવાનું હોય એવી વાતો કરે છો, જવાનું હશે ત્યારે જોયું જશે હો ને તું એવી નકામી ચિંતા ન કર.

( આમ ફરી થી એક વાર ઘરમાં ખુશી નો માહોલ થઇ જાય છે થોડા દિવસ પછી મિશા ના મમ્મી ને એક ફોન આવે છે જેમાં મિશા માટે માંગુ આવે છે અને મિશા ના મમ્મી હા પાડે છે અને ઘરે વાત કરે છે.)

મિશા ના મમ્મી: મિશા તને યાદ છે..?? એક વર્ષ પેહલા આપણે એક છોકરો જોવાનો હતો પણ, જન્માક્ષર ન મળ્યા, અને વખતે એના મમ્મી નો ફોન આવ્યો કે, જન્માક્ષર મળે છે એમ.

મિશા: હા તો તે શું કહ્યું .??

મિશા ના મમ્મી: મે કહ્યુ અમે મેળવી ને જોઈ લઈએ પછી ફોન કરશું.

મિશા: ઓકે.

( મિશા ના અને છોકરા ના જન્માક્ષર મેળવી ને જોવે છે અને બંને ના જન્માક્ષર મળી પણ જાય છે. આથી છોકરા વાળા મિટિંગ ગોઠવવાની વાત કરે છે અને રવિવાર ની મિટિંગ પણ ગોઠવાય જાય છે રવિવાર મા હજુ બે દિવસ ની વાર છે પણ મિશા થોડી નર્વસ થાય છે કારણકે એને છોકરો થોડો થોડો ગમતો હોય છે ઘરે પણ બધા ખુશ છે તો શું થશે એ વિચારી ને નર્વસ થાય છે. તો ચલો મિત્રો તમે પણ વિચારો રવિવારે શું થશે..?? અને હું પણ વિચારું હો ને. ત્યાં સુધી જોડાયેલા રહો મારી સાથે આ રોમાંચક સફર મા અને મોજ માણતા રહો.)
( અસ્તુ)