Premnu najranu books and stories free download online pdf in Gujarati

પ્રેમનું નજરાણું

" વેદુ, બેટા! ચાલ હવે જલદી ઉઠી જા." નીતુ એ વેદના કપડાં કબાટ માંથી બહાર કાઢતા કહ્યું.
" મમ્મી, થોડીવાર સુવા દે ને ! હજુ તો ઘણી વાર છે." વેદ એ આંખ ખોલ્યા વગર કહ્યું.
" હું તારા માટે નાસ્તો તૈયાર કરું છું. તુ ફટાફટ તૈયાર થઈને નીચે આવી જા.મારો ડાહ્યો દીકો!" નીતુ એ વેદના માથે હાથ ફેરવતા કહ્યું.
નીતુ એ વેેદ માટે નાસ્તો તૈયાર કર્યો તથા તેનું લંચ બોક્સ પણ તૈૈયાર કરી દીધું. તે હવે વેેદ નું સ્કુલ બેગ તૈયાર કરી રહી હતી.અને વેદ નાસ્તો કરી રહ્યો હતો.

વેદનો નાસ્તો થઈ ગયો એટલે નીતુ એ તેેને બૂટ પહેરાવી દીધા અને બન્ને સ્કુલએ જવા માટે નીકળ્યા. નીતુ પેેેેહલા વેદને તેની Children day school એ છોડતી અને પછી તે તેની સ્કુલએ જતી. નીતુ માધ્યમિક શાળામાં શિક્ષક હતી.
શાળામાં રીશેસનો સમય હતો નીતુ અને તેની બહેનપણી વાતો કરતા હતા. છાયા તેની બાળપણ ની સખી હતી.અને અત્યારે બન્ને નોકરી પણ સાથે કરતા હતા.
" તને નથી લાગતું હવે, તારે તારા વિશે પણ કાંઈક વિચાર કરવો જોઈએ?" છાયાએ નીતુ સામે જોઈને કહ્યું.
" મારાં વિશે એટલે?" નીતુએ અજાણ બનતા કહ્યું.
" તને ખબર જ છે! હું શેના વિશે વાત કરું છું એ.તારે હવે જિંદગીમાં આગળ વધવું જોઈએ!"
" તુ સારી રીતે જાણે છે, વેેદથી જ મારી જીંદગી શરૂ થાય છે, અને વેેદથી જ મારી જીંદગી પૂરી થાય છે. બીજા કોઈ માટે જગ્યા જ નથી મારી જીંદગીમાં!" નીતુ એ મટકું માર્યા વગર દીવાલ સામે તાકતાં કહ્યું.

નીતુ સામે ત્રણ વર્ષ પહેલાં બની ગયેલી ઘટના આવી ગઈ;
તેની દીદી, જીજુ અને નાનકડો વેદ સુરતથી ભાવનગર જઈ રહ્યા હતા અને તેમની કારનો અકસ્માત થયો હતો. તેેેમાં દીદી કે જીજુ બન્નેમાંથી કોઇ બચી શક્યું નહોતું.
વેદ ત્યારે આ ઘટનાથી બહુ ડરી ગયો હતો. તે કોઈની સામે જવાથી પણ ડરતો. નીતુ એ બહુ પ્રયત્ન કરી નાનકડા વેેદને આ ડર ના પિંજરા માંથી બહાર કાઢ્યો હતો.

છાયાએ તેને હચમચાવતા કહ્યું," તને નથી લાગતું તારી સાથે તારા સુખ દુઃખ ની વાતો વહેંચવા વાળું કોઇં હોવું જોઈએ? તારા પપ્પા હતા એક આ દુનિયામાં એમને ગયાને પણ હવે છ મહિના થઈ ગયા છે."
" કોઈ આવીનેે માંરા વેદની ખુશીમાં ભાગ પડાવે એવું તો હું ક્યાારેય ન ઇચ્છું!" નીતુ એ મક્કમ થતાં કહ્યું.
" અને કદાચ એમ પણ બને કે વેદને ડબલ પ્રેમ મળે." છાયાએ નીતુના મનમાં પ્રેમનું કિરણ જગાડવાની આશા સાાથે કીધું.
નીતુ હજુ કાંઈ બોલવા જાઈ એ પહેલાં જ રિશેસ પૂરી થયાનો બેલ પડ્યો અને બન્ને પોતાના ક્લાસ માં જવાની તૈયારી કરવા લાગ્યા.

બીજે દિવસે રવિવાર હતો એટલે નીતુ એ વેદને મોડે સુધી સુવા દીધો હતો. રવિવારના દિવસનો કાર્યક્રમ નક્કી જ હતો.વેદ ઉઠે પછી એને ભાવતો નાસ્તો કરતો અને પછી બન્ને પોતાના ઘરના પાછળ ના ભાગમાં બનાવેલ તેમના નાનકડા બગીચાને સાફ કરતા અને તેની સુંદરતા વધારવાની કોશિશ કરતા.નીતુ ઘર સાફ કરતી તો વેદ પણ તેને મદદ કરતો કામ કરવામાં.સાંજે બન્ને લોકો ગાર્ડન માં ફરવા જતાં અને ખૂબ મજા માણતા.નીતુ હંમેશાં વેદને ખુશ રાખવાનો પ્રયત્ન કરતી.અને તેની બધી ઈચ્છાઓ પુરી કરવાનો પ્રયત્ન કરતી.કારણ કે હવે વેદ સિવાય બીજું કોઈ તેનું આ દુનિયામાં ન હતું.

આ રવિવારે પણ તેઓ ગાર્ડનમાં ગયા હતા અને ખૂબ મજા કરી હતી.બન્ને ઘરે પાછા ફરી રહ્યા હતા , ત્યાં અચાનક એક ટ્રક નીતુ ની એકટીવા સામે આવી ચડ્યો અને એકટીવા સાથે અથડાયો.નીતુ એ એકદમ બ્રેેક મારી દીધી હતી એટલે કાંઈ વાંધો આવ્યો ન હતો.
પણ અચાનક ટ્રક સામે આવી જવાને કારણે નીતુ હેબતાઈ ગઈ હતી તેને કાંઈ સમજ માં ન આવ્યું, શું કરવું એમ?

તે રસ્તો પણ સૂનસાન જેવો હતો. પેલો ટ્રક ડ્રાઈવર તો ક્યારનો જતો રહ્યો હતો. વેદ પણ ડરી ગયો હતો, તેને પેલો કાર અકસ્માત યાદ આવી ગયો. બન્ને ને કાંઈ મોટી ઇજા થઇ ન હતી ,પણ હાથ પગ પર થોડું એવું વાગ્યું હતું.

નીતુ ઊભી થવાની કોશિશ કરી રહી હતી ત્યાં એક કાર આવી ત્યાં ઊભી રહી. કાર માંથી એક યુવક બહાર નીકળ્યો અને નીતુ ને ઊભા થવામાં મદદ કરવા લાગ્યો.થોડીવાર નીતુ વિચારમાં પડી ગઈ. આ સૂનસાન રસ્તે એ આમ કોઈ અજાણ્યા યુવક પર ભરોસો કઈ રીતે કરી શકે? અને ઉપરથી અંધારું પણ થઈ ગયું હતું અને વેદ પણ બહુ ડરી ચુક્યો હતો.

પેલો અજાણ્યો યુવક જાણે નીતુની પરિસ્થિતિ પામી ગયો અને કહ્યું, " ચિંતા ન કરશો! હું તો ખાલી તમને મદદ કરવાનો જ પ્રયત્ન કરું છું.મારો બીજો કોઈ ઈરાદો નથી. તમે મારી પર વિશ્વાસ કરી શકોશો."
નીતુ આ સાંભળીને થોડી છોભીલી પડી ગઈ અને તે યુવકની મદદ લઇ ઊભી થઈ. તેણે વેદ સામે જોયું તો એ તો એકદમ સૂનમૂન થઈ ગયો હતો. નીતુ એ વેદને સંભાળવા નો પ્રયત્ન કર્યો.

" અરે, વેદુ કાંઈ નથી થયું બેટા! ચાલ સરખો ઊભો થઈ જા હવે. " નીતુ વેદને ઊભો કરી વેદના કપડાં સરખા કરવા લાગી.
" વેદુ , તને યાદ છે ને આજે તો આપડે તારો ફેવરિટ ચોકલેટ આઈસ્ક્રીમ ખાવાનો છે.અરે! આપડે પેલી વિડિયો ગેમ પણ રમવાની છે." નીતુ વેદને સ્વસ્થ કરવાની કોશિશ કરી રહી હતી.
પેલો યુવક હજુ પણ ત્યાં ઊભો હતો અને નીતુ તથા વેદને જોઈ રહ્યો હતો.
" તમને કાંઈ વાંધો ન હોય તો હું તમને તમારા ઘર સુધી મૂકી જાઉં.અત્યારે હવે તમે કેવી રીતે જશો? આ તમારી દોસ્ત પણ તમને અત્યારે સાથ આપી શકે એવું લાગતું નથી!" તેણે એકટીવા સામે જોતા કહ્યું.

નીતુ ને પણ એકટીવા જોતા તેની વાત સાચી લાગી. નીતુ મનમાં વિચારવા લાગી , જોતાતો સારા ઘર પરિવાર માંથી લાગે છે.અને અત્યારે તેના પર વિશ્વાસ કર્યા સિવાય બીજો કોઈ રસ્તો પણ નહતો.એટલે નીતુ એ તેને ઘરે છોડવા માટે હા પાડી દીધી.

ઘરે પહોંચતા નીતુ વેદને લઈ અંદર આવી ગઈ અને વેદને પાણી પીવડાવતી હતી ત્યાં તેને અચાનક યાદ આવ્યું , તેણે તો પેલા યુવકનો આભાર જ માન્યો ન હતો અને સીધી ઘરમાં આવી ગઈ હતી. તે યુવકે તેની બહુ મોટી મદદ કરી હતી, અને પોતે એક આભાર માનવાનું કેમ ભૂલી ગઈ?
નીતુ એ વેદને થોડું જમાડ્યું અને પછી રૂમમાં લઈ જઈ તેને સુવડાવી રહી હતી.તે વેદના માથે હાથ ફેરવતી ફેરવતી તેને વાર્તા કહી રહી હતી.
વાર્તા સાંભળતા સાંભળતા વેદ સુય ગયો હતો, એટલે નીતુ પણ તેની બાજુમાં સુય ગઈ.તે પેલા અજાણ્યા યુવકના વિચાર કરતી હતી. જો તેણે આવી આમ અમારી મદદ ના કરી હોત તો હજુ પણ અમે ઘરે ન પહોંચ્યા હોત. અને પોતે પણ કેવડી મોટી ભૂલ કરી બેઠી એ બિચારા નો એક આભાર પણ માનવાનું ભૂલી ગઈ હતી. નીતુને મનમાંને મનમાં અપરાધની લાગણી થઈ આવી.

નિતુની ગાડી સર્વિસ માં હતી એટલે આજે તેમને બસ દ્વારા મુસાફરી કરવાની હતી. આજે વેદની સ્કૂલમાં કાર્યક્રમ હતો એટલે એ પૂરો કરી બન્ને સાંજે ઘરે પાછા ફરતા હતા. નીતુ એ બસમાંથી ઉતરી ને સામે ની તરફ એક નવું રેસ્ટોરન્ટ બનેલું જોયું.તે વેદને લઈ ને તે રેસ્ટોરન્ટમાં ગઈ.

રેસટોરન્ટ નવું હતું એટલે ત્યાં થોડી ભીડ પણ હતી.નીતુ ત્યાં અંદર જઈ ને ખાલી જગ્યા શોધી અને બન્ને એક ખાલી ટેબલ પર બેઠા. થોડીવાર પછી વેઇટર ઓર્ડર લેવા આવવાના બદલે સીધો આઈસ્ક્રીમ લઈને આવ્યો.

" મમ્મી, મારો ફેવરીટ ચોકલેટ આઈસકરીમ!" વેદ તો ખુશ થઈને તાળીઓ પાડતા બોલ્યો.
" ના, બેટા! આ આપણો આઈસ્ક્રીમ નથી." નીતુ એ વેદને સમજાવતા કહ્યું.
" મેડમ! આ તમારા માટે જ છે." વેઇટરે નમ્રતાથી કહ્યું.
" પણ હજુ સુધી તો અમે કાંઈ ઓર્ડર આપ્યો જ નથી!"નીતુ નવાઈ પામતા બોલી.
" આ આઇસક્રીમનો ઓર્ડર મે આપ્યો હતો." નીતુ પાછળથી કોઈક અજાણ્યો અવાજ આવ્યો.

નીતુ ને એ અવાજ થોડો જાણીતો લાગ્યો એટલે કુતૂહલવશ એને પાછળ ફરી જોયું તો આશ્વર્ય ચકીત થઈ ગઈ. આ તો પેલો યુવક જ હતો જેણે તેમની ગઇકાલ સાંજે મદદ કરી હતી.

" ઓહ! તમે અહી!! આ વેઇટરે ભૂલથી તમારો ઓર્ડર અમને આપી દીધો હતો." નીતુ આશ્ચર્ય ના ભાવ સાથે બોલી.
" વેઇટરની કાંઈ ભૂલ નથી.આ ખાસ વેદ માટે જ હતો." યુવકે વેઇટરને જવાના ઈશારા સાથે કહ્યું.
અને પછી કાંઈક યાદ આવતા વેઇટર ને રોક્યો અને નીતુ સામે જોઈ પૂછ્યું, " કોફી ?"
નીતુ એ હા પાડી એટલે બે કપ કોફી લઈ આવવા કહ્યું.
" અરે! બેટા આ તારા માટે જ છે, તુ કેમ ખાઈ રહ્યો નથી?" યુવકે વેદને એમનેમ બેઠેલો જોઈ પૂછ્યુ.
આ સાંભળી વેદ એ નીતુ સામે જોયુ.અને નીતુ એ ડોકું હલાવી હા પાડી પછી ખાવાનુ શરૂ કર્યું.
" એકદમ આજ્ઞાકારી પુત્ર તમારો!" તેણે નીતુ સામે જોઈ હસતા હસતા કહ્યું.
" આઈ એમ વેરી સોરી! કાલે તમે અમારી આટલી બધી મદદ કરી હતી અને હું તમારો આભાર માનવાનો પણ ભૂલી ગઈ હતી." નીતુ એ અપરાધની લાગણી સાથે કહ્યું.
" મારું નામ સાહિલ છે! તમે મને નામથી બોલાવી શકો છો. તમારે માફી માંગવા ની કાંઈ જરૂર નથી. કાલે આ વેદ પણ ડરેલો હતો એટલે સમજી શકાય કે તે સમયે એવું કાંઈ યાદ પણ ન આવે."
કોફીનો કપ હાથમાં લેતાં સાહિલે કહ્યું.
" તમારો ખુબ ખુબ આભાર!! અને મારું નામ નીતુ છે. તમે અહી કોઈને મળવા આવ્યા હશો?"
" ના! હું કોઈને મળવા નથી આવ્યો, પણ બધા મને મળવા અહી આવે છે."
" એટલે ??" નીતુ ને કાંઈ સમજાયું નહિ.
" એટલે એમકે ,આ રેસ્ટોરન્ટ મારું છે.હજુ બે મહિના પહેલા જ હું post graduate diploma in culinary arts,NewDelhi થી પૂરું કરીને આવ્યો છું અને અહી મારી રેસ્ટોરન્ટ શરૂ કરી છે. " સાહિલ એ પોતાનો પરિચય આપતા કહ્યું.
વેદનો આઈસ્ક્રીમ પૂરો થઈ ગયો એટલે નીતુ એ બિલ માટે વેઇટર ને બોલાવ્યો. પણ સાહિલ એ બિલ ચૂકવવાની ચોખ્ખી ના પાડી દીધી.
" આ તો ખાસ વેદ માટે જ આજ ની સ્પેશિયલ ઓફર હતી."
અને ખિસ્સામાંથી એક ચોકલેટ કાઢી વેદને આપી.
" આપનો ખુબ ખુબ આભાર!! ગઇકાલની મદદ માટે તથા આજની આ સ્પેશિયલ કોફી અને આઈસ્ક્રીમ માટે પણ!!" નીતુ એ ઊભા થતા કહ્યું.
" અમારી રેસ્ટોરન્ટમાં કોફી સિવાય બીજું ફૂડ પણ સારું હોય છે. એમ હું નહિ પણ, લોકો કહે છે!!" સાહિલ એ નીતુ ને ડીનરના ઇરાદા સાથે કહ્યું
" હશે જ!! તમને જોતા તો એવું જ લાગે છે કે ,લોકો સાચું જ કહેતા હશે! ફરી ક્યારેક એ પણ ટ્રાય કરીશું.અત્યારે હવે મારે જવું જોઈએ." આટલું કહેતાં નીતુ ત્યાંથી નીકળી ગઈ.
સાહિલ નીતુ ને જાતી જોઈ જ રહ્યો. ગઇકાલ સાંજે નીતુ ને મળ્યા પછી ખબર નહિ તે આખી રાત તેના વિશે જ વિચારતો રહ્યો હતો. અચાનક તેને રેસ્ટોરન્ટ માં જોઈને પણ એ ખૂબ ખુશ થઈ ગયો હતો. અને નીતુ વધારે સમય પોતાની સાથે રહે એ માટે જ તેણે આડકતરી રીતે નીતુ ને ડિનર માટેની ઓફર આપી હતી. પણ નીતુ એ ડિનર માટે ના પાડી એટલે એનું મન ઉદાસ થઈ ગયું હતું.
સાહિલ ને પોતાને પણ નહોતું સમજાતું કે આવું કેમ થઈ રહ્યું હતું ? એ મનમાં વિચારતો હતો કે હવે ફરી ક્યારે તેને મળવાનું થશે?

આ બાજુ નીતુ ની હાલત પણ એવી જ કાંઈક હતી. તે સાહિલ વિશે વિચારતી હતી ત્યાં વેદ બોલ્યા,
" મમ્મી, પેલા અંકલ કેટલા સારા હતા!!! આપણી ગઇકાલે પણ મદદ કરી હતી અને આજે તો મને મારો ફેવરીટ આઈસ્ક્રીમ પણ ખવરાવ્યો હતો." વેદ એ ખુશ થતા કહ્યું.
" હા, બેટા! " વેદને જવાબ આપતા નીતુ ફરીથી સાહિલ ના વિચારમાં ખોવાય ગઈ.
બીજે દિવસે શાળામાં ગઈ ત્યારે છાયાને પણ નીતુ માં કાંઈક બદલાવ આવ્યો હોય એવું લાગ્યું પણ તેણે કાંઈ પૂછ્યું નહિ.છાયાને લાગ્યું એવું કાંઈ ચોક્કસ કારણ હશે તો નીતુ તેને આવીને જરૂર કહેશે.
નીતુ એ વિચાર્યુ કે મારે સાહિલ વિશે છાયાને વાત કરવી જોઈએ તેથી તે સ્કૂલ પૂરી થયા પછી છાયા સાથે નજીકના એક કાફે માં આવી. તેણે છાયાને સાહિલ સાથે મુલાકાત થયાની અને બે દિવસમાં જે કાંઈ બન્યું હતું એ બધી વાત કરી. બન્નેની વાત ચાલુ હતી ત્યાં અચાનક કોઈએ નીતુ ને બોલાવી.
" હેલ્લો! નીતુ, તુ અહીં!!"
નીતુ એ જોયું તો સાહિલ તેના મિત્રો સાથે હતો.
" ઓહ! તમે!!! તો આ કાફે પણ તમારું લાગે છે?" નીતુ એ પ્રશ્નાર્થ ના ભાવ સાથે પૂછ્યું.
" અરે! ના..ના! આતો મારા દોસ્તનુ છે. હું તો તેને મળવા આવ્યો હતો." સાહિલએ સ્પષ્ટતા કરતાં કહ્યું.
નીતુ એ છાયાનો પરિચય સાહિલ સાથે કરાવ્યો. વેદને પણ સ્કૂલે લેવા જવાનું હતું એટલે નીતુ અને છાયા નીકળી ગયા.
છાયા પોતાના ઘરે બેઠી બેઠી નીતુ અને સાહિલ વિશે વિચારતી હતી. તેણે નોધ્યું હતું કે સાહિલને આમ અચાનક કાફેમાં જોઈ નીતુ ના ચહેરા પર એક ગજબ જેવી ચમક આવી ગઈ હતી. આ ચમક તેણે સાહિલ ના ચહેરા પર પણ જોઈ હતી.છાયાને લાગ્યું કે તેણે આ વિશે સાહિલ સાથે વાત કરવી જોઈએ અને સાહિલ શું વિચારે છે ? એ જાણવું જોઈએ. તેણે સાહિલને મળવાનો વિચાર કરી લીધો.

બીજે દિવસે છાયા સાહિલ ના રેસ્ટોરન્ટ પર ગઈ. છાયા બહાર ઊભી વિચારતી હતી કે તે સાહિલ સાથે આ વિશે વાત કેવી રીતે શરૂ કરશે? ત્યાં જ સાહિલ તેની પાસે આવીને બોલ્યો,
" તમે તો પેલા દિવસે મળ્યા હતા, એ જ ને ? નીતુ ના ફ્રેન્ડ?"
" હા, છાયા ! હું અહી એક ફ્રેન્ડ ને મળવા આવી હતી.એ બસ આવતા હશે જ!" છાયાને જે મગજમાં આવ્યું એ કહી દીધું.
" સારું! તમારા ફ્રેન્ડ આવે ત્યાં સુધી, શું આપણે બેસીને વાત કરી શકીએ ?" સાહિલ એ છાયાની મંજૂરી માંગતા પૂછ્યું.
છાયાને તો આટલું જ જોઈતુ હતું એ સાહિલ સાથે વાત કરવા માટે તો આવી હતી અને સાહિલે સામેથી વાત કરવાનું કહ્યું એટલે હવે એનું કામ તો સરળ બની ગયું હતું.
બન્ને અંદર ગયા અને એક ટેબલ પર બેઠા. સાહિલ એ છાયાને કોફી નું પૂછ્યુ અને પછી કોફીનો ઓર્ડર આપ્યો.
સાહિલ એ વાત શરૂ કરતાં કહ્યું, "કદાચ તમને અજીબ લાગશે પણ હું તમારી સાથે તમારી ફ્રેન્ડ નીતુ વિશે વાત કરવા માંગુ છું,તમને કાંઈ વાંધો તો નથી ને ?"
છાયાએ મનમાં ખુશ થતા કહ્યું, " શું વાત કરવી છે ? તમારે નીતુ વિશે! તમે કહી શકો છો."
" જ્યારે હું પહેલી વખત નીતુ ને મળ્યો ને ત્યારથી જ હું એના વિશે વિચારું છું.ખબર નહિ તેના વિચાર મારા મગજ કોફીમાં ખાંડ ભળે એમ ભળી ગયા છે અને મારા મનને કોફીની જેમ સ્વીટ બનાવે છે. જેમ કોઈ પણ વાનગીની સુગંધથી આખું રસોડું મહેકી ઉઠે એમ મારું મન નીતુ ના વિચાર રૂપી સુગંધથી મહેકી રહ્યું છે. જેમ મીઠા વગર બધી વાનગી ફિક્કી લાગે એમ મને નીતુ વગર મારી જિંદગી ફિક્કી બની જશે એવું લાગે છે.પણ............" સાહિલ આટલું બોલતા કાંઈક યાદ આવતા અટકી ગયો.
છાયા તો Mr.Chef ની વાતો સાંભળીને ચોંકી જ ગઈ હતી. એ તો એકદમ ખુશ થઈ ગઈ હતી,પણ અચાનક સાહિલ વાત કરતા અટકી ગયો એટલે તેને આશ્ચર્ય થયું અને સાહિલને પૂછ્યું,
" પણ ......પણ શું?"
" પણ મને નીતુ અને વેદ વિશે કાંઈ સમજાતું નથી. નીતુ ને જોઈને લાગે છે ત્યાં સુધી તેના લગ્ન થયા હોય એવું લાગતું નથી. અને તે દિવસે રાત્રે હું તેમને ઘરે મૂકવા ગયો એ પરથી પણ તેઓ બન્ને એકલા જ રેહતાં હોય એવું લાગ્યું.જ્યારે વેદ તેને મમ્મી કહી બોલાવે છે તો, વેદના પપ્પા કોણ છે ? આ બન્ને અહી એકલા કેમ રહે છે ? વેદ અને નીતુ વચ્ચે ખરેખર શું સંબંધ છે?" સાહિલ એકીશ્વાસે બોલી ગયો.
" અરે! અરે ! ધીરે પણ " છાયાએ સાહિલને શાંત કરતા કહ્યું. અને નીતુ વિશે જણાવતાં કહ્યું,
નીતુ એ વેદની માસી છે. ત્રણ વર્ષ પહેલાં જે અકસ્માત થયો હતો એ વિશે વાત કરી અને નીતુ ના પપ્પાનું છ મહિના પહેલા મૃત્યુ થઈ ગયું હતું એ વાત જણાવી અને એટલે હવે એ લોકો એકલા રહે છે .છાયાએ નીતુ ની બધી માહિતી આપતા કહ્યું.
" તો હવે,શું નીતુ મને તેના જીવનનો હિસ્સો બનાવવા તૈયાર થશે?" સાહિલ પોતાના મનની વાત મૂકતા પૂછ્યુ.
" મે નીતુ ની આંખમાં તારા માટેનો પ્રેમ જોયો છે. એ પણ આવું જ કાંઈક વિચારે છે તારા વિશે! પણ જ્યાં સુધી હું એને ઓળખું છું ત્યાં સુધી એ તેની આ લાગણી ક્યારેય તારી સામે વ્યક્ત નહિ કરે." છાયાએ થોડી દુઃખની લાગણી સાથે કહ્યું.
" કેમ ?? એની પાછળ કાંઈક કારણ તો હશેને? હું તેની પરેશાની દૂર કરવા મારાથી બનતા બધા પ્રયત્ન કરીશ." સાહિલ હવે નીતુ વિશે જાણવા ઈચ્છુક હતો.
" એની પાછળનું મુખ્ય કારણ વેદ છે. એ વેદ સિવાય બીજા કોઈનો વિચાર કરવા નથી માંગતી.એને ડર છે કે જો કોઈ એની જિંદગીમાં આવશે તો વેદના પ્રેમમાં ભાગ પડશે. તે ખાલી વેદની ખુશી માટે જ જીવતી હોય એવું લાગે છે." છાયાએ ચિંતા વ્યક્ત કરતા કહ્યું.
" વેદ તો મને પણ વ્હાલો લાગે છે. હું ક્યારેય તેના ભાગની ખુશી લેવાનો પ્રયત્ન કરું જ નહિ. હું તો વેદને હમેશાં ખુશ જોવાની જ આશા રાખું છું." સાહિલ વેદ પ્રત્યેની લાગણી દર્શાવતા કહ્યું.
" એ હું જાણું છું, પણ તારે આ બાબતે નીતુને ખાતરી આપવી પડશે." છાયાએ સાહિલને મદદ કરવાનો પ્રયત્ન કરતા કહ્યું.
" છાયા, ખરેખર તારો ખૂબ ખૂબ આભાર!!" આ દરમિયાન બન્ને વચ્ચે સારી એવી મિત્રતા કેળવાય ગઈ હતી.
" અરે ! તુ તો અહી તારા કોઈ ફ્રેન્ડને મળવા આવી હતી ને ? એ હજુ આવ્યા નહિ!" સાહિલ ને અચાનક યાદ આવતા કહ્યું
" એ તો મે મળી લીધું મારા ફ્રેન્ડ ને! "છાયા હસતા હસતા બોલી.
" એટલે ? તુ અહી મને જ મળવા આવેલી એમને !!" સાહિલ તો એકદમ ખુશ થતા બોલી ઉઠ્યો.
" હા , પણ મને સમજમાં નહોતું આવતું કે તારી જોડે કેમ વાત કરીશ અને તુ બહાર અચાનક મળી ગયો એટલે બહાનું બનાવી લીધું હતું." છાયા એ બધી સ્પષ્ટતા કરી.
" સારું, તો હું હવે કાલે જ નીતુ ને મળીને તેને બધી મારા મનની વાત કહી દઈશ."સાહિલ હવે પોતાની લાગણી છુપાવવા અસમર્થ હતો.
" નહી! કાલે નહિ. દર રવિવારે તે ગાર્ડન માં જાય છે ત્યાં જાજે અને તારી લાગણી સમજાવવાની કોશિશ કરજે." છાયા એ સાહિલ ની ખુશી પર રવિવાર સુધી બ્રેક લગાવતા કહ્યું.
છાયા અને સાહિલ બન્ને છૂટા પડયા પછી સાહિલને નીતુ વિશે પૂરો ખ્યાલ આવી ગયો હતો અને હવે એ રવિવારની જ રાહ જોતો હતો. આ બાકી રહેલા ત્રણ દિવસ પણ તેને ત્રણ મહિના જેવા લગતા હતા.
આજે એ દિવસ આવી ગયો હતો જે દિવસ ની સાહિલ વાટ જોઈ રહ્યો હતો.આજે સાંજે તે નીતુ ને પોતાના દિલ ની વાત કેહવાનો હતો એ વાતથી એ બહુ ખુશ હતો , તો બીજું બાજુ એને ડર પણ હતો કે જો નીતુ તેને હા નહિ પડે તો ?
સાંજના સમયે નીતુ અને વેદ બન્ને ગાર્ડનમાં હતા.વેદ તેના બીજા મિત્રો જોડે રમતો હતો. નીતુ એક બેન્ચ પર બેસી પુસ્તક વાંચી રહી હતી.
ખરું કહો તો,પુસ્તક એક બહાનું હતું.નીતુ તો સાહિલના વિચાર કરતી હતી. તેને સમજાતું નહતું કે આ તેની સાથે શું થઈ રહ્યું છે? શા માટે એ સાહિલ ના વિચારમાં જ ખોવાય જાઈ છે ? એવું તો શું હતું કે એનામાં કે એ પોતે એના વિશે વિચાર કરવા માટે આટલી મજબૂર થઈ જાય છે ?
અચાનક જ વેદ નો અવાજ સાંભળી નીતુ પોતાના વિચારોની દુનિયામાંથી બહાર આવી જોયું તો વેદ સાહિલ ના ખોળામાં બેસી કેન્ડી ખાઈ રહ્યો હતો.
સાહિલ ને ત્યાં જોઈ નીતુ એકદમ ચોંકી ગઈ," તમે ક્યારે આવ્યા?"
" જ્યારે તમે આકાશમાં તારા ગણતા હતા ત્યારે" સાહિલ હસતા હસતા બોલ્યો.
નિતુને પકડાઈ ગયાં ની લાગણી થઇ આવી એટલે તેને વાત બદલવાના ઇરાદા સાથે કહ્યું, " તમે તો અહી કોઈને મળવા જ આવ્યા હશો? "
" હા! અને સાચું કહું તો ખાલી મળવા જ નહિ પણ મારી દિલની વાત કેહવા પણ આવ્યો છું." સાહિલ એ આથમતા સૂરજ સામે જોતા કહ્યું.
" અરે, વાહ! આ તો બહુ મોટી ખુશીની વાત કહેવાય. અને એ ભાગ્યશાળી વ્યક્તિ કોણ છે ? હું પણ એને મળવા માંગીશ જો તમને વાંધો ન હોયતો?" નીતુ એ પોતાની પીડા છુપાવી હોઠ પર ખોટું સ્મિત લાવતા કહ્યું.
" હા, ચોક્કસ હું તને તેની સાથે મળાવીશ. એ એકદમ સુંદર છે. તેનો ચેહરો જોઈને તો તેમાં ડૂબી રેહવાનુ જ મન થાય." સાહિલ તેના વખાણ કરતો હતો ત્યાં તેને વચ્ચેથી અટકાવી ને જ નીતુ એ પૂછ્યું,
" પણ તારી આ સુંદર અપ્સરા છે ક્યાં?"
" એકદમ મારી સામે જ !" સાહિલ એ નીતુ સામે જોઈ જવાબ આપ્યો.
પેલા તો નીતુ એ આજુબાજુ જોયુ પછી ખ્યાલ આવતા શરમાય ગઈ. પરંતુ અચાનક ગંભીર થઈ ગઈ .
" વેદ જ મારી જિંદગી છે અને વેદ સિવાય હું કોઈને મારી જિંદગીમાં હિસ્સો બનાવવા માંગતી નથી."
" હું પણ તને કાંઈ વેદથી દૂર કરવા નથી માંગતો. હું તને અને વેદને ખુશ રાખવા મારાથી બનતા બધા પ્રયત્ન કરીશ.મને પ્રયત્ન કરવાનો મોકો તો આપ! અને હું બધું છાયા પાસેથી જાણી ચુક્યો છું." સાહિલ નીતુ ને સમજાવવાની કોશિશ કરી રહ્યો હતો.
" હું ફક્ત વેદ માટે જ નદી બની વહેવા માંગુ છું." નીતુ વેદ સામે જોઈ બોલી.
"તો હું હોડી બનીશ.જેથી વેદ આ હોડીમાં બેસી નદીના પ્રવાહમાં વહેવાનો વધારે આનંદ લઈ શકે" સાહિલ એ તો જાણે નક્કી કરી લીધું હતું કે ગમે તેમ કરી તે નીતુ ને મનાવી જ લેશે.
વેદ આ બન્નેની દલીલો સાંભળી રહ્યો હતો. વેદ એ પણ નોધ્યું હતું કે સાહિલને મળ્યા પછી નીતુ વધારે જ ખુશ રેહવા લાગી હતી. અને વેદ હંમેશા પોતાના માસી - કમ- મમ્મીની ખુશી જ ઈચ્છતો હતો. તે હંમેશા તેની મમ્મીને આમ જ ખુશ જોવા માંગતો હતો.
નીતુ હજુ કાંઈ બોલવા જાય એ પેહલા જ વેદ બોલ્યો,
" મમ્મી, હા પાડી દેને ! પછી આપણે ત્રણેય રવિવારે આ ગાર્ડનમાં આવી રમશું.ચોકલેટ આઈસ્ક્રીમ ખાશું. અને મને આ અંકલ સાથે રેહવાની ખૂબ મજા આવે છે." વેદ હજુ પણ સાહિલ ના ખોળામાં જ બેઠો હતો.
" અરે ! મારો ડાહ્યો દિકો! મને પણ તારી સાથે બહુ મજા આવે છે અને હું હંમેશા તારી સાથે રેહવાં માંગુ છું." સાહિલ વેદને વ્હાલ કરતા બોલ્યો.
" પણ એક શરત છે " વેદ સાહિલ ના ખોળામાંથી ઊભા થતા બોલ્યો.
" શું શરત છે વળી રાજકુમારની?" સાહિલ તથા નીતુ બન્ને વેદને તાકી રહ્યા.
" મને દરરોજ આઈસ્ક્રીમ ખવડાવવાનો તો જ!!!!" વેદ એ પોતાની શરત રજૂ કરી.
" અરે!મારા વેદને તો દરરોજ સ્પેશિયલ આઈસ્ક્રીમ ખવડાવવાનો." સાહિલ એ વેદને પોતાના ખોળામાં ફરી બેસાડતા કહ્યું.
નીતુ તો કાંઈ પણ બોલ્યા વગર બન્નેની વાતો સાંભળતી હતી.
સાહિલ એ નીતુ સામે જોઈ પૂછ્યું,
" તુ કાંઈ નહિ કહે?"
" હવે મારે આમાં શું બોલવાનુ રહ્યું, તમે બન્ને એ તો આઇસ્ક્રીમની ડીલ પાક્કી કરી લીધી છે." નીતુ એ સાહિલ સામે જોતા કહ્યું.
આ સાંભળી સાહિલ અને નીતુ બન્ને હસી પડયા. સાહિલ શાયરના અંદાજમાં બોલ્યો,
मैं बेठा आलू टिकिया सा तवे पर
तुम बनकर छोला गरमाई हो,
डालकर इश्क़ का चाट मसाला तुम
जिंदगी खुश्बुदार बनायी हो....।।

સૂરજ આથમી ચુક્યો હતો, પણ આ ત્રણેયની જિંદગીમાં તો નવો સૂરજ ઊગ્યો હતો, અને તેઓ આ સૂરજ સાથે કદમ મિલાવવા તૈયાર હતા.




Thank you
*****