paheli najarthi panetar sudhi ni safar - 15 books and stories free download online pdf in Gujarati

પહેલી નજરથી પાનેતર સુધી ની સફર - 15




"તું મને ચાહે છે, એટલે તું કહે એ માનું છું...
તું મને ચાહે છે, એટલે તારા રસ્તે જ ચાલુ છું...
તું મને ચાહે છે, એટલે જ તારી ખુશીમાં ખુશ રહુ છું...
તું મને ચાહે છે, એટલે જ તારા ગમ મા હું પણ ગમગીન થઈ જાઉં છું...
તું મને ચાહે છે, એટલે જ તારા શ્વાસને મારી જિંદગી માનું છું...."



( આપણે આગળના ભાગમાં જોયું કે, મિશા એના મામાના ઘરે જાય છે. અને ત્યાંથી આવીને એને ખબર પડે છે કે, વિરાટની તબિયત સારી નથી એટલે એ દોડાદોડ વિરાટ પાસે જાય છે. એને ખવડાવે છે અને સુવડાવે છે, પછી મિશા પણ મોડું થઈ ગયું હોવાથી અહીંયા જ રોકાય જાય છે. અને નેહા ના મેસેજ આવે છે, બહુ મેસેજ આવે છે એટલે મિશા જવાબ આપે છે પણ આગળના મેસેજ જોઈને નેહા ની ઊંઘ ઉડી જાય છે.)

મિશા એ વિરાટના ફોનમાં જોયું કે નેહા કહે છે, વિરાટ હું નિસર્ગ સાથે વાત કરું છું, એ સુઈ જાય એટલે તારી સાથે રાતે વાત કરું હો ને. અને નિસર્ગ સાથે શેર કરવાની પર્સનલ વાતો નેહા એ વિરાટ સાથે શેર કરેલી છે. આ જોઈને મિશા ને નેહા પર ખૂબ જ ગુસ્સો આવે છે. અને આખી રાત એ વિચારોમાં જ કાઢે છે, આખી રાતમાં મિશા ઘણું બધું વિચારી લે છે, એ વિચારે છે કે નેહા જ આમ વાત કરે છે વિરાટ સાથે કે વિરાટ પણ આમ જ વાત કરતો હશે નેહા સાથે...??? આગળના મેસેજ પણ નથી. એટલે શું કરવું વિરાટ પર ભરોસો કરું કે ન કરું...??? એક તો વાતો ન કરવાની કરે છે, આગળના એક પણ મેસેજ નથી. હે ભગવાન હું શું કરું..??? હું વિરાટ ને એક તો હજુ બે મહિનાથી જ ઓળખું છું. મે કોઈ ભૂલ તો નથી કરી ને આ નેહા અને વિરાટની વચ્ચે આવી ને..??? નેહા ના મનમાં તો નક્કી વિરાટ માટે કંઇક કંઇક લાગણી છે જે એ નિસર્ગના લીધે લાવી નથી શકતી, પણ શું વિરાટના મનમાં પણ હશે એવું કંઈ..??? ના ના એના મનમાં તો નહિ હોય તો તો એ સુવે જ નહિ ને એ પણ રાહ જોવે ને નેહાના મેસેજ આવે એની પણ એ તો હું આવી એટલે સુઈ ગયો. પણ શું હશે હે હું તો બે મહિનાથી આવી છું. એ પેહલા શું હશે આ બંને વચ્ચે...??? કાલે સવારે વિરાટ સાથે વાત કરીશ એ જાગે એટલે ત્યાં સુધી રાહ જ જોવી પડશે. મિશા ખૂબ જ મુંઝવણમાં મુકાય જાય છે કે શું હશે નેહાના મનમાં અને વિરાટના મનમાં આખી રાત નેહા જાગતી રહી અને ખૂબ જ ચિંતામાં રહી. સવારે જાગીને મિશા ફ્રેશ થાય છે અને વિરાટ પણ જાગીને ફ્રેશ થઈને જોબ પર જવા માટે તૈયાર થાય છે. મિશા હજુ પણ મુંઝવણમાં છે પૂછું કે નહિ વિરાટ ને શું પૂછું એને ખરાબ તો નહિ લાગે ને. વિરાટ એને ચિંતામાં અને મુંઝવણમાં જોઈને પૂછે છે કે મિશા શું થયું...??? મિશા પહેલા તો કંઈ નથી બોલતી પણ પછી કહે છે.


મિશા: વિરાટ એક વાત કહું...???

વિરાટ: હા, બોલ ને શું છે...???

મિશા: (ગભરાતા ગભરાતા)"વિરાટ કાલે નેહાના મેસેજ આવ્યા હતા રાતે ફોન મારા હાથમાં હતો તો મે જોયા પણ જવાબ ન આપ્યો, પછી ચાર - પાંચ મેસેજ આવ્યા હતા. એકમાં એવું લખ્યું હતું વિરાટ જવાબ આપ ને કેમ ચૂપ છો...??? કંઇક તો બોલ મને તારી ચિંતા થાય છે."

વિરાટ:"હા, તો શું થઇ ગયું...??"

મિશા: "વિરાટ રાતે તું થોડો ક્યાંય બહાર હોવાનો કે તારી એને આટલી બધી ચિંતા થાય છે અને એ છે કોણ તારી આટલી બધી ચિંતા કરવા વાળી...???"

વિરાટ: "હા , તો શું થઈ ગયું એટલે તું ચિંતામાં છો. ??"

મિશા: "વિરાટ મે એવું પણ વાંચ્યું કે નિસર્ગ સાથે વાત કરીને સુઈ જાઉં એટલે હું તારી સાથે વાત કરીશ. એવી તો શું વાત હોય કે એ નિસર્ગ સાથે વાત કરીને નિસર્ગ સુઈ જાય પછી તારી સાથે વાત કરવાની...???"

વિરાટ: "એ તો મને પણ ખબર નથી, કાલે તો જો ને હું સુઈ જ ગયો હતો ને."

મિશા: "વિરાટ નિસર્ગને જે પર્સનલ વાતો કરે છે જે એક પતિ - પત્ની વચ્ચે જ હોય છે એ નેહા તને શું કામ કરે છે...??? નિસર્ગ શું એને એક ઓછો પડે છે..???"

વિરાટ: "પણ એ બહુ ફ્રિલી છે, એટલે એ વાત કરતી હોય, બાકી બીજું કંઈ નથી."

મિશા: "ફ્રિલી છે તો શું થઈ ગયું ..??? પતિ - પત્ની વચ્ચે થતી વાત જો બેસ્ટ ફ્રેન્ડ વચ્ચે થવા માંડે તો પતિ - પત્ની વચ્ચે વાત કરવાનું રહે જ શું...???"

વિરાટ: "થઇ ગઇ એનાથી ભૂલ શું કરવાનું હવે...???"

મિશા: "શું શું કરવાનું..??? હવે તું એની સાથે ચેટ કરવાનું બંધ કરી દે આ એક જ રસ્તો છે."

વિરાટ: "એણે ક્યાં ત્યાં એટલી મોટી ભૂલ કરી છે કે એની સાથે ચેટ કરવાનું જ બંધ કરવું પડે...???"

મિશા: "તો કંઈ નાની એવી ભૂલ નથી એવી તું બહુ તારી ફ્રેન્ડ નેહાની બાજુ રહે છે ને..?? તો એક સવાલનો જવાબ આપ મને મારે પણ ઘણા બેસ્ટ ફ્રેન્ડ છે હું કોઈને તને કરવાની વાત કરું તો ગમશે તને. ???? કે તારે જે મને કહેવાનું હોય એ મને મારા ફ્રેન્ડ કહે તો ગમશે તને....????"

વિરાટ: "ના ના જરા પણ ન ગમે મને કે તું મારી સિવાય બીજા કોઈને મારો હક દે એ, અને કોઈ મારી જેવો હક જતાવે એ પણ મને ન ગમે."

મિશા: " હા તો મારો તો વિચાર કર વિરાટ હું તારી સાથે લગ્ન કરવાની છું અને મારા ભવિષ્યના પતિના ફોનમાં હું એની ફ્રેન્ડ ન કરવાની વાત કરતું ચેટ જોવું એ પણ એવી ફ્રેન્ડ જેની સગાઈ થઇ ગઇ છે તો પણ એ તને આવી વાત કરે છે શું મારો હક નથી લેવાની કોશિશ કરતી નેહા...???? આ બધું મારે તને કહેવું જોઈએ કે નેહા એ...???? નેહાને આટલો જ પ્રેમ હોય તારા માટે તો એને કે ને એ નિસર્ગને મૂકી દે અને તારો હાથ પકડી લે 4 જિંદગી તો ખરાબ ન થાય."

વિરાટ: " હું રાત સુધીમાં મારે શું કરવું એ વિચારીને તને કહું."

મિશા: "ઓકે, પણ વિરાટ તું મારા સવાલનો જવાબ યોગ્ય નિર્ણય લઈને આપજે, નેહા ખોટું કરે છે એ તને અને મને બંનેને ખબર છે તો મને વિશ્વાસ છે કે તું સચનો જ સાથ આપીશ. મે મારા ઘરે નેહા અને તારા ચેટની વાત કરી છે. અમે રાતે આવશું ઘરે આ બાબતે વાત કરવા, રાતે મળીયે હો ને."

( શું કરશે વિરાટ...???? એની ભવિષ્યની પત્ની નો વિચાર કરશે કે નેહાનો...??? શું નેહા એ કર્યું એ સાચું હતું કે ખોટું...??? નેહા શુ કામ એવું કરતી હશે...???? વિરાટ શું કહેશે મિશા ને....???? આ દરેક સવાલના જવાબ મેળવવા માટે મારી સાથે આ સફરમાં જોડાયેલા રહો. અને આ રોમાંચક સફરની મજા માણતા રહો. આપ પણ અંદાજો લગાવીને સવાલના જવાબ પ્રતિભાવમાં આપી શકો છો.)
(અસ્તુ)