aankhoni bhasha books and stories free download online pdf in Gujarati

આંખોની ભાષા.

કાંકરિયા તળાવ ફરતે સવાર સવારમાં તંદુરસ્તી માટે દોડતા ભીડભાડ વચ્ચે એક છોકરી સવાર-સવારમાં કાંકરિયાની પાળ ઉપર બેસી ને કુદરતનો નિખાર નિરખી રહી છે..

આ કાવ્યા જાણે કે સૂરજને વેલકમ કરી રહી હતી. ઉગતા અને ડૂબતાં સુરજને જોવાની અલગ જ મજા છે.
આ કુદરતનો અહેસાસ આ જગ્યા એવી છે કે સુરજ ઉગતા પહેલા જ બધા જોગિંગ કરવા પહોંચી જતા હોય છે .
દરરોજના રુટિન મુજબ આરવ જોગીગ કરતા કરતા તેની નજર એકલી બેસી રહેતી છોકરી પર પડી.

એવું તે શું કારણ હશે? કંઈ પ્રોબ્લેમ હશે? મારાથી મદદ થઈ શકે તો કરવી જોઈએ પણ હિંમત કરવી કેવી રીતે કોઈ ને એમ જ તો ન પૂછાય.

વિચારોમાં ને વિચારોમાં અઠવાડિયું નીકળી ગયુ. દરરોજ એ જ પ્લેસ એ જ જગ્યા અને તેનું એકલા એકલા બેસી રહેવું..
'Hi
Good morning.
are you ok'
'યા'
'sorry
મારે પૂછવું તો ન જ જોઈએ પણ તમે ઠીક તો છો ને?
કોઈ બ્રેકઅપ પ્રોબ્લેમ?
I help you.?
કંઈ પણ હોય તો તમે મને જણાવી શકો છો?
ઘર તરફથી કોઈ જબરજસ્તી છે.?
I am very concerned .
તમારે કોઈ દોસ્ત ના હોય તો મને કહી શકો છો.?'

'એ બસ.
આટલા બધા પ્રશ્નો ગણાવી દીધા
આવા ટિપિકલ પ્રશ્ન.'
'ઓહ! સારું થયું કંઈક તો બોલ્યા.'
"હું કઈ દુખી લાગુ છું"
"મેં તો એટલા માટે પુછ્યું કે આખા અઠવાડિયાથી મેં તમને એકલા બેઠેલા જોયા છે."
"કેમ એકલા એકલા ન બેસાય.?
"બેસાય ને પણ તમારી જોડે કોઈ ફ્રેન્ડ નથી એકલા કંટાળો ના આવે"
"કેમ? ફ્રેન્ડ કે કપલ હોય તો જ બેસાય.. કેમ દરેક વખતે કઈ પ્રોબ્લેમ હોય તોજ એકલા બેઠા હોઈએ.
તુ છે કોણ?"
" અરે !તુ તો અજીબ છોકરી છે"
"હા...I am nature lover.
મને તો આ પાણી , પાણી ઉપર ઉગતો સૂરજ કઈક અલગ જ ફિલીગ આપે છે.. કુદરતની આગવી ખૂબસૂરત ફિલ્મ જોવા મળે તો તમે એકલા કેવી રીતે હોઇ શકો.
મને તો કુદરતની ફીલિંગ્સ ખૂબ જ ગમે છે.
મારા પોતાની જોડે સમય વિતાવવાનો ગમે છે તો પછી હું ,એકલી કેવી રીતે હોઈ શંકુ."

"તો પછી હું તમને ડીસ્ટર્બ કરું છું માટે મારે અહી થી જવું જોઈએ"
"મોકો મળે તો પોતાની જોડે થોડો સમય વિતાવી લેવો જોઈએ."
"એકલો હું તો ના રહી શકું."
"ચલો હવે અહીં બેસવાનો ટાઈમ પૂરો થઈ ગયો આપણે હવે જવું જોઈએ."
"સાચું કહ્યું ઓકે બાય"
દરરોજ..
"ગુડ મોર્નિંગ"
કહીં ને કાવ્યા ની વાતો શરૂ થાય અને લાગે કે હજુ પણ વાત કરવાની બાકી રહી ગઈ છે.
ધીમે ધીમે કોફી ડેટમાં થયેલા તારી સ્પેશ્યલ મૂવી, સ્પેશ્યલ સોંગ, સ્પેશ્યલ ફુડ કેટકેટલું પૂછી લીધું.
બસ એટલું પૂછી ના શક્યો કે હું તારા માટે સ્પેશિયલ બન્યો કે નહીં.

બસ તારી જોડે દરરોજ એક જ કોફી દરોરજ એક જ રસ્તો , એક જ વાત, દરરોજ એજ જોગિંગ. છતાં કંઈક નવું જ લાગે છે.
આજે પણ દરેક સેકન્ડ 24કલાક જોડે રહેવું કદાચ મારા કે તારા માટે શક્ય નહોતું છતાં તારી આદત થઈ ગઈ હતી.
તારી ગુડ મોર્નિંગ થી સવાર , એ પહેલી મુલાકાત, તારો અવાજ તારી ડ્રેસિંગ સેન્સ ,કોફી ડેટ,શેરિંગ ,કેરીગ બધું જ ધીમે ધીમે મારી આદત બની ગઈ હતી.
જ્યારે તું ના હોય ત્યારે તારી યાદ મા આખી રાત જાગતા એજ વિચાર કે કાલે શું થશે !
તેની લાઈફ મા મારુ કેટલું મહત્વ છે એને વાત પણ કેવી રીતે કરવી.
તેને તો નેચરમાં એકલું જ રહેવું હતું.
ના કોઈ બંધન ના કોઈ આસપાસ હોય બસ પોતાના પ્રત્યે પ્રેમ પોતાનામાં ખોવાયેલું રહેવું હતું.

બસ રાહ જોવુ છું મારો વનકહ્યો પ્રેમ તેના સુધી પહોંચશે જરૂર.
મારી વણ કહેવાયેલી લાગણીઓને આ આંખોએ વાચા આપી છે .
આંખોથી થઈને દિલમાં ઉતરી ગયા દિલના એક ખૂણામાં છુપાઈ ને બેસી ગયા.
શબ્દોથી તો હું કઈ કહી શક્યો નહીં અને આંખોથી કહ્યું પણ એ સમજી ના શક્યા.
પ્રેમ તો ક્યાં કોઈ શબ્દ નો મોહતાજ છે.
તે તો આંખોથી વ્યક્ત થાય છે .
વાણી ને વિરામ હોય છે ને આંખો દ્વારા સમજાય છે.
મારે તો આ હૃદયના પહાડોને તોડી ને એક સુંદર ઝરણા ની જેમ વહેતો રાખવો છે.
પ્રેમ ને ક્યાં કોઈ કેદ હોય છે..
બસ એ તો તેની હદ માં વિહરયા જ કરે છે.

પછી ભલે મારો પ્રેમ વણકહ્યો હોય આખરે તો તે પણ મારી લાગણી અનુભવશે.

એક મનથી બીજા મન સુધી મારો અહેસાસ લાગણીઓ જરૂર પહોંચશે એવો મને વિશ્વાસ છે.