premni ghelchha books and stories free download online pdf in Gujarati

પ્રેમની ઘેલછા

જ્યારે આપણને કોઈ ગમતું થઈ જાય અને પ્રેમ થઈ જાય તો તે પ્રિયતમા ને કશું જ શબ્દ વડે કહ્યા વિના જ એને પણ અનુભૂતિ થાય છે.સતત તેના જ વિચાર કરતા રહીએ તો એને પણ ભાસ થાય જ છે .જે કુદરતી ક્રમ કે પછી પ્રેમ ની ભાષા કહી શકાય.

આવી જ એક પ્રેમની વાત છે સૂરજ અને સંધ્યા. આ એ દિવસો ની વાત છે જ્યારે બંને એક જ કૉલેજ અને એક જ ક્લાસ માં હતા. સૂરજ સંધ્યા ને ચૂપકી રીતે નિહાળ્યા કરતો હોય છે. સંધ્યા પણ તે વાત અજાણ ન હતી. તે પણ સૂરજ ને પસંદ કરતી હતી. પણ પ્રેમ નો એકરાર કરે કોણ પેહલા? બસ, આજ પ્રશ્ન સાથે એક બીજા ને ચાહતા હતા. એક ક્લાસ માં એટલે કોઈ ને કોઈ બાબત થી વાત થતી રેહતી. સૂરજ જ્યારે પણ કોઈ પણ બહાના કરીને તેની જોડે વાત કરવા માટે આતુર રહેતો.એની સાથે વાત કરવી, એનું સ્મિત રેલાવું અને એનું ગીત ગાવું જે સૂરજ ના દિલ ના દ્વાર ખુલી નાખ્યા હતા.

આખું જ વર્ષે બંને એક બીજા ને એકરાર વિના જ પ્રેમ પાંગળી રહેલી કુપણ સાથે જ વીતાવી લીધું. એપ્રિલ મહિનો એટલે ગરમી અને પરિક્ષા નો મહિનો. પરિક્ષા સમયે બંને એક બીજા જોડે વાત કરવાનું બહાનું શોધતા હતા પણ પ્રેમ ને ઈઝહાર ન કરતા હતા. સૂરજ ના દિલ માં સંધ્યા માટે પ્રેમ ની લાગણી ઉંડાય સુધી વસી ગઈ. સંધ્યા કોઈ પણ કૉલેજ ની સ્ટડી સબંધી બાબત લઈ ને સૂરજ પાસે આવે .સૂરજ તેને સમજાવતો હોઈ તો તેનું ધ્યાન પુસ્તક કરતા સૂરજ ના ચેહરા પર જ અટકી ને રહી જતું. બંને એકબીજા ના પ્રેમ મા ખુબજ આતુર હતા.

કૉલેજ નું નવું વર્ષ નવી આશા અને પ્રેમ ની નવી કિરણ સાથે થયું . સૂરજ સંધ્યા ની નજીક જવા માટે ના જ પ્રયત્ન કરતો હોય છે તેમ સંધ્યા પણ એની નજીક આવવા માટે ડગલું માંડતી હોય છે. પણ ડર એ વાત નો હતો કે જો સંધ્યા ને મારા પ્રીત ની એકરાર એને ન ગમશે તો, અને સંધ્યા ને પણ આજ વાત નો ડર સતાવતો હતો. મંજિલ એક હતી , એક જ મારગ પર ચાલતા હતા છતાં પણ પ્રેમ ને વ્યક્ત કરવાનો ડર રહ્યા કરતો હતો. બસ , આમ જ એમની પ્રેમ કથા ચાલ્યા કરી.

આજે કૉલેજ માં એનાઉન્સ થયું અને ગ્રૂપ માં વેચી દીધા. કેમ કે કૉલેજ માં એક પ્રોજેક્ટ થઈ રહ્યો હતો. ભગવાનને પણ ગમ્યું કે સૂરજ અને સંધ્યા એક જ ગ્રૂપ માં આવ્યા. મનમાં ને મનમાં બંને ખુશ હતા. કેમ કે બંને ને જોડે સમય પસાર કરવા નો મોકો મળશે. પ્રોજેક્ટ ની બાબત થી બંને વચ્ચે મેસેજ શરૂ થાય. બંને જણા વાત કરવા લાગ્યા. સોશિઅલ મીડિયા ખરેખર સમાજ ને બનાવે છે તેવું પ્રતીત સૂરજ અને સંધ્યા ને થતું હતું.મેસેજ થી વાત થતાં થતાં એક બીજા ની ખુબજ નજીક આવી ગયા.
સંધ્યા પ્રોજેક્ટ મા લખી રહી હતી ત્યારે એની લટ એના ગાલ પર લટાર મારી રહી હતી. સૂરજ આ દૃશ્ય ને જોઈ ને મન ની અંદર એને સ્પર્શવા ની સ્ફુરણા જાગી. સૂરજ હરવે થી એની લટ ને આંગળી ના ટેરવા વડે સેહલાવવા લાગ્યો. સંધ્યા જાણે પોતા ની સભાનતા ખોઈને મદિરા નું જાણે પાન કરી રહી હોઈ એમ નશા માં ડૂબી ગઈ. એક બીજા ની સામે જોઇને નિર્દોષ હાસ્ય કરવું , એક બીજા ને ચોરી રીતે સ્પર્શવું અને એકબીજા ની નજીક બેસી ને વાતો કરવી. આ બધી ક્રિયાઓ પ્રેમ ના એકરાર ની નજીક આવી રહી હતી. સંધ્યા ના શરમાઈ ને નજર નીચી કરવી અને નીચી નજરમાં સૂરજ ને જોયા કરવું , આ દૃશ્ય રાધા કૃષ્ણ ની પ્રીત ની મોહક યાદ કરાવતું હતું.હવે સમય હતો એકરાર કરવાનો. સંધ્યા જ્યાં બેઠી હતી ત્યાં સૂરજ ને બોલાવે છે, અને કહે છે કે" મારે એક મિત્ર તરીકે તુ જોઈએ છે. " પણ મિત્ર સુધી વાત અટકે તે સંધ્યા ને પણ પચતું ન હતું પરંતુ પ્રેમ ની શરૂઆત મિત્ર થી જ થાય છે તે વાત જાણતી હતી. સૂરજ પણ પ્રેમ થી પામવા માગતો હતો. સૂરજ સંધ્યા ને ગિફ્ટ આપવા માગતો હતો, પણ સંધ્યા એ કહ્યું કે મને એવી ગિફ્ટ આપજે જે હું લઈ શકું." સૂરજ એક ફૂલ સંધ્યા ને આપે છે તે જ પેહલા પ્રેમ ની અમૂલ્ય શરૂઆત હતી.
સૂરજ અને સંધ્યા પ્રેમના પંથ પર જઈ રહ્યા હતા. એક દિવસ સૂરજ સંધ્યા ને ગળે લગાવવા માગતો હતો . આ વાત ની સંધ્યા ને જાણ કરી. સંધ્યા પેહલા આનાકાની કરતી હતી પણ એને પણ દિલ ની ચાહ હતી. સંધ્યા માની જાય છે. એક રૂમ માં બંને જણા એકલા જ હતા . સૂરજ ગળે મળવા કહે છે , સંધ્યા દીવાલ ને અડકી ને ખૂણા માં ઉભી રહી જાય છે. સૂરજ એને બાથ માં ભરે છે , સંધ્યા પણ જકડી પડે છે. સૂરજ અને સંધ્યા નું મિલન જાણે ક્ષિતિજ માં આકાશ અને ધરતી નું મિલન એમ પ્રેમની ઘેલછા જાગી હતી. સૂરજ સંધ્યાની ઇઝાજત વિના જ હોઠ પર ચુંબન કરે છે. સૂરજ અને સંધ્યા હોઠ થી હોઠ પરોવિને જ પ્રેમ નો એકરાર કરી બેસે છે. એકબીજા ના દિલ માં ઉતારીને દિલ ની લાગણી માં વહી જાય છે. સૂરજ અને સંધ્યા નું મિલન સૌંદર્યતા ભર્યું હતું , જે ઢળતા સૂરજ ની સંધ્યા પોતાના માં જ પ્રેમ ના કિરણ ને સમાવી દે છે.