Maansai books and stories free download online pdf in Gujarati

માણસાઈ

જગદીશ શેઠ ને પૈસાનું એટલું અભિમાન કે જમીન પર પગ ના ટકે તેમની વાણીમાંથીએ પૈસાની ઝલક છલકાય .. તેમના પૈસાએ તો તેમને માણસાઇ પણ ભૂલાવી દીધી હતી.. ઘરના નાના નોકરથી લઇ ને કોઇપણ નાના માણસને તેઓ તુચ્છ ઘણી ઉતારી પાડતા..
પણ કહેવાય છેને પાપનો ઘડો ભરાય એટલે ફૂટે છે. તેમ જ્યારે પૈસાનો અહંકાર આવી જાય ને ત્યારે કુદરત એને ઠેકાણે લાવે છે...
ઘરમાં પણ તેમનો એટલો રૂઆબ છે.
નાના દીકરાના લગ્ન હમણાં જ કર્યા છે.. તેની વહુ સંધ્યા ભક્તિ ભાવ વાળી અને દયાળુ છે..
તે પણ મોટા ઘરની દિકરીછે. પણ ક્યાંય મોં પર પૈસાનું અભિમાન નથી...
તેના સસરાનું વર્તન જોઇ તે અચંબીત છે..
મારા સસરા ને મારે માણસાઇ શું છે તે તો બતાવવું પડશે... નહિં તો તે તેમની પોતાની ઉન્નતિ નહીં કરી શકે...
એક દિવસની વાત છે. તે ઘરમાં એક આશ્રમમાં દર્શન કરવા જવાની વાત કરે છે..
જગદીશ ભાઇ આનાકાની કરતા માની જાય છે...
ઘરના બધા આશ્રમમાં પહોંચે છે. આશ્રમમાં પૂરબહાર પ્રકૃતિ ખીલી છે.. કેટલું શાંત વાતાવરણ જે મનને અંદરથી ઠંડક પહોંચાડે છે.. બધા આશ્રમ ના વાતાવરણમાં મસ્ત બની ઝૂમી રહ્યા છે..
ત્યાં જગદીશ ભાઇ પોતાની ગાડી લઇ આશ્રમ માં થી બહાર નીકળી જાય છે..
પણ આ શું થોડેક દુર પહોંચ્યા હશેને ધોધમાર વરસાદ શરૂ થઇ જાય છે..
જંગલ નો રસ્તો વરસાદ સાથે તોફાન હવે ક્યાં જવું ધીરે ધીરે ગાડી થોડી આગળ લેછે..
ગાડીમાં થૌડે સમય વિતાવે છે.. ખૂબજ અકળામણ થાય છે..હવેતો ભૂખ પણ લાગવામાંડી છે.. એટલામાં થોડેક દુર ઝુપડું દેખાયુ તે ઉતરીને તે તરફ ચાલવા લાગ્યા..
ઝૂપડા પર પહોંચીને જૂવે છે. તો એક બાઇ રોટલા ઘડતી હતી ભાઇ માણસ ખોયામાં રહેલી તેની દીકરીને ઝૂલાવતો હતો...
જગદીશ ભાઇ ને જોઇને તે માણસ ઊભો થઇ ગયો.. આવો શેઠ બેસો
તે સંકોચ સાથે ઊભા રહી ગયા ...
તે માણસ પાણીનો કળશો ભરી લઇ આવ્યો ..
લો પાણી પીવો ...
વરસાદ માં ફસાયા લાગો છો....
હા, ભાઇ
તેમની પત્ની ને કહ્યું એક રકાબી ચા બનાવી દે...
જગદીશ ભાઇ તો આ નાના માણસનો વ્યવહાર જોઇ અચંબીત થઇ ગયા...
તેમના ઘરવાળી એ ચા સાથે રોટલો પણ વાળું કરવા દીધો...
ના મારે નથી જમવું...
જમી લો શેઠ આવા ટાણે ક્યાં જશો?
અંધારું ધરતી પર ઓગળી રહ્યું હતું..
જગદીશ ભાઇ નો અહંકાર પણ જેમ બટકું રોટલો ખાતા જાય તેમ ઓગળી રહ્યો હતો...
તે બાળપણમાં ભણેલી કાવ્યપંક્તિ જે પૈસા આવતા ભૂલાઈ ગઇ હતી તે યાદ આવતી હતી..
" હું માનવી માનવ થાઉં તોયે ઘણું"
માણસાઇ તો આ ગરીબ માણસમાં ઝળકી ઉઠી છે.. કોઇ ઓળખાણ વગર આટલી સરભરા કરે છે...
આખા દિવસ ના થાકેલા જગદીશ ભાઇ ને આજે તૂટેલી ગોદડીમાંયે ઊંઘ ક્યારે આવી ખબરજ ના પડી.. કહેવત છેને
" ભૂખ ના જુવે ટાઢો રોટલો ઊંઘ ના જૂવે તૂટી ગોદડી"
સવાર પડતાં આકાશ ખુલ્લું થઇ ગયું હતું.
પંખીઓ ના કલરવ થી શેઠની ઊંઘ ઉડી તે ઊભા થયા.. અને પેલા ભાઇ ના હાથમાં પૈસા આપવા જતા હતા...
પેલો ભાઇ બોલ્યો આ શું કરો છો તમેતો અમારા મહેમાન કહેવાઓ ...મહેમાન એતો ભગવાન નું રૂપ હોય...
ઘણી આનાકાની કરી તેમને પૈસાના લીધા ફરીથી આ ભાઇ ની માણસાઇ ઝળકી.. એ માણસાઇની ઊંડી છાપ આ શેઠ ઉપર પડી..
તેઓ સવારે આશ્રમ પાછા ફર્યા.. તો તેમનો પરિવાર પણ તેમના માટે ચિંતાતુર હતો...
બધાએ એમને જોઇ હાશકારો થયો...
અને ઘરે પાછા ફર્યા..
ઘરે આવી બધાએ નોંધ લીધીકે જગદીશ ભાઇ નું બધાની સાથે વર્તન બદલાઈ ગયું હતું.. બધાને ત્યારે અચંબીત થયા કે એમને એક જગ્યા લીધી અને એક સંસ્થા શરુ કરવાનો વિચાર બધા સામે રજુ કર્યા કે આજથી જે આપણે ત્યાં મજુર વર્ગ છે.. તેમનો ખાવા પીવાનો અને ભણવાનો ખર્ચ આપણી આ સંસ્થા કરશે..
તેનો કારભાર નાનીવહુ સંધ્યા સંભાળશે...
મજુર વર્ગમાં આનંદનું મોજું છવાઈ ગયું..
જે શેઠ સામે મળે તો પણ તુચ્છ ગણી અપમાન કરી દેતા તેજ શેઠ આજે તેમની વચ્ચે બેઠા હતા....
આજે રાતે ઘરનું વાતાવરણ પણ અલગ હતું બધાના ચહેરા પર આનંદ હતો..
તેમની સાથે બનેલી ઘટનાની વાત કરતાં તે બોલ્યા. કે મને સમજાઇ ગયું ...
હું પૈસાથી તો અમીર હતો પણ દિલનો ગરીબ હતો એટલેજ મારામાંથી માણસાઇ મરી પરવારી હતી...
પણ એ ગરીબ માણસ પાસે દિલ ની અમીરી છે. એટલેજ એની મણસાઇ ઝળકી ઉઠી...

પિન્કી પટેલ....