Dil ka rishta - a love story - 36 books and stories free download online pdf in Gujarati

દિલ કા રિશ્તા A LOVE STORY - 36

ભાગ - 36





રોહન - શુ તું કોઈ ને પ્રેમ કરે છે ????

તેજલ - હા

આટલું સાંભળી રોહન પર જાણે આભ તૂટ્યું જેને એ પ્રેમ કરે છે એની જિંદગી માં પેલે થી જ કોઈ છે ???

હજારો વિચારો આવવા લાગ્યા ક કોણ હશે એ?? એને થયું કે એને જ પૂછી લઉ

પણ દિલ માં ડર હતો કે રોહન તેજલ ના મોઢે પોતાના નામ સિવાય કોઈ બીજા નું નામ સાંભળી નહિ શકે છતાં રોહન હિંમત એકઠી કરી પૂછી જ લીધું

રોહન - તું મજાક તો નથી કરતી ને??? મતલબ સાચે જ..???

તેજલ - અરે હા યાર તને વિશ્વાસ ન આવતો હોય તો પૂજા ને કે મારી કોઈ પણ ફ્રેન્ડ ને પૂછી લેજે કે હું એને કેટલી હદે ચાહું છું અને એની પાછળ પાગલ છું

રોહન ની હિંમત એ જવાબ આપી દીધો હવે એ આગળ નહિ જ સાંભળી શકે કારણ કે જે જગ્યા એ પોતે હોઈ એવા સપના જોઈ રહેલો રોહન પોતાની જગ્યા એ કોઈ ને કેમ જોઈ શકે અને શું ???પૂજા ને પણ ખબર છે તો એને તો મને કંઈ કહ્યું નહિ એને પૂજા પર ગુસ્સો આવી રહ્યો છે કે એને તો હું જોઈ લઇશ પણ આ નવી બલા ક્યાં થી આવી યાર કોણ હશે એ ?? આમ તો પાગલ થઈ જઈશ યાર એક કામ કરૂં પૂછી જ લેવા દે કોણ છે એ ..એને હિંમત ભેગી કરી અને મેસેજ કર્યો

કોણ છે એ ???

તેજલ - તું જાણવા માંગે છે કે કોણ છે એ ??અરે નામ શું ફોટો પણ મોકલી દઉં તું જ કેજે મારી ચોઇસ કેવી છે વેઇટ મોકલું pics ..

શુ???ફોટો પણ??? ઓ બેરહમ છોકરી! સામે વાળા ના દિલ પર શુ વીતશે એ તો વિચાર કર... ના.. હું નહિ જોવ ફોટો .... ના યાર જોઈ તો લઉ કોણ છે ..... અરે ના યાર મારા થી નહિ જોવાય

પોતાની સાથે જ દલીલ બાજી કરી રહ્યો હતો રોહન ત્યાં જ નોટિફિકેશન બેલ વાગી

જે હોઈ એ જોઈ તો લઉં કે કોણ છે એ...

એને થોડી ઘણી બચેલી હિંમત ભેગી કરી ફોટા પર ક્લિક કર્યું

એ ફોટો હતો

બૉલીવુડ સુપર સ્ટાર રણવીર સિંહ નો

રોહન ને તો જોઈ ને ખુશ થવું કે ગુસ્સો કરવો એ ના સમજાનું
ચિબાવલી મને ચિડાવી રહી હતી અને અહીંયા દિલ એટલું જોર થી ધડકી રહ્યું હતું હમણાં હાથ માં આવી જાત

હજી રોહન કઈ મેસેજ કરે પેલા તેજલ ની હસતી ઇમોજીના ઢગલા થયા

રોહન એ ગુસ્સા વળી ઇમોજી મોકલી

પછી બન્ને હસી પડ્યા

રોહન ને હાશ થઈ...

તેજલ કહે કેસી રહી ???

રોહન - ક્યાં કેસી રહી ઓલમોસ્ટ હાર્ટ એટેક આવતા આવતા રહી ગયો હરામી

બંને એકદમ હસે છે

તેજલ એકદમ ખુશ જણાતી હતી એ પોતાની બધી તકલીફ ભૂલી ગઈ હતી રોહન નો સાથ એને પોતાનાપણા ની હૂંફ આપી રહ્યો હતો

તેજલ - થેન્ક્સ રોહન

રોહન - ના. દોસ્તી મેં નો સોરી નો થેન્ક યુ

તેજલ - થેન્ક્સ એટલા માટે કે હું સાચે જ ખૂબ જ સારું ફિલ કરી રહી છું ખબર નહિ હું આટલું કોન્ફરટેબલ આટલા સમય માં ક્યારેય કોઈ સાથે ફિલ નથી કર્યું જેટલું તારી સાથે આટલી જલ્દી કરી રહી છું ખબર નહિ ....પણ.... મતલબ....

રોહન - એજ વિચારે છે ને આવું થવાનું કારણ શું?? શું સબંધ છે એવો આપણો?? આપણી વચ્ચે રિલેશન છે એને શુ નામ આપવું ? રાઈટ???

તેજલ - રાઈટ અને જો મારા દિલ ની વાત પણ તું કેટલી સરળતા થી જાણી લે છો

રોહન - (મન માં) હા તો જાણી જ લઉં ને ત્યાં પહોંચી ગયો છું તો પણ હજી ભાડે છે કાયમ માટે નું બુકીંગ તો નથી થયુ

હા જાણી જ લઉ ને મેડમ દોસ્તી કી હે નિભાની તો પડેગી રાઈટ ?

તેજલ - રાઈટ

રોહન- અને તું એ વિચારે છે ને કે આપણી વચ્ચે ના રિલેશન ને શુ નામ આપવું તો સાંભળ કોઈ જ નામ નથી આપવું બસ ફિલ કર કારણ કે ક્યારેક નામ આપેલા સંબંધો દિલ ને યકલીફ આપી જાય છે અને નામ વગર ના સંબંધો જિંદગીભર સાથ આપી જાય છે બસ ખુશ રહે જ્યારે પણ એમ થાય કે આ રિલેશન થી કંટાળી ગઈ ત્યારે કહી દેજે મને બાકી કોઈ જ નામ નથી આપવું ઓકે???

તેજલ - હમ્મ.. ઓકે

હવે મારો વારો ચલ truth or dare???

રોહન - truth ...

તેજલ - ઓકે ડ્રિન્ક કરે છે ???

રોહન - ના ક્યારેય નહીં

તેજલ - ઓહ રિયલી સાચું કે છો ???

રોહન - હા તું કોઈ ને પણ પૂછી શકે ફેમિલી ને , પૂજા ને , રશ્મિ ને કોઈ ને પણ

તેજલ - ઓકે હું 2 વાર કૈક પૂછવા માંગુ છું પૂછું ???

રોહન - હા પૂછ

તેજલ (અચકાતા) હમ્મ... તારે અને ... રશ્મિ ને ... મતલબ તમારો રિલેશન શુ છે ???

રોહન - we are just friends એના થી વધારે કઈ જ નહિ

તેજલ ના મન માં થોડી ઘણી શંકા હતી રોહન અને રશ્મિ પ્રત્યે ની એ પણ નીકળી ગઈ હવે એને હાશકારો થયો હવે એને પણ થોડો થોડો ખ્યાલ આવવા લાગ્યો હતો કે પોતે રોહન તરફ ગજબ નું આકર્ષણ અનુભવી રહી છે આખો દિવસ નો થાક અને ચિંતા હોવા છતાં એ મોડી રાત સુધી જાગી રહી હતી અને રોહન સાથે વાત કરી રહી હતી અને વાત કરી બધી પરેશાની ઓ ક્યાં ગાયબ થઈ ગઈ એ ખબર જ ના પડી તેજલ પણ અનુભવી રહી હતી કે પોતાના દિલ ના દરવાજે રોહન દસ્તક આપી ચુક્યો છે અને રોહન પણ એના તરફ લાગણી ધરાવે છે એ પણ જાણી ચુકી હતી અને હવે તો પોતે પણ રોહન માટે પોતાના દિલ ના દ્વાર ખોલવા ઉતાવળી હતી પણ જ્યાં સુધી રોહન ના કહે ત્યાં સુધી પોતે કઈ જ નહીં કહે એવું એને વિચાર્યું

રોહન - ઓય ક્યા ખોવાઈ ગઈ ??

તેજલ - અરે અહીંયા જ છું

રોહન - તો હવે મારો વારો ઓકે

તેજલ - હા ઓકે

રોહન પણ વિચારી વિચારી અને એવા જ સવાલો પૂછવા લાગ્યો કે બધું સાફ દેખાવા લાગે એ આ ગેમ રમી અને તેજલ ની જિંદગી વિશે જાણવા માંગતો હતો જે સિદ્ધુ તો આટલું જલ્દી પુછાય એમ નહોતું

રોહન - તારા માટે સૌ થી વધારે મહત્વ ના વ્યક્તિ ઓ ના નામ આપ ?

તેજલ - હમ્મ આમ જો તો મારી જિંદગી સાથે જોડાયેલા બધા જ લોકો મારા માટે મહ્ત્વ ના છે પણ સૌ થી વધુ કહું તો મમ્મી પપ્પા નાના નાની અને ....

રોહન - અને શું ???

તેજલ - અને આજ થી એક ઇડિયટ..

રોહન - ઓહ આ વખતે વાળા ઇડિયટ માં મજા આવી..

તેજલ શરમાઈ ગઈ એને પોતાને આશ્ચર્ય થયું કે એને શરમાતા પણ આવડે છે તેજલ જેવી બિન્દાસ છોકરી આજ લજામની નો છોડ બની ગઈ હતી તેજલ પણ પોતાના નવા સ્વારૂપ ને જોઈ આશ્ચર્યચકિત હતી

રોહન - ઓય તેજુ . હું તને તેજુ બોલાવી શકું ને ???

તેજલ - હમ્મ આ નામ થી તારા સિવાય કોઈ ને હા નથી પાડી પણ તું બોલાવી શકે

રોહન - ઓહ વાહ આટલા મહેરબાન કેમ છો મેડમ ?

તેજલ - કારણ કે .... હમ્મ.... તું બધા ની જેમ નથી

રોહન - અચ્છા તો ???

તેજલ - હમ્મ... તું...તું સ્પેશિયલ છો

આટલું સાંભળી તો રોહન ને જાને આખી દુનિયા મળી ગઈ હોય એટલી ખુશી મળે છે

રોહન - ઓય્યયય હોયયય કહી મેં સપના તો નહીં દેખ રહા યા સચમુચ દુનિયા કી સબસે ખુબસુરત લડકી કે લિયે હમ ખાસ હે

તેજલ - ના કોઈ સપનું તો નથી જ

રોહન - હાયયય ઇતની ખુશી.....ઇતની ખુશી....

તેજલ - બસ નાટકબાજ નાટક બંધ કર

બન્ને હસી પડે છે

રોહન - હવે તું થાકી ગઈ હશે ચલ આરામ કરી નહિ તો હું તો સવાર સુધી વાતો કર્યા રાખીશ

તેજલ - hahah રાઈટ હું પણ..

રોહન - અચ્છા તેજુ તને જોવાનું મન થયું છે અત્યારે મોડું બહુ થઈ ગયું તો વિડીઓકોલ નું પણ ના કહી શકું

તેજલ - આપણે કાલ સવારે વાત કરીશું વિડીઓકોલ માં ઓકે

રોહન - હમ્મ.. ઓકે ચાલ ગુડનાઈટ સ્વીટ ડ્રિમ

તેજલ - gn sd tc by

રોહન - બાય નહિ બાકી બધું એક્સપટ કરું છું

તેજલ - કેમ બાય નહિ ???

રોહન - બસ તેજુ હું તને ક્યારેય બાય નથી કેવા માંગતો

તેજલ - બસ આટલી મોદી રાતે આટલો બધો કયુટ ના થા
ચલ ગુડ નાઈટ ટેક કેર

રોહન - ટેક કેર

રોહન આજ ઘણો ખુશ હતો કારણ કે જેના એ સપના જોતો હતો આજ એની સાથે આટલી વાતો અને એના દિલ માં પણ પોતાના માટે લાગણી તો છે એ જાણી જાણે એને સ્વર્ગ નો અહેસાસ થતો હતો આટલો ખુશ રોહન ક્યારેય નહોતો આ એજ અનુભવી શકે જેને સાચે જ કોઈ સાથે પ્રેમ થયો હોય અને કાલ તો એની સાથે વિડીઓ કોલ માં વાત કરવાની હતી કેમ નીકળશે આ રાત

તો પણ સૂવું તો પડશે જ કારણ કે નહીં તો જલ્દી સવાર નહિ પડે. તેજલ ના ફોટો ને સેવ કરી વોલપેપર પર રાખી દીધો હતો જેથી એ એને વારે ઘડી એ જોઈ શકે તેજલ ના વિચારો ને મન માં અને તેજલ ના ફોટો ને દિલ પર રાખી એ સુવાની કોશિશ કરી રહ્યો હતો અને ક્યારે નિંદ્રાધીન થઈ ગયો એને ખબર ના પડી.... તેજલ પણ કંઈક એ રીતે જ મીઠી નીંદર માં પોઢી ગઈ હતી

બન્ને એ વાત થી અજાણ હતા કે આવતી કાલ એ ઉગનારો સૂરજ એની જિંદગી બદલી નાખવાનો હતો



TO BE CONTINUE......

( શુ થવાનું હતું આવતી કાલ એ કે જે બન્ને ની જિંદગી બદલી નાખવાનો હતો ??? એ બદલાવ સકારાત્મક હશે કે નકારાત્મક ???? તેજલ રોહન અને રશ્મિ ની જિંદગી આગળ શું વળાંક લેશે???? શુ થશે આગળ એ જાણવા વાંચતા રહો દિલ કા રિશ્તા.....