melu pachhedu - 17 books and stories free download online pdf in Gujarati

મેલું પછેડું - ભાગ ૧૭

હેલી વહેલી સવારે કોઈ ને જાણ કયૉ વિના પોતાના ગામ પોતાના પિતા પાસે પહોંચી .
જેસંગભાઈ હજી તો નિત્યક્રમ કરતાં હતા ત્યાં જ હેલી ને જોઇ ને બોલ્યા, ‘બુન અતાર માં આટલી વેલી સવારે ! પધારો…… પધારો’ કરી ખાટલો ઢાળ્યો.
‘બાપુ તમારે ઘેલી ને નથ દેવાની?’
‘બુન ઘેલી તો ………..’ બોલતા જેસંગભાઈ વિચાર માં પડ્યા કે ઘેલી તો ઘણા વરસ પેલા હતી . ગાય નું નાનુ વાછરડું નાનકડી કાળી ને જોઈ ને કૂદતી, માથું ડોલાવતી તેની આસપાસ ફરતી તેથી તેનું નામ ઘેલી પાડ્યું હતું. પન આ બુન ને ઘેલી ની કેવી રીતે ખબર?
‘બુન તમે ઘેલી ને કેવી રીતે જાણો ? તમે તો હજી બે દાડા પેલા ગામમાં આયા સો ને ઘેલી તો બવ વરહ પેલા ભગવાન ના ધામ માં જતી રય મારી સોડી ની જ્યમ . ‘
હેલી ફક્ત મલકી ને આંગણા માં પડેલ બોઘેણું લઈ ને ગાય દોહવા બેઠી. તેની બેસવાની ઢબ, ગાય નાં આંચળ સાફ કરી ને જે રીતે ગાય ને પંપાળી ને દોહતી હતી તે જોઈ જેસંગભાઈ મોં માં આંગળા નાંખતા રહી ગયા.
‘બુન આ…આ તમે ચ્યમ , કય રીતે?’ જેસંગભાઈ ના સવાલો નો જવાબ આપ્યા વિના હેલી દૂધ નું બોઘેણું લઈ ને ઘર માં ગઇ ને તેની પાછળ જેસંગભાઈ.
તેના હ્યદય ના ધબકારા તેજ થઈ ગયા હતા તેને કોણ જાણે આજ અલગ આભાસ થતો હતો. “કાળી?” ના……ના એ ક્યાંથી ?
હેલી એ ઘર માં આમ તેમ જોતા કોઈ જૂની ટ્રંક શોધી ને લાવી , તે એ લઈ ને બેસી ખોલતી જ હતી ત્યાં જેસંગભાઈ બોલ્યા, ‘ કોણ સે તુ? ચ્યમ આ રીતે મારા ઘર માં આ બધું ફંફોસે સે?
‘તમે મને ના ઓળખી બાપુ? હું તમારી કાળી…….’ હેલી ની આંખો ભરાય આવી .’મેં તમને કડક ઘી પૂરી ને રોટલો બનાવવાનું કીધું તો ય ના ઓળખી? મેં ગાય દોય ને ઘેલી ને યાદ કરી તો ય ના ઓળખી? આ…..આ પટારા(ટ્રંક) ને અંદર થી લાવી તો ય નય ? આ પટારા માં મારા લૂંગડા ને મારી મા નો ફોટો સે લો હજી મને નય ઓળખો? બાપુ હું તમારી એક ની એક સોરી કાળી’ રડતાં રડતાં તે બોલતી હતી.
‘ ના એવુ ક્યાં થી હોય મારી દિકરી તો બવ વરહ પેલા’ જેસંગભાઈ આટલું બોલ્યા ત્યાં હેલી એ વચ્ચે થી વાત કાપતા કહ્યું, ‘હા બવ વરહ પેલા મરી ગય તી ને પાસી આવી તમને મલવા તમને ઈ કે વા … ઈ કે વા કે…’હેલી આગળ બોલતા હાંફી ગઇ.
‘એવું ના બને હોં બુન અમે ભલે ગામડાં ના અભણ માણા પન એટલું તો હમજી કે આવું ના થાય . આ તો મેં તમને કાલ મારી દિકરી ની વાત કરી એટલે તમે ઇ જ વાત કરી મારી લાગણી ની મજાક કરો સો પન બુન એક બાપ ની એની દિકરી માટે ની લાગણી ની મજાક સારી નય હોં , મેં તમને મારી દિકરી જેવા માની આવકાર આપ્યો પન મને ક્યાં ખબર હતી કે તમને શેર ના લોકો ને કોઈ લાગણી , પરેમ ના હોય . હવે જાવ આંયા થી ને ફરી આંયા પગ ના મેલતા’ કહી જેસંગભાઈ બહાવરા બની આંટા મારવા લાગ્યા.
‘બાપુ હું બાર તેર વરહ ની હતી ને તમને એરુ આભડ્યો તો ,ને મેં તમને ઝેર કાઢી બચાઇવા ‘તા ત્યારે તમે એમ કીધું તુ કે હું તમારા માટે સાક્ષાત જગદંબા સુ અને તમે ભોળાકાકા,ગીધુકાકા ને ચંપા માસી ને કે’તા કે આ તો મારી દિકરી નય પણ ઓલા જનમ ની માં સે , ને આજ મને જતાં રે’વાનું કો સો’. હેલી ના એક એક શબ્દ જેસંગભાઈ ના મન માં તોફાન મચાવી રહ્યા હતા પણ એમનું મન હજી એ સ્વીકારતું ન હતું.
‘આ બધી વાતું તો આખું ગામ જાણે સે બોન ‘ જેસંગભાઈ એ પોલો બચાવ કરતાં કીધું.
‘પન હું કેવી રીતે જાણું એ તો વિચારો! આ ગામમાં બે દા’ડા પેલા આવી સુ આ પટારા માં લુગડા , મારી માં નો ફોટો હું કેવી રીતે જાણું? હાં પેલા નાના પટારા માં મારી માં ના દાગીના સે ઈ તો ગામ નય જાણતું હોય ને ,ગામ ઇ પન નય જાણતું હોય કે મને ચંપા માસી નું વાલોળ-રીંગણ નું શાક બવ ભાવતું . હજી કંઈ પુસવું સે તમે લાખ ના કો પન હું તમારી કાળી સું એટલે સુ જ.
તમે ના કે’શો કે હડસેલો દે’શો તો આ ડેલા ની બાર જય ને ઊભી રહીશ પન તમારા થી કે ગામ થી દૂર નય જાવ’. હેલી બોલ્યે જતી હતી.
(ક્રમશઃ)