The conspiracy he was innocent may be (coniuratio) - 9 books and stories free download online pdf in Gujarati

The conspiracy he was innocent may be (coniuratio) - 9

યલો કલર મીલીના નો ફેવરિટ કલર છે.અને આજે મીલીના યલો લેડીસ શુટ માં આવી છે. અર્થાત નીચે સ્કર્ટ અને ઉપર કોટ. ઊંચી હિલના સેન્ડલ મીલીના ને વર્કોહોલિક તરીકે પણ પ્રદર્શિત કરી રહ્યા છે.અને કેટલેક અંશે વાઈટ હાઉસ માટે હોમલી અને પ્રોફેશનલ પણ. એક્ચ્યુલી એન્ડ બેઈસીક મીલીના વિશે કહીએ તો એ એક સેહેમી સેહેમી સ્ત્રી છે‌.અને કેટલેક અંશે વુમન એન્ટીટી નો આડંબર પણ કરે છે. વાસ્તવમાં તે સેહેમી સેહેમી રહેવાવાળી સ્ત્રી છે અને કદાચ એટલે પણ કવર પ્રાપ્ત કરતી વખતે તેના ચહેરા પર અનિચછા. અને અસહાય ના હાવભાવ સ્પષ્ટ તરી આવ્યા હતા. બેઝિક મીલીના કોઈ બોલ્ડ વુમન તો નથી જ. જોકે દુનિયાની મોટાભાગની સ્ત્રીઓ કે જે પોતાની જાત ને બોલ્ડ કેવડાવતી હોય છે તે ખરેખર બોલ્ડ હોતી જ નથી. તે વાસ્તવમાં બોલ્ડ હોવાનો આ આડંબર માત્ર જ કરતી હોય છે. દુનિયાની લગભગ બધી જ સારા અને સંસ્કારી ઘરની સ્ત્રીઓ અંદરથી સહેમેલી જ હોય છે. મીલીના પણ ઓલમોસ્ટ આવી જ સ્ત્રી છે. મીલીના એના પર્સમાં મેકઅપ કરવાના નામે તેની એક lipstick એક પાવડર અને પફ તથા તેનું હજારો ફૂલો ની ખુશ્બુ વાળું ડીનેચર સ્પીરીટ મિક્ષડ કૉલીન વૉટર જે તેનું ફેવરિટ છે. મીલીના ક્યારે એવું નહોતી ઈચ્છતી કે તેના કૉલીન વોટરથી લોકો પ્રભાવિત થાય.તે તો સ્વયમ જ તેના કૉલીન વૉટર રની ખુશ્બુમાં મદહોશ રહેવા માગતી હતી. મીના ક્યારે ડાયટિંગ કરવામાં પણ નથી માનતી.અને એટલે જે તેનો ભરાવદાર ચહેરો અને રુષ્ટ પુષ્ટ કાયા કોઈપણ કામી પુરુષને તેના પર સર્વસ્વ લૂંટાવી લેવા માટે વિવશ કરી શકે છે.

સ્ત્રી ની ડાયેટ બૉડી એ એકચયુઅલી સિલ્વર સ્ક્રીન માટે બની છે સેક્સ માટે નહીં. જો સ્ત્રી એ ખરેખર જ સેક્સનો આનંદ જોઈતો હોય તો તેનુ રુષ્ટ પુષ્ટ હોવું જરૂરી છે. એક રુષ્ટ પુષ્ટ સ્ત્રીની અંદર જ પુરુષને પોતાની સુરક્ષા નો અનુભવ થઈ શકે છે ડાયટ વુમનની અંદર ક્યારેય નહીં. કદાચ એટલે પણ અમેરિકા ના ઐતિહાસિક પન્ના ઓ પર લખાયું હશે કે મી christ તેમની ડાયટ વાઇફને ભૂલીને મીલીના બાજુ warmly વળી ગયા હતા. મીના નું સેલ્ફ સેન્સ પણ ગજબ નું છે. એટલે જ તેણે તેની આ રુષ્ટ પુષ્ટ કાયા પર બફ કટ હેર સ્ટાઈલ રાખી છે. જે ideally શુંટ છે. જો આ હેર સ્ટાઈલ કોઈ ડાયટ વુમને રાખી હોત તો એ હેર સ્ટાઈલ ની મઝાક જ કહેવાતે એ વાત પણ એટલી જ સાચી છે.

છેલ્લા કેટલાક સમયથી મીલીના ના pride એક્સપ્રેશન્સ માં ડીક્રિઝન્સ પણ સ્પષ્ટ થઈ રહ્યા છે. કારણકે વ્હાઇટ હાઉસ ના યુએસ ચેર પર્સન ની સેક્રેટરી વાળી most sophisticated જોબ મળ્યા પછી પણ મીલીના તેનાથી અસંતુષ્ટ છે કારણ કે તેના પેશન થી દૂર છે એટલે કે નેવિગેશન પ્રોફેશન.

ઓછું બોલવા વાળી અને ઓછું વિચાર વા વાળી મીલીના ખરેખરજ લાખોમાં એક છે. કદાચ કોઈ ચમત્કાર થઈ ને એક રોબોટ ની સેન્સીબીલીટી જાગૃત થઈ છે .પરંતુ એક પ્રોફેશનલ પોલીટીશીયન ની ક્યારેય નહીં.અને કદાચ એટલે પણ સગડી ની આગળ મીણ પીગળવા લાગ્યુ હોવા છતાં પણ conspiracy ગોઇંગ ઓન જ રહી હતી. ષડયંત્ર કારી ઓ ને મીલીના અને christ વચ્ચે આકાર પામી ચૂકેલા પ્રેમનો કોઈ અહેસાસ જ નહોતો.આ પણ અમેરિકા ના ઇતિહાસ નું એક સત્ય જ છે. મીલીના એ ક્યારેય એવો પ્રયત્ન નહોતો કર્યો કે મિસ્ટર christ ની કમજોરીઓ ને જાણુ અને તેમને મારી મોહ જાળમાં ફસાવું. કારણકે બેસીક મીલીના એવી સ્ત્રી હતી જ નહીં. એને વ્હાઈટ હાઉસમાં સ્વિમ માત્ર જ કરી દેવામાં આવી હતી.