ganga ba ni haveli - 1 books and stories free download online pdf in Gujarati

ગંગાબાની હવેલી(ભાગ-૧)

ગંગાબાની હવેલી(ભાગ-૧)

રાજસ્થાનાં એક નાનકડા એવા ગામમાં ગંગાબાની હવેલી હતી.આ હવેલીમાં ઘણુંબધો સોનેનો ખજાનો હતો,પણ ગંગાબા કયારેય કોઈને વાત નોહતા કરતા કે આ જગ્યા પર સોનાનો ખજાનો છે.

હવેલીની આલીશાન હતી.હવેલીનો વારસદાર એક જ હતો,પણ એ અમેરિકા રહેતો હતો.અહીં આ હવેલીમાં ગંગાબા એક જ રહેતા હતા. હવેલીની ચારેય બાજુ મોટી મોટી દીવાલો હતી.હેવલીની અંદર પ્રવેશ કરવો મુશ્કેલ હતો.એક દરવાજો હતો પણ તે કોઈને ખ્યાલ ન હતો કે તે દરવાજો ક્યાં છે.

હવેલી અંદર ઘણા સમયથી ગંગાબા એક જ રહેતા હતા,એટલે હવેલીના ઉપરના ભાગને હવેલી પર ધુડ અને કચરો એટલો જામી ગયો હતો કે ગામના લોકો કહેતા કે ઉપર ભૂત થાય છે.પણ એવું કંઈ હતું નહીં
હવેલીમાં કોઈ રેહવા વાળું હતું નહીં એટલે ગંગાબા
નીચે જ બધી સાફ સફાઈ કરાવતા હતા.

ઘણા તો ગામમાં આ હવેલીની ભૂતની હવેલી પણ કહેતા હતા.હવેલી બાજુ તેવો ક્યારેય ફરકતા પણ નહી.ઘણા વર્ષો પહેલા રાત્રે વાડીએથી આવીને મગન હવેલી પાસેથી નીકળ્યો.બધી જ બાજુ અંધારું હતું.અચાનક હવેલી પાસેથી નીકળતા હવેલીમાંથી રડવાના અવાજ આવી રહ્યા હતા.હવેલીમાં બધી જ બાજુ અચાનક લાઈટો થવા લાગી.જાત જાતના અવાજ આવા લાગ્યા.મગનો એટલો ડરી ગયો કે તે દિવસે અડધી રાત્રે આખા ગામને જગાડયું.તે દિવસથી
આ હવેલીને બધા ભૂતની હવેલી કહેવા લાગ્યા,પણ
ગંગાબા આ હવેલીમાં શાંતિથી રહેતા હતા.તેને કોઈ ભૂતથી ડરનો હતો.

ગંગાબાની ઉંમર સિત્તેર વર્ષની આજુબાજુ થઈ ગઈ હતી.તેમના પતિ તેમને છોડીને દસ વર્ષ પહેલાં ધામમાં વહી ગયા હતા.ગંગાબાનો છોકરો હતો તે વિદેશમાં રહેતો હતો.ઘરે કોઈ કામ કરવા વાળું હતું નહિ એટલે ગંગાબાના છોકરા એ હવેલીનું કામ કરવા માટે ત્રણ નોકર રાખ્યા હતા.એ ત્રણેય નોકર પોત પોતાનું કામ કરી દરરોજ વહી જતા હતા.

ઘરનું નાનું મોટું કામ કરવા માટે પરષોત્તમને રાખ્યો હતા.તેના પર ગામના સૌ લોકો વિશ્વાસ કરતા કે
આ પરષોત્તમ મરી જાય પણ કોયદી કોઈનું ખોટું ન કરે.પરષોત્તમ નાના મોટા હવેલીના બધા જ કામ કરતો.કોઈ વસ્તું બહાર લેવા જવાનું હોઈ.કે તેમના છોકરા એ ગંગાબા માટે કોઈ વસ્તું મેકલી હોઈ તે લઇ આપતો.ગંગાબાને પણ પરષોત્તમ પર ઘણો વાહલ હતો.

પરસોત્તમની ઘરવાળી પણ ક્યારેક ક્યારેક ગંગાબાની હવેલી પર ગંગાબાને મળવા આવતી.પરષોત્તમના ઘરે ખાવાના પણ ફાંફા હતા.એટલે ગંગાબાની હવેલી પર તે કાયરેક કયારેક આવતી ત્યારે ગંગાબા તને નાની મોટી વસ્તું આપતા.તે રાજી થઈને વહી જતી.

સવારમાં ગંગાબાના કપડાં ધોવા માટે અને હવેલીમાં પોતા કરવા માટે વીજુડી આવતી હતી.તે પરસોત્તમના કાકાની દીકરી હતી.વીજુડી ગંગાબાની ઘણી નજીક હતી.ગંગાબા બધી જ વાતો તેને કરતા,અને આ વીજુડી પણ ગંગાબાની મીઠી મીઠી વાર્તાઓ કહેતી
વીજુડીના લગ્ન હજુ થયા નોહતા પણ ગંગાબા તેને કહેતા કે તારા લગ્ન મારો દીકરો અમેરિકા ગયો છે,ને ત્યાં જ કરાવાના છે.

વીજુડી કહેતી બા આ હવેલી મેકીને હું કહી જવાની નથી.તમારી સાથે જ રહેવાની છું.મને તો આ હવેલીમાં બોવ ગમે છે.તમે જ્યાં સુધી મને અહીં રાખશો ત્યાં સુધી હું અહી જ રહેવાની છું.અહીંથી કહી જવાની નથી.હું તમારી જ દીકરી છું.હજુ કાલ જ તમેં ત્યાં બેસીને કહી રહ્યા હતા કે વિજુડી તું મારી જ દીકરી છે,એમ સમજે.

હા,છોડી તારી વાત સાચી પણ તું તો દીકરીનો અવતાર કહેવાય પરણીને સાસરે તો જાવું જ પડે ને,ક્યાં સુધી તારા બાપની ઉપર બોજ બનીને રહશ.

હા,ગંગાબા હું એ જ કહેવા માગું છું.કે તમે મને આ હવેલીમાં જ રાખી લો.હું બીજે કહી જવા નથી માંગતી.મારા બાપનો બોજ પણ નહીં બનું.

જા જા તારું કામ કર.ઓરડામાં જઇને ..!!હું કાલ સવારે ઉપર વહી જશ પછી તારા બાપને તારી ઉપાદી તો ખરીને...!!

ત્યાં જ કોઈ બહારથી બોલ્યું વીજુડી..!!!
કોણ છે?બાપુજી હોઈ બીજું કોણ હોઈ ગંગાબા..!!
આ વીજુડીને એક મિનિટ અહીં બેસવા નથી દેતો આ દેવો.અહીં કામ પતે એટલે વાડીએ ઉપાડે છોડીને જીવા દે તો સારું.

હવેલીમાં ગંગાબા માટે જમવાનું બનાવવા માટે બાજુવાળા કરશનની દીકરી મંજુ આવતી હતી.
ગંગાબાને જે ખાવું હોઈ તે બધું જ તે બનાવી દેતી.મંજુને ગંગાબા ઘણીવાર કહેતા કે તારા હાથમાં જાદુ છે.તને જે ઘરવાળો મળશે એ ભાગ્યશાળી હશે.જેને બત્રીસ પ્રકારના ભોજન બનાવીને તું ખવરાવીશ.ના,ગંગાબા આ તો બધું તમારી હવેલીના કારણે હું શીખી બાકી મને ક્યાં રોટલા કરતા પણ આવડતું,અને મારા બાપાને તો ઘરમાં સત પર એક
ઇટ મેકવાનો પણ વેંત નથી.એમાં ભાત ભાતનું કરીને ક્યાં ખાવું,અને ગંગાબા ઘરવાળો પણ એવો મળે તો ને બત્રીસ પકવાન ખવરાવે તેવો.

હા,એ પણ છે,મંજુડી મુવી મેક લપ ભૂખ લાગી છે,તારા ભાગ્યમાં હશે એ મળશે.લાવ જલ્દી ગરમ ગરમ રોટલી અને બેટેટાનું શાક..!!ગંગાબા તમે પણ હજુ હમણાં આવી તો તમે કહેતા હતા કે કોબીનું શાક બનાવજે અને અડધી કલાકમાં શાક ફરી ગયું.ગંગાબા
આજ કઈ થયું તો નથીને તમને.

જે હોઈ એ લાવ.હમણાં થોડાક દિવસથી મજાનો હોઈ એવું લાગે છે.શરીરમાં થોડી અશક્તિ આવી ગઇ છે.દુરનું દેખાતું નથી.એવું લાગે છે,ઉપર વાળો હવે મને લેવા આવી રહ્યો છે.

નહીં બા હજુ તો તમારે જીવાનું છે.એવું લાગે તો થોડાક દિવસ અમેરિકાથી તમારા છોકરાને બોલાવી લ્યો ને?એ ગયો એને ઘણા વર્ષો થઈ ગયા.એ પછી તે કયારેય હવેલી પર આવ્યો નથી.મને લાગે છે કે મારું મોત થશે એ પછી જ તે મારું મોં જોશે એ પહેલાં તે નહિ જોવે.

એવું શું કામ બોલો છો ગંગાબા તમે એને આ હવેલી પર આવવાનું કહ્યું જ નહીં હોઈ.હું શું કામ ના પાડું મંજુ તે મારો છોકરો છે..!!!જે હોઈ તે જવા દે ને હવે તું બધું પહેલાનું મને યાદ ન દેવરાવ.શાંતિથી ખાવા દે.

આ ત્રણેયને ગંગાબા ખૂબ પ્રેમ કરતા હતા.અને ગંગાબાને પણ આ ત્રણેય સારી રીતે રાખતા હતા.હવેલી પર કોઈ કામ હોઈ તો પણ દોડીને જતા.
મહિનામાં એકવાર છોકરાનો ફોન આવી જતો એટલે "બા" હવેલીમાં ખુશ રહેતા.

એપ્રિલ મહિનાનો ધગધગતો તડકો હતો.આજુબાજુ સુમસાન વાતાવરણ હતું.પક્ષીઓ તડકામાં દેખાય રહ્યા ન હતા.બધી જ બાજુ પીળું સોનું આકાશ માંથી
વરસતું હોઈ એવું લાગી રહ્યું હતું.હવેલી બધી જ તરફ સુમસાન હતી.એક મોટો ખાટલો લઇ ગંગાબા
હવેલીની વચ્ચે સુતા હતા.અચાનક હવેલીની અંદર કોઈ જમણી બાજુથી આવ્યું.ગંગાબાનું ગળું દબાવી દીધું.ગંગાબા એ ખાટલા ઉપર જ રામ રમી ગયા.હવેલીમાં જેટલી કિંમતી વસ્તુંઓ હતી.અને સૌનું હતું તે બધું જ તેમણે લઇ લીધું.હવેલી માંથી થોડીવારમાં જ બધી વસ્તુંઓ ગાયબ થઈ ગઈ.

કોણ હશે ગંગાબાનો ખૂની?કેવી રીતે તેને ખબર પડી કે આ સોનું અહીં જ પડ્યું હતું.બપોરના ધગધગતા તાપમાં આવીને હવેલીમાં ખાતર પાડી જનાર એ કોણ હશે.

ક્રમશ..

લિ. કલ્પેશ દિયોરા
Share

NEW REALESED