Jindgi ni aanti ghunti - 14 books and stories free download online pdf in Gujarati

જિંદગી ની આંટી ઘૂંટી - ભાગ-14

(આગળના ભાગમાં જોયું કે મહેશભાઈ કોલેજ જાય છે, ને હવે નોકરીની શોધમાં ફરે છે હવે આગળ)
હું નોકરી શોધવા આમતેમ ભટકતો હતો, પણ ક્યાંય નોકરી નો મેળ ના પડ્યો,
હું થાકી ગયો હતો, સ્ટેશનરીની દુકાન થી એક નોટબુક ખરીદી અને નાસ્તાની લારી પરથી થોડો નાસ્તો કર્યો ,
અને એક જગ્યાએ ઓટલા પર જઈ બેઠો ,શું કરીશ ?આજે તો નોકરી નું ઠેકાણું પડ્યું નહીં,
હવે હું શું કરું! આજની રાત કેવી રીતે વિતાવવી, અને પાછું કાલે તો નોકરી શોધવી પડશે ,
નોકરી ક્યાં મળશે? એવું વિચારતો વિચારતો થોડો આગળ ચાલ્યો,
પણ હવે તો થાકને લીધે ચલાતું એ નહોતું
અંધારું ધરતી પર ઊતરી આવ્યું હતું,
રાત તો દિવસ કરતા પણ ઝગારામારતી હતી ,અને મુંબઈનગરી તો જાણે રાતે સજી ધજી ને બેઠી હોય તેવી લાગતી હતી,
અને માણસોના ચમકીલા કપડાં વધુ ચમક પેદા કરતા હતા,
સ્ત્રી-પુરુષો એકબીજા સાથે હસી હસીને વાતો કરતા આગળ વધતા હતા,
અને હું આ બધું જોતો હતો હવે રાતે તો ક્યાં જવું? અહીં તો બધી દુકાનો ચાલુ હતી,
થોડી દુર રેલ્વેસ્ટેશનદેખાતું હતું, ધીરે ધીરે ત્યાં પહોંચ્યો પહેલી વખત એટલી ભીડ રેલ્વેસ્ટેશન પર હતી,
.... હું તો જોતો જ રહી ગયો હું એક બાકડેજઈને બેઠો ,
ત્યાં બાજુમાં એક ગરીબ કાગળ અને કોથળીઓ નો ભરેલો કોથળોલઈને આવીને બેઠો ,
કેટલો મેલોઘેલો તેને જોઈને મને સુગ ચડી, હું થોડો દૂર જઈ બેઠો તો,
.. તે એટલેથી જ બોલ્યો' બાબુ 'હું પણ તારા જેવો જ હતો, પણ સમયે મને આવો બનાવી દીધો છે,
હું પણ મોટા મોટા સપના સાથે અહીં આવ્યો હતો મુંબઈમાં,
પણ આ પેટનો ખાડો પુરવા માટે આવી હાલત થઈ છે ,અને તે ત્યાં જ લાંબો થઈ ગયો,
હવે હું શું કરીશ? સાચે જ આ મુંબઈ માં આવ્યા પછી નોકરી ધંધો નહીં મળ્યો હોય,એને કાગળ વીણી ને પોતાનું પૂરું કરવું પડતું હશે,
શું મારી સાથે આવું તો નહીં થાય ને !
નહીં થાય નહીં થાય મુંબઈમાં આવી બે ઠેકાણે તો નોકરી કરી છે, તેથી નોકરી તો મળી જશે,
અને હું રેલવે સ્ટેશનના બાંકડે મોડે સુધી બેસી રહ્યો, અને ક્યારે ઊંઘી ગયો, તેની તો ખબર જ ના પડી,
સવારે કોલાહલ થતાં જાગીને જોઉં તો મારું બેગ ગાયબ,
કોણ લઇ ગયું હશે? અહીં ચોર ફરતા જ હોય છે, કોઈક તો હશે,
મારી ફીની પાવતી મારા પૈસા,
મારો ચહેરો રડમસ થઈ ગયો,
હું મારા ખિસ્સા ફંફોસવા લાગ્યો,
તો સો રૂપિયા અને પાવતી ખિસ્સામાં પડ્યા હતા, અને બીજા પૈસા અને એક જોડી કપડાં બેગ માં હતા, તે ચોરી થઈ ગયા હતા,
હવે હું શું કરીશ? આજે કોલેજ કઈ રીતે જઈશ ,
આજનો દિવસ જ મારે બેકાર થઈ ગયો
હું ધીમે-ધીમે ચાલતો થયો આમતેમ નજર દોડાવતો કે ક્યાંક બેગ મળી જાય!
પણ બેગ ક્યાંથી મળે ,
રેલ્વે સ્ટેશન ના નળેથી હાથ-પગ મોઢું ધોઈ ને ત્યાંથી ચાલ્યો ,આજે તો સવારે ચા પણ નહોતી પીધી,
હવે સો રૂપિયા હતા,
તેમાં તો કેટલું ચાલશે!
આજે તો કોઈ ઉત્સાહ કે ઉમંગ નહોતો અનેહુ ભાંગેલા પગે કૉલેજ પહોંચ્યો, જઈને વિચાર્યું નોટ્સ પણ કઇ રીતે લખીશ,
એવું વિચારતો ત્યાં ગાર્ડનમાં બેસી ગયો
હજુ તો થોડી જ વાર થઇ હશે અને આકાશ કોલેજમાં દેખાયો મને થોડી ટાઢક વળી,
પણ આ શું આકાશ તો મને જોયા વગર સડસડાટ ચાલી ગયો,
હવે શું કરવું? આજે તો ક્લાસમાં જવાની પણ ઈચ્છા ન હતી,
તેથી હું બહાર જ બેઠો રહ્યો,
હવે મારી આપવીતી કોને કહું ? રઘુ યાદ આવતો હતો, સખારામ કાકા યાદ આવતા હતા ,અને અહીં આવી પહેલો જે કાકાએ મને આશરો આપ્યો હતો, તે પણ યાદ આવતા હતા,
હવે મારે નોકરી કરી પૈસા ભેગા કરવા પડશે તો પછી ભણવાનું થશે એવું વિચારતો હતો, ત્યાં પાછળથી કોઈ એ ધબ્બો માર્યો, કોણ હશે?
પાછું ફરીને જોયું તો આકાશ હતો ,મને ઓળખ્યો હું આકાશ,
હા યાર
કહે કેમ અહીં બેઠો છે,
તો મારી આંખમાંથી આંસુ નીકળી ગયા, શું થયું? મેં તેને બધી વાત કરી,
તો હવે શું કરીશ! મને જ ખબર નથી?
અત્યારે લેકચર નો સમય થયો છે અત્યારે ક્લાસમાં જઈએ કોલેજ પછી જોઈશું કે શું કરવું છે? અને અમે ક્લાસમાં ગયા,
તેને એક નોટબુક લખવા માટે આપી આજે તો ક્લાસમાં પણ મારો મૂડ નહતો પણ મેં સરે લખાવેલી બધી નોટસ લખી દીધી, અને આકાશે થોડું ઘણું લખ્યું હશે પણ હું શું કરું? મને ક્લાસમાં આકાશ જ ઓળખતો હતો,
ક્લાસ પુરો થવા આવ્યો,
આજે તો પરી દેખાતી નહોતી કદાચ આજે નહીં આવી હોય,
હું અને આકાશ સાથે બહાર નીકળ્યા, આકાશને નોકરી માટે પૂછ્યું તો તેને કહ્યુ પાર્ટ ટાઈમ નોકરી તો તને કદાચ બીયર બારમાં જ મળે,
જો તારે જોઈતી હોય તો ત્યાં તપાસ કર
હવે મારે તો નોકરીની જરૂર હતી ,
જેમાં મળે તેમાં હાલ તો પૈસા આવક થાય તે જરૂરી હતી,
અને એ મને એક બીયર બારમાં લઈ ગયો, અને ત્યાં મૂકી તે પાછો વળી ગયો ,
હું અંદર જઈને પૂછપરછ કરી તો નોકરી ની જગ્યા તો હતી, પણ રહેવા માટે જગ્યા નહતી,
રહેવાનું તો જાતે શોધવું પડે તેમ હતું અને મે બીયર બારમાં નોકરી કરવાનું નક્કી કર્યું, ક્યાર થી આવું?
આજ થી જ કરી શકો છો

શું હું બીયર બારમાં નોકરી કરી શકીશ? નોકરી તો કરવી જ પડશે, કપડાં લેવા માટે હા કપડા ક્યાં છે મારીપાસે,
મેં પૂછ્યું પગાર કેટલો?
ત્યાના મેનેજરે કહ્યું અહીં દરરોજના પૈસા મળશે,
જેવા ગ્રાહકો એવા પૈસા મળશે,
અને એજ દિવસે બાર માં નોકરી શરૂ કરી દીધી,
રાત પડવા લાગી શેઠિયાઓ પ્રેમ માં ઘાયલો અને પીવાના શોખીન ની લાઇનો લાગવા લાગી,
આખી બાર ખીચોખીચ ભરાઈ
મને તો આ કામ નહોતું ગમતું,
પણ મજબૂરી, હું તો આજનો દિવસ કામ કરીશ કાલે અહીં નહીં આવું
મારે નહોતું કરવું આવું કામ, પણ મારી મજબૂરી હતી,
એક રાત કામ કર્યુ મને મારા કામના સો રૂપિયા મળ્યા,
સવારે ત્યાંથી હું નીકળી ગયો,
પહેલા તો મારે કપડા ખરીદવા હતા આજે કોલેજમાં નથી જવું તેવું વિચાર્યું ,
અને પછી ફરતો ફરતો ગુજરી બજાર પહોંચ્યો ,ત્યાંથી જરૂરી કપડાં લીધા
અને ત્યાંથી નહાવા માટે નો રૂમાલ પણ જોઈએ છે, અને તે પણ ખરીદ્યો પચાસ રૂપિયા થયા અને જાહેર સ્નાનાગાર શોધવા લાગ્યો, ત્યાં એક રહેણાંક વિસ્તાર ચાલ જેવો લાગ્યો,
ત્યાં એક સ્નાના નગર હતું, તેમાં જઈને નાહી ધોઈને તૈયાર થઈ ગયો, અને જુના કપડા એક કપડાની થેલીમાં ભર્યા અને ચાલતો થયો,
હવે ક્યાંક બીજે નોકરી શોધવી પડશે!
નહિ તો પેલી તો નોકરી છે રાતે ...
અને રાતના સો રૂપિયા કઈ ઓછા થોડા કહેવાય, થોડોક સમય એ નોકરી કરી લઉં
ના, ના બાપુ હંમેશા આ બધાના વિરુદ્ધ હતા, મારે આવી નોકરી નથી જ કરવી,
.... પણ મજબૂરી હશે તો કરવી પડશે!
હું બીજી નોકરીની શોધમાં નીકળી પડયો થોડે દૂર બિલ્ડીંગ કન્સ્ટ્રકશન નું કામ ચાલુ હતું,
ત્યાં જઈને પૂછવાનો વિચાર આવ્યો ત્યાં બે માણસો વાત કરતા હતા,
તેમને જઈને પૂછયું મારે કામ જોઈએ છે,
મને કંઈ કામ મળશે ,
તે ભાઇ બોલ્યો હા,અહી વર્કરોની તો જરૂર છે ...
પણ હું બપોરે બે વાગ્યા પછી કામ પર આવી શકું,
સારું પણ પગાર અડધો મળશે,
કશો વાંધો નહીં કામ તો મળી જશે ને, અને સાહેબ રહેવાની સગવડ થાય તો,

રહેવાનું તો જો આ બધા મજુર રહે છે તારે ત્યાં પડી રહેવાનું, અને હું ત્યાં જ રોકાઈ ગયો,
ત્યાંથી કોલેજ બે કિલોમીટર દૂર હશે, એટલે એવું વિચાર્યું કે ચાલીને જઇશ,
પાછો વિચાર આવ્યો કે શું હું આવું મજૂરીનું કામ કરી શકીશ? અને શું કામ કરતા કરતા ભણી શકીશ ખરો,
અને હું વિચારતો વિચારતો બિલ્ડીંગ સામું જો તો બેસી રહ્યો ,અહીં તો મજૂરો કેવું કામ કરતાં હતાં ઈટો ચઢાવવાની સિમેન્ટ લઈ જવાનો,
શું મારાથી આવું બધું કામ થશે?
અને પાછો એક વાક્ય યાદઆવ્યુ કે
"પાણી થી ન્હાય તે કપડાં બદલી શકે છે,
પણ જે પરસેવે ન્હાય તે કિસ્મત બદલી શકે છે"
શું ખરેખર આવું બનતું હશે, પણ હું આ કામ કરી શકીશ......
( શું મહેશભાઈ કોલેજની સાથે આ મજૂરીનું કામ કરી શકશે કે અહીંથી આગળ બીજું કામ શોધવા જશે! આગળના ભાગમાં)