Jingana jalsa - 15 books and stories free download online pdf in Gujarati

જીંગાના જલસા - ભાગ 15

પ્રકરણ 15


આગળ આપણે જોયું કે જીંગાભાઈ તમાકુ લેવા ગયા ને ત્યાંથી ક્યાંક ખોવાઈ ગયા...અમે દુકાન પાસે પહોંચ્યા.ત્યાં ઉભેલ ત્રણ ચાર માણસોએ અમને કહ્યું કે આગળ એક ઝઘડો થયો હતો.એ તરફતો નથી ગયોને તમારો ભાઈ...
હવે આગળ...

"યહાસે થોડે દૂર લડાઈ હૂઈથી, વહા તપાસ કરો. સાયદ કુછ પાતા ચલે."ત્યાં ઉભેલ એક આધેડ વયના ભાઈ બોલ્યા.

"મગર વો લડાઈ તો યહાકે દો સ્થાનિક લોગોકે બીચ હુઈથી. ઉસમે આપકા લડકા સામેલ નહીં હોગા ભૈયા."એક જુવાન જેવા દેખાતા ભાઈએ આધેડ વયના ભાઈની વાત નકારતા કહ્યું.

"હા યહ બાત આપકી સહી હૈ, મગર હમે વહા જાના તો ચાહીયે સાયદ વહા કીસિકો પતા હો."મે એમને જવાબ આપતા કહ્યું.

"અભી અભી વહાસે પુલિસ ગઈ હૈ.ઇસ લિયે સાયદ વહા કોઈ નહીં મિલેગા.મગર વહાસે થોડે આગે ચલોગે તો વહા પર કુછ લોગ મિલેગે, વહા પતા કરો."

અમે બધા ઝઘડાના સ્થળ પાસે પહોંચ્યા.ત્યાં તો કોઈ ન દેખાયું. પણ થોડે દૂર ત્રણ ચાર જુવાનડાઓ ઉભા હતા.અમે એમની પાસે પહોંચ્યા.ત્યાં જઈને જીંગા વિશે પૂછ્યું.

"હા ભૈયા યહાં એક ગુજરાતી લડકાભી લડાઈમે સામિલ હુઆથા.હમ સબ યહીં સોચ રહે હૈ કિ યહ લડાઈ યહાકે પુરાને દો દાદા કે બીચથી ઔર યે ગુજરાતી લડકા કહાસે આયા?"

"અરે ભૈયાજી આપકો પાતા હૈ વો ગુજરાતી લડકા કહા ગયા."

"જાયેગા કહા! ઉસે ભી પુલિસ લે ગઈ હૈ સાથમે."

"ક્યાં ઉસે પુલિસ પકડકે લે ગઈ? યહાં સે પુલિસ સ્ટેશન કિતની દૂરી પર હૈ."

"તીન ચાર કિલોમીટર દૂર.યહ રોડ કે ઉસ પાર."

અમે બધા થોડી વાર તો હેબતાઈ ગયા.હવે શું કરવું?

"આ ડોબા જેવો સમજે કાય નય (નહીં) ને ઉછીના કજિયા માથે લ્યે."

"મંછાબહેન તમે થોડી વાર શાંતિ રાખો.એમને વિચારવા તો દો કે હવે શું કરવું?"

અમે રિક્ષા કરીને પોલીસ સ્ટેશને જવા નીકળ્યા. મંછાબહેન અને ભગતબાપાને પાછા બસ તરફ મોકલ્યા.

પોલીસ સ્ટેશને પહોંચ્યા તો ત્યાં જીંગાભાઈ લોકઉપમાં બેસેલા દેખાયા.લોકઅપ રૂમનાં ખૂણામાં બીજા બધા સાથે જીંગો બેઠો હતો.અમને જોઈને જીંગાના મોખ ઉપર થોડી રાહતનો ભાવ દેખાવ લાગ્યો.અને એ ભાવ સાથે જ એ ઉભો થઇ ગયો.

"એ મને આમાંથી છોડવો ભાઈસા'બ.આ બધા હું બોલું એ કંઈ સમજતા નથી અને એ બધા બોલે એ હું નથી સમજતો.એ ભાઈસા'બબાપા મને જલદી બહાર કાઢો નકર (નહિ તો) આ લોકો મારી મારીને મારા ભૂકાં કાઢી નાખશે."

"અબે ચૂપ કર. કબ સે બોલ રહા હૈ. ઔર ગુજરાતી મે હમને કભી સુને નહીં ઐસે શબ્દ બોલ રહા હૈ." જમાદારે રાડ પાડીને જીંગાને કહ્યું.

જમાદારની રાડ સાંભળી જીંગો ડરી ગયો. ખરેખર જીંગાનું મોઢું જોઈને અમને તો ત્યારે હસવું આવતું હતું.

"સાહબ યહ લડકા નિર્દોષ હૈ.હમારે સાથ ટુર પે આયા હૈ.ઔર યહા તમ્બાકુ લેને કે લિયે આયાથા. લડને કે લિયે નહી."

"આપકો પતા હૈ યહ લડકા વહા લડાઈ કર રહા થા.હમને વહાશે હિ ઇસે ગિરફતાર કિયા હૈ. ઔર આપ કાહ રહે હૈ કિ લડાઈ કરને કે લિયે નહીં આયા હૈ."

"સર આપકો ગલતફેહમી હો ગઈ હોગી. યહ લડકા બહોત ભોલા હૈ. કીસીને ઉસે ફસા દિયા હોગા.

"આપ લોગ સમજ નહીં રહે હૈ.હમારે પાસ ગવાહ હૈ, યે વહા લડાઈ કર રહા થા ઉસકા."

"સર અગર આપકો યકીન નહીં આ રહા હો તો મે ફોન કર કે આપકો પ્રૂફ કરવા સકતા હું કી યહ લડકા ગુજરાત કા હૈ. હમ મસુરી જા રહે હૈ.ઔર મેને મેરે દોસ્ત જો મસુરીમે ઇન્સ્પેક્ટરને હૈ.ઉસે બતાયા ભી હૈ. પ્લીઝ એક બાર ઉસસે બાત કર લીજીયે.આપકો પાતા ચલ જાયેગા કી યે લડકા હમારે સાથ ટુર પે આયા હૈ ગુજરાત સે."

"ઠીક હૈ લગાઓ ફોન."

વિજયભાઈએ ડાયરીમાંથી નંબર કાઢી મસુરી પોતાના ઓળખીતા ઇન્સ્પેક્ટર સાથે અહીંના ઇન્સ્પેક્ટરને વાત કરાવી.

મસુરી ના ઇન્સ્પેક્ટરે આપેલ માહિતીના આધારે ઇન્સ્પેક્ટરને જીંગા ને છોડી દે છે.

જીંગાના મુખના હાવભાવ અત્યારે જોવા જેવા હતા,પણ હાલ એના પર ટીપ્પણી કરવી મને યોગ્ય ન લાગી.અમે જીંગાને લઇ બસ તરફ રવાના થયા.

"જીંગા તને તમાકુ લેવા દુકાને જવાનું કીધું હતું ને? તો તું આ ક્યાં અટવાયો."

"રાજુભાઈ ભલાઈનો જમાનો નથી રહ્યો હવે. હું દુકાને જતો હતો ત્યાં બે ત્રણ જણા એક વ્યક્તિને મારતા હતા એ જોયું. મને થયું બિચારાની મદદ કરવી જોઈએ, એટલે હું ત્યાં ગયો. ત્યાં જઈને મે કીધું (કહ્યું) એલા ભાઈ ઝઘડા મત કરો. આ સારા કામ ન કહેવાય. પણ એ બળ બીના પેટના સમજે તો થાય.પછી મેં એને પકડી આઘો કર્યો.તો એને એમ કે હું પેલા ભાઈની ગેંગમાં છું.એટલે એ મને મારવા લાગ્યા.મેં ઘણું કીધું કે મે ઇસ ભાઇકે સાથ નહી હુ. મે તો તુમ કો નોખા પાડને આયા હું. તોઈ મને મારવા લાગ્યા. એટલે મારો મગજ છટક્યો. એના હાથમાંથી એને પડાવી લીધી અને એને માંડ્યો હબોળવા (મારવા).એટલી વારમાં પોલીસ આવી ગઈ અને અમને બધા ને પકડી પોલીસ સ્ટેશન લઇ ગયા."

"પોલીસને કહેવાયને હું તો છુટા પાડવા આવ્યો હતો, ઝઘડો કરવા નહીં."

"રાજુભાઈ તમને લાગતું હશે કે મેં નહી કીધુ હોય. પણ હું બોલું એ પોલીસવાળા સમજે તો થાય ને."

"જીંગા તારે હિન્દીમાં બોલવું જોઈએ ને."

"હિન્દીમાં કીધું કે આમાં મારો કઈ વાંક ગુના નહિ હૈ. બધા બજતા (ઝઘડતા) હતા. મેં તો નોખા પાડવા માટે આવ્યા થા. પણ આ બધા મને મારવા લાગે. એટલે મેં એમને માર્યા.બાકી મેરે કો કુછ પાતા નહિ કે યે કેમ બજતાં'તા. પણ મારી આ વાતને એ સમજતો જ નોતો (નહોતો). હવે એને મારે કેમ સમજાવો? પાછો મને એમ કહે કે સમજ મે આયે ઐસે બોલો."

"પોલીસભાઈ મેં તમાકુ લેવા આવ્યા થા.પણ અહીંયા ઝઘડા દેખા એટલે મેં નોખા પાડવા ગયા.એ બધા મુજેભી એ ભાઈકી ગેંગકા સમજને લગે.(બાજુમાં ઉભેલ ભાઈ તરફ ઈશારો કરતા જીંગો બોલ્યો). ફિર મેરે કો મારને લગા.અબ આપહી બતાવો મેં ક્યાં કરું? ઈસલીયે પછી મેને પણ ઉસકો મારવાના ચાલુ કર્યા.ત્યાં તમે આવી ગયા. બાકી મેં આ લોગોકો ઓળખતા ભી નહીં હું."

અમને બધાને કોટડીમાં (લોકઅપ) પુર્યાં. બીજા બેની સર્વિસ ચાલુ કરી ત્યાં તમે આવી ગયા. હવે સીધો મારો વારો હતો ભાઠા ખાવાનો.

"તો સારું હતું ને. બીજી વખત આવા ઉછીના કાજીયા માથે લે નહિ ને."

"વિજયભાઈ પોલીસવાળા આ બધાને મારતા હતા એ જોઈને જ મનેતો બહુ બીક લાગતી હતી."

"તને આવું દોઢ ડાહ્યા થવાનું કોણે કીધું હતું?કેટલી વાર ના પાડી છે કે તારે એકલા ક્યાંય જવું નહીં.આ આપણું ગુજરાત નથી.પણ તું તો દયાનો દાતાર,કે ગમે ત્યાં બીજાને મદદ કરવા કૂદી પડે વચમાં."

"ભૂલ થઈ ગઈ વિજયભાઈ.હવે નહીં જાવ ક્યાંય બસ."

અમે બધા બસે પહોંચ્યા. જીંગાને જોતાં જ મંછાબહેન બોલ્યા;"આવી ગયો વરરાજો, બહુ સારું કામ કર્યું હો ડોબા."

"એ મંછાળી બળબમના પેટની સાનીમાની (ચૂપચાપ) બેસને.ખબર કંઈ હોય નહીં ને ડબડબ કરે છે ખોટે ખોટી."

"ડોબા તારી વાહે (પાછળ) આ બધા હેરાન થાય તે કવ (કહું) જ ને.હાલ (ચાલ) હવે ખાવાનું હોય તો ખાઈ લે, એટલે પછી બધા નીકળી શકીએ. બાકી તો મને એમ જ હતું કે આ જનાવર આપણો પ્રવાસ અહીંયા જ પૂરો કરાવી દેશે."

"તે તારો ડોહો લોકોને મદદ તો કરાય કે નહીં!"

"બેસ ને જમવા હવે.ક્યારનો લવાન (બીન જરૂરી બોલવું) કર્યા રાખે છે.વિજય ભાઈએ ગુસ્સા સાથે કહ્યું.

જીંગો જમવા બેઠો અને અમે બધા બસમાં ખડકાયા.બસ નીકળી પડી મસુરી તરફ. મેં ઘડિયાળમાં જોયું તો એકને વીસ થઈ હતી.

વહેલી સવારે લગભગ અઢી-ત્રણ વાગ્યે મસુરીથી સાત આઠ કિલોમીટર દૂર ભટ્ટા ગામ પાસે વગડામાં બસ ઉભી રાખવામાં આવી. અહીંયા અમારે સવારનો નાસ્તો તથા નાસ્તા બાદ ભટ્ટાધોધ જોવા જવાનું હતું. આમ તો અમારે સીધું મસુરી પહોંચવાનું હતું અને ત્યાંની એક ધર્મશાળામાં રાત રોકાવાની હતી, પરંતુ અમારી લગભગ ચારેક કલાક જીંગાભાઈએ બગાડી એટલે હવે અત્યારે અમે બસમાં જ આરામ કરવા માટે સુઈ ગયા.

6:00 વાગ્યાની આસપાસ બધા નીચે ઉતરી ફ્રેશ થયા અને ચા નાસ્તો આરોગ્યો. નાહવાનું તો અમારે ભટ્ટાધોધ પર હતું.

મસૂરી દહેરાદૂન રોડ પર ભટ્ટા ગામ નજીક આવેલ આ ધોધ કુદરતી છે. અને લગભગ ૩૦ ફૂટની ઊંચાઈએથી નીચે પડે છે. ધોધની નીચે તળાવ બનાવવામાં આવ્યું છે,જેમાં અમે સ્નાન સાથે કરવાની પણ મજા લીધી. અલબત શિયાળાની સવાર હોવાથી ધ્રૂજતા ધ્રૂજતા સ્નાન કરેલું.લગભગ એકાદ કલાક કુદરતના કરિશ્માનો લાભ અમે લીધો. બધી બાજુ લીલોતરી અને પહાડીઓ,ખીણો અને વનરાઈથી ઘેરાયેલ આ પ્રદેશને અમે મન ભરીને માણ્યો. ત્યારબાદ નીકળી પડ્યા મસુરી જવા માટે.

મસુરી એટલે 'પર્વતોની રાણી' (hills of queen). તે સમુદ્ર સપાટીથી લગભગ સાતથી આઠ હજાર ફૂટની ઊંચાઈ ધરાવે છે. મસુરીની એક તરફ હિમાલયની બર્ફીલી પર્વતમાળા તો બીજી તરફ શિવાલિકની પર્વતમાળા તથા દુનની ખીણો આવેલી છે.આ જગ્યા એટલે બીજું સિમલા જ સમજોને. એમ કહેવાય છે કે અંગ્રેજોની આ પ્રિય જગ્યા હતી. આ જગ્યાને અંગ્રેજો હવાખાવાનું સ્થળ તરીકે ઓળખતા હતા.આ સ્થળની સુંદરતાના વખાણ કરવા માટે કોઈ પણ લેખકના શબ્દો ઓછા પડે.મસુરી હિલ સ્ટેશન પર્યટકોનું પ્રીય સ્થળ છે.

હવે અમારે કેમ્પટી ધોધ જોવા માટે જવાનું હતું. અને ત્યાં જવા માટે અમારે ત્યાંની બસ બાંધવાની હતી. આથી ત્યાંની બે મીની બસ ભાડે કરી. અમે તેમાં ગોઠવાયા. બપોરે જમવાનું ત્યાં હોવાથી પુરી અને સૂકી ભાજીના ડબરા પણ બસમાં સાથે લીધા.

અમારી સવારે ઉપડી પહાડો તથા ખીણની વચ્ચેના રસ્તા રસ્તા ઉપર.

એક તરફ ઊંચા પહાડો અને બીજી તરફ નજર ન પહોંચે એટલી ઊંડી ખીણો વચ્ચે અમારી બસ સડસડાટ કરતી ચાલતી હતી. અમારા ઘણા મિત્રોએ પોતાની આંખો બંધ કરી લીધી હતી, કેમ કે રસ્તામાં ખૂબ જ જોખમી વળાંકો આવતા હતા. ખરેખર આ રસ્તામાં રોમાંચકતા સાથે-સાથે ભય પણ એટલો જ લાગતો હતો. કુદરતનો કરિશ્મા જોવા આંખો ખોલી એ તો સામે જ જાણે મોત નાચતો હોય એવી ઊંડી ખીણો જોઈને હૃદય એકાદ ધબકારો ચૂકી જતું હતું. હજુ અમે પંદરથી વીસ મિનિટનું ચડાણ માંડ કર્યું હશે ત્યાં એક સપાટ જગ્યા પર બસ રોકવી પડી.કેમકે આગળ થોડું ટ્રાફિક જણાતું હતું. ટ્રાફિકનું કારણ જાણવા મળ્યું કે આગળ એક જીપ ખાઇમાં પલટી મારી ગઈ છે. આ સમાચાર સાંભળી ખરેખર અમે બધા ખૂબ ડરી ગયા. પણ ડ્રાઈવરે હિમ્મત આપતા કહ્યું ;"આપ સબ લોગ ડરીએ નહીં. મે રોજાના યહાં બસ ચલતા હું. આપ સબકો સહી-સલામત નીચે તક લેજાને કા જીમ્માં હે મુજ પર. મેં આપકો ઓર હમારી બસ કો કુછ નહીં હોને દૂંગા."

"ભાઈસાબ એ તો બધા બરાબર હૈ,મગર વો જીપ કે જેશે હમારી બસકો પલટી મત મરવાના હો.ઓર થોડી ધીમી ધીમી બસ ચલાના."

"જી આપ ક્યા બોલ રહે હૈ, મુજે કુછ સમજમે નહીં આયા."

"એ ભાઈ ઉસકા કુછ સમજમે આયેગા ભી નહીં. આ જનાવર કો હિન્દી આવડતા નહી હે તો પણ હિન્દી બોલતા હૈ."

"ડ્રાઇવરે મંછા બહેન અને જીંગાની ભાષા સાંભળી કઈ પણ બોલ્યા વગર બસને ચલાવી મૂકી."

અમને બીક લાગવા લાગી કે આ બંનેની હિન્દી સાંભળીને ડ્રાઇવરનું મગજ ફરી ન ગયું હોય તો સારું.

કેમ્પટી ધોધથી લગભગ પાંચ કિલોમીટર આગળ લેક મિસ્ટ છે.અમે ત્યાં ઊભા રહ્યા.

અહીંયા ઘણા નાના નાના ધોધ વહે છે.સાથે સાથે વિવિધ આવાસો, રેસ્ટોરંટ પણ જોવા મળે છે. અહીંયા નૌકા વિહારની સુવિધા પણ છે. અમને અહીંયા નૌકા વિહારનો અવસર ન મળ્યો.કેમ કે અમે પહેલેથી જ થોડા મોડા પડ્યા હતા. સાંજ સુધીમાં મસુરી આખું ફરવાનું હતું એટલે થોડીવાર અહીંયા રોકાઈને નીકળી પડ્યા કેમ્પટી ધોધની મુલાકાતે.

ક્રમશ::

આગળ મસુરીના વિવિધ સ્થળો વિશે માહિતી જાણીશું.અને સાથે જીંગાભાઈ તો હોય જ

તો વાંચતા રહી જીંગાના ઝલસા ભાગ 16...

આપના પ્રતિભાવની રાહે રાજુસર...