Across the abyss books and stories free download online pdf in Gujarati

પાતાળ ની પેલે પાર

પાતાળ ની પેલે પાર

એના ચહેરા તરફ જોઈ રહેલો ચંદ્ર મોહન એક અજીબ શાંતિ નો અનુભવ કરી રહ્યો હતો.. એનું મન હતાશા માથી બહાર આવી ગયું હતું અને એકદમ શાંત હતું.. એના મગજ માં જાણે શૂન્યવકાસ થઈ ગયો હતો.. જેમ વર્ગખંડ માં શિક્ષક આવતા ની સાથે આગળ ના દિવસ નું લખેલું ભૂસી ને જેમ બોર્ડ ને કોરું કરી નાખે એમ જ એ વ્યક્તિ ની નજર માત્ર થી ચંદ્ર ના મગજ ના તમામ વિચારો ભુસાઈ ગયા હતા... જેમ પહેલા વરસાદ ના સ્પર્શ થી ધરતી ના પડ ચીરીને બહાર નીકળેલા અંકુરો ને ઓઢીને ધરતી ખીલી ઊઠે એમ જ આ નવા વ્યક્તિ ના સંસર્ગ માત્ર થી ચંદ્ર નું મન એક અનુપમ શાંત અનુભુવ કરી રહ્યો હતો... આંખો બંદ કરીને એ જાણે સમાધિ માં બેસી ગયો હોય એવું લાગતું હતું.. બંદ આંખો થી પણ એ વ્યક્તિ ના સાનિધ્ય માત્ર થી જાણે પોતે અનાદિકાળ થી સમાધિ માં હોય એવો અનુભવ કરી રહ્યો હતો.. એ આ નવા જ અનુભવ માં એટલો તો ખોવાઈ ગયો કે આવનાર નવી વ્યક્તિ ક્યારે ત્યથી નીકળી ગઈ એનું પણ ભાન ના રહ્યો...
ચંદ્ર મોહને જ્યારે આંખ ખોલી તો સામે માત્ર વૃક્ષો અને વિરાન ધરતી સિવાય કોઈ નહોતું.. એને આજુબાજુ નજર કરી પણ ત્યાં કોઈ ના દેખાયું.. એ બેબાકળો બનીને આમ તેમ આંટા માર્યા.. ચારે દિશા માં જ્યાં સુધી જય શકાય એમ હતું ત્યાં સુધી આંટા મારી આવ્યો પણ જે ઘડીક પહેલા એની સામે ઊભી હતી એ વ્યક્તિ તો શું પણ એના કોઈ અણસાર પણ ના દેખાયા... છેવટે થાકીને એ આવી ને પાસો પોતાની જગ્યાએ બેઠો... હવે એ શાંત હતો અને એને સિગારેટ કાઢી ને સળગાવી... ના આ વખતે ટ્રેસ ને ઓછો કરવા નહીં પણ એક અદ્રશ્ય મજા ના અનુભવ ની ઉજવણી માટે...

આજે નોકરી પર મોડા પહોચવા થી સાંભળવા પડતાં કઠિન વેણ ની અસર થાય એમ નહોતી અને એટ્લે એ બિન્દાસ્ત ઓફિસ માં પહોચ્યો.. ખબર નહીં પણ કેમ જાણે કે ડર એકદમ જ દૂર થઈ ગયો હતો.. ખબર નહીં કોણ હતો એ વ્યક્તિ અને એની અસર હજુ કેટલો સમય સુધી રહેવાની હતી પણ જે પણ હતો.. એની જે અસર હતી એ ચંદ્ર મોહન માટે આશીર્વાદ બની રહી હતી.. બોસ ની રોજ ની જેમ જ લવારી સાંભળી જાણે કઈ બન્યું જ ના હોય એમ એ પોતાની જગ્યાએ ગોઠવાયો અને પોતાના કામ માં મશગુલ થઈ ગયો... સાથી મિત્રો સાથ હસી મજાક પણ કરી લીધી... દિવસ આમ જ ક્યાં પસાર થઈ ગયો ખબર જ ના પડી...

જીવન ના અનુભવો ઘણું બધુ શીખવી જતાં હોય છે અને આ અનુભવો સામાન્ય માણસ ને પણ થોડા ઘણા અંશે જ્યોતિષી બનાવી ડેતા હોય છે.. ચંદ્ર પણ એવા જ જીવન ના કેટલાય અનુભવો માથી પસાર થયો હતો અને એટલે ઘર તરફ જતી વખતે પહોચતા પહેલા જ ઘર ની સ્થિતિ વિષે એને ખબર પડી જતી હતી... ઘર ના દરવાજે પહોચતા જ એના મને કરેલી ભવિષ્યવાણી સાચી પડી રહી હતી.. સાસુ વહુ ન રોજ ની જેમ ઝગડો ચાલુ જ હતો પરંતુ આજે ચંદ્ર નું મન એક અલગ જ અલૌકિક આનંદ માં મશગુલ હતું એટલે એના પર એ ઝગડા ની કોઈ અસર જોવા ના મળી.. એ ફ્રેશ થયો અને થોડીવાર માં જમી લીધું...
જમીને ને રોજ ની જેમ જ નક્કી કરેલા પાન ના ગલ્લે જય સિગારેટ સળગાવી.. થોડીવાર ત્યાં મિત્રો અને ગલ્લા પર બેઠેલા વ્યક્તિઓ સાથે ગપ્પાં લડાવી ઘરે આવ્યો ત્યારે પણ હજુ એના મન માં એ અજાણ્યા વ્યક્તિ વિષે ની ગડમથલ ચાલુ જ હતી... આજે જે બન્યું હતું એ નવું હતું.. એક નવો અનુભવ.. કઈક સારું રોજ કરતાં... આજે મન વિચલિત નહોતું.. શાંત મને એ વ્યક્તિ વિષે વિચારતા વિચારતા ક્યારેય આંખ મળી ગઈ એની પણ જાણ રહી નહીં...

હવે રોજ ચંદ્રમોહન ત્યાં બેસે છે અને ઇન્તજાર કરે છે એ અજાણ્યા માણસ ની.. કેટલાય દિવસ વીતી ગયા પણ એનો ક્યાંય પતો લાગતો નથી.. એક્વાત એના માટે સારી હતી કે એક જ મુલાકાત માં આવેલી પોઝિટીવ એનર્જી હજુ સચવાઈ રહી હતી.. કેટલાક વ્યક્તિત્વ હોય જ છે એવા..એક જ મુલાકાત માં પોતાની અમીપ છાપ છોડી જતા હોય છે મન અને દિલ ની ઘહેરાઈ માં.. અને એ જ્યારે ના મળે ત્યારે સ્વાભાવિક પણે મન બેચેન થવા લાગે છે.. મહિનાઓ વીતી ગયા અને ધીરે ધીરે ચંદ્ર નું મન બેચેન થવા લાગ્યું.. એ વ્યક્તિ હજુ પણ એના માનસ પટલ પરથી ભૂંસાતો નહોતો અને એટલે જ એને મળવા મન અધીરુ બન્યું હતું..

અને એક દિવસ એ ફરી ને આવ્યો.. ચંદ્રમોહન ના હાથ માં રહેલી અડધી સિગારેટ એમ જ હાથ માં રહી ગઈ .. એને જોવામાં એટલો તો મશગુલ થઈ ગયો કે સિગારેટ ની આગે જ્યારે આંગળી ને દઝાડી ત્યારે ભાન માં આવ્યો અને ત્યાં સુધી પેલો અજાણ્યો વ્યક્તિ એની બાજુ માં આવી ને બેસી ગયો હતો.. કેટલાય સવાલ હતા ચંદ્ર ના મન માં પૂછવા માટે પણ એકેય અત્યારે યાદ નહોતો આવતો..

કેમ છે ચંદ્રમોહન.. પેલા એ સામેથી જ વાત ની શરૂઆત કરી.. એ સંસ્કૃત માં બોલી રહ્યો હતો..

ચંદ્રમોહને પણ સંસ્કૃત માં જ જવાબ આપ્યો અને પછી એ થોડો સ્થિર થયો.. નોર્મલ થઈ ને સામેની વ્યક્તિ ની ઓળખાણ પૂછી..

ઓકે.. ચંદ્રમોહન.. મારુ નામ ઋગ્વેદતા છે.. હું આ પૃથ્વી પર નો નથી.. અમારો એક અલગ ગ્રહ છે અને ત્યાં અમારું સર્વસ્વ છે..

એની વાત સાંભળી ને ચંદ્ર ખડખડાટ હસવા લાગ્યો..

કેમ ભાઈ.. હું જ મળ્યો તમને.. બનવવા માટે.. હાહાહાહા..

પેલા એ ફરી ને કહ્યું પણ ચંદ્ર મોહને ફરી ને હસી કાઢ્યું.. ઉપર મજાક ના મૂળ માં કહ્યું પણ ખરું.. ઓહ...તો તમારે ત્યાં સંસ્કૃત ભાષા વપરાય છે એમ.. એમ કહી ચંદ્ર ફરી ને હસવા લાગ્યો..

પેલો માણસ થોડી સ્માઈલ આપી ને ચંદ્ર ને નિહાળી રહ્યો હતો.. એ ચંદ્ર ના હાસ્ય ને સમજી શકતો હતો.. કારણ કે એની વાત જલ્દી થી માની શકાય એવી નહોતી એટલે એને ખાસ કંઈ રીએકશન આપ્યું નહીં..

મને ખબર છે ચંદ્ર કે મારી વાત માનવી એ મુશ્કેલ છે પણ વાંધો નહીં.. જો તારી તૈયારી હશે તો હું તને જરૂર અમારા ગ્રહ પર લઈ જઈશ.. ત્યાં સુધી તું સત્ય નહીં માની શકે..

ચંદ્ર એની દરેક વાત પર જોર જોર થી હસતો હતો.. એ તો મન માં વિચાર આવતા એ ડર પણ લાગ્યો કારણ કે એને લાગ્યું કે આ માણસ નક્કી કોઈ પગલખાના માંથી ભાગીને આવ્યો લાગે છે.. પણ એના ચહેરા પર ની મૃદુ સ્માઈલ ના કારણે ડર વધુ સમય રહ્યો નહીં.. વળી આજ વ્યક્તિ ને મળવા એ બેચેન હતો કારણ કે એનું વ્યક્તિત્વ અલગ અને અદભુત હતું..

સારું.. ચંદ્ર એ હસવાનું બંદ કર્યું..

ચાલો હું એકવાર માની લઉં કે તમે પરગ્રહવાસી છો.. તો અહીં શા માટે આવ્યા અને હા મુખ્ય પ્રશ્ન સંસ્કૃત કેવી રીતે બોલો છો તમે ?? શું તમારે ત્યાં પણ સંસ્કૃત ભાષા જ પહેલી આવી ??

ચંદ્ર તારા દરેક સવાલ ના જવાબ મળી રહેશે એકવાર તું મારી સાથે આવીશ ત્યારે.. અજાણ્યા માણસે પ્રશ્ન નો જવાબ આપવાની જગ્યાએ ચંદ્ર ને વધુ મુંઝવણ માં નાખી દીધો..

સારું.. હું આવીશ.. કહી હવે ચંદ્ર એ વાત ને ટૂંકાવી દીધી..

એને આંખો બંદ કરી ને ઊંડા શ્વાસ લીધા અને પેલા ને સાથે જાવા ખુદ ને તૈયાર કર્યો..

ઓકે.. ક્યારે જવાનું છે ??

બસ એક અઠવાડિયા ની રજા લઇ લેજે તું.. ત્યારે હું તને લઇ જઈશ..

સમય અને સ્થળ નક્કી કરી એ માણસ ફરી ને ગાયબ થઈ ગયો..

ચંદ્ર બે ઘડી પોતાનું માથું દબાવી ને બેસી રહ્યો અને પછી કામ પર નીકળી ગયો..

એક મહિના પછી અજાણ્યા વ્યક્તિ સાથે જવા નું નક્કી કરી ચંદ્ર મોહન પોતાના રોજિંદા જીવન માં વ્યસ્ત થઈ ગયો.. પહેલી મુલાકાત બાદ ચંદ્ર મોહન એને બહુ યાદ કરતો હતો પણ આ મુલાકાત પછી એની તરફ નો મોહ સાવ ખતમ થઈ ગયો હતો.. બીજા ગ્રહ નો છે એ વાત યાદ આવતા જ એ એકલો એકલો હસી પડતો.. એને મન માં નક્કી જ હતું કે આ નક્કી કોઈ પાગલ જ હશે જો કે એને મન માં એક બીજું નક્કી કરી લીધું હતું .. નક્કી કરેલા સમય પ્રમાણે નક્કી કરેલી જગ્યાએ એ જશે જરૂર..

એની મુલાકાત થી એકવાત નો ફરક પડ્યો હતો અને એને ચંદ્ર મોહન નું જીવન કૈક અંશે બદલી નાખ્યું હતું..સતત દ્વિધા માં ઉદાસ રહેતો ચંદ્ર મોહન હવે ખુશ રહેતો હતો.. એક અજાણી પોઝિટીવ એનર્જી એને ખુશ રાખી રહી હતી અને એટલે જ મહિનો ક્યારે પૂરો થઈ ગયો ખબર ભી ના પડી.. રાત્રે પથારી માં સુતેલા ચંદ્ર મોહન ના મન માં ગડમથલ ચાલતી હતી.. નક્કી કર્યા પ્રમાણે જવું કે નહીં..પાગલ માણસ છે કૈક નુકશાન પહોંચાડશે તો.. પણ પછી એનો સ્માઇલી ચહેરો યાદ આવતા જ એ નિશ્ચિત થઈ જતો.. માણસ ના હાવભાવ થી ઘણીવાર માણસ ઓળખાય જાય છે અને ચંદ્ર મોહન ને આ નેચરલ શક્તિ મળેલી હતી કે એ માણસો ના ચહેરા ના આધારે ઓળખી જતો હતો અને એટલે જ બધી ચિંતા જે બાજુ માં મૂકી..એ થશે એ જોયું જશે એવું નક્કી કરીને સુઈ ગયો..

સવારે ઉઠી એ નક્કી કરેલા સ્થળે પહોંચ્યો.. રામેશ્વરમ .. જી ભગવાન રામે જેની સ્થાપના કરી હતી એ મહાદેવ જે દરિયા કિનારે હતા ત્યાં મળવાના હતા.. ચંદ્ર મોહન ભગવાન ના દર્શન કરીને બહાર આવ્યો ત્યાં સામે પેલો ઋગ્વેદત ઉભો હતો.. ચંદ્ર મોહન સાથે હાથ મિલાવી અને એને પોતાની સાથે આવવા કહ્યું.. દરિયા કિનારે ચાલતા ચાલતા એ એવા સ્થળે આવી પહોંચ્યા જ્યાં દૂર સુધી કોઈ માણસ દેખાતું નહોતું.. આવા અજાણ્યા અને ઉજ્જડ સ્થળે ચંદ્ર મોહન ના મન માં ડર ઉભો થયો પણ પોતાની પાસે પોતાના જીવ સિવાય કંઈ હતું નહીં એટલે લૂંટાઈ જવાનો ડર ચંદ્ર ને વધુ સમય ડરાવી શક્યો નહીં.. કારણ કે મૃત્યુ થી ડરવાનું તો એને બહુ પહેલા જ છોડી દીધેલું હતું..

ચંદ્ર.. તૈયાર છે ને મારી સાથે આવવા..

ઋગ્વેદત નો અવાજ સાંભળી ચંદ્ર વિચારો માંથી બહાર આવ્યો.. એને હસવું આવી રહ્યું હતું પણ સભ્યતા ખાતર હસવું યોગ્ય નહોતું એટલે એને માથું હલાવી હા માં જવાબ આપ્યો અને એની સામે જોવા લાગ્યો એના હાવભાવ જોવા માટે..

ઋગ્વેદતે પોતાની પાસે થી કોઈ રિમોટ જેવું યંત્ર કાઢ્યું અને પછી એમા કોઈક કોડ કે નંબર દબાવી પાછું મૂકી દીધું અને સમુન્દ્ર તરફ જોઈ રહ્યો..

હવે શું થાય છે ?? કોણ આવે છે ?? એ વિચારો માં ચંદ્ર પણ ચૂપચાપ ઉભો રહીને એની તરફ જોઈ રહ્યો.. ઋગ્વેદત ના ચહેરા ના હાવભાવ પહેલા જેવા જ.. પહેલી મુલાકાત વખત ની જે સ્માઈલ હતી એ જ સ્માઈલ.. ચંદ્ર મોહન વિચારતો હતો કે માણસ જુઠ બોલતો હોય તો ચહેરો તરત જ ચાડી ખાઈ જાય પણ આ માણસ મહાન એક્ટર લાગે છે જે આટલું મોટું જુઠ બોલીને પણ ચહેરા પર સહેજ ભાવ દેખાવા દેતો નથી..

ચંદ્ર વધુ કૈક વિચારે એ પહેલાં જ કિનારે થી થોડે દુર સમુન્દ્ર ના પાણી માં કોઈક હલચલ દેખાવા લાગી.. પાણી ઉપર વહી રહ્યું હતું.. જાણે કે નીચે કોઈ મોટી માછલી પસાર થઈ રહી હોય.. હા એ માછલી જ હતી... બહુ મોટી નહીં પણ લગભગ કાર ના આકાર જેવડી અને એ કિનારા તરફ આવી રહી હતી.. માછલી ની ચમક સામાન્ય કરતા વધુ હતી વળી માત્ર ઉપર નો ભાગ જ બહાર દેખાતો હતો જે એને માછલી જેવો લાગી રહ્યો હતો પણ હકીકત માં એ માછલી જ હતી કે બીજું કાંઈ એ ચંદ્ર નક્કી કરી શકતો નહોતો.. એ સતત પોતાની તરફ આવતી એ વસ્તુ તરફ જોઈ રહ્યો હતો...અચંબિત થઈને.. થોડી દ્વિધા અને થોડા ડર સાથે..

ચંદ્ર સમુંદર માંથી આવતી માછલી ના આકાર ને જોઇ રહ્યો હતો અને સમજવાની કોશિશ કરી રહ્યો હતો પરંતુ હજુ એ કોઈ એક નિર્ણય પર પહોંચે એ પહેલાં જ માછલી આકાર નું એ વાહન કિનારે આવી ને ઉભું રહી ગયું..

એનો આકાર માછલી જેવો હતો.. એક કોઈ સ્ટીલ જેવા ધાતુ માંથી બનેલી હતી..દૂર પાણી માં હોય ત્યારે સ્વાભાવિક જ માછલી લાગે એ પ્રમાણે ની જ રચના કરેલી હતી.. ઋગ્વેદતે રિમોટ થી દરવાજો ખોલ્યો ને ચંદ્ર ને અંદર દોરી ગયો.. બેસવાની સાથે સુવાની વ્યવસ્થા.. થોડીવાર માટે ચંદ્ર ને લાગ્યું કોઈ સેવન સ્ટાર હોટેલ નો કમરો હોય પણ આ તો એનાથી પણ ભવ્ય લાગતું હતું.. એમાં કોઈ બીજી વ્યક્તિ નહોતી એટલે એટલો અંદાજ આવી ગયો હતો કે એ રિમોટ થી સ્વયં સંચાલિત વાહન હતું.. દરવાજો બંદ થયો ને વીજળી ના વેગે એ વાહન પાણી માં નીચે ઉતરવા લાગ્યું.. થોડુંક ઊંડે ગયું અને ઋગ્વેદતે રિમોટ થી બહાર ના દરવાજા ખોલી નાખ્યા.. હવે આખું વાહન જાણે કાચ નું હતું.. અંદર થી બહાર નું બધું જ જોઈ શકાતું હતું.. રંગબેરંગી અને ક્યારેય ના જોયા હોય એવા જીવ ને જોઈને ચંદ્ર મંત્રમુગ્ધ થઈ ગયો.. એનું હૈયું ખુશી થી ઉછાળા મારી રહ્યું હતું.. પાણી માં હોવાના કારણે ચંદ્ર એની ઝડપ નો અંદાજ લગાવી શકે એમ નહોતો અને એને જરૂર પણ નહોતી બસ એ તો દરિયાઈ જીવો અને અંદર નું વાતાવરણ જોવા માં જ મશગુલ હતો..

અને અચાનક વાહન ઉભું રહી ગયું.. ચારેબાજુ પાણી જ હતું તો ઉભું કેમ રહ્યું એ વિચાર આવતા જ એને ઋગ્વેદત તરફ પ્રશ્નાર્થ નજર કરી.. ઋગ્વેદતે એને ઈશારો કરી ને બીજી તરફ જોવાનું કહ્યું.. પાણી ની અંદર કોઈ દીવાલ કે રસ્તો કે એવું કઈક દેખાતું હતું.. ચંદ્ર માટે આ વધુ રહસ્ય બની રહ્યું હતું.. પાણી માં આ રીતે કેવી રીતે બનાવી શકે કોઈ.. શુ આ ઋગ્વેદત ના રહેઠાણ પર જવાનો રસ્તો હશે કે શું ?? ચંદ્ર ના મન માં અનેક સવાલો ઉભા હતા.. ત્યાં ઋગ્વેદતે એને વધુ આંચકો આપી દીધો.. ચંદ્ર.. આ રામસેતુ છે.. જેને તમે ભગવાન તરીકે પુજો છો એવા ઇતિહાસ ના મહાન રામ જ્યારે લંકા જવા માટે પુલ બનાવ્યો હતો જેને તમે ભારતીયો રામસેતુ ના નામે ઓળખો છો એમ કહી એને માથું ઝુકાવી પ્રણામ કર્યા.. ચંદ્ર એ હાથ જોડી માથું ઝુકાવી જે પ્રણામ કર્યા.. એની આંખ માં આંસુ હતા.. એ કઈ વિચારી શકતો નહોતો.. એ કેટલો નસીબદાર છે એની આજ જ એને જાણ થઈ હતી.. રામસેતુ ના દર્શન એટલે.. એની ખુશી આંસુ રૂપે વહી રહી હતી.. એ ભાવ વિભોર બની ને બસ જોતો જ રહ્યો ત્યાં વાહન ફરી શરૂ થયું ને રામસેતુ ને ઉપર છોડી નીચે ની તરફ તેજ ગતિએ જવા લાગ્યું.. ચંદ્ર જે હવે બહાર જોવા માં રસ રહ્યો નહોતો એટલે એ ઋગ્વેદત ની સામે ગોઠવાયો કારણ કે એને કઈક જાણવું હતું..

મને તમારા વિશે જાણવું છે.. તમારી ભાષા સંસ્કૃત છે એના વિશે પણ જાણવું છે.. બેઠક લીધા પછી ચંદ્ર એ પ્રશ્ન કર્યો..

વેલ.. આમ તો સંસ્કૃત અમારી ભાષા નથી .. અમે એ પૃથ્વી પર થી લઇ ગયા હતા.. ..ટૂંક માં કહું તો આજથી 3000 વર્ષ પહેલા અમે બહુ જ આગળ નીકળી ગયા હતા.. હાઈ ટેકનોલોજી અને અદ્યતન શસ્ત્ર.. પછી મહા ભયાનક યુદ્ધ થયું જેમાં અમેં અમારા ગ્રહ પર લગભગ બધું જ ગુમાવી દીધું.. અમારું અસ્તિત્વ લગભગ ખતમ થવા પર હતું.. અમે 3000 વર્ષ પહેલાં જે શોધ્યું હતું ત્યાં પૃથ્વી વાસીઓ ને પહોંચતા હજુ હજારો વર્ષ લાગશે.. યુદ્ધ પછી ના સમય માં છેવટે અમે અમારા અસ્તિત્વ માટે ઝઝૂમી રહ્યા હતા.. છેવટે અમે બ્રહ્માડ ની યાત્રા કરવાનું વિચાર્યું અને અલગ અલગ ટિમ બ્રહ્માંડ ની યાત્રા એ નીકળ્યા.. જેમથી એક ટીમ 2000 વર્ષ પહેલાં પૃથ્વી પર આવેલી.. પૃથ્વી પર ભ્રમણ કરતા કરતા ભારત માં આવેલ.. અહીં જોયું તો કોઈ યંત્ર નહોતા પણ ઠેર ઠેર લોકો દ્વારા યજ્ઞો અને મંદિરો માં મંત્રોચ્ચાર થતા હતા આ મંત્રોચ્ચાર માં અદભુત શક્તિ હતી જે મન ને શાંત કરતી હતી.. પહેલા અમારી ભાષા યાંત્રિક હતી એટલે માત્ર યંત્રો ના સંકેતો ના આધારે અમે કોનવરઝેશન કરતા હતા.. અમારી ટીમ ભારતીય ઉપ મહાદ્વીપ માં વર્ષો સુધી રહીને ભારતીય પરંપરા અને ભાષા નું અધ્યયન કર્યું એ દરમિયાન કેટલુંક સાહિત્ય પણ હાથ લાગ્યું.. લગભગ 200 વર્ષ સુધી અમારી અલગ અલગ ટીમ ભારત માં આવતી રહી અને સંસ્કૃત શીખતી રહી.. ત્યારબાદ અમે અહીંયાંથી બહુ બધું સાહિત્ય અને ગ્રંથો અમારે ત્યાં લઇ ગયા અને આ ભાષા જે અપનાવી લીધી.. ગ્રંથો ના અધ્યયન ના કારણે અમારા મન ને શાંતિ મળતી હતી.. એક અનોખી ઉર્જા મળતી હતી.. જેના કારણે યુદ્ધ જેવી સ્થિતિ માંથી બહાર આવી શક્યા અને અમારું અસ્તિત્વ સચવાઈ રહ્યું .. અત્યારે અમારી ભાષા સંસ્કૃત છે અને ભારત ના ગ્રંથો અમારું સાહિત્ય.. છેવટે આ સાહિત્ય એ અમને ત્યાગ સમર્પણ સેવા જેવા ગુનો પ્રદાન કર્યા અને અંત માં અમેં જે અમારી પાસે મહા ભયાનક શસ્ત્ર હતા એનો સંપૂર્ણ નાશ કરી દીધો જેથી કરીને ભવિષ્ય માં કોઇ ખતરો ના રહે..

ઋગ્વેદત ની વાત સાંભળીને ચંદ્ર ની છાતી ફુલાઈ રહી હતી.. એને પોતાની પરંપરા અને સંસ્કૃતિ પર ગર્વ થઈ રહ્યો હતો..

એટલા માં બહાર નજર કરી તો એકદમ ઘભરાઈ ગયો ચંદ્ર.. જોયું તો ચારેબાજુ સાપ જ સાપ.. મોટા નાના.. ક્યાંક તો એટલા મોટા સાપ હતા જે અત્યાર સુધી ચંદ્ર એ હોલિવૂડ ની ફિલ્મો માં જ જોયા હતા..

ચંદ્ર ને ડઘાયેલો જોઈ ઋગ્વેદતે સ્પષ્ટતા કરી કે આ નાગલોક છે.. અહીં નાગો નું સાશન છે પણ આપણે ડરવાની જરૂર નથી કારણ કે જે વાહન માં બેઠા છીએ એ ન્યુક્લિયર એટેક સામે પણ સુરક્ષિત છે એટલે સાપ આપણા સુધી નહીં પહોંચી શકે અને બીજું કે અમે અહીં થી બહુ જ સફર કરી છે એટલે પણ આ નાગ આપણને કોઈ નુકશાન પહોંચાડવાની કોશિશ નહીં કરે.. હા જ્યારે શરૂઆત માં અમે અહીં થી પસાર થતા ત્યારે આ સાપ અમારા પર એટેક કરતા અને ઘૂસણખોર સમજીને.. એકવાર તો એક મોટા સાપે અમારા વાહન ને ત્રણ દિવસ સુધી જકડી રાખેલું પણ ધીરે ધીરે બધું સમજાતું ગયું એમ એમના એટેક ઓછા થયા અને હવે તો બિલકુલ એટેક નથી કરતા..

ચંદ્ર જોઈ રહ્યો હતો.. અનેક પ્રકાર ના નાના મોટા સાપ.. ક્યાંક પાંખો વાળા તો કોઈક ને મોટી મોટી મૂછો હતી.. અત્યાર સુધી એને નાગલોક વિશે ફક્ત પુસ્તકો માં જ વાંચ્યું હતું પણ આજે નજરે જોઈને એને બહુ જ કુતુહલ થયું... એને નાગલોક ને પ્રણામ કર્યા..

વાહન ઝડપ થી પસાર થઈ ગયું ને નાગલોક છોડી એક અજાણી જગ્યાએથી પસાર થઈ રહ્યું હતું.. કાચ માંથી ક્યાંક ક્યાંક દૂર ઉડતું કૈક કૈક દેખાતું હતું એ સિવાય ચારેબાજુ કંઇજ હતું નહીં..

થોડો સમય આમ જ પસાર થઈને છેવટે વાહન એક જગ્યાએ ઉભું રહ્યું.. અંદર થી એને ચારેબાજુ નજર કરી.. લીલીછમ હરિયાળી..અનેક વૃક્ષો દેખાતા હતા પણ પૃથ્વી પર હોય એવું એકેય વૃક્ષ દેખાતું નહોતું.. અહીં વૃક્ષો બહુ વિશાલ ..ફેલાયેલા અને ઊંચા હતા.. વળી મોટાભાગ ના વૃક્ષો ના પાંદડા બહુ જ મોટા હતા.. દરવાજો ખુલ્યો ને બન્ને બહાર આવ્યા... બહાર નું વાતાવરણ જોઈ ચંદ્ર અચંબિત થઈ ગયો... અંદર થી જે નહોતા દેખાયા એવા કેટલાક ચમકદાર પીળા રંગ ના પાંદડા થી છવાયેલા વૃક્ષો લીલા વૃક્ષો ની વચ્ચે રહીને જાણે ઘરેણાં ની કમી પુરી કરી રહ્યા હતા.. આછા વાદળી ચમકતા પાંદડા જાણે કે હીરા માણેક ની કમી પુરી કરી રહ્યા હતા.. લીલા..પીળા અને વાદળી રંગ ના પાંદડાવાળા વૃક્ષો એકબીજા સાથે મળીને એક નયનરમ્ય.. આહલાદક દ્રશ્ય ઉભું કરી રહ્યા હતા..અને આ બધા વૃક્ષો ની રક્ષા કરતા પાછળ ઉભેલા પહાડો ની દ્રશ્ય કલ્પના થી પણ વધુ સુંદર હતું.

અદભુત દ્રશ્યો ને જોઈને ચંદ્ર નું મન પ્રફુલીત થઈ ગયું હતું.. એ આ આહલાદક વાતાવરણ ને પોતાના શ્વાસો માં ભરતો અને જોતો ઋગ્વેદત ની પાછળ પાછળ ચાલવા લાગ્યો.. થોડુંક ચાલ્યા બાદ કેટલાક ઘરો દેખાયા.. એક નાનું નગર કે ગામડું હોય એવું લાગ્યું..ચંદ્ર એ જોયું તો બધા જ ઘરો સામાન્ય દેખાતા હતા.. દૂર દૂર સુધી બહુમાળી મકાન ક્યાંય દેખાતા નહોતા.. એ નગર માં પ્રવેશ્યા.. એક વૃક્ષ ની નીચે કેટલાક લોકો યજ્ઞ કરી રહ્યા હતા અને વેદો ના મંત્રોચ્ચાર થઈ રહ્યા હતા.. ચંદ્ર માટે આ અકલ્પનિય અને ખુશી આપનારું દ્રશ્ય હતું.. વેદો ના મંત્રો અહીં બીજી દુનિયા માં એનું કારણ તો એ આગળ સમજી જ ગયો હતો.. એ મૂળ પૃથ્વી પરથી જ આવેલા હતા.. નગર ની રચના વ્યવસ્થિત રીતે હતી જાણે કોઈ સોસાયટી ની રચના હોય.. રસ્તાઓ પાક્કા અને મોટા હતા.. રસ્તા ની બન્ને બાજુ અને ખુલ્લા મેદાનો માં અલગ અલગ પુષ્પો ના છોડ લાગેલા હતા જેના પર લાગેલા અનેક રંગીન પુષ્પો માંથી મહેક ચારેબાજુ પથરાઈ રહી હતી.. ચંદ્ર એ જોયું તો મોટાભાગ ના ઘરો માટી ના બનેલા હતા અને છત ઉપર લાકડા અને ઘાસ માંથી બનેલી વસ્તુઓ થી ઢંકાયેલી હતી.. ચંદ્ર ને પૃથ્વી પર ના ભૂતકાળ ના ગામડા ના દ્રશ્યો તાજા થવા લાગ્યા..

એને પૂછ્યું પણ ખરું કે અહીં બધા ઘર સાદા છે અને કોઈ બહુમાળી મકાન કેમ નથી..

અહીં બહુ જ બહુમાળી મકાનો હતા.. પૃથ્વી પર આજે છે એનાથી ચાર ગણા ઊંચા અને ભવ્ય.. પણ એ યુદ્ધ માં બધું જ નષ્ટ થઈ ગયું અને અહીં વસ્તી ઘટી જતાં જગ્યા વિશાલ બની.. ઉન્નતિ ના શિખરે થી પછડાયા પછી સાદાઈ નું મહત્વ સમજાઈ ગયું અને એટલે જ હવે અમે દરેક વસ્તુ માં સાદાઈ ને અપનાવી લીધી છે.. લોકો નો પહેરવેશ પણ સામાન્ય ધોતી અને કુર્તા ટાઈપ નો હતો.. ઘરો ની સજાવટ માં મોટાભાગે લાકડું અને માટી નો જ ઉપયોગ થયેલો હતો.. દૂર સુધી પૃથ્વી પર હોય એવા કોઈ ટાવર કે લાઇટ ના તાર પણ જોવા મળી રહ્યા નહોતા.. ચંદ્ર માટે આ બધું સાવ નવું તો નહોતું પણ પૃથ્વી વાસી ની વિચારધારા પ્રમાણે જુનવાણી લાગતું હતું.. નગર ના રસ્તાઓ પણ ઠેર ઠેર મિસાલ લાગેલી હતી એ જોઈને ચંદ્ર એટલું તો સમજી ગયો હતો કે અહીં લાઇટ જેવું કંઈ હશે નહીં..

થોડીવાર ચાલ્યા પછી એ એક ઘર માં પ્રવેશ્યા.. ઘર નું વાતવરણ પૃથ્વી પર ના ગામડા ના ઘર ના વાતાવરણ ને એકદમ મળતું આવતું હતું..હા ત્યાં રાખેલી વસ્તુઓ નો આકાર અને રચના થોડી અલગ હતી..

ચંદ્ર ખુશ હતો.. એનું મન પ્રફુલ્લિત હતું .. એને આ દુનિયા ગમી ગઈ હતી પણ સંસાર અને જવાબદારીઓ ખુશી જે લાંબો સમય ટકવા દેતી નથી.. લગભગ અઠવાડિયું ત્યાં રોકાયા પછી ચંદ્ર ને ઘર યાદ આવ્યું અને એ અઠવાડિયા ની મહેમાનગતિ કરીને પાછો ઘરે આવી ગયો..

હવે એ ખુશ રહે છે.. દોડધામ નથી કરતો.. જે સે પાસે એનાથી સંતુષ્ટ છે.. એને હવે વધુ મેળવવાની કોઈ ઇચ્છા રહી નથી.. એને પણ જીવન માં સાદાઈ ને અપનાવી લીધી છે.. ઘણીવાર જ્યારે મન થાય ત્યારે એ મહેમાનગતિ કરવા જાય છે ત્યાં અને ઋગ્વેદત પણ હવે તો રેગ્યુલર આવતો રહે છે મળવા.. બે અલગ અલગ ગ્રહો વચ્ચે ની આ મિત્રતા ભવિષ્ય માં પૃથ્વી પર મંડરાઈ રહેલા સંકટો માંથી ઉગારવાનું કારણ જરૂર બનશે અને વિકાસ નામના રાક્ષસ ની લાલચ માં ભાગી રહેલો માણસ ફરી ને સાદાઈ તરફ વળશે એ સ્વપ્નો જોતો ચંદ્ર પોતાના રોજિંદા જીવન માં વ્યસ્ત થઈ ગયો છે..