Footpath - 10 books and stories free download online pdf in Gujarati

ફૂટપાથ - 10

એક અજંપા અને યાદોથી ભરેલી રાત પૂરી થઈ અને પૂર્વી તથા સંદિપ એક નવી સવારની આશામાં આંખો ખોલી રહ્યાં
સપના નાા ઘરેથી પૂર્વી પોતાના ઘરે પરત આવવા નીકળી ત્યારે રાહુલ અને સપનાએ સાથે આવવા આગ્રહ રાખ્યો પરંતુ પૂર્વીએ ઇનકાર કર્યો કે "બને ત્યાં સુધી પતિ પત્ની વચ્ચે ની વાતમાં બહારની વ્યક્તિ ના આવે તો સારું અને જરુરત હશે તો હું સામેથી તમનેજ ફોન કરીશ"
પૂર્વી ફ્લેટ ના પરિસર મા દાખલ થઈ ત્યારે સંદિપ બાંકડા પર આંખો ખોલી આડો પડ્યો પડ્યો વિચારો માં ખોવાયેલો હતો, પૂર્વીની નજર તેના ઉપર પડી, તે સંદિપની નજીક આવી તેની બાજુમાં આવી ઉભી રહી, સંદિપ ની નજર તેના પર પડી અને તે બેઠો થઈ ગયો! એક ફિક્કા હાસ્ય સાથે પૂર્વી લિફ્ટ તરફ ચાલી અને સંદિપ તેની પાછળ પાછળ ઢસડાયો.
ઘરમાં પ્રવેશ્યા પછી પૂર્વી એ એકપણ શબ્દ બોલ્યા વગર બેડરુમ મા દાખલ થઈ રુટીન ચાલુ કરી દીધું, સંદિપ હોલ ના સોફામાં બેસી વિચારોમાં ખોવાઈ ગયો, પૂર્વી સ્નાનાદિ થી પરવારી રસોડામાં આવી અને ચાનાસ્તાની તૈયારી શરૂ કરી, સંદિપ રસોડામાં આવી તેને નિરખી રહ્યો અને મનોમન ઇચ્છી રહ્યોકે પૂર્વી કંઇક તો ફરિયાદ કરે તો પોતે એને સમજાવી લેશે પરંતુ પૂર્વી નિશબ્દ કામ કરી રહી આંખોમાં પાણી તગતગી રહ્યા અને હાથ સતત કામ કરી રહ્યાં તેણી ચા નાસ્તો ટેબલ પર મૂકી નેપકીન લેવા ગઈ અને અચાનક સંદિપ ચીસ પાડી ઉઠ્યો, "પૂર્વી ક્યાં સુધી આ ચાલશે? "પૂર્વીએ પાછળ ફરી સંદિપ સામે જોયુ અને કોઇજ જવાબ આપ્યા વગર આગળ વધી રહી.
સંદિપ ગુસ્સામાં ધ્રુજી ઉઠ્યો, તેની આંખોમાં ના સમજાય તેવી રેખાઓ ફરી વળી અને એક જાનવર જાણે તેના દિલોદિમાગ પર હાવી થઇ ગયું!! ચીતા જેવી ફલાંગ મારી તે પૂર્વી ની સામે આવી ઉભો રહી ગયો, પૂર્વીનું કાંડુ પકડી પોતાની તરફ ખેંચી, "તું સાબિત શું કરવા માગે છે આમ ચૂપચાપ રહીને ?"પૂછને તારે પૂછવું હોય તે! છે જવાબ મારી પાસે! સાંભળી શકીશ? છે તાકાત? "પૂર્વી એક શબ્દ પણ બોલ્યા વગર સંદિપને કોરીધાકોર આંખે તાકી રહી, જાણે આ સંદિપને તે ઓળખતીજ નથી અને અચાનક રડી પડી. આજ સુધી સાચવી રાખેલા આંસુ ધોધ બની નીકળી પડ્યા, પરંતુ થોડીજ ક્ષણોમાં પૂર્વીએ જાણે જાતને સંભાળી લીધી અને આંસુ લૂછી પોતાનુ કાંડુ સંદિપ ના હાથમાંથી છોડાવી રૂમ તરફ આગળ વધી. સંદિપ જાણે આ સહન ના કરી શક્યો, ફરીથી તેણે પૂર્વીનો રસ્તો રોકયો અને ચીસ પાડીને પૂર્વીને બંને હાથે ઉંચકી બેડરૂમમાં લઇ ગયો, પૂર્વી છટપટી રહી અને સંદિપે પૂર્વીને પલંગ પર નાખી ,પૂર્વી હજી સમજી શકે શું થઇ રહ્યું છે તે પહેલાં તો સંદિપ ની અંદર નો જાનવર પૂર્વી પર સંપૂર્ણ હાવી થઈ ગયો, પૂર્વી ની ચીસો ચાર દિવાલની અંદર જ પછડાઈ ને સમાઇ ગઈ જાણે અને એક જીવતું નર્ક પૂર્વીની ચારે તરફ વીંટળાઈ ફર્યુ .
પૂર્વીએ મહામહેનતે આંખો ખોલી,દિવાલ પર નજર કરી ઘડીયાળ 5 વાગ્યાનો સમય દર્શાવી રહી હતી, શરીર ખૂબજ દુખી રહ્યું હતું અને લગભગ આખા શરીરે નખ અને દાંતના ઉઝરડા બળતરા આપી રહ્યાં હતાં ,સવારના 9થી સાંજના 5 સુધી પોતે બેહોશ રહી તે સમજાતા પૂર્વીએ ઉભા થવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો અને પાછી પલંગ મા ફસડાઇ પડી. શરીરની પીડા કરતા હવે તેને સંદિપ નો આ એક રાક્ષસ થી પણ બદતર વ્યવહાર વધારે પીડા આપી રહ્યો, પોતાની સંમતિ વગર કોઈ પોતાના શરીરને.... વિચારો વધુ ને વધુ તકલીફ આપી રહ્યાં, નજર આખા રૂમમાં ફરી રહી અને રૂમની દરેક વસ્તુ જાણે તેની તરફ જોઇ રહી એવું લાગી રહ્યું, ટેબલ પર બે દવાની પટ્ટી પાણીનો ગ્લાસ અને એક નાનકડો કાગળ દેખાયો .
તરતજ કાગળ પકડી વાંચવાનુ ચાલુ કર્યું "પૂર્વી આ દવા લઈ લેજે દુખાવામાં રાહત રહેશે અને....
શું લખ્યું હશે સંદિપે આગળ...અને શું હશે સંદિપ અને પૂર્વી ના લગ્નજીવન નું ભવિષ્ય
જાણીશુ આવતાં પ્રકરણમાં