Footpath - 5 books and stories free download online pdf in Gujarati

ફૂટપાથ - 5

આગળની વાર્તા:
સંદિપ અને પૂર્વી ના સુખી જીવનમાં સંદીપ ની સચ્ચાઈ સામે આવે છે અને પૂર્વી સંદિપ પાસે માફીની અપેક્ષા રાખે છે,........ અને સંદિપ માફી માંગવા ના બદલે એજ ભૂલ ફરી કરે છે

-----------------------------------------------------
હવે આગળ
વાત તો બસ એક રાત પૂરી કરવાની હતી પરંતુ ના તો સંદિપ કે નાતો પૂર્વી ની આંખ મા ઉંઘનુ નામોનિશાન હતુ.
બંને પોતાના ભૂતકાળમાં ખોવાઈ ગયા હતા.
પૂર્વી યાદ કરી રહી લગ્ન પહેલાં ના દિવસો.
પોતે માબાપ ની નાની દીકરી અને એક મોટો ભાઈ.
કેટલી સ્વતંત્રતા આપી હતી મમ્મી પપ્પા એ ભાઈ બહેન બંનેને! દરેક વસ્તુ બંનેને સાથે જ શીખવવામાં આવતી, પછી ભલેને જૂડો કરાટે હોય કે રસોઇ.
એક સુંદર સમજણ હતી મમ્મી પપ્પા વચ્ચે, વગર કહે એકબીજાને વાંચી લેતાં અને એકબીજાને અનુકુળ થઈ જતાં, હું કે મારુ એવા શબ્દોને ઘરમાં કોઈ સ્થાન જ નહોતું. નહોતો ક્યાય અહમ નો ટકરાવ કે સમજણ નો અભાવ. આવા વાતાવરણમાં મોટા થયેલા ભાઈબહેન વચ્ચેનો સ્નેહ પણ એટલોજ મજબૂત હતો, બંને એકબીજા નુ ખૂબ ધ્યાન રાખતા તો સાથેસાથે એકબીજાની અંગત બાબતો માં દખલગીરી પણ ના કરતા. ક્યારેક સાથે રસોઈ, તો ક્યારેક સાથે જુદી જુદી રમતો રમતા ક્યારે મોટા થઈ ગયા એની સમજ જ ના પડી.
ભાઈ આઇ આઇ ટી માં અભ્યાસ કરી ઓસ્ટ્રેલિયા જતો રહ્યો અને પોતે HRD નો અભ્યાસ કરી એક મલ્ટીનેશનલ કંપનીમાં નોકરીએ લાગી ગઈ, સાથે સાથે અન્ય કંપનીમાં ફ્રીલાન્સ એડવાઈઝરી પણ ચાલુ કરી .
મમ્મી પપ્પા કયારેક ઓસ્ટ્રેલિયા જતા, પણ ઘણુખરુ તો ભારતમાં જ રહેતાં એટલે પૂર્વી નચિંત થઈને એડવાઈઝરી ના વધારા ના કામ સ્વીકારી લેતી.
ચાર વરસ પહેલાં જાણે અચાનકજ કોઇ ની નજર લાગી ગઈ. મમ્મી પપ્પા ની કારને અકસ્માત સર્જાયો અને મમ્મી ઘટનાસ્થળ પર જ મૃત્યુ પામ્યા અને પપ્પા ને કમરમા ઇજા પંહોચી ને તેમના પગ કામ કરતા અટકી ગયા,
પપ્પા ને બીજી પણ નાનીમોટી કંઇક ઇજાઓ થઇ અને લગભગ એક મહિના સુધી હોસ્પિટલ રાખવા પડ્યા.
અકસ્માત ના સમાચાર સાંભળીને પૂર્વી ઉપર જાણે આભ તૂટી પડ્યું હતું, ભાઇ ને ઓસ્ટ્રેલિયા થી આવતા 3થી 4 દિવસ તો થઇ શકે, એટલે એમની રાહ જોઇ શકાય તેમ તો હતુજ નહીં,તરફ મમ્મીના અંતિમ સંસ્કાર અને બીજી તરફ પપ્પા ને હોસ્પિટલ દાખલ કરાવવા અને સારવાર ચાલુ કરાવવા ની દોડધામ અને સાથે ઓફિસની જવાબદારીઓ .એક સમયે તો પૂર્વીએ હાર સ્વીકારી લીધી હતી અને નોકરીમાં રાજીનામું આપી દીધું, પરંતુ તેના કામ અને ધગશને જોતા, રાજીનામું સ્વીકાર ના થયુ અને રજાઓ આપવામાં આવી. મમ્મી ની અંતિમ વિધિ સંપન્ન થયા બાદ ભાઇ આવ્યો, પપ્પા હજી હોસ્પિટલ માં હતા અને કમરરજ્જૂ માં થયેલી ઇજા ને કારણે તેમના બંને પગ લકવાગ્રસ્ત થઈ ગયા હતા અને આધાતને કારણે તેમની માનસિક સ્થિતિ ખૂબ નાજુક તબક્કામાંથી પસાર થઇ રહી હતી. ભાઇ બહેન અત્યારે બધુજ ભૂલી પપ્પા જલ્દી સાજા થઈ જાય એ માટે જૂદા જૂદા ડોક્ટરો ને મળતા રહ્યાં, પરંતુ તેમની મહેનત સફળ થાય તે પહેલાં જ તેમના પપ્પા એ હોસ્પિટલ માંજ પોતાના હાથની નસ કાપીને આત્મહત્યા કરી લીધી. પૂર્વી માનસિક રીતે ખૂબજ તૂટી ગઈ હતી અને તે સમયે તેના ભાઈ એ પણ તેને ઓસ્ટ્રેલિયા જલ્દી પાછા ફરવું પડશે તેમ જણાવ્યું, પૂર્વીએ ફરી એક વાર જાત સંભાળી અને ભાઇને મમ્મી પપ્પા ના બેંક એકાઉન્ટ ,મકાન અને અન્ય બાબતો જોઇ ઘટતુ કરીને પછી જવા વિનંતી કરી અને રડી પડી, ભાઇ તેની નજીક આવી માથા પર હાથ ફેરવતા બોલ્યો, "પગલી, તારા ભાઇને આટલોજ ઓળખી શકી? ઓફિસમાં જરૂરી કામ છે એટલે જઉ છું શક્ય એટલો જલ્દી પાછો આવવાનો પ્રયત્ન કરીશ, અને રહી વાત મમ્મી પપ્પા ની મિલ્કત ની, તો મને ઓસ્ટ્રેલિયા મોકલવામાં અને સેટ કરવામાં ખૂબ ખર્ચ કર્યો છે એમણે એટલે હવે મારે કંઈ જ નથી જોઇતુ. તુ એ પ્રમાણે બધા કાગળ પછી શાંતિ થી કરાવી રાખજે, હું ફરી આવુ ત્યારે સહી કરી આપીશ. અત્યારે ચાર દિવસ પછી જઉ છું તો એટલા દિવસ સાથે વિતાવી નવી યાદો બનાવી લઇએ.
એ ચાર દિવસ મમ્મી પપ્પા ના અસ્થિ વિસર્જન અને બાકીના કામ મા પૂરા થઈ ગયા અને ભાઇ ઓસ્ટ્રેલિયા માટે નીકળી ગયો!
હવે પૂર્વી ખૂબ એકલી પડી ગઈ અને હતાશામાં સરી ગઇ હતી આ સમયેજ તેના જીવનમાં સંદીપનું આગમન થયું અને રોકાઇ ગયેલ જીંદગી ફરી આગળ વધી ......


કેવી હશે સંદિપ અને પૂર્વી ની પહેલી મુલાકાત, જાણીશુ આવતાં પ્રકરણમાં
તમારા અભિપ્રાય અને સૂચનો અવશ્ય આપશો 🙏