Footpath - 2 books and stories free download online pdf in Gujarati

ફૂટપાથ - 2

આગળની વાર્તા ::પૂર્વી અને સંદિપ પતિ પત્ની છે, પૂર્વીને ગરીબ પરિવારોને મદદ કરવી ખૂબ ગમે છે જ્યારે સંદિપ તેને તેમ કરતા રોકતો નથી તો સાથ પણ નથી આપતો
એક દિવસ અચાનક સંંદિપ ની વરવી સચ્ચાઈ પૂર્વી ની સામે આવી જાય છે

હવે આગળ ::
---------------------_---------------------------------------------------

પૂર્વી ને ફસડાઇ પડેલી જોઇ સંદિપે તેને કાર માં બેસાડી ઘર તરફ ગાડી લઇ લીધી . પૂર્વી સંદિપ નો ચહેરો જોઇ રહી પણ જાણે કોઈજ પરિવર્તન નહોતુ ત્યાં.
સંદિપ કાર પાર્ક કરી જાણે કંઈ બન્યુંજ ના હોય તેમ લિફ્ટ પાસે પંહોચી ગયો, પૂર્વી પણ પાછળ પાછળ ઢસડાઇ.
ઘરમાં પંહોચતાજ સંદિપે ચીસાચીસ કરી મૂકી, ઓશીકા તકિયા ફેંકતાં બોલ્યો, "જો પૂર્વી એક વાત બરાબર સમજી લે, આ ઘરની બહાર હું શું કરુ છું તેના સાથે તારે કોઈ મતલબ નથી, તને કોઈ તકલીફ તો નથી પડવા દેતોને?
ટાળી છે મે તારી કોઇ વાત આજ સુધી? તારે પણ થોડુ સમાધાન તો કરવુ પડશે, હા જઉ છું બહાર અને જઈશ,બધુ ધ્યાન પણ રાખુજ છું, એવી કોઈ બિમારી લઇ ને નહીં આવુ, માટે શાતિ રાખજે અને સૂઇ જા હવે, મને આમા પણ ચેન્જ જોઇએ છે અને જોઇએ જ છે માટે મારા તરફથી તો આ વાત અહીં પૂરી: "અને બેડરૂમમાં દાખલ થઇ સીગરેટ સળગાવી લીધી.
હજુસુધી એકપણ વિચાર જેના દિમાગ માં પણ ઉઠ્યો નથી એવી સ્તબ્ધ પૂર્વી ફાટી આંખે સંદિપને જોઇ રહી, સંદિપ ના શબ્દો સમજાયા તે સાથે જ જાણે એક વિસ્ફોટ થયો અને પૂર્વી ની લાગણિઓ કણકણ થઈ વેરાઇ ગઈ , મગજ સૂન્ન થઇ ગયુ અને તે સોફામાજ બેસી પડી.
રડતા રડતા ઉંધ ક્યારે આવી ગઈ તે ખબરજ ના પડી, સવારે ઉઠી ત્યારે તે બેડરુમના પલંગ મા વ્યવસ્થિત રીતે સૂતી હતી અને ઘડીયાળ 9 નો સમય દર્શાવી રહી હતી.
પૂર્વી ઉભી થઇ રસોડામાં ગઈ ચા ઉકાળવા મૂકી બ્રશ કર્યુ, સંદિપ ઘરમાં નહોતો દેખાતો, ચા લઇ ફરી એકવાર બાલ્કની મા આવી અને ફૂટપાથ તરફ નજર ફેરવી અમુક નિર્ણય લીધા.
આખી બપોર અમુક મિત્રો સાથે અને ત્રણ વકીલ ને મળવા મા પસાર થઇ ગઇ, સાંજે ઘરમાં એક મક્કમ નિર્ધાર સાથે પાછી ફરી અને જાણે કંઈ નથી બન્યું એમજ રસોઇ પણ બનાવી.
સંદિપ ઘરે પરત આવ્યો ત્યારે રોજ ની જેમજ ચા તૈયાર હતી, અને રસોઇની મસ્ત સુગંધ આવતી હતી.
સંદિપ અચરજ અને છૂપા આનંદની લાગણી સાથે આ જોઇ રહ્યો અને મનોમન ખુશી અનુભવી રહ્યો, તેને લાગ્યું કે પૂર્વીએ તેના આ શોખને સ્વીકારી લીધો અને હવે તે કંઇજ છુપાવ્યા વગર આઝાદીથી મનપડે ત્યારે અને મનપડે ત્યાં ફરી શકશે.
તો પૂર્વી પણ એકપણ મનોભાવ ચહેરો પર આવી ના જાય તેની તકેદારી રાખી રહી હતી.
સાથે બેસીને ડીનર લીઘુ ત્યાં સુધીમાં બન્ને વચ્ચે એકપણ શબ્દ ની આપલે ના થઈ, રસોડું પતાવ્યા પછી પૂર્વી એ કહ્યું, "સંદિપ , મારે તારી સાથે અમુક ચોખવટ કરવી છે, જો બહાર ના જવાનો હોય તો બાલ્કની મા બેસીએ, અને તારે બહાર જવું હોય તો પણ હું ત્યાં જ તારી રાહ જોઇશ,પણ આજે સૂતા પહેલાં ચોખવટ થઈ જાય તો સારું રહેશે "
સંદિપ પૂર્વી ના અવાજમાં રહેલા વિશ્વાસ ને અનુભવી રહ્યો અને હવે પછી પૂર્વી સાથે થનારી વાતચીત ની પૂર્વધારણા કરવા લાગ્યો.


શું લાગે છે તમને? પૂર્વી કેવી ચોખવટ કરવા માંગે છે અને શુ હશે સંદિપ ના પ્રત્યાઘાત? શું ખરેખર પૂર્વીએ સંદિપ નુ આ વર્તન સ્વીકારી લીધું હતું?
જાણીશુ આવતાં પ્રકરણમાં...