Woman and man in nature. - 3 - Who is a man? books and stories free download online pdf in Gujarati

પ્રકૃતિમાં રહેલ સ્ત્રી અને પુરુષ. - 3 - પુરુષ એટલે કોણ?


પુરુષો વિશે પુરુષો દ્વારા ઘણું લખાયુ છે.
પણ જ્યારે એક સ્ત્રી પુરુષ વિશે લખે ત્યારે તે વાસ્તવિકતા ની વધુ નજીક હોય છે.

પુરુષ એટલે કોણ ? એની વ્યાખ્યા કે જવાબ દરેક સ્ત્રી પાસે અલગ-અલગ જ હોવાનો.

આપણા દેશમાં અને સમાજમાં જે જીવનચક્ર છે એમાં પુરુષ પુરુષાતનથી છલોછલ હોય, પૂછવામાં આવે એટલું જ કહેતો હોય અને મુશ્કેલીઓને મનમાં ભરી રાખવાની ક્ષમતા ધરાવતો હોય એ પુરુષ સર્વશ્રેષ્ઠ છે.
જો કે, વ્યક્તિ-વ્યક્તિએ, પતિ-પત્નીઓમાં ફરક હોય અને વળી, સ્થળ-સમય-સંજોગોની ભાગ ભજવણીના કારણે પણ દરેક પુરુષ પોતપોતાની વેદના-સંવેદનાઓ, લાગણીઓ અને સ્વભાવથી અલગ-અલગ હોઈ શકે છે. એમાં કોઈ જ પુરુષ ખરાબ કે ખોટો નથી. એ પણ એટલું જ સાચું છે.

પુરુષ કરતાં મહિલાઓ વધુ સંવેદનશીલ હોય છે ને તેમનો ત્યાગ બહુ મહાન હોય છે. એ સાચું.
જો કે, પુરુષો પણ ત્યાગ કરતા હોય છે અને તેઓ પણ એટલા જ સંવેદનશીલ હોય છે. પણ સામાજિક માળખા મુજબ તેમનો રોલ ખૂબ મજબૂત અને વ્યવહારુ હોઇ, તેમના ત્યાગ-સંવેદનશીલતાને અવગણવામાં આવે છે.
બાકી, જંગમાં સામી છાતીએ અને પ્રેમમાં નીચી નજરે ઊભો રહે એ પુરુષ…!
બાકી પુરુષ એટલે પુરુષ…. જેમ સ્ત્રી વગર પુરુષ અધૂરો છે, એમ પુરુષ વગર પણ સ્ત્રી, પરિવાર અને સમગ્ર સમાજ, દુનિયા અધૂરાં જ છે… !

પુરુષ એમ કહે કે ‘આજે મૂડ નથી, મગજ ઠેકાણે નથી’ પણ એમ ના કહે કે ‘આજે મન ઉદાસ છે.’
સ્ત્રી સાથે ઘણી વાતો શેર કરી શકતો પુરુષ પોતાના દર્દ શેર નથી કરી શકતો.
સ્ત્રી પુરુષ નાં ખભા પર માથું ઢાળી રડે છે. જ્યારે પુરુષ સ્ત્રી નાં ખોળા માં માથુ છૂપાવી રડે છે.
જેમ દુનિયાભર ની સ્ત્રીઓ ને પોતાના પુરુષ નાં શર્ટ માં બટન ટાંકવામાં રોમાંચ થાય છે એ જ વખતે એ સ્ત્રી ને ગળે લગાડી લેવા નો રોમાંચ પુરુષો ને પણ થતો હોય છે.
હજારો કામકાજ થી ઘેરાયેલી સ્ત્રી જ્યારે પુરુષ ને વાળ માં હાથ ફેરવી જગાડે છે ત્યારે પુરુષ નો દિવસ સુધરી જાય છે.
પુરુષ સુંદર સ્ત્રીઓ થી ખેચાઇ ને અને બુદ્ધિશાળી સ્ત્રીઓ નાં પ્રભાવ થી અંજાઇ ને તેનાં પ્રેમ માં પડી જતો હોય છે.
જીતવા માટે જ જન્મેલો પુરુષ પ્રેમ પાસે હારી જાય છે અને જ્યારે એ જ પ્રેમ એને છોડી જાય ત્યારે તે મૂળ થી ઉખડી જાય છે.
સ્ત્રી સાથે સમજણ થી છૂટો પડતો પુરુષ તેનો મિત્ર બની ને રહી શકે પણ…બેવફાઇ થી ત્યજાયેલો પુરુષ કચકચાવી ને દુશ્મની નિભાવે છે.
ધંધામા કરોડો ની નુકશાની ખમી જાતો પુરુષ ભાગીદાર નો દગો ખમી નથી શકતો.
સમર્પણ એ સ્ત્રીનો અને સ્વીકાર એ પુરુષ નો સ્વભાવ છે પણ પુરુષ જેને સમર્પિત થાય એનો સાત જન્મ સુધી સાથ છોડતો નથી.

પુરુષ માટે પ્રેમ નાં સુંવાળા માર્ગ પર લપસી જવું એ એક થ્રીલ છે અને સહજ પણ છે.પરંતુ એની જ સ્ત્રી માટે તે બ્લેકઝોન છે જ્યાં થી પાછી ફરેલી સ્ત્રી ને એ ચાહી શકતો નથી.

પરણવું અને પ્રેમ કરવો એ સ્ત્રી માટે એક વાત હોઇ શકે પુરુષ માટે નહી.
એક જ પથારી માં અડોઅડ સૂતા બે શરિરો વચ્ચે ની અદ્ર્શ્ય દિવાલ નીચે પુરુષ ગુંગળાતો રહે છે પણ ફરિયાદ કરતો નથી.
પુરુષ ને સમાધાન ગમે છે પણ જો એ સામે પક્ષે થી થતુ હોય તો.
ગમેતેવો જૂઠો, લબાડ ,ચોર, લંપટ, દગાખોર પુરુષ પણ પોતાના પરિવાર સાથે સરળ સદગૃહસ્થ જ હોય છે.
પુરુષ હોવું એટલે સ્ટ્રોંગ હોવું એ એક માન્યતા છે, અને એ માન્યતા સમગ્ર વિશ્વમાં સર્વવ્યાપી છે.
જો કે પુરુષમાં પણ વેદના-સંવેદનાઓ હોઈ એ સ્ટ્રોંગ હોવાં છતાંય ક્યારેક ઢીલો પડી જઈ શકે છે.

કેમકે પુરુષાતન હોવું અને મજબૂતી હોવી એ બંને વચ્ચે ફરક છે. પુરુષ હોવું એટલે સ્ટ્રોંગ હોવું એ દરેક દરેક સ્ત્રીની પોતાના ગમતા પુરુષ માટેની મનોકામના હોય છે, જો કે એમાં કશું ખોટું પણ નથી. કારણકે સ્ત્રીઓમાં અસુરક્ષાની ભાવના આજીવન રહેલી હોય છે અને જ્યારે તમારામાં નામમાત્ર પણ ઇનસિક્યોરિટી હોય ત્યારે તમે સ્વાભાવિક પણે જ સ્ટ્રોંગ મેન્ટોલિટી અને ખડતલ બાંધો ધરાવતા પુરુષને વધારે મોટા દિલથી ચાહી શકો.

જો કે પુરુષ અંતે તો એક લાગણીશીલ વ્યક્તિ છે. એટલે ક્યારેક તે ધ્રુસકે-ધ્રુસકે રડી પડે, સાવ નાના બાળકની જેમ મોં ફુલાવીને બેસી જાય, જીદ પણ કરે અને નિર્ણય લેવામાં બે-પાંચ લોકોની સલાહ પણ લે.. એવું બધું કરે એ વાત પણ પુરુષની બાબતમાં સ્વીકારી શકાય.

સ્ત્રીની સરખામણીએ પુરુષનો ઉછેર જ જોઈએ એટલી લાગણી સાથે થતો નથી, એ જ કારણસર પુરુષો પણ લાગણી વ્યક્ત કરવાની બાબતમાં થોડાં પાછળ પડે છે.

સ્ત્રી હોય તો સ્વાભાવિક પણે જ તેનો ઉછેર ફિઝિકલી અને સાઇકોલોજિકલી પ્રેમથી થાય છે.

કહેવાય છે કે સ્ત્રીઓને ચાહતા રહો તેણે સમજવાની જરૂર નથી. પણ મને તો લાગે છે કે પુરુષને સમજી લઈએ તો તેને પણ ચાહી શકાય છે.