Shadow books and stories free download online pdf in Gujarati

પડછાયો

ચંદ્રેશ ની બદલી કચ્છ ના અંતરિયાળ દેશલપર ગામ માં થઈ આજે એ પોસ્ટઓફિસ માં હાજર થયો.ગામ ના સરપંચ જોડે મુલાકાત કરી પોતાનું પરિચય આપ્યો.અને પોસ્ટમાસ્તર ના જુના મકાન માં પ્રવેશ કરે છે.
ત્યાંજ આચાનક એક અવાજ
ચંદ્રેશ ના કાને પડે છે.
મારી ટપાલ આવી છે..??

ચંદ્રેશ ગભરાઈ ને પાછળ જુવે છે.તો રાત ના અંધારા માં કોઈ દેખાતું ન હતું.મોબાઈલ ની ટોર્ચ ચાલુ કરી ગેટ તરફ આગળ વધે છે.ત્યાંજ એક સ્ત્રી ત્યાંથી ભાગતી નજરે પડે છે. અવાજ આપ્યા છતાંય તે ત્યાંથી જતી રહે છે.

ચંદ્રેશ વિચારો માં પડ્યો કે એ સ્ત્રી કોણ હોઈ શકે ..!! અને વિચારો જ વિચારો માં મુસાફરી ના થાક ના લીધે આંખ બિચાઈ જાય છે.

વહેલી સવારે પોસ્ટ ઓફિસ પર હાજર થઈ નવું કામ સભાળ્યું અને સાંજ ના સમયએ સરપંચ પટેલ ને મળે છે.રાત્રે બનેલી ઘટના ની વાત કરે છે.સરપંચ વાત સાંભળી અને ગંભીર અવાજે એ પગલી છે વધુ ધ્યાન દેવા જેવું નથી કહી વાત પૂરી કરે છે.

રવિવાર ની રજા ચંદ્રેશ આજે ગામ માં ફરવા નીકળ્યો બધા ને મળ્યો નવી ઓળખાણો બનાવી
પણ એ સ્ત્રી એને ક્યાંય નદેખાળી ચંદ્રેશ ને ગામ બહુજ ગમ્યો અમદાવાદ ના પ્રદુષણ માંથી છૂટી ગામ ની સ્વચ્છ હવા અને કુદરત નો સૌંદર્ય ચંદ્રેશ ને ગમવા લાગ્યું હતું.રોજ સાંજે વોક કરવા ચંદ્રેશ ગામ ની સીમ માં જતો વૃક્ષો અને ફૂલો ની વચ્ચે રહેવું તેને ખૂબ ગમતું. તે કુદરત ના ખોળે રમતો હોય તેવો અહેસાસ તેને થતું હવે આ વોકિંગ તેનું નીતકર્મ બની ગયું હતું

એક દિવસ ચંદ્રેશ વોક કરતા કરતા સીમ માં અંદર સુધી જાય છે.અલગ અલગ વૃક્ષો અને વન ની ધરોહર પોતાના મોબાઈલ ના કેમેરા માં કેદ કરતો હોય છે ત્યાં રેલવે ના પાટા પર ટ્રેન આવતી તેને નજરે પડે છે. ત્યાંજ એક યુવાન ટ્રેન ની સામે હાથ ઉંચો કરી ને દોડતો પડછાયો ચંદ્રેશ ને દેખાય છે.ચંદ્રેશ જોર થી બુમ પાડે છે.ટ્રેન આવે છે. સામે ન જાવ સામે ન જાવ પણ એ પડછાયો તો આગળ જ વધતો જાય છે.ટ્રેન પસાર થઈ જાય છે.ચંદ્રેશ દોડી રેલ ના પાટા તરફ આગળ જાય છે.પણ ત્યાં કોઈ નથી હોતું.
અને ટ્રેન ના પાટા પણ કટાઈ ગયેલા હોય છે.વર્ષો થી અહીં ટ્રેન આવીજ નહોય.ચંદ્રેશ ને હવે ડર લાગે છે.તે હાફળો-ફાફળો થઈ ગામ તરફ પાછો ફરતો હોય છે. ત્યાં પહેલી સ્ત્રી સામે આવી ને ચંદ્રેશ ને પૂછે છે. મારી ટપાલ આવી ? ટ્રેન આવી ગઈ!!
ચંદ્રેશ બહુજ હિંમત કરી ને પૂછે છે કોની ટપાલ આવવાની હતી. અને તમે કોણ છો ? સ્ત્રી જોરથી રૂદન કરવા લાગી હસુ ના બાપા ની ટપાલ આવવાની હતી.આવી..?

કહી એ સ્ત્રી જંગલ માં જતી રહે છે.તેના રૂદન ના અવાજ થી ચંદ્રેશ થર થર કાપે છે. અને આગળ વધે છે પણ ત્યાંજ ચંદ્રેશ બેહોશ થઈ ઢળી પડે છે. ઠંડી ની આખી રાત જંગલ માંજ પડી રહે છે.સવાર માં ભરવાડ ગાયો લઈ ને જંગલ માં આવે છે તો ચંદ્રેશ ને જોઈ તરતજ ગામ ના લોકો ની મદદ થી હોસ્પિટલ લઈ જાય છે.હવાચક થઈ ગયેલો ચંદ્રેશ જ્યારે હોશ માં આવે છે. ત્યારે સરપંચ સહિત અન્ય લોકો પણ તેની આજુ બાજુ હોય છે.

આ આખી ઘટના ચંદ્રેશ સરપંચ ને કહે છે.

સરપંચ વર્ષો પહેલા ની વાત કરતા કહે છે હું નાનો હતો ત્યારે ટ્રેન અહીં આવતી હસુ ની મા જે ટપાલ ની પુછા કરે છે. તેનું નામ રેખા છે તે રિસાઈ ને આ ટ્રેન માં ભુજ જવા ગામ માંથી ગઇ પણ હસુ ટ્રેન ની સામે ઉભો રહી ને હાથ ઊંચો કરી ટ્રેન ને રોકવા દોડ્યો હતો.અને ટ્રેન ની નીચે આવી ગયો. આ કરુણ ઘટના પછી હસુ ના બાપા ઘર મૂકી ને એજ ટ્રેન માં જતા જતા હસુ ની મા ને કહેતા ગયા.હું પહોંચી ની કાગળ લખીશ અને જલદીજ આ ટ્રેન માં પાછો ફરીશ બસ એ દિવસ અને આજ સુધી આ રેખા રોજ કાગળ અને ટ્રેન ની પુછા કર્યા કરે છે.અને નાનકડી ઝૂંપડી માં બચેલું જીવન જીવે છે. ટ્રેન પણ બંધ થઈ ગઈ અને હસુ ના બાપા નું આજ દી સુધી કોઈ કાગળ કે ઠેકાણું જ નથી મળ્યો ભગવાન જાણે હજુ જીવે છે કે મરી ગયા કહેતા સરપંચ ટ્રેન અને યુવાન ના પડછાયા નો ભેદ ભરમ સમજાવે છે. આમ તો આજ સુધી કોઈ ને આવું કઈ નથી થયું પણ તમે તો વર્ષો જૂની વાત ને તાજી કરી આવું કેમ બને ?આ પ્રશ્ન ચંદ્રેશ અને સરપંચ ને મુંજવતો રહ્યો.