CHANGE OF LOVE - 4 books and stories free download online pdf in Gujarati

પ્રેમનો બદલાવ - 4 - પ્રેમ કે દગો?

ભાગ - 4 :- પ્રેમ કે દગો?



અબીર અને અર્વી એક નવી દુનિયામાં પોતાના કદમ મુકવા જઈ રહ્યા હતા. અબીર અને અર્વી એકબીજા માટે કઈક મહેસૂસ કરવા લાગી ગયા હતા, પણ શું જ્યારે અર્વી ને ખબર પડશે કે એને જેની સાથે પ્રેમ થયો છે એ અબીર નહિ પણ એનો હમશકલ રોબર્ટ કુંજ છે ત્યારે અર્વી નો ફેંસલો શું હશે? અર્વી નો જે પણ ફેંસલો હોય એ, પણ રિવાયત અને કિયારા સમજી ચૂક્યા હતા કે અબીર અને અર્વી એકબીજા માટે કંઇક મહેસૂસ કરવા લાગ્યા છે.


" રિવાયત સર મને લાગે છે કે મારી સહેલી અર્વી અબીર સર માટે પ્રેમ મહેસૂસ કરી રહી છે. " કિયારા

" હા અબીર પણ અર્વી માટે કંઇક મહેસૂસ કરી રહ્યો હોય એવું લાગે છે. પણ....." રિવાયત

" પણ શું? રિવાયત સર" કિયારા

" અબીર અત્યારે એ હાલતમાં નથી કે પ્રેમ કરી શકે! અબીર ની સ્થિતિ અત્યારે ઠીક નથી." રિવાયત

" શું મતલબ સર?" કિયારા

" તમે અત્યારે એ બધું છોડો અને ચાલો પાર્ટીમાં આપણને ખૂબ જ લેટ થઈ રહ્યું છે. આપડે ન્યૂ યર ની ખુશીમાં અત્યાર સુધીની સૌથી મોટો ઉપહાર આ વિશ્વને આપવાનો છે. જે આ વિશ્વમાં મહિલાઓ ના હાલત બદલી દેશ!" રિવાયત

" હા રિવાયત સર, અને ઇવેન્ટ અને મારી સહેલી અર્વી શાયદ અબીર સર ની જિંદગી બદલવામાં મદદ કરશે. આઇ હોપ બધું ઠીક રહે અને આજનો બેસ્ટ વૈજ્ઞાનિક નો એવોર્ડ અબીર સર ને મળે." કિયારા

" હા, અબીર જે આ સમાજમાં કાંતિ લાવી રહ્યો છે એ હજુ સુધી કોઈના દિમાગમાં પણ નથી આવી! તો અબીર ને આ એવોર્ડ મળશે જ! પણ એની પહેલા આપડે બાગબાન રિસોર્ટ માં પહેચવું પડશે." રિવાયત

" હા સર પણ આ બે પ્રેમી પંખી ને ઉભા તો કરો. ( કિયારા હશે છે.)


અબીર અને અર્વી એકબીજામાં એટલા ઓતપ્રોત થયેલા હતા કે એમને ભાન જ ન હતું કે એમની આજુબાજુ થઈ શું રહ્યું છે. રિવાયત બંને ની પાસે જઈને ખૂંખાર ખાય છે. અર્વી ખૂંખાર સાંભળતા જ અબીર ઉપરથી ઊભી થઈ જાય છે. જાણે કંઈ જ ન થયું હોય એવી હરકત કરવા લાગી જાય છે.


" અર્વી અમે કંઇજ નથી જોયું! તું ચિંતા ન કર." કિયારા

" શું? " અર્વી

" કંઈ નહિ, ચાલ હવે મોડું થાય છે. ( કિયારા હશે છે.)

" કીયારા એમ કરો તમે બંને અમારી સાથે જ ચાલો અમારી કારમાં." રિવાયત

" ઠીક છે સર." કિયારા


અબીર , રિવાયત , અર્વી અને કિયારા એક સાથે બાગબાન રિસોર્ટ જવા માટે નીકળી જાય છે. અબીર અને અર્વી એકબીજાની પાસે બેઠા હોય છે. અર્વી ધીરે ધીરે અબીર તરફ પોતાની આંખો કરી ને નીચું જોઈ શરમાય છે. અબીર પણ અર્વી ના હસતા ચહેરા ને જોઈ એ પણ થોડું હસી લે છે. અબીર અને અર્વી ની આ પ્રેમ કહાની એક નવો જ મોડ લઈ રહી હતી, જે અબીર ની બેરંગ જિંદગીમાં રંગ પૂરવા માટે તૈયાર જ ઊભી હતી.


રાત્રે 10:10


ઘડિયાળમાં ઠીક 10:10 થઈ ચૂકી હતી ને એજ સમયે અબીર અને રિવાયત ત્યાં પોહચી જાય છે. રિવાયત પાસે ફક્ત 30 મિનિટનો જ સમય શેષ બચ્યો હતો જેમાં રિવાયત ને તેમનો આખો પ્રોજેક્ટ ત્યાંના સિનિયર ને સમજાવવાનો હતો. રિવાયત અબીર અને અર્વી ને 31st ની પાર્ટીમાં મૂકી દે છે.


" અબીર ભાઈ તું અર્વી સાથે પાર્ટી એન્જોય કરે, હું જસ્ટ તારા રોબર્ટ કુંજ પાસે જઈને આવ્યો." રિવાયત

" પણ રિવાયત, યાર મને એકલો મૂકીને કેમ જઈ રહ્યો છે?" અબીર

" અબીર ચિલ યાર, અમે હાલ જ પાછા આવી રહ્યા છીએ." કિયારા


કિયારા અબીર ને કહી ચૂકી હતી કે તમે અહી રોકાઈ જાઓ, અબીર કોઈપણ છોકરી કે મહિલાની વાત ને નકારી ન શકતો હતો એટલે તે કશુજ બોલ્યા વગર ત્યાં ઊભો રહી જાય છે. રિવાયત અને કિયારા ના ગયા પછી અબીર અને અર્વી બંને એકબીજા સાથે એકલા હતા, પણ બંને એકદમ ચૂપ ઊભા હતા. બંને માંથી કોઈપણ વાતની શરૂઆત કરે એમ હતું જ નહિ. અબીર થોડો અર્વી સાથે ઓક્વર્ડ થઈ રહ્યો હતો એટલે એ બહાનું બનાવીને અર્વી થી થોડો દૂર જવા માગે છે.


" અર્વી...... મારું.... ગળું.... સુકાઈ....રહ્યું.... છે.... હું.. પાણી... પીને... તમારી.... પાસે.... પાછો... આવું.... " અબીર

" ઠીક છે પણ અબીર તું આટલો અટવાઈને કેમ બોલે છે." અર્વી

" હા રિવાયત.... હું આવ્યો...." અબીર ( આટલું કહીને અબીર ભાગે છે.)

" સાવ પાગલ છે, અબીર તો યાર. પણ મને એક વાત ન સમજાઈ કે અબીર આટલો નર્વસ કેમ રહે છે! શું અબીર મારી સાથે ઑક્વર્ડ મહેસૂસ કરે છે? જો એવું છે તો મારે અબીર ની મદદ કરવી જોઈએ." અર્વી


અર્વી ની વાત ત્યાં ભટકતા મવાલી સાંભળી લે છે અને અર્વી પાસે આવીને....


" ઓહ હો, મેડમ ના બોયફ્રેન્ડ ને તેમનાથી નર્વસ થાય છે. ચાલો આપડે તેમની મદદ કરી દઈએ." મવાલી


અર્વી તેમની વાતો ઉપર ધ્યાન આપતી નથી, પણ મવાલી અર્વી ની આસપાસ ભટકવા લાગી જાય છે. અર્વી ત્યાંથી જવા લાગે છે તો પેલા મવાલી અર્વી ની આગળ આવીને ઉભો થઈ જાય છે.


" મેડમ હજુ પાર્ટી શરૂ નથી થઈ ને તમે જવાની વાત કરો છો. થોડા તો રોકાઈ જાઓ. હજુ આપણે હવે જ તો મળ્યા છીએ. " મવાલી


મવાલી જોરજોરથી હશે છે અને એકબીજા મવાલીને તાળીઓ આપે છે. અર્વી ને થોડો ગુસ્સો આવી રહ્યો હોય છે પણ અર્વી પોતાના ગુસ્સા ને કાબૂમાં કરી લે છે. એક મવાલી અર્વી નો હાથ પકડી લે છે અને અર્વીને ખબર ન પડે એ રીતે સ્માર્ટ વોચ તેના હાથમાં પહેરાવી દે છે. અર્વી ને ડર ની સાથે સાથે પેલા મવાલી ઉપર જોરદાર ગુસ્સો પણ આવી રહ્યો હોય છે.


" મેડમ હવે નખરા બઉ થયા, હવે નખરા છોડો અને અમારી સાથે ચાલો. આ વર્ષની શરૂઆત તમારી માટે યાદગાર બનાવી દઈશું. આ વર્ષ તમને જિંદગી ભર યાદ રહેશે." મવાલી

" જુઓ મારે તમારાથી કોઈ મતલબ નથી. મારો રસ્તો છોડી દો, નહિ તો બહુજ પસ્તાશો." અર્વી

" તમારી પાસેથી પસ્તાવો થશે તો પણ ચાલશે. ( મવાલી અર્વી ને પોતાની તરફ ખેંચે છે.)


અર્વી નો હાથ પેલા મવાલી ઉપર ઉપડી જાય છે. મવાલીને બહુજ ગુસ્સો આવે છે અને અર્વી ને પોતાની તરફ ખેંચી લે છે. અર્વીને કમરથી એવી પકડી હોય છે કે તે જરા પણ હલી શકતી નથી. મવાલી પેલી સ્માર્ટ વોચની સ્વીચ પ્રેસ કરે છે અને સીધો જ અબીર અને રોબર્ટ કુંજ પાસે મેસેજ પોહચી જાય છે. જેવો જ કુંજની અંદર મેસેજ પડે છે કે તરત જ તે અર્વી સુધી પોહચી જાય છે. અર્વી ને પેલા મવાલીની કેદમાંથી છોડાવે છે. પછી તો અર્વી રોબર્ટ કુંજની બાહોમાં જ બેહોશ થઈ જાય છે. પેલો મવાલી ખૂબજ પરેશાન થઈ જાય છે કેમકે તે અર્વીને કોઈ નુકશાન પોહચાડવા માગતો ન હતો, પણ આ તો અબીર ના પ્રોજેક્ટ માટેનો એક ડેમો હતો જે જોઈને ત્યાંના જજ તેને માર્કસ આપવાના હતા.


રાત્રે 11:30 વાગે


થોડા સમય પછી અર્વી હોશમાં આવી જાય છે અને તે એક જગ્યા એ સુવડાવેલી હોય છે. અર્વી ઊભી થઈને પોતાની નજર આમ તેમ ફેરવવા લાગી જાય છે અને તેની નજર જઈને અબીર ઉપર રોકાઈ જાય છે. અર્વી સીધી જ ઊભી થઈને અબીર તરફ દોડી જાય છે. અબીર પાસે જઈને થોડી ઈમોશનલ થઈને અબીર ના ગળે પડી જાય છે. અબીર થોડો બેચેન થઈ જાય છે કે આખરે અર્વી અચાનક જ તેના ગળે કેમ પડી? અર્વી નું રડવાનું કારણ શું હતું ? શું અબીર થી કોઈ ભૂલ થઈ હતી? આ બધા પ્રશ્નો અબીર ના મનમાં ધીરે ધીરે ફરી રહ્યા હતા. અબીર અને અર્વી એકદમ આ વાતથી અજાણ હતા કે આખરે આ બધું થઈ શું રહ્યું છે. અબીર ધીરે અર્વી ને પોતાની બહોમાંથી દૂર કરે છે અને તેના ખભા ઉપર હાથ મૂકી અર્વી ની આંખોમાં જોવા લાગે છે.


" અબીર તમારો જેટલો આભાર માનું એટલો ઓછો છે. અબીર શુક્રિયા." અર્વી

" પણ.... કેમ? " અબીર

" તમે તો મારી રક્ષા કરી છે આ મવાલી થી." અર્વી

" કોણ મવાલી ? મે... ક્યારે... તમને બચાવ્યા...." અબીર

" અબીર એ બધું જવા દો, મારે તમને કંઇક કેવું છે." અર્વી

" હા કહો ને!" શું... કહેવું.. છે તમારે!!" અબીર

" અબીર જે દિવસ થી મળ્યા છો એ દિવસથી મને તમારી માટે કંઇક મહેસૂસ થાય છે. શું અબીર તમે આખી જિંદગી મારી રક્ષા કરશો?" અર્વી

" હું... કંઈ... સમજ્યો નહિ... શું કહેવા માગો..... છો?" અબીર

" હું કહીને નહિ પણ ગાઈને સમજાવીશ." અર્વી

" ઓકે.... ઠીક છે." અબીર

" काटे नहीं कटते ये दिन ये रात,
कहनी थी तुमसे जो दिल की बात
काटे नहीं कटते ये दिन ये रात
कहनी थी तुमसे जो दिल की बात
लो आज मैं कहता हूँ
I love you.. I love you..
I love you.. I love you..

कोई नहीं है बस तुम हो साथ
कहनी थी तुमसे जो दिल की बात
कोई नहीं है बस तुम हो साथ
कहनी थी तुमसे जो दिल की बात
लो आज मैं कहती हूँ
I love you.. I love you..
I love you.. I love you.. " અર્વી


અર્વી અબીર ને પોતાના પ્રેમનો ઈઝહાર કરી ચૂકી હતી પણ અબીર હજુ સુધી એ નોહતો સમજી શક્યો કે અર્વી તેને કહેવા શું માગે છે. એટલા માં જ રાતના 12 વાગવા આવી જાય છે.


રાત્રે 12 વાગે


" હેલ્લો ફ્રેન્ડ, નવું વર્ષ શરૂ થવામાં બસ 10 સેકન્ડ નો સમય બાકી છે તો લેટ્સ સ્ટાર્ટ કાઉન્ટ ડાઉન! " DJ

" 19-9-8-7-6-5-4-3-2-1 હેપ્પી ન્યૂ યર ઓલ." એવરી મેમ્બર

" હેપી ન્યૂ યર ફ્રેન્ડ, હવે એ સમય આવી ગયો છે જેની માટે આપડે અહી એકઠા થયા છીએ. આ 31st અને ન્યુ યર ની પાર્ટી સાથે ખૂબજ મહત્વનો દિવસ છે. હા આપડે આજે બેસ્ટ વૈજ્ઞાનિક ઓફ ધ યર નો એવોર્ડ આપી ને એ વૈજ્ઞાનિક નું સન્માન કરીશું જેમને વિશ્વમાં સર્વશ્રેષ્ઠ શોધ કરી છે. તો સૌ પ્રથમ આપડે બધા જ વૈજ્ઞાનિક ના પ્રદર્શન ને નીહાળી નક્કી કરીએ કે સર્વશ્રેષ્ઠ ખોજ બદલ વૈજ્ઞાનિકને એવોર્ડ દ્વારા સન્માનિત કરીશું... પ્રદર્શન ને શરૂ કરો, પછી એમાંથી બેસ્ટ શોધ ને પસંદ કરી સન્માનિત કરીશું, આપ સર્વ નો આભાર." પ્રણેતા મિસ્ટર વિલ્સન.


ક્રમશ......
Share

NEW REALESED