Ganika - Shraap ke sharuaat ? - 4 books and stories free download online pdf in Gujarati

ગણિકા - શ્રાપ કે શરૂઆત? - 04.

ભાગ :- 4

ગહેના બાનુ તરફ મેધા પોતાનો હાથ લંબાવીને ઊભી હતી. મેદા ની આંખો માં ઘણા બધા પ્રશ્નો હતા! પણ એના જવાબ ફક્ત અને ફક્ત ગહેના બાનું આપી શકતી હતી.

ગહેના બાનુ અચાનક જ મેધાનો હાથ પકડી લે છે અને કહે છે કે "ચાલ હવે સમય થઈ ચૂક્યો છે કે ફરી વખત આપણે ગુડિયા શેરીમાં પહોંચી જઈએ! તારી રાહ ત્યાં મિસ્ટર રોય જોઈ રહ્યા હશે અને હું નથી ઈચ્છતી કે મારું કોઈ પણ કસ્ટમર મારા લીધે નારાજ થાય! તો જલ્દી ચાલ."

ગહેના બાનુ દિવસે તો એક સાફ દિલની આત્મા હતી પણ રાત્રે તે ખૂબ જ કઠોર દિલની બની જાય છે. મેધા આ વાતને સમજી ન શકતી હતી. ગહેના તેના ઘરને બંધ કરીને મેધા સાથે ફરીવાર ગુડિયા શેરીમાં જવા માટે નીકળી જાય છે. મેધા તેની સામે મોટી આંખો કરીને જોઈ રહી હોય છે; તેના મનમાં ઘણા બધા પ્રશ્નો ઉઠેલા હોય છે પણ જેના જવાબ મળવા ખુબજ મુશ્કેલ હતા. મેધા ખુબજ હેરાન પરેશાન થઈ ચૂકી હતી પણ ગુડિયા તેને કંઇપણ જણાવવા માટે તૈયાર ન હતી.

ગુડિયા શેરી પહોંચતા પહેલા ગુડીયા બાનુ મેધા ને કહે છે કે " તું આ બધું વિચારવાનું બંધ કરી દે! હું નથી ઈચ્છતી કે અહીં કોઈને પણ ખબર પડે કે મારો એક પરિવાર છે. આજે હું તને એટલા માટે મારી સાથે લઈ ગઈ હતી, કે તું અહીં નવી આવી છે અને તારી પાસે કોઈ કામ નથી! પણ હું કહું છું કે તું કાલથી કામ જોઈન કરી લેજે, હું તને મારી સાથે નહિ લઈ જઈ શકું!"

ત્યારે મેધા ગુડિયા બાનુની આગળ આજીજી કરવા લાગી જાય છે. " તમારે મને સાથે રાખીને કામ શીખવવું પડશે! હું તમારી સાથે રહીશ એ ફાઈનલ છે."

ત્યારે ગુદિય બાનુ માની જાય છે કે "ઓકે કોઇ વાત નહિ! તું મારી સાથે રહી શકે છે! પણ તારે એ વાતનું ધ્યાન રાખવું પડશે કે તું મારી કોઈપણ સમસ્યામાં ભાગીદાર નહિ થાય. હું જે ના કહીશ એ તું નહિ કરે! તું કોઠાવાળી છે એ બહાર કોઈને પણ ખબર ન પડવી જોઈએ! જો એ બહાર પડી જશે તો મારી ઈજ્જત રદ્દી ની થઈ જશે! તો ધ્યાન રાખજે કે મારા સ્વમાન ઉપર કયારેય તારા લીધે મુસીબત કે તકલીફ ન આવે; નહિ તો મારી પાસે આત્મ હત્યા કરવા સિવાય બીજો કોઈ રસ્તો બાકી રહેશે નહિ!"

ત્યારે મેધા ગુદિયા બાનુની વાતથી સહેમત થઈ જાય છે " ઠીક છે તમે કહેશો એમ કરવા માટે હું તૈયાર છું. પણ એની પહેલા તમે મને વચન આપો કે તમે મને ક્યારેય તમારાથી દૂર નહિ કરો! જો તમે આવું કરશો તો હું પણ આત્મ હત્યા કરી લઈશ!"

ત્યારે ગુડિયા બાનુ હસવા લાગી જાય છે " ઠીક છે હું તને હંમેશા મારી પાસે રાખીશ, પણ અત્યારે હાલ ચાલ અંદર નહિ તો મારા ગરાગ મને અહીં જ ઘેરી લેશે! હવે હસ્યા વગર ચાલ મારો સાથે."

મેધા અને ગુડિયા બાનુ અંદર ગુડિયા શેરીની અંદર જાય છે. ત્યાં જઈને ગુડિયા બાનુ પોતાના રૂમમાં જઈને મેધાને તૈયાર થવાનું કહે છે. મેધા અંદર જતી હોય છે એ સમયે એક છોકરી હરબળી માં અંદર આવતી હોય છે અને મેધા સાથે ટકરાઈ જાય છે." મને માફ કરજો! પણ દીદી તમે આટલી ઉતાવળમાં ક્યાંથી આવી રહ્યા છો? ત્યારે પેલી મેધાને નકારીને કહે છે કે " કંઈ નહિ! બસ હું મારા કામ ઉપર જઈ રહી છું." ત્યારે તે ઝડપતી અંદર તરફ ભાગી જાય છે. મેધા તેના ચહેરા ઉપર ડર જોઈને વિચારે ચડી જાય છે. આખરે કોણ હતી આ મહિલા? તે શું છુપાવી રહી હતી?

ક્રમશ......