THE GUJJU AND GUNS SEASON 1 - 13 in Gujarati Thriller by Urvil Gor books and stories PDF | ધ ગુજ્જુ એન્ડ ગન્સ - 13 (પહેલી ચિનગારી)

ધ ગુજ્જુ એન્ડ ગન્સ - 13 (પહેલી ચિનગારી)

પાંડે : હા...કોઈ ડિસોઝા કરીને છે ...

વનરાજ : છેલ્લા ...ચાર વર્ષથી કોઈની હિંમત નથી થઈ મને આ ધંધામાં માત આપવાની...

એક કામ કર મેં તને ફોટા બતાવ્યા હતા તે છોકરાને લઈને અહીંયા આવી જા...

પાંડે વનરાજે જે ફોટામાં છોકરો બતાવ્યો હતો તેને લઈને આવ્યો.

તે છોકરો તે કારખાનામાં આવતાજ શરાબની બનાવટ અને પેકિંગને જોઈ આશ્ચર્ય પામ્યો કારણ કે તેના માટે આ બધું નવું હતું.

વનરાજ : આવ... આવ...બેટા

તે છોકરો વનરાજના સામેવાળી ખુરશી પર બેઠો.
વનરાજે તેને ફોટા બતાવ્યા.

વનરાજ : ગભરાઈશ નઈ...હું કોઈને નહીં કઉ. શું નામ છે તારું?

તે છોકરાએ જવાબ આપ્યો "બાબા"!

વનરાજ : સરસ ...સરસ જો તારે કોઈનું મર્ડર કે ગોળીઓ નથી ચલાવવાની. તારે ખાલી એક અમારા ધંધાને નુકસાન પહોંચાડે છે એવો ડિસોઝા કરીને એક અહમદાબાદમાં પોતાની શરાબ બનાવે છે. ખાલી તારે તેનું ઠેકાણું અને ક્યાં શરાબ બનાવે છે તે શોધી લાય...
તને હું શોધી લાવવાના વીસ હજાર રૂપિયા આપીશ.

બાબાની આંખ પહોળી થઈ ગઈ વીસ હજાર રૂપિયા સાંભળતાની સાથે જ.

બાબા તરત જ તૈયાર થઈ ગયો અને વનરાજને હા પાડી દીધી.

***************

બાબાએ પોતાનું કામ શરૂ કર્યું. તેણે આ માટે લોકલ દારૂ વેચતા લોકોનો પણ સંપર્ક કર્યો અને જો કોઈ ના પાડે તો તેને પિસ્તોલથી ડરાવતો.

આમ પણ લોકો વનરાજને ઓળખતા હતા તેથી બાબા "વનરાજનો માણસ છું" કહી દાદાગીરી કરતો.

પાંડે અહમદાબાદના આજુબાજુના શહેર એવા ગાંધીનગર, નડિયાદ , વડોદરા , ભાવનગર અને રાજકોટ જ્યાં જ્યાં તેમની શરાબ જઈ રહી હતી ત્યાં થોડા માણસો લઈ મુલાકાત લેવા લાગ્યો અને જોવા લાગ્યો કે લોકો કઈ કઈ શરાબ લઈ રહ્યા છે.

સાથે સાથે જે ટોલ ટેક્ષ પર તેની ઓળખાણ હતી ત્યાં પોલીસવાળાઓને પૈસા આપી વનરાજ શેઠ સિવાયની બીજી કોઈ પણ ટ્રક આવે શરાબની એ ટ્રક જપ્ત કરી લેવી તેવો આદેશ આપી દીધો.

પાંડે ધાર્યા કરતા ખૂબ દિમાગથી અને ઝડપથી કામ કરવા લાગ્યો હતો.

બાબાએ થોડાજ દિવસોમાં એન્થની ડિસોઝાના ઠેકાણા પકડી પાડયા અને તેના સરનામાં વનરાજને જઈ આપી દીધા.

વનરાજ : બાબા...ખૂબ ઝડપી કામ કર્યું તેતો... આ લે તારા વીસ હજાર...

સાથે સાથે વનરાજે પાંડેને પણ વધારાના દસ હજાર રૂપિયા આપ્યા.

વનરાજ : પાંડે ...તે પણ ખૂબ સરસ દિમાગથી કામ કર્યું... કોઈ પણ હિંસા વગર...

પાંડે : આભાર ....આભાર...વનરાજ સાહેબ એતો મારો કર્તવ્ય છે...હું તમારા નીચે કામ કરું છું એટલે...

**************

થોડા દિવસો વીત્યા. વનરાજનો ધંધો ફરીથી પાટા પર આવી રહ્યો હતો. આજુબાજુના શહેરોમાં ફરીથી વનરાજની બોલબાલા વધી ગઈ.

એક દિવસ વનરાજ , પાંડે અને બાબા ત્રણ બેઠા હતા. ત્યારે બાબાએ વનરાજને સવાલ કર્યો.

બાબા : તમે આટલી બધી શરાબ કઈ રીતે આટલી સહેલાઈથી આજુબાજુના શહેરોમાં પહોંચાડો છો?

આ સાંભળતા પાંડે અને વનરાજ જોર જોરથી હસવા લાગ્યા.

વનરાજ : બાબા... સહેલાઈથી એટલા માટે કારણ કે હું નાના કોન્સ્ટેબલોથી લઈને કમિશનર સુધી દરેકને હપ્તો પહોંચાડું છું. પાણીના માફક પૈસા વાપરવા પડે છે. પછી આટલી સહેલાઈથી ટ્રકો બીજા શહેરોમાં પહોંચે સમજ્યો?

બાબા : હા...બિલકુલ. પૈસા હોય તો ભલ ભલા વાંકા વળે...

વનરાજ : એકદમ સાચી વાત... આ વાત બાંધી રાખજે...

અને ત્રણેએ કંપનીની શરાબના ઘૂંટ માર્યા.

***************

એક -. બે મહિનામાં તો વાતો થવા લાગી કે વનરાજની કોઈના સાથે દુશ્મની થઈ છે.

પોલીસ તંત્રમાં પણ ચર્ચા થવા લાગી.

પોલીસ કમિશનરે વનરાજને ફોન લગાવ્યો.

' હેલ્લો...વનરાજ? કમિશનર બોલું...'

વનરાજ : બોલો...બોલો...કમિશનર સાહેબ...કેમ યાદ કર્યા?

કમિશનર : આ .... સાંભળ્યું છે કોઈ ડિસોઝા કરીને છે... તેણે પોતાનો ધંધો શરૂ કર્યો છે?

વનરાજ : હા...એ બધું સેટિંગ કરી દીધું...એના ટ્રક ટોલ ટેક્ષ પર જ જપ્ત કરાવી દીધા.

કમિશનર : ના...ના...સરસ કર્યું તે...તારો જામેલો ધંધો...પણ ખાસ એટલાં માટે ફોન કર્યો કે દુશ્મનીમાં હિંસક બની બબાલ ના કરતા કઈ પણ હોય ફોન કરજે. નહિતર નાંખવા પડશે બધાને અંદર અને એકવાર જો જનતા તેમજ બધા અખબારમાં આવી ગયું તો મુશ્કેલી થશે બધા માટે.

વનરાજ : ના...ના સાહેબ એવું કશું નથી...અને થશે તો હું રૂબરૂ વાત કરવા જઈશ ડિસોઝા પાસે .

બંનેએ વાત કરી ફોન મૂકી દીધો.

************

ડીસોઝાના મોટા ભાગના ટ્રકો પકડાઈ જતા હતા અને જેલથી બચવા તેને પોલીસ તેમજ કોર્ટરૂમમાં લાંચ આપવી પડતી.

ડિસોઝા ને ખબર હતી કે તે જ્યાં જ્યાં માલ પહોંચાડે છે તે જગ્યા વનરાજની છે. ડિસોઝાને એ પણ ખબર હતી કે અહમદાબાદની મોટાભાગની પોલીસ વનરાજના પક્ષમાં છે.

થોડા મહિના વીત્યા. હવે ડિસોઝાને નુકસાન વધારે થઈ રહ્યું હતું. પોલીસ પાછળ કેસ દબાવવાના પૈસા , ટ્રક છોડાવવાના પૈસા , ગુંડાઓને રાખ્યા હતા તેમના પૈસા... ડિસોઝા ખાલી એક આજ ધંધો જાણતો હતો.

ડિસોઝાને થયું કે વનરાજ સાથે રૂબરૂ વાત કરી કઈક ઉકેલ લાવો પડશે.

બંને વચ્ચે એક મોટી હોટેલમાં જબરદસ્ત રૂમમાં મિટિંગ ફિક્સ થઈ.

વનરાજ તેની સાથે પાંડે , બાબા તેમજ બે ચાર બીજા લોકોને લઈને આવ્યો. બધા પાસે પિસ્તોલ.

જ્યારે ડિસોઝા ખાલી રાહુલ અને એક બીજા માણસને લઈને આવ્યો.

બંને સામ સામે બેઠા. વેઇટરે બંનેના પેગ બનાવી ટેબલ પર મુક્યા.

વનરાજ : બોલો... ડિસોઝા શું થયું?

ડિસોઝા : હું જાણું છું... કે ધંધો જામેલો છે તારો અને પોલીસ પણ તારી સાથે છે...અને જો હું તે વાત બહાર પાડુ તો બંનેનો ધંધો બંધ થશે અને જેલના સળીયા પાછળ જઈશું આપણે બધા.

વનરાજ : હા...હા...હા... બઉ શાતિર છે....તો શું કરવું છે... ઝડપથી બોલ

ડિસોઝા : હું ઈચ્છું છું... કે અમદાવાદ સિવાય આજુબાજુના શહેરો પૈકી એક બે શહેરમાં મારી શરાબ જાય...

વનરાજ : કેમ? મારો ધંધો વર્ષોથી જામેલો છે...હું કેમ મારા શહેર કોઈ બીજાને આપુ અને તું છે કોણ હજુ તું પેદા થયો છે આ ધંધામાં...કોઈ બીજા શહેરમાં જઈને વેચ તારી બનાવેલી શરાબ...

વનરાજે પોતાના આગવા અંદાજમાં પોતાની દાદાગીરી બતાવતા કહ્યું.

ડિસોઝા : હું તને એમાંથી થોડો ભાગ આપીશ... કાંતો આપણે બે ભેગા થઈને પણ ધંધો કરી શકીએ...

વનરાજ : ના... ના...શા માટે? આ ધંધો મેં પોતાની જાત મહેનતથી જમાવેલો છે...આતો કમિશનરનો ફોન આવ્યો હતો એટલે શાંતિથી વાત થઈ રહી છે...
નહિતર...!

ડિસોઝા : નહિતર...શું? શેની દાદાગીરી આટલી બધી?

એટલામાં પાંડે પાછળથી પિસ્તોલ કાઢી ડિસોઝા પાસે ગયો અને કહ્યું

' બતાઉં શેની દાદાગીરી... આ પિસ્તોલ જોઈ છે? છ એ છ અંદર નાંખી આખી ગેંગને સાફ કરી દઈશું.

સામેથી રાહુલ અને એક બીજો માણસ ઉગ્ર બન્યા.

તરત જ વનરાજ વચ્ચે પડ્યો.

' એ... એ...એક મિનિટ શાંતિ રાખો. કમિશનરે ચોખ્ખી ના પાડી છે હિંસાની.

' ડિસોઝા તારી પાસે છેલ્લો રસ્તો છે... આ શહેર છોડી ગુજરાતના કોઈ ખૂણા ખાંચરમાં જઈ તારી શરાબ વેચ...અને તને ખબર ના હોય તો કહી દઉં...અમારી ગેંગ ખાલી શરાબ નથી વેચતી...ડ્રગ્સ , ચરસ , દેશી કટ્ટા , ઇમ્પોર્ટેડ ગર્લ્સ અને ઘણું બધું...

ડિસોઝા : મતલબ...તમે ખરાબ દેશી સસ્તી દારૂ , ડ્રગ્સ , ચરસ , કૉલ ગર્લ્સ વહેંચી ગુજરાતને બગાડો છો...

' જો ભાઈ...પૈસા હોય ત્યાં બધું થાય...હું લોકોની ચિંતા કર્યા વગર બધું વહેંચું છું...હું થોડી કઉ છું કે તમે ડ્રગ્સ લો , સસ્તી દારૂ લો...ગ્રાહકો જે માંગે તે અમે આપીએ.

ડિસોઝા : પણ મારી શરાબ સસ્તી અને કંપની...

આટલું બોલતાં જ વનરાજ ગુસ્સામાં ઉભો થઇ ગયો...

વનરાજ : અરે...તારી કંપની ની...અમણા કઉ એ...એક વાર કીધું એટલે સમજી લેવાનું ...

વનરાજે ડિસોઝાનો કોલર પકડી ધમકાવતા કહ્યું.

ડિસોઝાની ઉંમર લગભગ 45 વર્ષ હશે. માથે સફેદવાળ આવવા લાગ્યા હતા અને મોઢાની ચામડી થોડી થોડી ઢીલી પડેલી હતી.

ડિસોઝા વનરાજથી દસ વર્ષ મોટો હતો છતાં કશું ના કરી શક્યો.

પાંડે એ કોલર છોડાવ્યો અને વનરાજ અડધી મિટિંગમાંથી જતો રહ્યો.

ડિસોઝા તેને ઢીલા મોઢે કાતરિયા ખાતા જોઈ રહ્યો હતો.

(ક્રમશ:)
- Urvil GorRate & Review

Pragnesh Desai

Pragnesh Desai 2 years ago

Rakesh

Rakesh 2 years ago

Nilesh Bhesaniya

Nilesh Bhesaniya 2 years ago

Nishita

Nishita 2 years ago

Jaydeep R Shah

Jaydeep R Shah 2 years ago