importance of Parents books and stories free download online pdf in Gujarati

વડીલો નું મહત્વ

એક મોટુ અને સુંદર .... લીલાવતી નામનુ નગર હતું... ત્યાં બધા જ લોકો મળી ને રહેતા હતા... બધા જ સુખી સંપન્ન અને સંસ્કારી.... વડીલો ની સેવા કરે,માન સન્માન આપે અને નાના ને વ્હાલથી રાખે....
કોઈ ની વચ્ચે કોઈ દિવસ વિવાદ ના થાય....
એવા એ ગામમાં,એક રામુ નામક વ્યક્તિ રહે... એના લગ્ન લેવાયાં.... લગ્ન માટે એને જાન લઈને બીજા ગામમાં જવાનું હતું....
તેના માતા-પિતા એ તો આખું ગામ તેડાવ્યુ.... અને ખૂબ જ ધામધૂમથી ઉજવણી કરવાનું નક્કી કર્યું...

પણ જાન લઈને જવાના બે દિવસ પહેલા જ... છોકરી વાળા ઓ એવી એક શરત મૂકી કે," અમારે લગ્ન વિધિ માં કોઈ ઘરડા લોકો ન આવે.. એવા રિવાજ છે...તો વડિલોને ન લાવવામાં આવે, તેવી અમારી વિનંતી છે...

હવે બધા મૂંઝાયા.... પણ વડિલોએ સમજણ પૂર્વક નિર્ણય લીધો... અને પોતે આ વાત નું સન્માન રાખવાનું કહ્યું...
પણ ગામમાં એક સૂરજ નામક વ્યક્તિ હતો તેને કંઈક ગરબડ લાગી આવી શરત મૂકી તે માટે.. અને તેનું મન ના માન્યું... તેણે તેના વયોવૃદ્ધ પિતા ને એક કોઠીમાં છુપાવી સાથે લઈ લીધા..

હવે લગ્ન ના દિવસે.. બધા સજ્જ થઈને,બળદગાડાઓ માં બેઠા...
પહેલાંના જમાનામાં જાન ને ઉતારો અપાતો.. અને રાત્રી દરમિયાન લગ્ન લેવાતા..
એટલે જાન સવારે નીકળી હતી.તો સાંજના સમયે બીજા ગામના પાદરે પહોંચી.... ત્યાં જાન ને ઉતારો આપવામાં આવ્યો..ને જમવા રહેવા ની વ્યવસ્થા કરવામાં આવી...
હવે જમણવાર પૂરો થતાં, લગ્ન ની ઘડી નજીક આવી... અને કન્યાપક્ષના એક વડિલ એ એવી શરત મૂકી કે...આ ગામના તળાવમાં એક ચાંદી ની પ્યાલી છે..એ તમારા ગામનું કોઈ લઈ આવે તો જ અમે તો લગ્નવિધિ કરીએ... નહીં તો જાન પાછી લઈ જાઓ...😏
હવે બધા મૂંઝવણમાં મુકાયા... પૂનમ ના ચાંદ ની રોશની માં તે લાવવી....😒
બધા ને થયું એ દેખાય પ્યાલી... એમાં શું મોટી વાત છે...એ તો પળભરમાં કોઈ પણ યુવાન લઈ આવશે...🙄
પછી તો શું..એક પછી એક યુવાન ઉતરે તળાવમાં...પણ જેવી પ્યાલી ને અડકવા જાય કે, તરતજ પ્યાલી ગાયબ થઈ જાય.😣
બધા જ યુવાનો ની કોશિશ છતાં... કેમેય પ્યાલી હાથ માં આવે નહીં...
હવે બધા થાકી હારી ને ,માથે હાથ દઇને બેઠા..જો જાન પાછી જાય તો, ગામનું નાક કપાય...😣
તેવામાં...સૂરજને અચાનક કોઈ વિચાર સૂઝ્યો.. અને તેના પિતા ની પાસે જઈ મૂંઝવણ કહી..
અને પિતા એ પળવારમાં જ ઉકેલ આપી દીધો...
સૂરજ તો ખુશ થઇ ને નાચવા લાગ્યો..
બધા ને લાગ્યું તે પાગલ થઈ ગયો છે..😅
પણ સૂરજ એ તો એક નજર તળાવમાં કરી અને પછી તેની પાસે જ આવેલી નાનકડી ટેકરી પર ચઢી ગયો... અને ત્યાં થી ચાંદીની પ્યાલી પળવારમાં લીધી. 🤩
બધા ને નવાઈ લાગી કે....🤔 આને અચાનક જ આ વિચાર ક્યાંથી સૂઝ્યો....
ત્યારે સૂરજ એ પિતા ને છુપાવી ને લાવવાની વાત બધાને કરી... અને પિતા કે જે આવી બધી કેટલાયે તજુરબા ના જાણકાર હતા... તેમણે જ તરત જ ઉકેલ જણાવ્યો..તેવી ચોખવટ કરી...
હવે બધા ને પોતાના વડીલોને છોડી આવવા પાછળ ભારોભાર પસ્તાવો થયો...અને સૂરજ પર માન થયું...
પછી તો જાન વાજતેગાજતે સન્માન
સાથે વિવાહ સંપન્ન કરીને, ગામમાં પાછી ફરી....
અને દરેકે પોતાના વ્યવહાર બદલ અને લીધેલા નિર્ણય બદલ પોતાના વડિલોની માફી માંગી...🙏
અને વડિલોએ પણ મન મોટું રાખીને બધાને માફ કર્યા.😇.. અને જાન નું વાજતે ગાજતે ભવ્ય સામૈયું કર્યું....🤩

સાર : વડિલો અનુભવી હોય છે, તેથી તેમને સાથે રાખવાથી.અને તેમને સન્માન આપવાથી...તેમના આશિવૉદ થી.. મોટા માં મોટી મુસીબતો ટળી જાય છે....