Anxiety, similar to cheetah books and stories free download online pdf in Gujarati

ચિંતા, ચિતા સમાન

જાણું છું કે, ચિંતા ,ચિતા સમાન છે. છતાં પણ મનમાં અવનવા ફેરફાર એક ચિંતાનું કારણ બને છે. અને જીવતો માણસ એક હાડપિંજર બની જતો હોય છે, એ જીવે છે ખરો !પરંતુ કોઈપણ ઈચ્છા વગર મનને મારીને જીવે છે ,એવું જ રાગણીનું હતું એ જીવતી હતી ખરી પરંતુ એક જીવતી લાશ બની ને!

રાગણી સાસરે આવી ત્યારથી જ તેની સાસરી ની પરિસ્થિતિ ખૂબ જ આર્થિક રીતે પછાત હતી, પરંતુ એની કોઇ ચિંતા નહોતી ,અને એને પોતાના આત્મબળ પર વિશ્વાસ હતો એને થતું કે ગરીબી કાયમ માટે રહેતી નથી એટલે એને સુખી થવા માટે નો એક કડક પ્રયત્ન કર્યો .અને તેણે પોતાના આત્મબળ એ પોતાના જ ઘરમાં ટ્યુશન ક્લાસીસ ચાલુ કર્યા .રાગણી બીએ સુધી ભણેલી હતી એટલે એને ખબર હતી કે હું ટ્યુશન તો કરાવી શકીશ એનો પતિ અભ્યાસ કરતો હતો એટલે રાંગણી ને થયું કે હું એને અભ્યાસ પૂરો કરવામાં મદદ કરીશ જેથી ઘરમાં થોડું સુખ અને સમૃદ્ધિ આવે. ઘરમાં શિક્ષણ આવી જાય અને કોઈ નોકરી કરતો હોય તો, પાછળની પેઢીને પણ સારુ વિચારી શકે છે. રાગીણી ના ઘરમાં જેઠ,જેઠાણી તેનો પુત્ર અને સાસુ હતા. બધા સંયુક્ત પરિવારમાં રહેતા હતા રાગણી સાસરે આવી ત્યારે બધા જ ભેગા મળીને મજૂરીએ જતા, પરંતુ રાગણીને મજૂરી કરતા ફાવતું નહીં, એને વિચાર્યું કે ,હું ઘરનું કામ કરીશ અને ટ્યુશન ક્લાસીસ કરીશ, એટલે રાગણી એ ઘરમાં જ ટ્યુશન ચાલુ કર્યા. એ વખતે એ બિન્દાસ હતી એને કોઈ ચિંતા હતી નહીં .ધીમે ધીમે સમય વીતતો ગયો એના જેઠ ,જેઠાણી અલગ થઈ ગયા અને શહેરમાં મજૂરી કરવા માટે નીકળી પડ્યા પરિવારમાં સમયે ભાગલા પડે છે સમય આવે એટલે બંને અલગ થઇ ગયા અમે રાંગણીને થયું કે; મારો પતિ અભ્યાસ કરી રહ્યો છે એટલે હવે મને તકલીફ નહીં પડે! એનો પતિ શુભમ અભ્યાસ પૂરો કરી રહ્યો હતો, હવે એ નોકરી માટેની તૈયારી કરી રહ્યો હતો આ બધો જ ખર્ચ રાણીએ કર્યો હતો .શુભમ અને રાગણી બંને વચ્ચે પ્રેમ ખૂબ હતો એકબીજાને સમજવાનો પ્રયત્ન પણ ખૂબ કરતા હતા અને સહકાર આપતા હતા. તેમની પરિસ્થિતિ ઘણી બધી સુધરી હતી .તેણે પોતાના આત્મબળ એ ટ્યુશન ક્લાસીસ માં સારી એવી આવક કરી લેતી હતી. અને પોતે હવે હાશકારો અનુભવ્યો હતો, કારણ કે શુભમને સારી એવી નોકરી મળી ગઇ અને શુભમ શહેરમાં રહેવા માટે પહેલા તો એકલો જ ગયો ,કારણકે શહેરના ઘણા બધા ખર્ચ મોંઘા હોય છે ,જે પોષાતા નથી. નવી નવી નોકરી એટલે રાગણી વિચાર્યું કે ;શુંભમ એકલા જાય તો સારું એટલે એને શુભમ ને મોકલી દીધો .શુભમ ત્યાં રહીને નોકરી કરવા લાગ્યો .શુભમ એક કંપનીમાં મેનેજર હતો. રાગણી એના પતિને એક ઉચ્ચ સ્થાન અપાવ્યું . શુભમ શહેરમાં સ્થાયી થઈ ગયો હતો .શુભમ ધીમે ધીમે નોકરીમાં પ્રગતિ કરવા લાગ્યો. અહીં રાગિણી એ તેનો પુત્ર નાનો હતો એટલે વિચાર્યું કે શહેરમાં હાલ નહીં જવું , હાલ મારા ક્લાસિક ચાલી રહ્યા છે એના પર પૂરેપૂરું ધ્યાન રાખીશ , એટલે રાગણી શહેરમાં જવાનું કહેતી નહીં, પરંતુ હવે ધીમે ધીમે એના પુત્રને પણ ભણવા માટે ઇચ્છા હતી કે શહેરમાં લઈ જઉં તો સારું. હવે તો સારી નોકરી પણ શુભમને મળી ગઈ છે ,એટલે હવે એને ક્લાસીસ બંધ કરવાનું વિચાર્યું. એક દિવસ રાગિણીએ શુભમ ને ફોન કરી અને કહ્યું ,;હવે મારે અહીં ક્લાસ ચલાવવા નથી તમને સારો પગાર છે એટલે હું ત્યાં શહેરમાં આવી ને આપણે સાથે રહીએ. જેથી આપણા દિકરાને સારું શિક્ષણ મેળવી શકાય અમે હવે કંઈ વાંધો નહીં આવે. પરંતુ શુભમ એમ જ કહેતો આવતા મહિને હું મકાન રાખીશ એટલે તમને લઈ જઈશ.રાગિણી ને થયું કે શુભમ ને એવી તે શું પરિસ્થિતિ છે !કે એક ભાડે મકાન નથી શોધી શકતા! હવે તો કંઈક પ્રોબ્લેમ પણ નથી પગાર પણ સારો છે, હું ક્યાં સુધી હવે અહીં રહીશ. મેં ઘણી બધી મજુરી કરી અને એમને આ પોસ્ટ પર લાવી છું છતાં પણ હવે શુભમ કેમ લઈ જવામાં ઉતાવળ કરતા નથી,!!! એક ચિંતા નો કીડો એના મગજમાં ઉઠ્યો !હવે એને ગરીબી હતી ત્યારે કોઈ ચિંતા નહોતી, પરંતુ પૈસાની શાંતિ થવા લાગી પણ મનની અશાંતિ ઊભી થઈ ગઈ. ધીમે ધીમે એ પોતે આ પ્રશ્ન પૂછવા લાગી એક વર્ષ થઈ ગયું પણ શુભમ એ મકાન શોધી શક્યો નહીં. હવે રાગણી અને અંદરની ચિંતા એટલી હદે વધી ગઈ કે; રાગણી ડિપ્રેશન જેવી પરિસ્થિતિમાં મુકાઇ ગઇ. શુભમ આવીને બે જ દિવસ રોકાતો અને જતો રહેતો. રાગણી કહેતી મારે તમારી સાથે આવવું છે !પરંતુ શુભમ એને લઈ જતો નહીં. એક દિવસ રાગિણી એના ઘરે બેઠી હતી ત્યારે એની મિત્ર પવિત્રા ત્યાં આવી અને કહ્યું કે; રાગિણી તું કેમ અહી ગામડામાં છે? તારા મિસ્ટર ને તો સરસ મજાનો બંગલો ખરીદ્યો છે! અને નોકર ચાકર ગાડી બધું જ છે.એમ કહીને થોડીક વાતો કરીને પવિત્રા નીકળી ગઈ .અને રાગણી ના મનમાં શંકા નો કીડો મુક્તિ ગઈ
રાગીની અત્યાર સુધી ઊંઘવામાં ક્યારેય તકલીફ પડી હતી આજે રાત્રે એક ખૂબ પડખાં ફેરવતી હતી ,અને ચિંતામાં ને ચિંતામાં સુઈ શકતી નહોતી કહેવત છે કે ,"ચિંતા એ ચિતા સમાન છે" રાગણી ની ઊંઘ હરામ કરી નાખી હતી જમવા બેસે તો પણ રાગણી પૂરી જમી શકતી નહોતી એને એક જ વિચાર આવતો હતો કે શું પવિત્રા ની વાત સાચી હશે! શું મારા પતિ શુભમે બંગલો ખરીદી લીધો હશે! મને એમની સાથે કેમ લઈ જતા નહીં હોય ,શું કારણ હશે !આ વાત જાતજાતના વિચારો એના મગજમાં ઘૂસી જતા હતા ,અને રાગિણી એક ડિપ્રેશન જેવી બીમારીમાં જતી હતી .હવે એને રહેવાયું નહીં ,એને એના પતિ શુભમ ને ફોન કર્યો અને કહ્યું ;શુભમ તમે બંગલો તો રાખ્યો છે તો પછી કેમ લઈ જતા નથી ?મારો એવો કયો ગુનો થયો છે તમે હવે મારાથી બધી વાત છુપાવતા ગયા છો ?

શુભ મેં કહ્યું; હું કોઈ વાત છુપાવશો નથી !હા, હું બંગલામાં રહું છું ,પરંતુ મારી મિત્ર ના એક રૂમ માં રહું છું .એના પિતાએ કહ્યું કે; તમે મારા ઘરે રહી શકો છો એટલે હું રહું છું બાકી કોઈ બીજી વાત નથી.

રાગિણીને કહ્યું ;શુભમ પ્રેમમાં વિશ્વાસ હોય તમે મારા પતિ છો .તમે મને કહ્યું હોત તો મને દુઃખ ન થાય પરંતુ જ્યારે બીજી વ્યક્તિ સાથે તમારી કોઈ વાત મને જાણવા મળે તો મારો દિલ તૂટી જાય ,એની તમને ખબર છે ને !મારી મિત્ર પવિત્રા આવી હતી એને મને જાણ કરી એટલે મેં તમને ફોન કરીને પૂછ્યું; કારણકે મારા મનમાં ઘણા બધા પ્રશ્નો ઉભા થતા હતા જો એને ના કર્યું હોત તો તમે પણ મને જણાવવા નહીં સાચું ને???

શુભમ કહે; હવે તું ફોન મુક .,કારણકે મારે ઘણું બધું કામ છે ,એટલા માં રેશમા એ બૂમ પાડી શુભમ ચાલોને જમવા!

રાગણીએ એક સ્ત્રી નો અવાજ સાંભળીને ત્યારે થયું કે ચોક્કસ શુભમ મારાથી કંઈ છુપાવી રહ્યા છે !!!હવે તો ચિંતા નો દોર વધુને વધુ હેરાન કરતો રહ્યો! રાગણી હોશિયાર હતી એટલે એણે વિચાર્યું કે; મારે હવે શહેરમાં જવું જ પડશે .એને એની મિત્ર પવિત્રા ને ફોન કર્યો મને કહ્યું ;તું મારી સાથે આવે તો સારું, કારણકે મારી ચિંતા એટલી વધી ગઈ છે કે મારા મનના દરેક પ્રશ્નો મારતા જાય છે હું શુભમ સાથે જવા માગું છું મને લઈ જતા નથી એનું મને ચિંતા કોરી ખાય છે! અને તને ખબર છે ને!! પવિત્રા એક વખત માણસના મગજમાં ચિંતા ઉભી થાય એટલે માણસને ચિતા સમાન બનાવી દે છે!!!! મને કોઈની ચિંતા નથી! પરંતુ વધુને વધુ મારા પુત્રની ચિંતા થઈ રહી છે .એક બાજુ શુભમ ત્યાં ગયા પછી જાણે અમને ભૂલતા હોય એવું લાગે છે .મે એના માટે શું નથી કર્યું!!! તેમને મેં ભણાવ્યા અને સારી એવી પદવી પણ અપાવી ,હું આવી ત્યારે મારા ઘરની પરિસ્થિતિ ખૂબ ખરાબ હતી છતાં પણ મને ક્યારેય આટલી ચિંતા થઈ નહોતી .આજે મને ખૂબ ચિંતા થઈ રહી છે એટલે પવિત્રાજો તું મારી સાથે આવે તો સારું?
પવિત્રા કહે; અરે રાગણી તારે મને ઓર્ડર જ કરવાનો હોય તું માંરી મિત્ર છો અને સુખ દુઃખ માં કામ ના આવીએ તો ક્યારે આવીશું!! ચાલને હવે આપણે શુભમ ની માહિતી મેળવીને તારી ચિંતા છે , એને દૂર કરીએ.
બીજા દિવસે સવારે પવિત્રાગાડી લઈને આવી ગઈ અને રાગણી અને બંને શહેરમાં જવા નીકળી પડ્યા. રાગણી એના પુત્રને બાજુમાં પાડોશીના ઘરે મુક્યો ,અને ફટાફટ નીકળી ગયા સાંજ પડતા એ શહેરમાં પહોંચી ગયા . પવિત્રા રાગિણીનેલઈને એના કાકાના ઘરે લઈ ગઈ અને કહ્યું ;રાત પડી છે આપણે સવારે હવે મુલાકાત કરીશું એમ કરીને બંને ત્યાં રોકાઇ ગયા રાગણી રાતભર રડતી રહી અને આંખોમાં ચિંતા ના ઘા પરોવતી ગઈ!!!!

સવાર પડી અને તૈયાર થઈને બંને સખીઓ શુભમ ને મળવા માટે નીકળી ગઈ ઓફિસના ટાઈમ પહેલા જવું જરૂરી હતું એટલે વહેલા નીકળી ગયા .અને સુભમ ના ત્યાં પહોંચી ગયા જોયું તો શુભમ અને એની બાજુમાં કોઈ સ્ત્રી હતી બંને જણા ચા અને નાસ્તો કરી રહ્યા હતા !!!
પવિત્રા એ કહ્યું ; રાગિણી તારી નજર સમક્ષ લઈ લે તારો પતિ બાજુમાં કોઈ સ્ત્રી બાદ સાથે છે. રાગીણી તો જોઈને ખૂબ જ પરેશાન થઈ ગઈ !!!અને જાણે કે એના શરીરની તમામ શક્તિ અલિપ્ત થઈ ગઈ!!! છતાં પણ મનમાં થયું :કદાચ બંને વચ્ચે સારી મિત્રતા પણ હોઈ શકે !એટલે એને પવિત્રાને કહ્યું ;આપણે એમ નથી જવું ,
હવે ત્યાં જઈએ ....એમ કહીને તેઓ અંદર પ્રવેશ કર્યો.... જેવા જતા હતા ત્યાં ..ચોકિયાતે કહ્યું ;તમે ક્યાં જાઓ છો?? તમે ઉભા રહો હું મારા શેઠને પૂછીને આવું છું ,મને શેઠાણી કહે તો ;તમને અંદર જવા દઈશ.
રાગણી કહે ;શુભમ છે એ મારા પતિ છે. તેમને કહે તમારી પત્ની આવી છે!!
ચોકિયાત કહે; અરે તમે ક્યાંથી એની પત્ની હું તેમની પત્ની તો એમની બાજુમાં છે રેશ્માબેન!!
હવે રાગિણીની કોઈ ઈચ્છા ન હતી કે એક ડગલું પણ આગળ વધે!એનો સ્વમાન ખોવાઈ ગયું હતું એના ચિંતાનું કારણ પકડાઈ ગયું હતું ,ત્યાં ને ત્યાં થઇને નીચે પડી ગઈ એની મિત્ર પવિત્રા એ તરત જ એને ગાડીમાં બેસાડી અને ઘરે લઈ ગઈ. થોડીવાર પછી પવિત્રા એ જોયું તો તેને ભાન આવી ગયું હતું .ભાન આવતાની સાથે રાંગણી પવિત્રાના ખોળામાં માથું મૂકીને ધ્રુસ્કે ને ધ્રુસ્કે રડવા લાગી. રાણી મારા પ્રેમનો આટલો મોટો આઘાત મળ્યો મારી ચિંતા નું મોટું કારણ મને મળ્યું પણ આવું,!!!
પવિત્રા એ કહ્યું ;તારી ચિંતાનું કારણ તે ઝડપથી શોધ્યું નહીં,એટલે તારી હાલત તે તારા શરીરમાં પ્રાણ વિનાની મૂર્તિ જેવી બની ગઇ છે .તને ખબર છે !ચિંતા, ચિતા સમાન છે! હવે તું શું કરીશ એ વિચાર્યું છે કે પછી તું ચિંતા જ કરતી રહીશ....
રાગીણીએ કહ્યું ;હું કંઈ જ નહીં કરું,હું સ્ત્રી છુ, સ્વાભિમાની સ્ત્રી, મેં એના માટે ઘણું કર્યું છે. પરંતુ એની દયા દાન માં એની પત્ની બનવા નથી માગતી .અને એને મારી જાણ કર્યા વગર બીજા લગ્ન કર્યા છે એટલે પવિત્રા હવે હું રહીશ તો શહેરમાં જ, પરંતુ ફરીથી હું મારા આત્મબળ એ મારું જીવન શરુ કરીશ અને હવે બધી ચિંતાઓ છોડી દઈશ.

પવિત્રા કહે; કોઈ પણ ચિંતા હોય તેનું સાચું કારણ મેળવી લેવું જોઈએ. ચિંતામાં માણસ આખો બળી જાય છે ચિંતા માણસને પૂરેપૂરો રાખ બનાવી દે છે .માણસ ચિંતામાં ચિતા સમાન આખેઆખો ભડથું થઈ જાય છે. એટલે માણસે ક્યારેય પણ એવી કોઈ પણ ચિંતા કરવી નહીં કે જેથી એના શરીરને નુકસાન થાય. ઘણી વખત વગર ચિંતાએ પણ માણસ ચિંતા કરતો હોય છે એટલે કે ચિંતા નું સાચું કારણ મળી જાય તો એનો ઉકેલ આવવો જોઈએ. પરંતુ ચિંતા માં બળવું જોઈએ નહીં, રાગિણી ની જેમ ચિંતાનું કારણ શોધવું જોઈએ ,જો રાગણી એ પહેલાં જ કારણ શોધી હોત તો એ આટલી જીવતી લાશ ન બનત.

રાગીણી હવે એના જીવનમાં શહેરમાં આવીને વ્યસ્ત છે હજુ સુધી શુભમએ કોઈ પણ ખબર લીધી નથી, અને રાગીણી એ પણ એને ફોન કર્યો નથી. બંને જણા એકબીજાને જાણે કે ભૂલી ગયા હોય એવી રીતે જીવન જીવવા લાગ્યા .બસ એટલું જ કહેવાનું કે "ચિંતા, ચિતા સમાન છે" પરંતુ સમયસર કારણ મળી જાય તો ચિંતા દૂર કરવામાં આપણે સફળ થઈ જઈએ છીએ.
આભાર