MARI NAJARE BOOK REVIEW - MRITYUNJAY books and stories free download online pdf in Gujarati

મારી નજરે 'મૃત્યુંજય' - બુક રીવ્યુ

મહાદેવ.... મહાદેવ....

આજે હું વાત કરવાનો છું એક એવા પુસ્તકની કે જે વાંચવા માટે તમારે એકાંત જરૂરી છે. એક એવી નવલકથા કે જેના પાત્રો, જગ્યા, ઘટના બધું જ એકવાર માં મગજમાં આવી જાય અને કદાચ રાત્રે સપનામાં પણ આવી શકે એટલી રસપ્રદ છે. ટૂંક માં તમે જ્યાં પણ આ પુસ્તક લઈને વાંચવા બેસસો, તે જગ્યા તમે જલ્દી છોડી નહિ શકો.

વાર્તા છે એક ન્યૂઝ ચેનલના મલિક વિવાન આર્યા ની જે મુંબઈમાં રહે છે અને તેના દાદા રાજકોટમાં રહસ્યમયી રીતે મૃત્યુ પામે છે. વિવાનને તેના દાદા માટે ખુબ જ લગાવ છે. માટે તેના દાદાના રહસ્યમય મૃત્યુનું રહસ્ય શોધવા માટે તે રાજકોટ આવે છે અને તેના પોલીસ મિત્ર આલોક અને તેની પુત્રી અને પોતાની મિત્ર રિયાની મદદ લે છે.

બીજી બાજુ અમરાવતી અને આર્યાવર્તમાં ચાલતા દેવો અને દાનવો વચ્ચેના યુદ્ધ ની વાત ચાલે છે. ઇન્દ્ર દેવે છળ કપટથી આર્યવર્ત પરથી દાનવોનો હક છીનવી અને અંદરો અંદર લડતો કરાવી અને લોહી ની નદીઓ વહેવડાવી.

આ બધાની વચ્ચે દુબઈમાં જીમાની ખીણનું પણ કંઈક રહસ્ય છે. એ બધું જાણવા માટે તમારે નવલકથા વાંચવી પડશે.

આ બધા દ્રશ્યો એવી રીતે લખાયા છે કે જયારે તમે વાંચશો તો એવું લાગશે કે તમે કોઈ થ્રિલર મુવી જોઈ રહ્યા હોઈ. સહેલાઇ થી વાંચી અને સમજી શકાય એવી ખુબ જ સરળ શૈલીમાં લખાયેલી આ નવલકથા એક વાર જરૂર થી વાંચજો.

હવે વાત કરીએ આ નવલકથાના ઑથર ડ્યુઓ ની. આ નવલકથા બે યુવા લેખકોએ સાથે મળીને લખી છે. આ બેલડી એટલે કે પરખ ભટ્ટ અને રાજ જાવિયા. આ બંને મિત્રો એ આ નવલકથા લખવા માટે દેશ-વિદેશ જઈને રિસર્ચ કર્યું છે. બંને ભાઈઓએ ખુબ મહેનત કરી છે. કહાનીમાં જબરદસ્ત ટવીસ્ટ આવે છે.

આ નવલકથા વાંચવાની ત્યારે જ મજા આવશે જયારે તમે ખુદ આ નવલકથા લઇને વાંચશો. પરખભાઈ મારા ખુબ સારા મિત્ર છે. જો સમય-સંજોગ સાથ આપશે તો અમે સાથે એક ઇન્ટરવ્યૂ પણ ગોઠવીશું.

પુસ્તકના રિવ્યુમાં તો હું કહું એટલું ઓછું છે. આપણા ગુજરાતી ભાઈઓ એ ગુજરાતી ભાષાને ખુબ જ મહત્વ આપ્યું છે. એક-એક શબ્દ અને એક-એક વાક્યને ખુબજ ધ્યાન પૂર્વક લખ્યા છે. પરખભાઈ અને રાજભાઈ આપ બંનેને હું એક વાત કહેવા માંગુ છું જે તમને કદાચ જ કોઈ કહેશે કે તમારા બંનેની કેફે કોફી ડેની એક મુલાકાત એ ભારત વર્ષને મોડર્ન માયથોલોજીકલ થ્રિલર નવલકથા આપીને ગુજરાતી સાહિત્યના એક યુગનો સૂર્યોદય કર્યો છે. માટે રેટિંગ્સની વાત કરુ તો આ પુસ્તકને આપો એટલા રેટિંગ્સ ઓછા છે. અને આંકડા તો આ પુસ્તક પાસે કઈ જ ન કહેવાય. હું કોઈ ક્રિટીક નથી પણ વાંચનનો અને લેખન નો ગાંડો શોખ જ મને આપ સૌની સમક્ષ પુસ્તકો વિષે લખવા માટે પ્રેરણા આપે છે. વધારે કઈ નહિ, બસ આ પુસ્તક વાંચવા લાયક છે આજે જ વસાવો અને તમારા કુટુંબીજનોને પણ વંચાવો.

બીજી બાજુ લેખકો અત્યારે "મહા અસુર શ્રેણી"ના દ્વિતીય અંક "નાગપાશ" ના લેખન માટે રિસર્ચ કરવા રામેશ્વરમ્(દક્ષિણ ભારત) ની મુલાકાતે છે. અમને "નાગપાશ" ની રાહ રહેશે.

અગાઉ કહ્યા પ્રમાણે રેટિંગ્સ તો બહુ નાની વાત કહેવાય પરંતુ રેટિંગ્સ નહિ આપીએ તો વાચકો ને આ પુસ્તક વાંચવાની પ્રેરણા નહિ મળે, તેથી આ પુસ્તકને 5 માંથી પુરા 5 સ્ટાર આપીને હું બંને લેખકોને ખુબ ખુબ અભિનંદન પાઠવું છું.

"મૃત્યુંજય" ની સફળતા માટે આપ બંને લેખકોને ખુબ ખુબ અભિનંદન. આવું જ લેખન કરતા રહો અને અમને મનોરંજન આપતા રહો.

ધન્યવાદ.....

મહાદેવ હર......