The distance of memories books and stories free download online pdf in Gujarati

યાદોનુ અંતર

"એય તને મારી યાદ નથી આવતી?"
મનમાં મનસાથે વાતો કરતી તળાવ કિનારે ઘુુુટણડુબ પાણીમાં બેઠી બેઠી કેસુુડા ફુુલે ચાદર પાથરેેેલ હો એવાં નારંગી રંંગે ઉભરાતી સાંજે આભમાં સુરજને પાણીમા ભળતો જોઈ રહી હતી.
ડુબતા સુરજે અનેક વાર આ જ જગ્યાએ પૃથાને મનન સાથે હાથમાં હાથ મૂકી સ્વપ્ન નગરની ગલીમાં મહાલતાં જોઈ‌ હતી, આજે સુરજ પણ વિચારે ચડ્યો છે ગાડાનું એક પૈડું ખાડામાં પડે અને ગાડુ અચાનક ગતિથી અટકી પડે એમ સુરજ જાણે પૃથા સામે નજર માંડી ત્યાં અટકી ગયો, એ 'દિ ની ઘડી કેવી અદભૂત હતી ! તળાવ કીનારે એ ભીની માટીની મોધમ સુગંધમાં વારે ઘળીયે પૃથા નામ સાથે પોતાનું નામ લખી ફરી વિખતો, દુષ્કાળ વેઠ્યા બાદ ખેડુ જેમ બેઠા ચોમાસે વાદળ ઘેરાવાની જે તાલાવાલીથી રાહ જોવે એજ તાલાવેલીએ મનન પૃથાની રાહે કિનારે બેઠો હતો.
મારગ પર ચાતક નજરે મીટ માંડી ત્યાં પગરવ સંભળાયો સુરજના ઓઝલ થતા પ્રકાશમાં એની મુખમુદ્રા પર અલગારી ચમક વર્તાતી, આંખોમા ગહરો સમંદર સમાયો હોય તેવી ઉડાણ , ઘઉંવર્ણી આભા જાણે ઈન્દ્ર લોકની અપ્સરા રસ્તો ભુલી પૃથ્વી પર ઉતરી આવી હોય .
મનન ટગર ટગર પૃથાને દેખી રહ્યો સાવ નજીક આવી બાજુમા બેસી તોયે નજર હલી નહી,
"શુ થયુ ?
કેમ બેબાકળો થઈ મને અચાનક બોલાવી કાલ તો હજુ મળ્યા ."
મનને સાંભળ્યુ ના સાંભળ્યુ લાગતા
પૃથાએ પોતાના ખભ્ભા ને મનનના ખભ્ભા સાથે ટકરાવ્યો સારસી પોતાના સારસને લગોલગ પાંખો રાખી પોતાના હોવાનું ભાન કરાવે તેમ પૃથાએ એની ચુંદળીનો છેડો મનન તરફ ઉલાળ્યો મનન તપસ્યા ભંગ થયેલ સાધુની જેમ પૃથા સામે જોય રહ્યો.
બોલને મનન શું થયું ?
મનનનો હાથ પોતાની હથેળીમાં પંપાળતા ફરી પુછ્યું.
પૃથા મને ઘરે તેડાવ્યો છે બપોરે ઓફીસે બાપુજીનો ફોન આવ્યો તો કે માં ની તબિયત નરમ ગરમ રહે છે તો.
હા, તો જઈ આવને એમાં આવો બાધો કેમ બની ગયો છે પૃથા વચ્ચે જ બોલી પડી.
અરે તુ સમજતી નથી અકળાઈને મનન બોલ્યો ,
મા બાપુ એ ત્યાં નજીકના ગામની છોકરી પસંદ કરી રાખી છે એને જોવા મને ત્યાં બોલાવે છે લગનની ઉતાવળ કરે છે ‌.
શરદની શરૂઆતમાં પ્રથમ પહોરે ઓઝલ ઝાકળીયા બુંદો પર્ણો પર બાઝે એમ પૃથાની આંખમા અશ્રું બાઝવા લાગ્યા મનનના બોલ સાંભળીને.
મનને એજ પળે પૃથાના કપાળે હવાની લહેરમા ફરકતા વાળની લટો કાન પાછળ કરતા પૃથાની આંખોમાં આંખો નાખી જરા ખોખારો ખાઈ સ્વથ્ય આવજે કહ્યું.

" પૃથા મારી પૃથા હુ શુ કરુ મારે જવુ પડશે પણ એક વચન તને આપુ છું આ સુરજની આ તળાવની સાક્ષીએ હું તને મારા જીવ કરતા પણ વધુ અનહદ ચાહું છું આ ભવમા તારા સિવાય બીજી કોઈ સ્રી સાથે ઘર માંડવાનુ હુ સપનામા પણ વિચારી નથી શકતો પણ પૃથા તુ મારી વાટ જોઈશ ને"?
દેહમાં આખરી શ્વાસ બચશે ત્યાં લગી તારી વાટ જોઈશ મનન.
કાલ ક્યારે નિકળીશ ગામ જવા ?
સાડા છ એ બસ અહીંથી મળી રહે તેમા જ ઉપડી જાવુ પડે તો બપોરે ઘરે પહોચુ મનને ઉત્તર વાળ્યો.
હું સવારે છ વાગે કિનારેના રાધાકૃષ્ણ મંદિરે રાહ જોઈશ મળીને જજે.
હા, મનને ટૂકો જવાબ વાળ્યો.
સવારના છ વાગે આછા અજવાસમા ઉઠીને પૃથા મંદીરે મનનની રાહ જોતી હતી ગામનું મંદિર સાર્વજનિક હતુ એટલે એના દ્રાર ખુલ્લા રહેતા.
થોડી વાર થઈ ત્યાં મનન પોતાના સામાન સાથે ત્યાં પૃથા પાસે આવ્યો, પૃથાની આંખો રાતી જોય મનને પુછ્યું.
"રાતે સુતી નથીને આંખો જોતો કેવી રાતી ચોળ કરી લીધી છે"
મંદિરના પગથીયે બેય બેઠા.
પાછો ક્યારે આવીશ?
કેટલા દિવસ રોકાઈશ ?
ખબર નહી કેટલા દી રોકાણ થાય પંદર દિવસની રજા મુકી છે એટલે ત્યાં સુધીમાં આવી જઈશ
મનને કહ્યું.
પાનખર આવતા પંખીઓ માળા ખાલી કરી ઉડી જાયને શાખ ઉજ્જડ વર્તાય એવા ઉદાસ ઉજ્જડ પડી ગયેલા ચહેરા સાથે પૃથાએ કહ્યું ,
મને ભુલી તો નઈ જાને?
એ ગાંડી આ શુ બોલે છે શ્વાસ લેવાનુ ભુલે હે,
તુ મારા‌ શ્વાસ છો કેમ ભુલુ કેતો, બંને એકમેકને ભેટી પડ્યા ‌.
છેટેથી બસ આવતી દેખાય પૃથાએ મંદિરના જઈ એક નાનુ મોર પંખ લાવીને મનના બુશટના છાતી પાસેના ગજવામાં મુકી કહ્યું,
આ મોરપંખને તારા હૈયા પાસે મુકી છુ એને જોઈ મને યાદ કરજે અહી કોઈ તારા માટે જીવે છે.
મનનથી કંઈજ બોલાયુ નહી
બસ આવી ઉભી રહી મનને સામાન ચડાવી બારી પાસે જગ્યા લીધી પૃથાને હાથ હલાવી વિદાય આપી.
આજે મનન ગયાને મહીનો વિતી ગયો હતો તોય કોઈ જ ખત ખબર મનન ના આવ્યા નહી એટલે પૃથા પોસ્ટ ઓફિસ જઈ આ બાબત પુછા કરવા ગઈ તો જાણવા મળ્યુ કે મનને આઠ દી પેલા જ આ ગામ માથી બદલી કરાવી લીધી છે.
મનગમતા રંગોથી આબેહુબ કંડારેલ તાજા જ ચિત્ર પર અચાનક પાણી ફરતા કેનવાસ સાવ ભદ્દુ દેખાય એવી જ પૃથાની મન:સ્થિતિ બની એજ હાલમાં તળાવ કિનારે જઈ મનોમન પુછતી બેઠી.
"એય તને મારી યાદ નથી આવતી"

પૃથા ગામના એક ભોમાદાર જમીનદારની ઉમર લાયક દિકરી હતી ભણેલી ગામના જ દવાખામા વરસ એકથી પરીચારીકા તરીકે સેવા આપતી અંતરીયાળ ગામમા એક દવાખાનું હતું‌ પચાસની ઉમરના એક જ દાકતર ત્યાં હતા. દવાખાનની ડાબી બાજુ પોસ્ટ ઓફિસ હતી છ મહીનાથી જુના પોસ્ટ માસ્તરની જગ્યા એ બદલીને સામાન્ય કદકાઠી વારો રંગે ગોરો એવો છવીસ વર્ષીય મનન અહી આવ્યો હતો .
એક દી રસ્તો ઓળંગવા જતા ટપાલની થપ્પી લઈ નજર ચુક થતા ખાડામાં પગ પડ્યોને જમીન પર પટકાયો ત્યારે એક ગાડામાં જોડેલ સાતિ પડી હતી તેમા માથુ અડી ગયુ ઈજા વધુ થતા તરત દવાખાને આવ્યા .
રક્ત વહેતું જોતા પૃથાએ દાકટરની સલાહ બાદ મનનના ઘાવે પાટાપીંડી કરી ઘાવ ઉંડો હતો એટલે રોજ પાટો બદલાવા આવવું કહી દવાઓ આપી આ દરમિયાન પૃથા અને મનન વચ્ચે વાતચીતનો દૌર જામતો , માથાનો ઘા આઠ દી માં રુઝાય ગયો પણ એટલામાં પૃથા અને મનનના હ્રદય ઘવાય ગયા .
મનને ગયા બાર મહીના વીતી ગયા એ સમયમાં પૃથાના બાપુ એ ઘણુ સમજાવ્યા બાદ પણ બીજે ક્યાંય ઘર બાંધવા પૃથા એકની બે ના થઈ.
કાલ પૃથા અને દવાખાના દાક્ટરને દુરના બીજા ગામે એક મેડીકલ ચેકઅપ કેમ્પ રાખેલ હતો ત્યાં જવાનુ થયું.
ગામના લોકો અમુક અમુક આવતા જતા હતા રોંઢો થવા આવ્યો સિતેરની ઉમરના એક વૃધ્ધ પગના ઈલાજ માટે આવ્યા પૃથા અને દાકટરે એમને તપાસ્યા ગોઠણથી ઢાંકણીમા હાડકું ખસી ગયેલું છે એ તારણ આવ્યુ અને એમને સાથે કોઈ આવ્યુ હતુ તે દુર હતા તેને બોલાવ્યા દાકતરે દવા સમજાવવા.
પૃથા તંબુમાં દવાઓ લખેલી લેવા ગઈ યુવક પિતાને ટેકો આપતા દાકતર પાસે આવ્યો દાકટર એનો ચહેરો જોતા જ બોલ્યા.
"અરે પોસ્ટ માસ્તર તમે અહી" !
આ શબ્દો પૃથાના કાને પડતાં વાયુ વેગે એ દૌડતી દવા લઈ બાર આવીને જોયું તો એ મનન જ હતો.
એક પળ માટે આંખ પર ભરોસો ના થયો આખો લુછી ફરી જોયુ એ મનન જ હતો મનને પણ પૃથા સામે જોયુ પિતાને બાજુમાં ખુરશી પર બેસાડી નજીક ગયો.
ભાવુક ચહેરો નેનૈ અશ્રુધારા સરી, જાણે વર્ષોના વનવાસ બાદ સીતાએ રામને નિહાળ્યા હોય.
મનન કંઈ બોલી ના શક્યો , પૃથા જ બોલી પડી "પાછુ વરીને એક વાર જોયું પણ નહી"?
મનન નીચે નજર ઢાળી બોલ્યો મારી માનુ દેહાંત થઈ ગયું અને એ આઘાતમા બાપુને એકલા મુકી ના શક્યો .
"એક વાર મારી યાદ પણ ના આવી"પૃથા એ કહ્યું.
"એક એક શ્વાસે યાદ આવી છે જો આ મોર પંખ "
ગજવામાંથી મોર પંખ કાઢી પૃથાને આપતા મનન પૃથાને ત્યાં જ ભેટી પડ્યો.
બંનેના નૈનૈએ ચોમાસુ જાણે બેઠું.
મનન ને કહ્યુ પૃથા એક વરસના વાયરા વાયા મને લાગ્યું કે તારા બાપુ એ તારા હાથ પીળા કરી દિધા હશે એટલે પછી પાછુ તારા ગામ આવવા પગ ના ઊપડ્યા,
આ સઘળુ દાકતર અને મનનના બાપુ પ્રેક્ષક બની જોતા રહ્યા.
દાકતર સામે જોય મલકાતા મનનના બાપુ બોલ્યા હવે ખબર પડી આ મારો દીકરો આજ લગી કેમ લગન નામે દુર ભાગતો.
પૃથા નજીક આવી મનનના બાપુને પગે લાગી મનનના બાપુએ પૃથામા જ દિકરી મળી ગઈ એમ કહી ખુબ સુખી થાવ ના આશિષ આવ્યા અને એક વર્ષોથી યાદોનુ અંતર હતું એ અહી સુખે સમાપ્ત થયું.

- નિમુ ચૌહાણ સાંજ
- જામનગર.