Keshudo Vagda Nu Phool books and stories free download online pdf in Gujarati

કેસુડો - વગડા નું ફૂલ

 

                                          કેસુડો : વગડા નું ફૂલ  

" આવો સાહેબ , બેસો .. 

 હું મારુ  મોટર સાયકલ અટકાવી રોડ ના કિનારે  ઉભો રહ્યો  હતો .ત્યાં જ  આવકાર  ના  શબ્દ  સાંભળી ને  મેં ફરી ને જોયું.  એક  નાના ઝાડ  ની નીચે  ચાની લારી ઉભી  હતી .બાજુ માં કાથી  સુતળી થી  ભરેલ એક ચારપાઈ પડી હતી.ચાર પાઇ માં ભગવદ ગીતા અને  હનુમાન ચાલીસા ની ચોપડી પડી  હતી .આવકાર આપનાર સજ્જન  આ  ચા ની લારી  ના  મલિક રાવજી કાકા હતા. 

હું તેમની પાસે ગયો . બોલ્યો " વડીલ ,માફ કરજો પણ હું  ચા નથી પીતો .. "

" કોઈ વાંધો નાહ સાહેબ,  ચાર પાઇ પર બેસી  ઘડીક  પોરો ખાઈ લો .. " આ  ધોમ ધકતા તડકા માં  ક્યાં નીકળી પડ્યા ."

મને  તેમનું  આતિથ્ય ગમ્યું , ભોળપણ અસર કરી ગયું. આ લાગણી કો કોઈ  આત્મીય જન માં હોય  કે કોઈ સાચા સંત  માં હોય કે પછી  માત્ર માંતા   મા  હોય.. 

હું મારુ સાહેબ પણું  બાજુ પર મૂકી  તેમની  વાત ને  ન્યાય આપી  ખાટલા  પર ગોઠવાયો .

મેં કહ્યું ..કાકા  કે હું કેસૂડાં ના  ફૂલ લેવા આવ્યો છું . અને હું તેનું ઝાડ નિહાળ તો હતો .તમે મને આવકાર્યો .

રાવજી કાકા : " તમે બેસો , સાહેબ , હું  તોડી લાવું  મારી ચા ની દુકાન પાછળ  આ ત્રીજું ઝાડ છે . સામે  છેડે છે  તે  બે ઝાડ પણ કેસૂડાં ના છે. 

મેં સહમતિ  માં  માથું ધુણાવ્યું. અને એટલુંજ  બોલ્યો  . મને સાહેબ ના કહેશો , હું તમારા બેટાં  જેવો છું. જયેશ મારુ નામ .જયેશ કેહજો  ચાલશે.  

  "ભલે" એટલું કહી ને  ચાલવા લાગ્યા . 

પોતાની દુકાન ( ચા -લારી ) મારા ભરોસે છોડી ને  તેમનું  ભક્તિ કાર્ય છોડી ન ને મારા જેવા તદ્દન અજાણ્યા માણસ માટે  એ ફૂલ તોડવા ગયા .  મને થોડીક ગ્લાનિ થઇ . 

કાકા  એક મોટી પ્લાસ્ટિક ની થેલી  ભરીને  લઇ આવ્યા . 

ચ્હેરા  પર  થોડોક થાક વર્તાતો હોય એમ લાગ્યું .મેં ખિસ્સા માંથી પચાસ રૂપિયા ની  નોટ તેમની મહેનત ના બદલા માં મૂકી . તેમને ધરાર ના પાડી દીધી . 

મેં કહ્યું આ તમારી મેહનત ના છે . લઇ લો. 

" ભાઈ , આ કુદરત ના  મફત ના ફૂલ ના ..પૈસા લઈને .. હું ક્યાં મારુ પાપ ધોવા જઈશ?

"  મફત નું તો હું પણ નઈ  લઉ કાકા." તમે રોજ ગીતા પાઠ  કરો છો .. તો હું  પણ  તેમાં માનુ છુ."

મેં પચાસ નોટ  તેમને  પકડાવી .. 

 તેમને લઇ ને ગાય ના દાન પેટે ..એવું કાગળ માં લખી ને ગલ્લા માં મૂકી. મને તેમના  માં રસ પડ્યો .

કાકા , પરિવાર  માં કોણ કોણ  છે ?

" બે દીકરા , બંને લગ્ન કરી અમદાવાદ સેટ થયા . પત્ની   બહુ વહેલી પરમધામ માં જતી  રહી . "

" તો તમારું  ખાવા પીવા .. રહેવા નું "

" આ ખેતર છે તે મારુ ,  સવારે વહેલો ઉઠી  ને  ન્હાઈ , ઘરે દીવો બત્તી કરી . જાતેજ જમવાનું બનાવું .

પછી અહીં આવી .ચા પીવડાવું .ખાલી સમય  માં ભગવત  કાર્ય કરું .   મહેનત  કરી ને દિવસ પાસ  કરું  રાતે હરિ ના નામ લેતા જ ઊંઘ આવી જાય .  

મને આ માણસ પ્રત્યે  માન ઉપજી આવ્યું . આજ ના સમય  માં  આવો પરોપકારી ,સંતોષી  જીવ ..ક્યાં મળે .

મેં કહ્યું : કાકા તમારો આભાર  માની  ને  હું  તમારી  કિંમત  ઘટાડવા નથી  માંગતો . હું રજા લઉં .

રામ ..રામ .

ફરી આવો ત્યારે આવજો.

ચોકક્કસ આવીશ ..રામ રામ ..કાકા .

આ ઘટના  હાલોલ રોડ પર  ની છે. જ્યારે માર્ચ મહિના ની શરૂવાત હોય અને  ની હોળી આવવાની તૈયારી હોય ત્યારે હું  કેસૂડાં  ની શોધ માં નીકળી પડું. મને  કેસુડો  નાનપણ થી જ ગમતો. તેનો કેસર કેસરી રંગ પ્રેમ, ત્યાગ અને સંઘર્ષ નું પ્રતીક છે . કેસૂડાં ના ફૂલ થી ફાગણ ન સવારી આવી પહોંચે . તેનું કેસરી ફૂલ અને કાળી છોગી . અલગ જ રૂપ .

હાલોલ હાઇવે પર  આગળ જાવ તો તમને  રોડ ની બંને  સાઇડે  કેશરી  ફૂલો ન સાફો બાંધી  તાપ મા અડીખમ  ઉભેલા વૃક્ષ ન ની હારમાળા જોવા મળશે

એક વગડા નું ફૂલ ,  ફાગણીયો  ફોરમતો આવે  કે  નહિ , એ ખબર નહીં  પણ જો ફાગણ ની આવાની ખબર આપતું હોય તો એ કેસુડો છે.  હોળી માં રંગ , ઔષધ  માટે પણ ઉપયોગ થાય 

બધા ફૂલ સુગંધ આપે ..મને  આ ફૂલ પ્રેરણા આપે.  જીવન માં અવિરત સંઘર્ષ , અડીખમ  સામનો  .. અને  અંતે  વિજય .

બધા ફૂલ તાપ માં કરમાય જાય ત્યારે ..કેસૂડાં ના ફુલ  ની તાસીર એવી કે જેમ જેમ તાપ પડે તેના સૌંદર્ય  માં નિખાર આવૅ.  રંગ માં નવી ચમક આવે. જીવન માં જેમ મુશ્કેલી આવે  તેમ તમારા રંગ નીખરવો જોઈએ, મુસીબત માં જેમ સૌ સાથ છોડી દે  તેમ ઉનાળુ તાપ માં કેસૂડાં ના ઝાડ પર   ના બધાજ પાન  તાપ માં છોડી ને  જતા રહે .તેની  બધીજ ડાળ પર એકલા કેસરી ફૂલો ના ઝૂમખા   જ જોવા મળે . 

મને ત્યાંજ પેલી ચા વાળી ઘટના યાદ આવી . પેલા રાવજી કાકા .. એકલા જ હતા .. ત્યાગ ..પરોપકરી . સંઘર્ષ મય જીવન  અને જેમ જેમ દુઃખ પડ્યું ..ભક્તિભાવ તરફ વળ્યાં . જીવન સાથરક  કર્યું .  

રાવજી કાકા પણ વગડા ના જીવ છે .. શહેર માં ક્યાં આવા માણસ જોવા મળે . પ્લાસ્ટિક ના ફૂલો થી ઘર સજે. અંતર સજાવવા  તો  સત્કર્મો જોઈએ ..એવું  મને  શીખવી ગયા.

 

નોંધ :

 આજની જનરેશન કદાચ આ ફૂલ ને  ઓળખતી પણ નહિ  હોય .  તો પરિચય આપી .તેના વિશે માહિતી આપજો.